‘ઇલ્મ કા મરકજ હૈ, તહેઝીબ કી તૂ શાન હૈં’ ઇસ્લામ
Prof. Mehboob Desai
વસીમ મલિકની ગઝલોમાં સત્ય અને ઇમાન બંનેનો વાસ છે. રાષ્ટ્રવાદી વિચારો સાથે મજહબી મીઠાશના તેઓ માલિક છે.
જેમની શાયરીને વારીસ અલવી, રાહત ઇન્દોરી અને મનવર રાનાએ ગઝલના આભૂષણ તરીકે મૂલવેલા છે, તે શાયર છે વસીમ મલિક. રાંદેર (સુરત) નિવાસી વસીમ મલિકની ગઝલોમાં સત્ય અને ઇમાન બંનેનો વાસ છે. રાષ્ટ્રવાદી વિચારો સાથે મજહબી મીઠાશના તેઓ માલિક છે.
‘બેઠે બેઠે અપને હી ઘર મેં મુસાફીર હો ગયે,
હમને હિજરત ભી નહીં કી ઔર મુહાજિર હો ગયે.’
પોતાના જ દેશમાં વિદેશી બની રહેવાનું કયા ભારતીયને ગમે? વસીમ મલિકે હિજરત જેવા શબ્દને સુંદર અંદાજમાં એ વિચાર સાથે વણી લીધો છે. માનવતાના જતનનું બીડું ઝડપનાર વસીમ લખે છે:
‘જુલ્મ કે આગે જો દુનિયા કો ઝુકાના ચાહતે હૈં,
કાગઝ કી કસ્તી સમંદર મેં ચલાના ચાહતે હૈં.
કયા કરે અબ કોઇ દરબારે જહાંગીર નહીં,
અદ્લ કી ઝંઝીર તો હમ ભી હિલાના ચાહતે હૈં.’
જિંદગીની આવી કડવી સત્યતાને અભિવ્યકત કરનાર ઇસ્લામની સાચી ઓળખ આપવા જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે સાચ્ચે જ તારીફ-એ-કાબિલ છે. ક્રાંતિકારી શાયર જયારે ઇસ્લામના માનવીય ગુણોને વાચા આપે છે ત્યારે ઇસ્લામ સમાજનું અમૂલ્ય આભૂષણ બની શોભી ઊઠે છે. વસીમ મલિકનું ઇસ્લામનું એ ગીત (તરાના) માણવા જેવું છે.
‘ઇલ્મ કા મરકજ હૈ, તો તહઝીબ કી તૂ શાન હૈં,
અંજુમને ઇસ્લામ, તેરી કયા નિરાલી શાન હૈં.’
દીનો દુનિયા કી તુઝી સે રોશની હમકો મિલી,
તેરે દમ સે જિંદગી સી જિંદગી હમ કો મિલી
તાલિબાન-એ-ઇલ્મ પર તેરા બડા અહેસાન હૈં
અંજુમને ઇસ્લામ તેરી કયા નિરાલી શાન હૈં.’
ભાઇચારે ઔર મુહબ્બત કા સબક તૂને દિયા,
આદમી કહલાએ જાન કા ભી હક તૂને દિયા,
અજમતોં કા તેરી કાયલ આજ હર ઇન્સાન હૈં
અંજુમને ઇસ્લામ તેરી કયા નિરાલી શાન હૈં.
આલિમોને લી હૈ દિલચસ્પી તેરી તામીર મેં
ઇલ્મો ફન કા રંગ શામિલ હૈ તેરી તસવીર મેં
આન હૈ તૂ હિંદ કી, ગુજરાત કી તૂ શાન હૈ
અંજુમને ઇસ્લામ તેરી કયા નિરાલી શાન હૈં.’
ઇસ્લામને આવી શાનદાર રીતે રજૂ કરનાર શાયર વસીમ મલિકની એક રચનાનું નામ છે. ‘અસ્સલાતુ ખૈરૂમ મિનન નૌમ’ અર્થાત્ ‘નમાજ ઊઘથી બહેતર છે’ જેમાં તેમણે ઊઘને ત્યાગી નમાજનું શરણ લેવાની સુંદર હિદાયત આપી છે.
ઇસ્લામને પોતાની ગઝલોમાં વણી, આમ સમાજ સુધી પહોંચાડનાર વસીમ મલિક રાષ્ટ્રવાદી ઇન્કલાબી શાયર પણ છે. હિંદુસ્તાનને પોતાની સરઝમી ગણતા વસીમ લખે છે,
‘આજ તક કયું તેરી પહેચાન નહીં હૈં હમ લોગ,
અય વતન કયા તેરી સંતાન નહીં હૈં હમ લોગ,
ઇસ ભૂલાવે મેં ન રહેના કે ચલે જાયેંગે,
અય સિયાસત કોઇ મહેમાન નહીં હૈં હમ લોગ.’
અલ્લાહના બંદા અને રાષ્ટ્રીય ગઝલોના સર્જક જનાબ વસીમ મલિકની ઉપરોકત ગઝલોનો સંપુટ ‘ધુંવા કલ ભી બહોત થા’ સાચ્ચે જ માણવા જેવો છે. એ માટે વસીમ મલિકને ખૂબ ખૂબ અભિનંદન.
No comments:
Post a Comment