Tuesday, June 30, 2009
દારા શિકોહ એક ગુમનામ સૂફી : ડો. મહેબૂબ દેસાઈ
મોગલ શાસનકાળ દરમિયાન સત્તાસંઘર્ષ સામાન્ય ઘટના છે. શ્રેષ્ઠ કે બળવાન પુત્ર પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી સત્તા પર આવ્યાનાં દૃષ્ટાંતો ઘણાં છે. દારા શિકોહ પણ એક એવું નામ છે. સત્તાસંઘર્ષમાં માર્યા ગયેલા મોગલ શહેજાદાથી વિશેષ ઓળખ દારા શિકોહની ઇતિહાસમાં વિકસી નથી. પણ દારા શિકોહના વ્યકિતત્વ સાથે સંકળાયેલ આઘ્યાત્મિક વિદ્વતાને પામવાનો કે ઉજાગર કરવાનો પ્રયાસ થયો નથી.
એ સત્ય છે કે ઔરંગઝેબે તેના ભાઈ દારા શિકોહ (૧૬૧૫ થી ૧૬૫૯)ની હત્યા કરી સત્તા હાંસલ કરી હતી. સત્તાના આ સંઘર્ષમાં દારા શિકોહ જેવા અત્યંત સૂફીજ્ઞાનીને ઇસ્લામના ફતવાનો ભોગ બની ફાંસીના માચડે લટકી જવું પડયું હતું. એ ઘટના મોગલ ઇતિહાસનું કરુણ છતાં અજાણ્યું પ્રકરણ છે.
ઔરગંઝેબની કટ્ટરતા ઇસ્લામને સમજી શકી ન હતી. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાને શરીફ લઈ ઇસ્લામનો પ્રચાર કરવા નીકળેલ બાદશાહ ઔરંગઝેબ એ વાત ભૂલી ગયો હતો કે કુરાને શરીફમાં ‘લાઈકરા ફિદ્દિન’ અર્થાત્ ‘ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરો’નો આદેશ વારંવાર આપવામાં આવ્યો છે. ઇસ્લામની આવી માનવતાને ન સમજી શકનાર ઔરંગઝેબ તેના ભાઈ દારા શિકોહની વિદ્વતા અને વિચારોની ગહનતાને પણ પામી શકયો ન હતો.
દારા શિકોહને તેના પિતા શાહજહાંએ ઇ.સ. ૧૬૩૩માં પોતાનો અનુગામી જાહેર કર્યોહતો. સ્વભાવે શાંત અને રાજકારણમાં શૂન્ય એવો દારા શિકોહ અત્યંત આઘ્યાત્મિક મુસ્લિમ હતો. મૌલવીઓની કટ્ટર ઇસ્લામની વિભાવનાનો સખત વિરોધી હતો.
ઇસ્લામના માનવીય અભિગમનો તે પ્રખર પુરસ્કર્તા હતો, અને એટલે જ દારા શિકોહએ ઇસ્લામ અને હિંદુ ધર્મનો ડો અભ્યાસ કર્યોહતો. તે વેદોથી અત્યંત પ્રભાવિત હતો. હિંદના યોગીઓ અને હિંદુ સંન્યાસીઓ સાથે તેનો નિકટનો નાતો હતો. તેમની સાથે કલાકો સુધી તે ચર્ચા કરતો. પરિણામે તેના વિચાર અને આચારમાં સમન્વય અને સર્વધર્મ સમભાવ અદ્ભુત રીતે વ્યકત થતા હતા.
સૂફીવાદનો દારા શિકોહ ચાહક હતો. અલબત્ત રાજકીય દૂરંદેશી અને સૈનિક કૂટનીતિ તેના વ્યકિતત્વમાં રજમાત્ર ન હતી. પરિણામે ઇ.સ. ૧૬૫૮માં સુમરગઢમાં ઔરંગઝેબે તેને પરાજય આપ્યો અને શાહજહાંના અનુગામીની ભારતના સમ્રાટ થવાની આશા પર પાણી ફરી વળ્યું. પણ શારજહાંના શાસનકાળ દરમિયાન દારા શિકોહ અનેક રાજયોના સૂબા તરીકે કાર્ય કરી પોતાની સર્વધર્મ સમભાવની નીતિને સાકાર કરી હતી.
શાહજહાંએ દારા શિકોહને અમદાવાદના સૂબા તરીકે ઇ. સ. ૧૬૪૮માં નિયુકત કર્યોહતો. એ પૂર્વે ઔરંગઝેબે એક જૈનમંદિરને મસ્જિદ બનાવવાનું ફરમાન આપ્યું હતું. પણ સૂબા તરીકે નિયુકત થયાના ચોવીસ કલાકમાં જ દારા શિકોહે ઔરંગઝેબના એ ફરમાનને રદ કરી ‘શાહ-ઇ-બુલંદ ઇકબાલ મહંમદ દારા શિકોહ’ની મહોરવાળું નવું ફરમાન બહાર પાડી જૈનમંદિરને યથાવત્ રાખવા અને તેમાં ઘૂસી ગયેલા ફકીરો અને ભિખારીઓને તરત ત્યાંથી દૂર કર્યા હતા.
આ ફરમાનનો અમલ થતા શેઠ શાંતિદાસ ઝવેરીએ દારા શિકોહના આવા સમભાવપ્રેરક પ્રથમ પગલાની પ્રશંસા કરી હતી. જયારે ઔરંગઝેબે દારા શિકોહના આવા પગલાની કટ્ટર મૌલવીઓ દ્વારા ટીકાઓ કરાવી હતી.
આમ ઔરંગઝેબે ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં દારા શિકોહને માત કરવા ફુટનીતિ આદરી હતી. પરિણામે ધીમે ધીમે કટ્ટર મૌલવીઓ દારા શિકોહને ઇસ્લામનો શત્રુ માનવા લાગ્યા. દારા શિકોહને આવા વિરોધોની કાંઈ ખાસ પડી ન હતી. તે તો તેના આઘ્યાત્મિક મનનમાં લીન રહેતો. તેના આઘ્યાત્મિક ચિંતનની સાક્ષી પૂરતા કેટલાક ગ્રંથોમાં સફીનતુલ અવલિયા (૧૬૪૦), સકીનતુલ અવલિયા (૧૬૪૨), રિસાલ-એ- હકનુમા (૧૬૪૬), હસ્નાતુલ આરેફિન (૧૬૫૨), મુકાલિમ-એ-બાબાલાલ વ દારા શુકુહ જેવા સૂફીગ્રંથોનો સમાવેશ થાય છે.
સૂફીગ્રંથો ઉપરાંત દારા શિકોહએ વેદાંત અને તસવ્વુફનો પણ ડો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસના પરિપાક રૂપે વેદાંત અને તસવ્વુફનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરતો ગ્રંથ ‘મજમઅુલ બહેરીન’ (૧૬૬૫) તેમણે તૈયાર કર્યોહતો. આ ઉપરાંત ઉપનિષદોનો અભ્યાસ પણ દારા શિકોહના અત્યંત રસનો વિષય હતો. તેણે ‘સિર્રે અકબર’ (૧૬૫૭) નામક ગ્રંથમાં ૫૦ ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કર્યોહતો. તેના માર્ગદર્શન તળે જ ‘યોગેવાસિષ્ટ ગીતા’ અને ‘પ્રબોધ ચંદ્રવિધા’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો.
ઔરંગઝેબ દારા શિકોહની આવી ઉદાર ધાર્મિક પ્રવૃત્તિઓને ન સાંખી શકયો અને કટ્ટર મૌલવીઓ દ્વાર દારા શિકોહ માટે ફાંસીનો ફતવો જાહેર કરાવ્યો. જાહેરમાં દારા શિકોહને ફાંસીને માચડે ચડાવી દેવામાં આવ્યો. દિલ્હીના હુમાયુના મકબરા પાસે દારા શિકોહને દફનાવવામાં આવ્યો છે.
Aalamgir Aurangzeb:Prof.Mehboob Desai
આલમગીર ઔરંગઝેબ
ડો. મહેબૂબ દેસાઈ
‘આલમગીર’ અર્થાત્ વિશ્વને પ્રકાશિત કરનાર બાદશાહ તરીકે જાણીતા છેલ્લા માગલ સમ્રાટ ઔરંગઝેબ (ઇ.સ. ૧૬૫૮થી...)નું નામ અરબીમાં અવરંગજિબ લખાય છે. જેનો અર્થ થાય છે શાહીપદવી. ૩ નવેમ્બર ૧૬૧૮માં ધોડા (માલવા)માં જન્મેલ ઔરંગઝેબનું જીવન બે વિભાગોમાં વિભાજિત છે. પ્રથમ લોહિયાળ સત્તાસંઘર્ષમાં વ્યસ્ત શાહજાદો ઔરંગઝેબ. બીજું સત્તા મેળવ્યા પછી એક ચુસ્ત (કટ્ટર) મુસ્લિમ બાદશાહ ઔરંગઝેબ. આ બે વ્યકિતત્વો વરચે આલમગીરની સત્યનિષ્ઠા અને ઉદાર ધાર્મિક નીતિ ઇતિહાસનાં પાનાઓ નીચે દબાઈ ગઈ છે.
અત્યંત ધર્મપરાયણ અને મૂલ્યનિષ્ઠ ઔરંગઝેબ પાંચ વકતનો પાબંદ નમાઝી હતો. ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે જ શાસન કરવાનો તેનો આગ્રહ જાણીતો છે. તેની મૂલ્યનિષ્ઠા ભલભલા આલીમોને શરમાવે તેવી હતી. તેના કાર્યાલયમાં બે દીવાઓ તેનું ઉત્તમ દૃષ્ટાંત હતા. હંમેશ મુજબ એક રાત્રે તે પોતાના કાર્યાલયમાં દીવાના પ્રકાશમાં રાજયનું કાર્ય કરી રહ્યો હતો. થોડા સમય પછી તેણે એ દીવો બુઝાવી બીજૉ દીવો પેટાવ્યો. અને પોતાના લેખનકાર્યમાં લાગી ગયો. એક સિપાઈ બાદશાહની આ ક્રિયા જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી. અંતે હિંમત કરી તેણે બાદશાહને બે દીવાઓનું રહસ્ય પૂછ્યુ. ત્યારે આલમગીરે કહ્યું,
‘પ્રથમ દીવો રાજયનો છે. તેનો ઉપયોગ રાજયના કામકાજ માટે કરું છું. બીજો દીવો મારો અંગત છે. તેનો ઉપયોગ મારી આજીવિકા માટે કુરાને શરીફની નકલો કરવામાં કરું છું.’
મોગલ શાસન દરમિયાન ભારતના ચલણી સિક્કાઓ પર ઇસ્લામનો પ્રથમ કલમો ‘લાઈલાહા ઇલ્લ્લાહ મુહમુદ્ર રસુલિલ્લાહ અર્થાત્ અલ્લાહ એક છે અને મહંમદ તેના પયગમ્બર છે’ કોતરવામાં આવતો. ઔરંગઝેબે બાદશાહ બન્યા પછી એ પ્રથા બંધ કરી. ભારત હિંદુ-મુસ્લિમ પ્રજાનો દેશ છે એટલે તેના સિક્કા પર કોઈ એક ધર્મનો આદેશ યોગ્ય નથી. એવા ફરમાન સાથે તેણે સિક્કાઓ પર સામાન્ય સંદેશ કે ચિહ્નો મૂકવાનો આરંભ કર્યોહતો.
રાજયાભિષેકના સત્યાવીસમા વર્ષે જૈન સાધુ ચંદ્રસૂરીના નામે એક ફરમાન બહાર પાડયું હતું. તેમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું : ‘જૈન પંથના કોઈ પણ વ્યકિતને કોઈ પણ જાતની સતામણી થવી જોઈએ નહીં. તેઓ શાંતિ અને સુરક્ષાથી પોતાના વિસ્તારો અને નિવાસોમાં રહે તેની તકેદારી રાખવી. હવે પછી દરબારમાં આ અંગેની કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં. આ હુકમની બજવણી દરેકે નૈતિક ફરજ સમજીને કરવાની છે.’
ઇ.સ. ૧૬૫૯થી ૧૬૮૫ દરમિયાન ઔરંગઝેબે અનેક મંદિરોને નિભાવ ખર્ચ તરીકે જમીનો અને જાગીરો આપ્યાના દસ્તાવેજો સાંપડે છે. જો કે ઔરંગઝેબની આ તમામ સારપ તેની ચુસ્ત (કટ્ટર) ઇસ્લામિક શાસન પદ્ધતિને કારણે ઉજાગર થઈ નથી. ટૂંકમાં, ઔરંગઝેબની ઉદારતા તેના સત્તાસંઘર્ષ માટેના હિંસક પ્રયાસો અને કટ્ટર ઇસ્લામી બાદશાહ તરીકેના અમલ નીચે દબાઈ ગઈ છે. અને તેના વિવાદાસ્પદ વ્યકિતત્વને કારણે દબાયેલી રહેશે.

Sufi Saint : Satar shah: Prof.Mehboob Desai
સફર કા સૌદા કરલે મુસાફીર : સત્તારશાહ બાપુ
ડો. મહેબૂબ દેસાઈ
ખુદા-ઇશ્વરના અસ્તિત્વને આવી સુંદર શૈલીમાં સાકાર કરનાર સૂફીસંત સત્તારશાહ બાપુ (ઇ.સ. ૧૮૯૨થી ૧૯૬૬)નાં ભજનો અને આઘ્યાત્મિક ગઝલો આજે પણ ગુજરાતમાં ગવાય છે. ૮થી ૧૧ વર્ષ સુધી ઠેર ઠેર રખડી, અનેક લોકોના સંપર્કમાં આવી સત્તારે જીવનજ્ઞાન મેળવ્યું હતું. તેમનાં જ્ઞાન અને વાણીના ચમકારાથી ભાવનગરના મહારાજા ભાવસિંહજી પણ અંજાયા હતા. બંને વરચે ઘનિષ્ઠતા હતી. સત્તારશાહ ભાવસિંહજીને ભાવતાં અથાણાંની બરણી ભેટમાં મોકલતાં. અને જયારે સત્તારશાહ ભાવનગર આવતા ત્યારે શાહી મહેમાન બનતા. પણ એક દિવસ સત્તારશાહનો માયલો બોલી ઉઠયો.
‘સફર કા સૌદા કરેલ મુસાફરી અસલ વતન કો જાના પડેગા’
અને બાવીસ વર્ષના સત્તારશાહનું મિલન સંત અનવરમિયાં સાથે વડોદરામાં થયું. જ્ઞાનના પિપાસુ સત્તારશાહે અનવરમિયાંને પ્રથમ મુલાકાતમાં જ પ્રશ્ન કર્યો,
‘મરના મરના સબ્ર કહે, કૌન ચીજ મર જોયે?’
એક પળનો પણ વિચાર કર્યા વગર સંત અનવરમિયાં બોલી ઉઠયા.
પાંચ તત્ત્વ શરીર કે, વો આપમેં આપ સમાયે.’
એ દિવસથી સત્તારશાહે સૂફી ચોગો ધારણ કર્યો. ઇ.સ. ૧૯૧૬માં છોટા ઉદયપુરના ચિશ્તીયા સંપ્રદાયના કાઝી અબ્દુલ હસન ઉર્ફે દાદમિયાં સાહેબના હાથે ફકીરીની દીક્ષા લેવા પહોંચી ગયા. ત્યારે દાદામિયાં બાપુએ સત્તારને કહ્યું,
‘બેટા, ફકીરી બે પ્રકારની છે. એક સંપૂર્ણ ફકીરી અને બીજી ગૃહસ્થી ફકીરી. જેમાં સંસારમાં રહીને ઇબાદત કરવાની છે.’
સત્તારશાહે સંપૂર્ણ ફકીરીની દીક્ષા માગી. દાદામિયાંએ સત્તારશાહને દીક્ષા આપતા ઉપદેશ આપ્યો.
‘બેટા, વેદ અને કુરાનને એક દૃષ્ટિથી જોજે. હિંદુ-મુસ્લિમ સર્વે એક માલિકનાં સંતાનો છે. તું કોમવાદની દૂર રહેજે. દરેકને જન્મ-મરણ સરખા છે. દરેકના દરૂન-કરૂન પણ સરખા છે. બધા જ જીવે છે બધા જ મરે છે ત્યારે પૃથ્વીમાં જ ભળે છે.’
સત્તારશાહ બાપુએ ફકીરી ધારણ કરી અને લખ્યું,
‘કિસીકી યાદમેં અય દિલ તુઝે દીવાનગી છાઇ, તેરી અબ તો સરે બાઝાર મેં હોતી હૈ રુશ્વાઇ’
પછી તો સત્તારશાહ બાપુના ભકતો વધતા ગયા. તેમનાં ભજનો અને આઘ્યાત્મિક ગઝલો ભાવનગર, ઘોઘા, તળાજા, સિહોર, પાલિતાણા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતમાં ઠેરઠેર ગવાતાં થયાં. ભાવનગરના દીવાનપરા રોડ પર તેમનાં ભજનો સાંભળવા માનવ મહેરામણ ભરાતું.
‘કોને કહું દિલડાની વાતું, નથી રહવાતું, નથી સહેવાતું
જેને જેને કહું તે તો કહ્યું ન માને, મૂરખ ગણી મને મારે લાતું.’
ખુદાની ઇબાદતમાં ચોવીસ કલાક લીન રહેનાર સત્તારશાહ બાપુને મળવા આવનારાઓની સંખ્યા વધતી ચાલી, સૌ બાપુ પાસે આશિષનાં બે વચનો માટે વિનવણી કરતા, ત્યારે બાપુ માત્ર એટલું જ કહેતા,
‘આગે પીછે નૂર હય, ઔર ઉપર નીચે નૂર, આજુ બાજુ નૂર હય, નૂર મેં તું ભરપૂર’
છેલ્લા દિવસોમાં તો બાપુની ઇબાદત પરાકાષ્ઠાએ પહોંચી હતી. ઇબાદતની કષ્ટદાયક ક્રિયાએ બાપુને થકવી નાખ્યા હતા. બાપુ માંદા રહેતા. ૧૫ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ તેમના ભકત બરવાળાના પ્યારઅલી હરખજીને છ પૈસાના પોસ્ટકાર્ડમાં લખ્યું હતું,
‘હજુ સુધી મને બરોબર આરામ લાગતો નથી. જિંદગી હશે તો હોળી પછી તમારા તરફ આવીશ. બરવાળાના તથા રોજીતના સર્વે હિંદુ-મુસ્લિમ ભાવિકોને આશીર્વાદ કહેજો’ પણ બાપુની બરવાળા આવવાની ઇરછા પૂર્ણ ન થઈ. ૧૮-૨-૧૬૬ના રોજ રાજપીપળામાં વાતચીત કરતાં કરતાં જ સત્તારશાહ બાપુની વફાત થઇ. ત્યારે હિંદુ-મુસ્લિમ સમાજની આઘ્યાત્મિક સદ્ભાવનાને વાચા આપતો એક સૂફીસંત ખાકમાં મળી ગયો.

આબે ઝમઝમ: આસ્થા અને સ્વાસ્થ્યનો સંગમ : ડો. મહેબૂબ દેસાઈ
આબે ઝમઝમ: આસ્થા અને સ્વાસ્થ્યનો સંગમ
ડો. મહેબૂબ દેસાઈ
હિંદુ ધર્મમાં જે સ્થાન ગંગાજળનું છે તે સ્થાન ઇસ્લામમાં ‘આબે ઝમઝમ’નું છે. ‘આબે ઝમઝમ’ની ઉત્પત્તિનો નાનકડો ઇતિહાસ જાણવા જેવો છે. હજરત ઇબ્રાહીમ (અ.સ.) ખુદાના આદેશ મુજબ પોતાની પત્ની હજરત હાજરા અને પુત્ર હજરત ઇસ્માઇલ (અ.સ.)ને ઉજજડ વેરાન રણપ્રદેશ ‘તિહામહ’માં મૂકી, મન મક્કમ કરી ચાલ્યા જાય છે. એ ઉજજડ વેરાન રણપ્રદેશમાં પોતાના પુત્ર અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજરત હાજરા સફા અને મરવહ નામની ટેકરીઓ પર સાત ચક્કર મારે છે. પણ ઉજજડ પ્રદેશમાં દૂર દૂર સુધી માનવજાત કે પાણીનો એક છાંટો પણ જૉવા મળતો નથી.
અંતે થાકીને હજરત હાજરા સાતમા ચક્કર પછી મરવહ પહાડી પર ભા રહે છે ત્યારે એકાએક તેમને કંઇ અવાજ સંભળાય છે. એ અવાજની શોધમાં તેઓ આસપાસ દૂર સુધી નજર ફેરવે છે અને પોતાના નવજાત પુત્ર હજરત ઇસ્માઇલ પાસે એક માનવી ભેલો તેમને દેખાય છે. દોડતા હજરત હાજરા પોતાના પુત્ર પાસે આવે છે. બાળક પાસે ખુદાના ફરિશ્તા જિબ્રાઇલને જૉઇને તેઓ શાંતિ અનુભવે છે.
હજરત જિબ્રાઇલે ઉજજડ રણપ્રદેશમાં અન્ન અને જળ શોધવામાં બેબાકળા બનેલા હજરત હાજરા સામે એક નજર કરી છે. પછી ચહેરા પર સ્મિત પ્રસરાવી, પોતાના પગની એડી જમીન પર મારી છે અને ત્યાંથી એક ઝરણું ફૂટી નીકળ્યું છે. આ એ જ ઝરણું જેને આપણે ‘આબે ઝમઝમ’ કહીએ છીએ.
આ ઘટનાની સ્મૃતિ રૂપે જ હજયાત્રાએ જનાર હાજીઓને ફરજિયાત સફા અને મરવહ ટેકરીઓ વરચે સાત ચક્કર મારવા પડે છે. હજની ક્રિયાનો તે અહેમ ભાગ છે. જૉકે આજે તો સફા અને મરવહ વરચેનું અંતર આધુનિક સાધનોથી સજજ રાખવામાં આવ્યું છે. પણ હજરત હાજરાના પુત્ર ઇસ્માઇલને જાળવવાની વ્યથા સફા અને મરવહ વરચેના સાત ચક્કર દરમિયાન હાજીસાહેબો મહેસૂસ કરે છે. આજે તો ‘આબે ઝમઝમ’ને કારણે ‘તિહમહ’ જેવો ઉજજડ-વેરાન પ્રદેશ સુંદર મક્કા શહેર બન્યો છે. હજરત મહંમદ પયગંબર (સ.અ.વ) એ આબે ઝમઝમ અંગે ફરમાવ્યું છે.
‘ઝમઝમનું પાણી જે ઇરછાથી પીશો તે ઇરછા પૂર્ણ થશે. તરસ છિપાવવા પીશો તો પ્યાસ બૂઝશે. ભૂખ મિટાવવા પીશો તો પેટ ભરાઇ જશે અને બીમારી દૂર કરવા પીશો તો બીમારી અવશ્ય દૂર થશે.’
હજયાત્રાએ જતા હાજીઓ મક્કાની સરજમી પરથી બીજું કંઇ લાવે કે ન લાવે, પણ ઝમઝમનું પાણી તો અવશ્ય લાવે છે. અને ન્યાઝ તરીકે સૌને વહેંચે છે કારણ કે ઝમઝમના પાણીનું આઘ્યાત્મિક જેટલું મહત્ત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ મહત્ત્વ છે.
ઝમઝમના પાણીમાં રહેલા વૈજ્ઞાનિક તત્ત્વોની તપાસ મિસરના એક વૈજ્ઞાનિકે થોડાં વર્ષો પહેલાં કરી હતી. તેની તપાસનો જે અહેવાલ આવ્યો તે ઝમઝમ પ્રત્યે આસ્થા રાખનારા કે ન રાખનારા સૌએ જાણવા જેવો છે. ઝમઝમના પાણીની વૈજ્ઞાનિક તપાસ કરતા જાણવા મળ્યું છે કે તેમાં સાત તત્ત્વો રહેલાં છે.
૧. મેગ્નેશિયમ સલ્ફેટ,
૨. સોડિયમ સલ્ફેટ,
૩. સોડિયમ કલોરાઇડ,
૪. કેલ્શિયમ કાર્બોનેટ,
૫. પોટેશિયમ કાર્બોનેટ,
૬. હાઇડ્રોજન ગેસ,
૭. સલ્ફર (ગંધક).
ઝમઝમના પાણીમાં રહેલાં આ સાતેય તત્ત્વો માનવશરીર માટે ઉપયોગી છે. જેમ કે મેગ્નેશિયમ સલ્ફેટ શરીરની ગરમી દૂર કરે છે. એ જલંદરની બીમારી માટે અસરકારક છે. સતત ઉલટી થતી હોય અને માથું ફરતું હોય તેને માટે તે અકસીર છે.
સોડિયમ સલ્ફેટ કબજિયાત દૂર કરે છે. શરીરના સાંધાના દુ:ખાવા, ડાયાબિટીસ અને પથરીના રોગ માટે તે ફાયદાકારક છે. સોડિયમ કલોરાઇડ લોહી શુદ્ધ કરી શરીરની નકામી ગરમી, પાચન બરાબર ન થતું હોય, આંતરડાં અને પેટની બીમારી વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે. શરીરના અવયવોની નબળાઈ પણ એ દૂર કરે છે અને ધુમાડાના ઝેરની અસરને તે દૂર કરે છે.
કેિલ્શયમ કાર્બોનેટ પાચન, પેશાબની સફાઇ, કિડનીની બીમારી માટે અસરકારક છે. ગરમી, જલન અને લૂની અસરને તે દૂર કરે છે. પોટેશિયમ કાર્બોનેટ લૂની વધુ પડતી અસર, બળતરા, થાક, દમની બીમારી માટે અકસીર છે. ઝમઝમના પાણીની અસાધારણ ઠંડક માટે આ તત્ત્વ જવાબદાર છે. તેનાથી પેશાબ છૂટથી આવે છે અને હાઇડ્રોજન ગેસ ચામડીના રોગો, શરદી, કોલેરા, હરસ-મસા અને સાંધાનાં દર્દોમાટે ખૂબ જ અસરકારક છે. તેનાથી ભૂખ સારી લાગે છે અને તે જંતુનાશક છે.
ઝમઝમના પાણીનું આ વૈજ્ઞાનિક પૃથક્કરણ એ બાબત સૂચવે છે કે ઝમઝમનું પાણી માત્ર આસ્થા નથી, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેનું વિશિષ્ટ મહત્ત્વ છે. એટલે જ હાજીસાહેબો મક્કાથી બીજું કંઇ લાવે કે ન લાવે પણ ઝમઝમનું પાણી અવશ્ય લાવે છે, જે આસ્થા અને સ્વાસ્થ માટેનું ઉમદા પ્રતીક છે.

કાબા શરીફ અને તવાફ : ડો. મહેબૂબ દેસાઈ
કાબા શરીફ અને તવાફ
ડો. મહેબૂબ દેસાઈ
હજયાત્રાએ જનાર હાજીઓએ ‘ખાન-એ-કઅબહ’થી પરિચિત થવું જોઈએ. ખાન-એ-કઅબહનો તવાફ (પરિક્રમા) એ હજની મુખ્ય ક્રિયાઓમાંની એક ક્રિયા છે. ઇસ્લામી ગ્રંથોમાં ‘ખાન-એ-કઅબહ’ અર્થાત્ ‘બયતુલ્લાહ’ના સર્જનનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. એ ઇતિહાસ દરેક હજયાત્રાએ જતા મુસ્લિમે જાણવા જેવો છે. હજરત ઇબ્રાહીમ (અ.સ.) તેમનાં પત્ની હજરત હાજરા (રદિ) અને પુત્ર હજરત ઇસ્માઇલને મળવા મક્કા આવ્યા. આ એ જ હજરત ઇબ્રાહીમ છે કે જેની કસોટી ખુદાએ લીધી હતી અને પોતાના જાનથી પ્યારા પુત્રની કુરબાની કરવા આદેશ આપ્યો હતો. એ કસોટીમાંથી હજરત ઇબ્રાહીમ પાર તર્યા હતા અને તેમને ‘ખલિલ્લુલાહ’ ખુદાના મિત્રનો ખિતાબ એનાયત થયો હતો. આ હજરત ઇબ્રાહીમ પત્ની અને પુત્રને મળવા મક્કા આવ્યા. પુત્રે પિતાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પછી હજરત ઇબ્રાહીમે પુત્ર ઇસ્માઇલને કહ્યું, ‘બેટા, અલ્લાહે મને એક હુકમ આપ્યો છે.’
‘અબ્બાજાન, આપ અલ્લાહના હુકમનું પાલન કરો.’
‘બેટા, એ હુકમનું પાલન કરવા મારે તારી મદદની જરૂર છે.’
‘અબ્બાજાન, આપ જે કહેશો તે કરવા હું તૈયાર છું.’
‘બેટા, અલ્લાહે પોતાની ઇબાદત માટે મને મક્કામાં એક ઘર બાંધવાનો હુકમ ફરમાવ્યો છે. એ ઘર માટેની જગ્યા પણ હજરત જિબ્રાઇલે મને બતાવી છે.’ આ પછી હજરત ઇબ્રાહીમ (અ.સ.) અને પુત્ર હજરત ઇસ્માઇલે હજરત જિબ્રાઇલે બતાવેલી જગ્યા પર બાંધકામ શરૂ કર્યું. હજરત ઇસ્માઇલ પથ્થરો લાવતા અને હજરત ઇબ્રાહીમ ચણતર કરતા જયારે દીવાલો થોડી ચી થઈ ગઈ ત્યારે હજરત જિબ્રાઇલે એક કાળો પથ્થર હજરત ઇબ્રાહીમને આપતા કહ્યું, ‘આ પથ્થરને કાબાની દીવાલમાં મઢી દો.’ આ એ જ પથ્થર છે જેને આપણે ‘હજરે અસ્વદ’ કહીએ છીએ. કાબા શરીફની દીવાલો માનવીની ચાઈ જેટલી થઈ ત્યારે હજરત ઇબ્રાહીમને ચણતર કરવામાં તકલીફ પડવા લાગી એટલે હજરત ઇબ્રાહીમે એક પથ્થર પર ભા રહી ચણતર કર્યું. આ પથ્થરને ‘મકામે ઇબ્રાહીમ’ કહે છે આજે પણ એ પથ્થર કાબા શરીફ પાસે છે. જેના પર હજરત ઇબ્રાહીમનાં કદમોનાં નિશાન છે. કુરાને શરીફમાં તેના વિશે કહ્યું છે, ‘મકામે ઇબ્રાહીમને નમાઝ પઢવાની જગ્યા બનાવો.’ કાબા શરીફની પરિક્રમા (તવાફ) પછી હાજીઓ મકામે ઇબ્રાહીમ પાછળ નમાઝ પઢવાનું ચૂકતા નથી.
કાબા શરીફના ‘તવાફ’ પરિક્રમાની ક્રિયા પણ હજયાત્રાની મુખ્ય ક્રિયા છે. ઉર્દૂ ભાષામાં શબ્દ ‘તવાફ’નો અર્થ થાય છે, કોઈ વસ્તુની ચારે બાજુ ફરવું પરિક્રમા કરવી. ઇસ્લામમાં તવાફ સાત પ્રકારના છે. ૧. તવાફ-એ-હજજ, ૨. તવાફ-એ-ઉમરાહ, ૩. તવાફ-એ-વિદા, ૪. તવાફ-એ-ઝિયારત, ૫. તવાફ-એ-નજર, ૬. તવાફ-એ-નફિલ, ૭. તવાફ-એ-તહિય્યતુલ મસ્જિદ. તવાફ પૂર્વે સૌપ્રથમ પાક (પવિત્ર) થવું જરૂરી છે. એ માટે ગુસલ (સ્નાન) કે વજૂ કરવું જરૂરી છે. એ પછી હજર-એ-અસ્વદ સામેની ગહેરી કથ્થાઈ પટ્ટી પર એવી રીતે ભા રહો કે તમારા ડાબા હાથનો ખભો હજર-એ-અસ્વદ તરફ રહે. જૉ આપે અહેરામ ધારણ કર્યોહોય તો અહેરામની ચાદરને જમણા હાથની નીચેથી કાઢીને ડાબા હાથનો ખભો ખુલ્લો કરો.
હજ કે ઉમરાહના તવાફમાં અહેરામ ફરજિયાત છે. જયારે તવાફ-એ- નફિલ જેવો તવાફ સાદાં વસ્ત્રોમાં પણ થઈ શકે છે. આ પછી મનોમન તવાફની નિયત (નિર્ધાર) કરો. ‘અય અલ્લાહ, હું કાબા શરીફના સાત ચક્કર ફરવાનો ઇરાદો કરું છું. મારા માટે આસાન ફરમાવ અને કબૂલ ફરમાવ. બિસ્મિલ્લાહ, અલ્લાહુ અકબર’ મનોમન કરેલી આ નિયત સાથે કાબા શરીફની પરિક્રમા આરંભો. અહેરામ ધારણ કર્યોહોય તો પ્રથમ ચક્કર ઝડપથી સીનો કાઢીને પૂર્ણ કરો. બાકીના ચાર ચક્કર સામાન્ય ચાલે પૂર્ણ કરો.
તવાફ દરમિયાન હજર-એ-અસ્વદની પટ્ટીથી શરૂ કરી આપ રૂકને યમની પર પહોંચો ત્યારે ‘બિસ્મિલ્લાહ અલ્લાહો અકબર’ અવશ્ય બોલો. પ્રથમ ચક્કર પૂર્ણ કરી આપ જયારે પુન: હજર-એ-અસ્વદની પટ્ટી પર પાછા ફરો ત્યારે જાણે હજર-એ-અસ્વદને સ્પર્શતા હોય તેમ બંને હાથ ચા કરો. પછી બંને હાથની હથેળી અવાજ ન થાય તેમ ચૂમી બીજું ચક્કર આરંભો.
આવા સાત ચક્કર પૂર્ણ થાય ત્યારે મકામે ઇબ્રાહીમ પાછળ અથવા હરમ શરીફમાં ગમે ત્યાં બે રકાત નમાઝ ‘વાજિબ-એ-તવાફ’ પઢો અને ખુદા પાસે આજીજીભર્યા સ્વરમાં દુવા માંગો.’ આટલી પ્રક્રિયા પૂર્ણ થયે એક તવાફ થયો ગણાશે. હજ જનાર રાજીસાહેબોના દરેક તવાફ ખુદા કબૂલ ફરમાવે એ જ દુવા-આમીન.

સ્વજનથી સવિશેષ પાડોશી : ડો. મહેબૂબ દેસાઈ
સ્વજનથી સવિશેષ પાડોશી
ડો. મહેબૂબ દેસાઈ
‘પાડોશી’ શબ્દ વ્યકિત અને રાષ્ટ્ર બંને માટે અત્યંત મહત્ત્વનો છે. સારો પાડોશી સ્વજન કરતાં સવાયો હોય છે અને એટલે જ દરેક ધર્મમાં ‘પાડોશી ધર્મ’નો મહિમા વ્યકત થયો છે.
પાડોશી ભલો હોય કે બૂરો હોય પણ તે આપણો સાચો હમદર્દ છે. મુશ્કેલીના સમયે સંબંધીઓ, ઓળખીતા-પાળખીતાને પહોંચતા વાર લાગે છે, ત્યારે સૌ પ્રથમ મદદ માટે પહોંચનાર આપણો પાડોશી જ હોય છે. પાડોશીને હિંદુ કે મુસ્લિમગણી તેની મહત્તા ઓછી આંકનાર માનવીને એ ખબર નથી હોતી કે પાડોશીનો સાચો ધર્મ તો માનવતા છે.
ઇસ્લામે પણ પાડોશીને અત્યંત મહત્ત્વનો દરજજૉ આપ્યો છે. ઇસ્લામિક ગ્રંથોમાં પેલા મોચીની વાત બહુ જાણીતી છે, જેણે હજયાત્રા માટે ભેગા કરેલા પૈસા પોતાના ભૂખ્યા પાડોશીના ભોજન માટે ખર્ચી નાખ્યા. દમિશ્કના એ મોચીને હજરત અબ્દુલ્લાહ બિન મુબારકે પૂછ્યું હતું, ‘આ વર્ષે હજયાત્રા માટે આવેલા એક લાખ હજયાત્રીમાંથી કોઈની હજ ખુદાએ કબૂલ નથી કરી. એક માત્ર ઘર બેઠા તમારી હજ ખુદાએ કબૂલ કરી છે. તમે એવી તો કેવી ઇબાદત કરી કે ખુદાએ ઘર બેઠા તમારી હજ કબૂલ કરી?’
ગરીબ મોચી હજરત અબ્દુલ્લાહની વાત સાંભળી નવાઈ પામ્યો. પછી સ્વસ્થ થઈ બોલ્યો, ‘હજયાત્રા કરવાની તમન્નાથી મેં મારી હલાલની કમાઈમાંથી થોડા થોડા પૈસા જમા કર્યા હતા. પણ થોડા દિવસ પહેલાં જ મારા પાડોશીની હાલતની મને જાણ થઈ. સાત સાત દિવસથી તેમનો ચૂલો ટાઢો હતો. બાલબરચાઓ ભૂખ્યાં ટળવળતાં હતાં. તે જોઈ મારું હૃદય કકળી ઠયું. અને મેં હજયાત્રા માટે જમા કરેલા પૈસા તેમને આપી દીધા.’
કુરાને શરીફમાં પાડોશીની મહત્તાનો સ્વીકાર કરી, તે અંગે વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. કુરાને શરીફમાં પાડોશીઓના ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે.
૧. ‘વલા જારે ઝિલ કુરબા’ અર્થાત્ એવા પાડોશી જે પાડોશી હોવા છતાં સ્વજન-સગાં હોય.
૨ ‘વલા જાહિલ ઝુનુબે’ અર્થાત્ એવા પાડોશીને કૌટુંબિક સગાંસંબંધી ન હોય. પણ માત્ર પાડોશી જ હોય. આવા પાડોશીમાં ગેરમુસ્લિમ પાડોશીનો પણ સમાવેશ થાય છે.
૩. ‘વસ્સાહિલે બિલજમ્બે’ અર્થાત્ એવા પાડોશી જેનો સંજૉગોવશાત્ મુસાફરીમાં, દફતરમાં કે અન્ય કોઈ રીતે ભટો થઈ ગયો હોય. આમાં ગેરમુસ્લિમ પાડોશીનો સમાવેશ થાય છે.
આ ત્રણે પ્રકારના પાડોશીઓ સાથે ઇસ્લામે સદ્વર્તન અને ભાઈચારો રાખવાનો આદેશ આપ્યો છે, અને કહેવામાં આવ્યું છે, ‘ જે માણસ અલ્લાહ અને અંતિમ દિવસ પર ઇમાન રાખતો હોય તેણે પોતાના પાડોશીને કંઈ પણ દુ:ખ કે તકલીફ આપવાં ન જૉઈએ.’
એકવાર એક સહાબીએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને અરજ કરી, ‘હજૂર, તે સ્ત્રી ઘણી નમાઝો પઢે છે. પાબંદીથી રોઝા રાખે છે. અતિશય ખેરાત(દાન) કરે છે. પરંતુ પોતાની કડવી વાણીથી પોતાના પાડોશીઓને હેરાન પરેશાન કરે છે.’
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, ‘તે સ્ત્રી દોઝકમાં જશે કારણે કે તે સાચી મુસ્લિમ નથી. જેના પાડોશી તેની શરારતોથી પરેશાન હોય. પાડોશી સાથેના સંબંધો અંગે તો મહંમદ સાહેબે (સ.અ.વ.) ત્યાં સુધી તાકીદ ફરમાવી છે.
‘જો તમે તમારાં બાળકો માટે ફળો લાવો તો તમારા પાડોશીને ત્યાં પણ મોકલો. જૉ તમે ન કરી શકો તો તે ફળોનાં છોતરાં બહાર ફેંકશો નહીં. જેથી ગરીબ પાડોશીઓનું મન ન દુભાય.’

Gurupurnima : Prof. Mehboob Desai
ગુરુની ગુરુતા : ગુરુપૂર્ણિમા
ડો. મહેબૂબ દેસાઈ
હિંદુ અને ઇસ્લામ બંને સંસ્કૃતિઓમાં ગુરુ કે ઉસ્તાદનું સ્થાન મોખરે છે. ગુરુપૂર્ણિમાની નિમિત્તે ઇસ્લામમાં ગુરુના સ્થાન-માન, મૂલ્યોને અભિવ્યકત કરતાં બે દૃષ્ટાંતો અત્રે પ્રસ્તુત છે. હારૂન રશીદ બગદાદના ખલીફા હતા. તેમનો પુત્ર અને તેના મામા બંને હજરત ઇમામ કસાઈ પાસે શિક્ષણ લેવા જતા. એક દિવસ ગુરુ બંને શહેજાદાઓને ભણાવીને ઊઠયા. બંને શહેજાદાઓ ગુરુના ચંપલ લેવા દોડયા અને બંને વરચે ઝઘડો થયો, કોણ ગુરુને ચંપલ પહેરાવે? અંતે ગુરુએ ન્યાય કર્યોબંને એક એક ચંપલ પહેરાવે. ખલીફા હારૂન રશીદને આ ઘટનાની જાણ બાદ તેમણે ગુરુને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. હજરત ઇમામ કસાઈ દરબારમાં હાજર થયા. ખલીફા હારૂને ભર દરબારમાં આપને પૂછ્યું,
‘આપે મારા રાજકુમારો પાસે ચંપલ ઉપડાવી, તેમને પહેરાવવાનું કહ્યું હતું?’
હજરત ઇમામ કસાઈએ હા પાડી. આવો એકરાર સાંભળી દરબારીઓ ભયભીત થઈ ગયા. હમણાં ખલીફા હારૂન હજરત ઇમામ કસાઈનું માથું ઉતારી લેશે. પણ થોડીવાર એક નજરે હજરત ઇમામ કસાઈને જૉઈ ખલીફા હારૂન બોલ્યા, ‘આપે મારા રાજકુમારોને આપના ચંપલ ચકવા ન દીધા હોત તો ખરેખર આપ સજા પામત, પણ આપે તો તેમને ગુરુની ઇજજત કરવાનું શીખવી સુસંસ્કારો આપ્યા છે.’
દરબારીઓ ખલીફાનું આ વલણ જોઈ ખુશ થયા. જયારે હજરત ઇમામ ખલીફાને કુરનીશ બજાવી ચાલતા થયા ત્યારે ખલીફાનો અવાજ તેમના કાને પડયો. ‘થોભો, મેં આપને જવાની આજ્ઞા હજુ નથી આપી.’
પોતાના આસન પરથી ઊભા થઈ. ખલીફા હારૂન રશીદ ગુરુ પાસે આવ્યા અને તમને દસ હજાર દિનાર આપતા બોલ્યા, ‘આપે મારા રાજકુમારોને જે કંઈ આપ્યું છે તેની તુલનામાં આ તો ઘણું આછું છે. છતાં સ્વીકારીને આભારી કરો.’
દરબારીઓ ખલીફા હારૂન રશીદનો આ વ્યવહાર અવાચક બની જોઈ રહ્યા.
ગુરુની નીતિમત્તા અને મૂલ્યોના જતનનો આવો જ એક અન્ય કિસ્સો માણવા જેવો છે.
અલીગઢના અપાર ધનાઢય મૌલવી ઇસ્માઈલને હદીસનું જ્ઞાન મેળવવાની ઇરછા થઈ. તેમણે અત્યંત વિદ્વાન હજરત મૌલાના કાસીમ નાનોતવીનો સંપર્ક સાઘ્યો. ગુરુ હજરત કાસીમે શિષ્ય ઇસ્માઇલ સામે એક નજર કરી પછી પોતાની શરત સંભળાવતાં કહ્યું,
‘તમને હદીસનો અભ્યાસ તો કરાવું પણ તનખ્વાહ(વેતન) મારી ઇરછા મુજબ લઈશ.’
શિષ્ય ઇસ્માઇલે તરત કહ્યું, ‘આપ કહો તે તનખ્વાહ (વેતન) મને મંજૂર છે! અને ગુરુ-શિષ્યનો નાતો બંધાયો. એક માસને અંતે વેતન આપવાનો સમય આવ્યો ત્યારે ગુરુ કાસીમે કહ્યું, ‘મને માત્ર પંદર રૂપિયા તનખ્વાહ આપો.’
આ સાંભળી ધનાઢય શિષ્ય ઇસ્માઇલ તો અવાક બની જૉઈ રહ્યો. માત્ર પંદર રૂપિયા! પણ આવા જ્ઞાની ગુરુ પાસે દલીલને અવકાશ ન હતો. એટલે મૌન રહી પંદર રૂપિયા આપી દીધા. એકાદ માસ થયો ત્યાં તો એક દિવસ ગુરુ કાસીમે પોતાના ધનાઢય શિષ્યને કહ્યું, ‘મારે તનખ્વાહ બાબત તારી સાથે વાત કરવી છે.’
શિષ્ય ઇસ્માઇલ તો ખુશ થયો. તેને લાગ્યું વેતનમાં વધારો કરવાનો પ્રસ્તાવ ગુરુ મૂકશે, પણ ગુરુ કાસીમ બોલ્યા, ‘આ માસથી મને પંદરને બદલે માત્ર દસ રૂપિયા જ વેતનના આપજો.’
હવે ધનાઢય શિષ્યથી ન રહેવાયું, ‘આપ જેવા જ્ઞાની પાસેથી હદીસનું ગૂઢ જ્ઞાન મેળવવું એ તો તકદીરની વાત છે છતાં આપ આટલું ઓછું વેતન શા માટે માગો છો?’
હજરત કાસીમ બોલ્યા, ‘પંદર રૂપિયા મારી જરૂરિયાત પૂર્ણ કરવા પૂરતા હતા. મારા કુટુંબનું ખર્ચ દસ રૂપિયા અને પાંચ રૂપિયા મારા વાલીદ (પિતા)ને આપતો. પણ ગઈ કાલે તેમનું અવસાન થયું એટલે હવે પાંચ રૂપિયાની મારે જરૂર નથી. જે પૈસાની જરૂર ન હોય તેનો બોજૉ મારે શા માટે વહન કરવો જૉઈએ?’
આટલું કહી ગુરુ કાસીમે વિદાય લીધી.
(24જુલાઇ008ના’દિવ્ય ભાસ્કરના’ સૌજન્યથી)

Sunday, June 28, 2009
Dot Give Money : Prof. Mehboob Desai
प्रिय दोस्तों,
आज आपसे इंटरनेटकी एक बड़ी समस्या के बारे में बात करना चाहता हु. इंटरनेट एक बड़ी उपलब्धि है.
पर इस मे थोडा खतरा भी है. आपकी थोडी सी सावधानी इस खतरेको टाल सकती है.
आप अपना पासवर्ड किसीको न बताये. इसका गलत इस्तेमाल हो सकता है जैसा की मेरे पासवर्ड का हो रहा है
मेरा पुराना ईमेल पता mehboobdesai@yahoo.com था.
लेकिन मेरा पासवर्ड किसीने चुरा लिया. और आज मेरे पुराने ईमेल पर कोई आदमी मेरे नामसे मेरे दोस्तोसे पैसे मांग रहा है.
आपको नम्र विनंती है की आप ऐसे ईमेल पर ध्यान न दे.
मैंने मेरा ईमेल पता बदल दिया है.मेरा नया ईमेल पता mehboobudesai@gmail.com or mehboobdesai@ymail.com है.
आप अब इसी ईमेल पैर मेरा सम्पर्क कर सकते है.
आभार
आपका अपना
महेबूब देसाई

Saturday, June 27, 2009
DUA A(Prathena) : Prof. Mehboob Desai
દુવા : ખુદા સાથે જીવંત સંવાદ
ડો. મહેબૂબ દેસાઈ
દુવાનો શાબ્દિક અર્થ પ્રાર્થના થાય છે પણ તેનો આઘ્યાત્મિક અર્થ ખુદા સાથે ભાવનાત્મક સંવાદ થાય છે. એ સંવાદમાં દુ:ખ-દર્દ દૂર કરવાની આજીજી છે. મનની મુરાદોને પામવાની તમન્ના છે. ખુદાને રાજી કરવાની કોશિશ છે. આ બધા પ્રયાસોમાં જયારે ઇમાન, વિશ્વાસ કે આસ્થા ભળે છે ત્યારે સાચી, નક્કર દુવા સર્જાય છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે, ‘મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.’
હજરત મુહંમદ બિન અન્સારીની વફાત (અવસાન) પછી તેમની તલવારના મ્યાનમાંથી એક ચિઠ્ઠી નીકળી હતી. તેમાં લખ્યું હતું,‘તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો. એ પળે તમે જ દુવા કરશો તે કબૂલ થશે?’
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)એ ફરમાવ્યું છે, ‘દુવા (પ્રાર્થના) જ ઇબાદત (ભકિત) છે.’ હજરત ઇમામ સૂફિયાન ફરમાવે છે, ‘અલ્લાહને તે જ બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે.’
જો કે ખુદા પાસે દુવા માગવાની કે સંવાદ કરવાની પણ તહઝીબ છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે, ‘તમે તમારા પરવરદિગાર પાસે કરગરીને, આજીજીપૂર્વક, નમ્રતાથી, ધીમેથી દુવા માગો.’
દુવા માગવા માટેનો ઉત્તમ સમય પણ ઇસ્લામી ગ્રંથોમાં આપવામાં આવ્યો છે. એ મુજબ
નમાજ માટે અઝાન થાય એ પછી દુવા માગો.
અઝાન અને તકબીર દરમિયાન દુવા માગો.
ફર્ઝ, નમાજ પછી દુવા માગો.
કુરાને શરીફની તિલાવત (વાંચન) પછી દુવા માગો.
આબેઝમઝમના આચમન પછી દુવા માગો.
કાબા શરીફના દીદાર (દર્શન) પછી દુવા માગો.
આ ઉપરાંત હજયાત્રાએ જતા હાજીસાહેબોએ પવિત્ર સ્થાનો જેવાં કે કાબા શરીફની પરિક્રમા (તવાફ) સમયે, ખુદાના ઘર (બયતુલ્લાહ)ની અંદર, આબેઝમઝમના કૂવા પાસે, મકામે ઇબ્રાહીમ પાછળ, અરફાતના મેદાનમાં, ૯ ઝિલહજના દિવસે મીનામાં, હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)ના રોઝા મુબારક પાસે ખાસ દુવા માગી જોઈએ. આ સ્થાનોમાં દુવા કરવાથી તે અવશ્ય કબૂલ થાય છે.
દુવાના સ્થળ જેટલી જ મહત્તા દુવાની પદ્ધતિની છે. દુવા કેવી રીતે માગવી, એ પણ ઇસ્લામ ગ્રંથોમાં સવિસ્તાર આપવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર બાબતો નીચે મુજબ આપી શકાય.
દુવા હંમેશાં કિબલા તરફ મોં રાખીને જ કરો.
દુવા કરતા સમયે અવાજ ધીમો અને નમ્ર રાખો.
હેસિયતથી વધુ દુવા ન માગો.
દુવા શકય તેટલી ટૂંકમાં, સંક્ષિપ્તમાં માગો.
દુવા યકીન, વિશ્વાસ સાથે કરો.
દુવા કરતા પહેલાં ભૂલોની માફી માગો. ખુદાને તે ગમે છે.
સિજદામાં દુવા કરવી વધારે યોગ્ય છે.
દુવા સદ્કાર્યો, આમાલો અને પોતાની નાની-મોટી નૈતિક જરૂરિયાતો માટે કરો. કોઈનું બૂરું કરવા કે અનૈતિક બાબતો માટે કયારેય દુવા ન માગો.
દુવામાં ભાષા મહત્ત્વની નથી. એકાગ્રતા, આજીજી અને વિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાં છે. ગમે તે ભાષામાં દુવા કરો. ખુદા બંદાની દરેક ભાષા સમજે છે. આલીમોએ દુવા કબૂલ થવાના ચાર પ્રકારો આપ્યા છે.
કેટલીક દુવાઓ તે જ સમયે કબૂલ થઈ જાય છે.
કેટલીક દુવાઓ સમય પાકયે જ કબૂલ થાય છે.
કેટલીક દુવાઓનો બદલો અન્યને મળે છે. જયારે દુવા કરનારને આખિરતના દિવસે તેનો બદલો મળે છે.
કેટલીક દુવાઓ આજીવનમાં કબૂલ થતી નથી પણ તે આખિરતમાં કબૂલ થાય છે.
ટૂંકમાં દુવા એ ખુદા સાથેનો જીવંત સંવાદ છે. તેને જેટલો સરળ, નમ્ર, આત્મીય અને વિશ્વસનીય બનાવી શકાય તેટલો બનાવો. અંતે તો ખુદા બંદાને આપવા જ બેઠા છે, બસ બાઅદબ માગનારની જરૂર છે.

Sufi & Bhakti Movments in Gujarat : Mehboob Desai
મઘ્યકાલીન ગુજરાતમાં ભકિત અને સૂફી આંદોલન
ડો. મહેબૂબ દેસાઈ
૨૦ અને ૨૧ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ એચ.કે.આટ્ર્સ કોલેજ, અમદાવાદ અને દર્શક ઇતિહાસ નિધિના સંયુકત ઉપક્રમે ‘મઘ્યકાલીન ગુજરાતમાં ભકિત અને સૂફી આંદોલન’ વિષયક એક સેમિનાર યોજાયો હતો. ગુજરાતભરમાંથી ઇતિહાસ વિષયકના પરચાસેક સ્નાતક-અનુસ્નાતક અઘ્યાપકો તથા આઘ્યાત્મિક ચિંતન અને મનનમાં રસ ધરાવતા સુજ્ઞજનો તેમાં સક્રિય રીતે ઉપસ્થિત રહ્યા હતા.
સૂફી અને ભકિત આંદોલનનાં જુદાં જુદાં પાસાઓને વ્યકત કરતા એકવીસ જેટલા શોધપત્રો સેમિનારમાં રજૂ થયા હતા. એ શોધપત્રોનું સંપાદન કરી દર્શન ઇતિહાસ નિધિ દ્વારા હાલમાં જ ‘મઘ્યકાલીન ગુજરાતમાં ભકિત અને સૂફી આંદોલન’ નામક ગ્રંથ પ્રસિદ્ધ થયો છે.
મઘ્યકાલીન ગુજરાતમાં ભકિત અને સૂફી આંદોલનને પામવા, જાણવા કે માણવા ઇરછતા સૌ માટે આ ગ્રંથ પાયાની સામગ્રી પૂરી પાડે છે. ગ્રંથના સંપાદકો (મકરંદ મહેતા, ભારતી શેલત, આર.ટી.સાવલિયા)એ તેમની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘તેરમા સૈકાથી શરૂ કરીને છેક અઢારમા સૈકા સુધીનાં ૬૦૦ વર્ષ સુધી ચાલેલી આ પ્રક્રિયા એવી સુગ્રથિત હતી કે તેને ‘ભકિત અને સૂફી આંદોલન’ તરીકે ઓળખવામાં આવે છે.
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન ઓલિયા, શેખ સલીમ ચિશ્તી, હજરત કુતુબે આલન શાહ, અહમદ ખટુ ગંજબક્ષ અને પીર કાયમુદ્દીન ચિશ્તી જેવા સૂફીઓ અને કબીર, ચૈતન્ય, નામદેવ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, સંત રોહીદાસ, દાદુ-દયાળ, અખો અને મહાકવિ પ્રેમાનંદ જેવા સૂફીઓ અને સંતોએ સામાન્ય માણસો સુધી પહોંચવા માટે સાદી, સરળ અને પ્રવાહી ભાષા અને શૈલીમાં ઉપદેશો આપ્યા હતા અને ભજનકીર્તનો તથા કથાવાર્તા, આખ્યાનો વગેરે રરયાં હતાં. તેમણે હિંદને અનુરૂપ બહુત્વવાદી અને સમતાવાદી સમાજની નવરચના માટે ભગીરથ પ્રયાસો કર્યા હતા.’
ગ્રંથમાં સમાવિષ્ટ થયેલા નોંધપાત્ર શોધલેખોમાં ગુજરાતમાં સૂફીવાદ: ઉદય, વિકાસ અને અસરો (ડો. મહેબૂબ દેસાઈ), સૂફીસંત બાબા ધોરી (ડો. રિઝવાન કાદરી), ગુજરાતની કોમી એકતાના રાહબર પીર કાયમુદ્દીન ચિશ્તી (ડો. આર.ટી સાવલિયા) સૂફી સંતોની દરગાહના શિલાલેખો (ડો. ભારતી શેલત), ગુજરાતના જૈનસંતો અને અકબર (ડો. શિરીન મહેતા), ગુજરાતમાં કૃષ્ણ પ્રણામધર્મ સંપ્રદાયનું સામાજિક ઉત્કર્ષમાં પ્રદાન (અબુલકાદર કાસમભાઈ મહેતર), કથક અને ભવાઈ પર સૂફી પરંપરાનો પ્રભાવ (ડો. રૂપા મહેતા), મઘ્યકાલીન સંત સુધારક દાદુ દયાળની વિચારસરણી (ડો. મકરંદ મહેતા), મઘ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદોમાં ભકિત પરંપરા (ડો. કૃષ્ણકાંત કડકિયા), સંતકવિ છોટમની ભકિત કૃતિઓ (હરિપ્રસાદ શાસ્ત્રી), પુષ્ટિમાર્ગમાં ગોપીભાવ (અમીત અંબાલાલ), સંત ભજનિક દાસી જીવણ (પ્રવીણસિંહ વાધેલા), સંત શિરોમણી (ડો. રમેશચંદ્ર પરમાર) અને સૂફી કાવ્યોમાં પ્રતીક યોજના (ડો. નિરંજન વોરા). આવા ભકિત અને સૂફી આંદોલન પર ઉજાસ પાથરતા વિઘ્વતાપૂર્ણ લેખો ગ્રંથનું સારચે જ આભૂષણ બની રહ્યા છે.
ગુજરાતમાં મોગલ શાસનકાળ દરમિયાન સૂફીસંત ખ્વાજા ગરીબ નવાઝની જેટલી ચાહના હતી, તેનાથી વિશેષ મોગલ શાસકોના દરબારમાં દરેક ધર્મના સાધુસંતોનું માન અને સ્થાન હતું. ડો. શિરીન મહેતાએ તેમના શોધપત્ર ‘ગુજરાતમાં જૈનસંતો અને અકબર’માં તેને સઆધાર અસરકારક રીતે વ્યકત કરેલ છે. અકબરની સવારી આગ્રાના મુખ્ય માર્ગોપરથી ભવ્ય રીતે પસાર થઈ રહી હતી.
એ સમયે સામેની જૈનસાધુ સંતો અને શ્રાવકોનું સરઘસ,‘હીરવિજયસૂરિની જય હો’ના સૂત્રો પોકારતું આવતું હતું. એ પ્રત્યે સમ્રાટ અકબરે જરા પણ અણગમો વ્યકત કર્યા વગર એ સરઘસને પ્રથમ પસાર થવા દીધું. અને પછી મુનિશ્રી હીરવિજયસૂરિને પોતાના દરબારમાં ઉપસ્થિત રહી દરબારની શોભા વધારવા નિમત્રંણ પાઠવ્યું. છેક પાટણથી સંપૂર્ણ માનસન્માન સાથે હીરવિજયસૂરિ દિલ્હી દરબારમાં ઉપસ્થિત રહ્યા અને અકબરને સંપૂર્ણ સ્વસ્થતાથી કહ્યું પણ ખરું,
‘શા માટે મનુષ્યના પેટને પ્રાણીઓનું કબ્રસ્તાન બનાવવું જોઈએ?’ આ વિધાનથી અકબર વધુ પ્રભાવિત થયો અને મુંડકાવેરો (૧૮૫૪) નાબૂદ કર્યો. ઇતિહાસ સંશોધન પ્રત્યેના હકારાત્મક અભિગમને વાચા આપતા આવા પ્રસંગો ડો. શિરીન મહેતાએ પોતાના શોધપત્રમાં બખૂબી રજૂ કર્યા છે.
ડો.આર.ટી. સાવલિયાએ ગુજરાતના કોમીએકતાના રાહબર પીર કાયમુદ્દીન ચિશ્તીમાં પણ હિંદુ-મુસ્લિમ પ્રજામાં વ્યાપેલ સંપ્રદાયિક સમન્વયને પીર કાયમુદ્દીનના વ્યકિતત્વની ઓળખ સાથે રજૂ કરેલ છે. પીર કાયમુદ્દીનના શિષ્યો અભરામબાવા, રતનભાઈ, જીવણ મસ્તાન, સુલેમાન ભગત, ઉમરબાવા, નબીમિયાં, પૂજાંબાવા કોમી એખલાસની મિસાલ હતા. એ જ રીતે ડો. રિઝવાન કાદરીનો શોધલેખ ‘સૂફી બાબા ધોર’ પણ એ જ ધરા પર વિકસે છે.
‘કોન અમર લાયા જગ મેં, કિસને અમર દેખા જગ મેં
અમર નામ અલ્લાહ જગ મેં, અમર લાયા અલ્લાહ નબી જગ મેં.’
જેવી રચનાઓના રચયતા બાબા ઘોરે પોતાના સમન્વયદાર વિચારોથી હિંદુ-મુસ્લિમ પ્રજામાં સમાનતા, એકતા અને બંધુત્વને સાકાર કહ્યું હતું.
ડો. રૂપા મહેતાનો શોધલેખ પણ ભારતીય અને સૂફી પંરપરાના સમન્વયની સુગંધ પ્રસરાવે છે. ‘કથક અને ભવાઈ પર સૂફી પરંપરાનો પ્રભાવ’ નામક તેમના શોઘલેખમાં લખે છે,
‘છેક પ્રાગ ઐતિહાસકાળથી શરૂ કરી ૨૧મી સદીના આરંભ સુધીમાં ‘કથક’ના શિષ્ટ નૃત્યશૈલી તરીકેના વિકાસમાં અનેક પરંપરાઓનો તેના પર પ્રભાવ પડયો છે. અને તેમાંય ખાસ કરીને મઘ્યકાળ દરમિયાન ઉઠેલા ભકિત આંદોલન અને સૂફી પરંપરાની આ નૃત્યના વિકાસમાં વિશિષ્ટ અસરો જોવા મળે છે.’ મઘ્યકાલીન ભકિત અને સૂફી આંદોલનના આવા તો અઢળક ઉજળાં અને ઉંડાં પાસાઓને સાકાર કરતા આ ગ્રંથના સંપાદકો સારચે જ અભિનંદનને પાત્ર છે અને એટલા જ અભિનંદનના હક્કદાર દર્શક ઇતિહાસ નિબંધ સંચાલક હસમુખ શાહ છે, જેમણે આઘ્યાત્મિક સમન્વયની પરંપરાને આ ગ્રંથ દ્વારા વિકસાવી છે.

Symbol of Culture : Islam .Prof. Mehboob Desai
‘ઇલ્મ કા મરકજ હૈ, તહેઝીબ કી તૂ શાન હૈં’ ઇસ્લામ
Prof. Mehboob Desai
વસીમ મલિકની ગઝલોમાં સત્ય અને ઇમાન બંનેનો વાસ છે. રાષ્ટ્રવાદી વિચારો સાથે મજહબી મીઠાશના તેઓ માલિક છે.
જેમની શાયરીને વારીસ અલવી, રાહત ઇન્દોરી અને મનવર રાનાએ ગઝલના આભૂષણ તરીકે મૂલવેલા છે, તે શાયર છે વસીમ મલિક. રાંદેર (સુરત) નિવાસી વસીમ મલિકની ગઝલોમાં સત્ય અને ઇમાન બંનેનો વાસ છે. રાષ્ટ્રવાદી વિચારો સાથે મજહબી મીઠાશના તેઓ માલિક છે.
‘બેઠે બેઠે અપને હી ઘર મેં મુસાફીર હો ગયે,
હમને હિજરત ભી નહીં કી ઔર મુહાજિર હો ગયે.’
પોતાના જ દેશમાં વિદેશી બની રહેવાનું કયા ભારતીયને ગમે? વસીમ મલિકે હિજરત જેવા શબ્દને સુંદર અંદાજમાં એ વિચાર સાથે વણી લીધો છે. માનવતાના જતનનું બીડું ઝડપનાર વસીમ લખે છે:
‘જુલ્મ કે આગે જો દુનિયા કો ઝુકાના ચાહતે હૈં,
કાગઝ કી કસ્તી સમંદર મેં ચલાના ચાહતે હૈં.
કયા કરે અબ કોઇ દરબારે જહાંગીર નહીં,
અદ્લ કી ઝંઝીર તો હમ ભી હિલાના ચાહતે હૈં.’
જિંદગીની આવી કડવી સત્યતાને અભિવ્યકત કરનાર ઇસ્લામની સાચી ઓળખ આપવા જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે સાચ્ચે જ તારીફ-એ-કાબિલ છે. ક્રાંતિકારી શાયર જયારે ઇસ્લામના માનવીય ગુણોને વાચા આપે છે ત્યારે ઇસ્લામ સમાજનું અમૂલ્ય આભૂષણ બની શોભી ઊઠે છે. વસીમ મલિકનું ઇસ્લામનું એ ગીત (તરાના) માણવા જેવું છે.
‘ઇલ્મ કા મરકજ હૈ, તો તહઝીબ કી તૂ શાન હૈં,
અંજુમને ઇસ્લામ, તેરી કયા નિરાલી શાન હૈં.’
દીનો દુનિયા કી તુઝી સે રોશની હમકો મિલી,
તેરે દમ સે જિંદગી સી જિંદગી હમ કો મિલી
તાલિબાન-એ-ઇલ્મ પર તેરા બડા અહેસાન હૈં
અંજુમને ઇસ્લામ તેરી કયા નિરાલી શાન હૈં.’
ભાઇચારે ઔર મુહબ્બત કા સબક તૂને દિયા,
આદમી કહલાએ જાન કા ભી હક તૂને દિયા,
અજમતોં કા તેરી કાયલ આજ હર ઇન્સાન હૈં
અંજુમને ઇસ્લામ તેરી કયા નિરાલી શાન હૈં.
આલિમોને લી હૈ દિલચસ્પી તેરી તામીર મેં
ઇલ્મો ફન કા રંગ શામિલ હૈ તેરી તસવીર મેં
આન હૈ તૂ હિંદ કી, ગુજરાત કી તૂ શાન હૈ

ઇસ્લામને આવી શાનદાર રીતે રજૂ કરનાર શાયર વસીમ મલિકની એક રચનાનું નામ છે. ‘અસ્સલાતુ ખૈરૂમ મિનન નૌમ’ અર્થાત્ ‘નમાજ ઊઘથી બહેતર છે’ જેમાં તેમણે ઊઘને ત્યાગી નમાજનું શરણ લેવાની સુંદર હિદાયત આપી છે.
ઇસ્લામને પોતાની ગઝલોમાં વણી, આમ સમાજ સુધી પહોંચાડનાર વસીમ મલિક રાષ્ટ્રવાદી ઇન્કલાબી શાયર પણ છે. હિંદુસ્તાનને પોતાની સરઝમી ગણતા વસીમ લખે છે,
‘આજ તક કયું તેરી પહેચાન નહીં હૈં હમ લોગ,
અય વતન કયા તેરી સંતાન નહીં હૈં હમ લોગ,
ઇસ ભૂલાવે મેં ન રહેના કે ચલે જાયેંગે,
અય સિયાસત કોઇ મહેમાન નહીં હૈં હમ લોગ.’
અલ્લાહના બંદા અને રાષ્ટ્રીય ગઝલોના સર્જક જનાબ વસીમ મલિકની ઉપરોકત ગઝલોનો સંપુટ ‘ધુંવા કલ ભી બહોત થા’ સાચ્ચે જ માણવા જેવો છે. એ માટે વસીમ મલિકને ખૂબ ખૂબ અભિનંદન.

KABIR : Prof. Mehboob Desai
પુરાણ અને કુરાનનો સમન્વય કબીર
ડો. મહેબૂબ દેસાઈ
‘કબીર’ શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે ‘મહાન’. હિંદુ-મુસ્લિમ ઐકયના પુરસ્કર્તા કબીરે તેમના નામને સાર્થક કર્યું છે. ૧૬ મે ૧૫૧૮માં ગોરખપુરથી થોડે દૂર મગહર નામના નાનકડા ગામમાં કબીરે દેહ છોડયો હતો. એ સમયે લોકો કહેતા કે કાશીમાં મરણ પામે તે સ્વર્ગમાં જાય અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થાય. કાશીમાં જીવનપર્યંત રહેનાર કબીર છેક છેલ્લી અવસ્થામાં લોકોની માન્યતાને તોડવા મગહર ગયા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ હતી કબીરક્રાંતિ.
કબીરનું જીવન સમન્વયના સ્તંભ પર ખડું છે. પ્રેમ, ભકિત અને જ્ઞાન ત્રણેને હિંદુ અને ઇસ્લામના પસંદીદા સિદ્ધાંતો પર અમલી કરી પરમાત્મા કે ખુદાના અહેસાસને તેમણે પામ્યો હતો. અને એટલે જ તેમની વાણીમાં કટુતા અને સત્યતાનો સુભગ સમન્વય જોવા મળે છે.
ઉરચ બ્રાહ્મણકુળની કન્યાનું એ ત્યકતા સંતાન, જેનું પાલનપોષણ મુસ્લિમ દંપતી નીરુ અને નીમાએ કર્યું. પરિણામે ઇસ્લામી સંસ્કારો કબીરને બાળજીવનમાં સાંપડયા અને હિંદુ ધર્મની વિભાવના સંત રામાનંદજીએ સમજાવી બંને ધર્મના ઉમદા સિદ્ધાંતો તેમણે સ્વીકાર્યા. હિંદુ ધર્મના પુનર્જન્મના સિદ્ધાંતોનો તેમણે સ્વીકાર કર્યો. પણ મૂર્તિપૂજા, સંતવાદ, જાતિવાદ જેવા હિંદુ ધર્મના સિદ્ધાંતો તેમણે ન સ્વીકાર્યા. તેના સ્થાને ઇસ્લામનો એકેશ્વરવાદ (તૌહિદ)નો સિદ્ધાંત તેમણે સ્વીકાર્યો. સમાનતા, એકતા અને સમભાવ જેવા ઇસ્લામના પાયાના સિદ્ધાંતોને તેમણે અપનાવ્યા. ઇસ્લામના સૂફીજનો પ્રત્યે કબીરને ખાસ્સો અહોભાવ હતો. તેમની વિચારધારાથી તેઓ પ્રભાવિત હતા. પોતાની રચનાઓમાં કયાંક કયાંક સૂફી વિચારધારાને તેમણે સાકાર કરી છે.
‘જયોં તિલ મોહિ તેલ હૈં, જયોં ચકમક મેં આગિ, તેરા સાંઈ તુઝમે હૈં, જાગિ સકૈ તો જાગિ’
સુફી વિચારધારાના મૂળમાં ખુદા તારા અંદર છે. તારામાં જ છે. અલ મન્સુરે ‘અનલહક્ક’ (હું જ ખુદા છું) કહ્યું હતું. કબીર પણ ખુદાને-ઇશ્વરને માનવીની ભીરતમાં જ માને છે.
‘મૌકો કહાô ઢૂંઢો બંદો મૈં તો તેરે પાસ મેં
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં છુરી ગંડાસા મેં
નહીં ખાલ મેં, નહીં પોંછ
મેં ના હડ્ડી ના માસ મેં
ના મૈં દેવલ,
ના મૈં મસજિદ,
ના કાબે કૈલાસ મેં
મેં તો રહૌ સહર કે બહાર,
મેરી પુરી મવાસ મેં
કહે કબીર સુનો ભાઈ સાધો,
સબ સાંસો કી સાંસ મેં ’
એક વાર કબીરને કોઈકે પૂછ્યું, ‘ઇશ્વર-ખુદા પાસે જવાનો માર્ગ કયો?’
કબીરે પલભરનો પણ વિચાર કર્યા વગર કહ્યું, ‘હું પ્રાણી છું અને ઇશ્વર-ખુદા મારો પ્રાણ છે. પછી માર્ગ શોધવાની જરૂર કયાં છે?’
મૃત્યુની સત્યતા અને પંચમહાભૂતોની વિલીનતાના સિદ્ધાંતોને કબીરની વાણી સાંપડે ત્યારે જે કમાલ થાય છે તે કેવી સરળ અને અસરકારક છે તે કબીરની આ બે લાઈનોમાં માણી શકાય છે.
‘માટી કહે કુંમ્હાર કો તું કયાં રૂંદે મોહિં, ઇક દિન ઐસા હોયગા મેં રૂદુંગી તોહિં’
દરેક ધર્મ-મજહબનો મૂળભૂત સિદ્ધાંત પ્રેમ છે. દરેક ધર્મગ્રંથના ઉપદેશનું કેન્દ્રબિંદુ પ્રેમ છે.
‘ચાહે ગીતા વાંચીએ યા પઢિયે કુરાન મેરા તેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન’
આધુનિક યુગના આ વિચારને કબીરે ૧૫મી સદીમાં જયારે વાચા આપી ત્યારે તેમના શબ્દો હતા,
‘પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોય, ઢાઈ આખર પ્રેમ કા, પઢે સૌ પંડિત હોય’
ટૂંકમાં કબીર આઘ્યાત્મિક સમન્વયના સત્સંગની સર્વોત્તમ યુનિવર્સિટી હતા. શીખોના પાંચમા ધર્મગુરુ અર્જુનદેવે સંવત ૧૬૬૧માં તૈયાર કરેલ ‘ગુરુ ગ્રંથસાહેબ’ સંતસાહિત્યનો મોટો અને મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં કબીરનાં લગભગ સવા બસ્સો પદ અને અઢીસો શ્લોક કે સાખીઓનું સંકલન થયું છે.
ગુજરાતમાં સંવત ૧૫૬૪માં કબીર આવ્યાનું મનાય છે. ગુજરાતમાં સુરતનું કબીર મંદિર જૂનામાં જૂનું કબીર સંપ્રદાયનું સ્થાન છે. સુરતની સગરામપુરાની જૂની સાલના પંજાઓ ઉપરથી સંવત ૧૭૬૫ મળે છે. પરંતુ સંપ્રદાયની સ્થાપના સંવત ૧૫૭૫ અને સંવત ૧૬૮૦ વરચે થયેલી જણાય છે. તેથી અનુમાન બાંધી શકાય કે ગુજરાતમાં સુરતની કબીર સંપ્રદાયની ગાદી પ્રથમ છે. એ પછીથી ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, નડિયાદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરેની જગ્યાઓ બંધાઈ હશે.
જો કે કબીર ખુદ સંપ્રદાયના વિરોધી હતા. કબીરના દેહવિલય પછી તેમના પુત્ર કમાલને કોઈકે કહ્યું, ‘તમે કબીર સંપ્રદાય શરૂ કરો.’
ત્યારે તેણે જવાબ આપ્યો હતો, ‘મારા પિતા જીવનની છેલ્લી પળ સુધી સંપ્રદાયની વિરુદ્ધ હતા.’
કબીર એ પુરાણ અને કુરાનનું અદ્ભુત સમન્વય હતા. જેમની રચનાઓ આજે પણ આપણને સમન્વયની પરંપરાનો રાજમાર્ગ ચીંધતી જીવંત છે અને રહેશે.

Relation of Imam Hussain With India:Prof. Mehboob Desai
હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો
-ડૉ.મેહબૂબ દેસાઈ
ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ તેનું નામ ચંદ્રલેખા રાખવામાં આવ્યું હતું
કરબલાના મેદાનમાં મહોરમ માસમાં હજરત ઇમામ હુસેન યઝીદ સાથેના યુદ્ધ અને તેમની શહાદતને ભારતના કેટલાક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસ અને એ સમયના શાસકો સાથે જોડી રહ્યાં છે. અલબત્ત તેની આધારભૂતતા તપાસવી જોઇએ.
આમ છતાં ભારતીય ઇતિહાસવિદ્ રાજકુમાર આસ્તાનાએ તેમના પુસ્તક ‘પ્રાચીન ભારત’ (પ્રકાશન ૧૯૩૬)માં હજરત હુસેન અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા લખ્યું છે, ‘ઇરાનના શહેનશાહ બરદન ઝરદની પુત્રી મહરબાનો, જેનું નામ ભારતમાં આવ્યા બાદ ચંદ્રલેખા થયું હતું, તે ઉજજૈનના મહારાજા ચંદ્રગુપ્ત મૌર્યનાં પત્ની હતાં. પોતાના ઇરાની વંશના આધારે હિજરી સન ૬૧માં ઇમામ હુસેને કરબલામાં યઝીદના સેનાપતિ ઉમર સઅદ સમક્ષ પોતે ભારત જવા ઉત્સુક હોવાનો વિચાર વ્યકત કર્યો હતો.’
ઇતિહાસવિદ્ અસ્તાના આગળ લખે છે, ‘એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે કે કરબલાની લડાઇના પ્રસંગે ચંદ્રગુપ્તને પોતાના સેનાપતિ પંડિત ભૂરિયા દત્તના નૈતૃત્વમાં ૫૦૦ સૈનિકોનું લશ્કર ઇમામ હુસેનના રક્ષણાર્થે ભારતથી ઇરાક રવાના કર્યું હતું, પરંતુ જયારે લશ્કર ઇરાકના કુફા નગરમાં પહોંચ્યું ત્યારે એવી જાણ થઇ કે ઇમામ હુસેનને યઝીદે શહીદ કરી દીધા છે.
ઇમામ હુસેનનો લૂંટાયેલો કાફલો જયારે મદીના પહોંચ્યો ત્યારે ઇમામ હુસેનની શહાદતનો બદલો લેવા મુખ્તાર સફીક ઊભા થઇ ગયા. ભારતીય લશ્કરનો મોટો ભાગ તેમની સાથે જોડાઇ ગયો. બાકીના સૈનિકો ભારત પરત આવ્યા હતા.’
ઇતિહાસકાર અસ્તાનાના આ સંશોધન મુજબ ભારતીય લશ્કર હજરત હુસેનની મદદે સમયસર પહોંચી ગયું હોત તો માનવતાની એ લડાઇમાં ભારત-આરબ બંધુત્વનો એક નવો ઇતિહાસ રચાત.
હજરત ઇમામ હુસેન સાથેના હિન્દુ શાસકો સાથેના સંબંધોને ‘ઇસ્લાહુ’ નામના માસિકના મહોરમ વિશેષાંકમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. એપ્રિલ-મે ૨૦૦૨માં લખનૌથી પ્રકાશિત થયેલ એ અંકના ૧૦૯માં પૃષ્ઠ પર લખ્યું છે, ‘ઇસ્લામના પ્રણેતા મહંમદ સાહેબના પરિવારના ભારત સાથેના સંબંધો હજરત અલીથી શરૂ થયા છે.
ત્યાર બાદ ઇમામ હુસેનનો ભારત સાથેનો સંબંધ એ રીતે થયો હતો કે ઇરાનના બાદશાહ બરદન ઝરદની ત્રણ પુત્રીઓ હતી. મોટી પુત્રીનું નામ મહરબાનો, બીજીનું નામ શહરબાનો અને ત્રીજીનું નામ કિસરાનબાનો હતું.
તે સમયે ભારતમાં મહારાજા ચંદ્રગુપ્તનું શાસન હતું. તેમની રાજધાની ઉજજૈન હતી. તેમના સેનાપતિનું નામ ભૂરિયા દત્ત હતું. ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. મહરબાનો ઇરાની નામ છે. ‘મહર’નો અર્થ ચંદ્ર થાય છે.
એ મુજબ ભારતના ઇતિહાસમાં ચંદ્રમુખી તરીકે જાણીતી છે. ચંદ્રલેખાએ જ સમુદ્રગુપ્તને જન્મ આપ્યો હતો. ઇરાન પર જયારે આરબોએ આક્રમણ કર્યું, ત્યારે ઇરાનીઓ પરાજિત થયા. ઇરાની બાદશાહ માર્યા ગયા.
ત્યારે તેમની બંને પુત્રીઓને મદીનામાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમાંની શહરબાનો સાથે હજરત ઇમામ હુસેને નિકાહ કર્યા હતા. ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદ્દીનને તેમણે જ જન્મ આપ્યો હતો.’
આ ઐતિહાસિક બાબતો એ સૂચવે છે કે હજરત મહંમદ પગયગમ્બર (સ.અ.વ.) અને હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો ઘણા નિકટના હતા. એ દ્રષ્ટિએ હજરત ઇમામ હુસેન ભારત અને આરબ વચ્ચે બંધુત્વની એક અદભૂત કડી હતા.

Gandhiji On Islam : Prof. Mehboob Desai
એકેશ્વરવાદ અને બંધુત્વ ઇસ્લામની હિંદુસ્તાનને દેન છે : ગાંધીજી
ડો. મહેબૂબ દેસાઈ
૨ ઓકટોબર એટલે પૃથ્વી પર મોહનદાસ કરમચંદ ગાંધીનું આગમન. ‘મોહન’માંથી ‘મહાત્મા’ બનતા પૂર્વે ગાંધીજી અનેક સામાજિક-રાજકીય સમસ્યાઓ, સંઘર્ષો, યાતનાઓમાંથી પસાર થયા હતા. એ તમામનો ઉકેલ માત્ર સત્ય અને અહિંસાના માર્ગે જ તેમણે આપ્યો હતો. ગાંધીજી દરેક ધર્મના અભ્યાસુ હતા. ઇસ્લામ અંગે પણ તેમની ડી સમજ હતી. આજે ઇસ્લામ અંગે પ્રવર્તતી ગેરસમજૉનો ઉકેલ ગાંધીજીના ઇસ્લામ અંગેના વિચારોમાં દેખાય છે. ઇસ્લામને તેના કહેવાતા તજ્જ્ઞો જે રીતે સમજયા હતા, તેથી કદાચ વધુ હકારાત્મક ¼ષ્ટિએ ગાંધીજીએ પોતાના વિચારોમાં ઇસ્લામને વ્યકત કરેલ છે. આજે એ થોડા વિચારોનું આચમન કરવાનો ઉદ્દેશ છે.
‘હું ઇસ્લામને પણ ખિ્રસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ જ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી, પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.’ નવજીવન, ૨૩-૧-૧૯૨૭ પૃ ૧૬૪
‘ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સૌ માટે માણસ માત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કòતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ છે કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઈશ્વર સિવાય કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વ્યવહારુ હિંદુ ધર્મ નથી એ બિના ના પાડી શકાય તેવી નથી.’ અક્ષરદેહ - ૪૦ પૃ. ૫૭
ઇસ્લામ તલવારના જૉરે પ્રચાર પામ્યો છે તેવી માન્યતા આજે પણ દૃઢ બનતી જાય છે. ગાંધીજી એ અંગે લખે છે.
‘ધર્મપરિવર્તન માટે બળ વાપરવાનું યોગ્ય ઠરાવે એવું કુરાનમાં કશું જ નથી. આ પવિત્રગ્રંથ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ‘ધર્મમાં કોઈ બળજબરી હોઈ શકે નહીં.’ પયગંબર સાહેબનું સમસ્ત જીવન ધર્મમાં બળજબરીના એક ઇનકાર જેવું છે. કોઈ પણ મુસલમાને બળજબરીને ટેકો આપ્યાનું મારી જાણમાં નથી. ઇસ્લામને જૉ તેના પ્રચાર માટે બળજબરી પર આધાર રાખવો પડતો હોય તો તે એક વિશ્વધર્મ ગણાતો મટી જશે.’ અક્ષરદેહ - ૨૧, પૃ. ૧૯૫-૧૯૬
ગાંધીજીએ વારંવાર સ્વીકાર્યું હતું કે તેમણે કુરાને શરીફનું અઘ્યયન કર્યું છે. કુરાને શરીફમાં અહિંસાના વિચારને પ્રાધાન્ય આપ્યાનું પણ તેમણે પોતાના લખાણોમાં સ્વીકારેલ છે ગાંધીજી લખે છે, ‘કુરાને શરીફ મેં એકથી વધુ વેળા વાંરયું છે. મારો ધર્મ આ દુનિયાના બધા મહાન ધર્મોમાં જે કંઈ સારું છે તે લેવાની અને પચાવવાની અનુકૂળતા આપે છે. બલકે તેમ કરવાની મારા પર ફરજ પાડે છે.’ હરિજનબંધુ ૨૯-૧૦-૧૯૩૯ પૃ.૨૭૧
‘હું ઇસ્લામને જરૂર એક ઇશ્વર પ્રેરિત ધર્મ માનું છું તેથી કુરાને શરીફને પણ ઇશ્વરપ્રેરિત માનું છું. તેમ જ મહંમદ સાહેબને એક પયંગબર માનું છું.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૩
‘હું એવા અભિપ્રાય ઉપર આવ્યો છું કે કુરાને શરીફનો ઉપદેશ મૂળમાં જોતાં અહિંસાની તરફદારી કરનારો છે. એય કહ્યું છે કે અહિંસા એ હિંસા કરતાં બહેતર છે. અહિંસાનું આચરણ ફરજ સમજીને કરવાનો તેમાં આદેશ છે. હિંસાની માત્ર જરૂર તરીકે છૂટ મૂકી છે એટલું જ.’ હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૨
કેટલાક મુસ્લિમ મિત્રો મને સંભળાવે છે કે મુસલમાનો નિર્ભેળ અહિંસાને કદી સ્વીકારશે નહીં. તેમના કહેવા મુજબ મુસલમાનોને મન હિંસા એ અહિંસાના જેટલી જ ધમ્ર્ય તેમજ આવશ્યક છે. સંજૉગો અનુસાર બેમાંથી ગમે તે વડે કામ લેવાય. બેઉ માર્ગની ધમ્ર્યતા, પુરવાર કરવાને સારુ કુરાને શરીફનો ટેકો ટાંકવાની જરૂર નથી. એ માર્ગે તો દુનિયા અનાદિકાળથી ચાલતી આવેલી છે. વળી, દુનિયામાં નિર્ભેળ હિંસા જેવી કોઈ વસ્તુ નથી. લટું ઘણા મુસલમાન મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે, કે કુરાને શરીફમાં અહિંસાના આચરણનો આદેશ છે. એમાં વેર કરતાં સબ્ર (સહનશીલતા)નેે શ્રેષ્ઠ ગણી છે. ખુદ ઇસ્લામ શબ્દનો જ અર્થ શાંતિ એટલે કે અહિંસા છે. હરિજનબંધુ ૮-૧૦-૧૯૩૯ પૃ.૨૪૬
‘ઇસ્લામ માનવજાતના બંધુત્વ અને એકતાને માટે ખડો છે. માનવવંશની એકતાને છિન્નભિન્ન કરી નાંખવાનો તેનો ઉપદેશ નથી. તેથી, જે લોકો હિંદુસ્તાનને ઘણું ખરું પરસ્પર લડતા ઝઘડતા સમૂહોમાં વહેંચી નાંખવા માગે છે. તે લોકો હિન્દુસ્તાનના તેમજ ઇસ્લામના વેરી છે.’ હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬, પૃ. ૩૫૭
ગાંધીજીનું ઉપરોકત છેલ્લું વિધાન આજે ઇસ્લામના નામે જેહાદ કરી, ઇસ્લામને બદનામ કરનારાઓ તરફ આંગળી ચીંધે છે. શાંતિ, સમર્પણ, ત્યાગ, બલિદાન જેવા આદર્શોથી ભરપૂર એવા ઇસ્લામ અંગેના ગાંધીજીના વિચારો સાચે જ ઇસ્લામને ઓળખનાર સંત જેવા છે. ઇસ્લામનું આવું સાચું સ્વરૂપ આજે જુદાં જુદાં માઘ્યમો દ્વારા આમસમાજ સુધી મુકાશે તો, અત્યંત ગેરસમજૉથી ભરપૂર ઇસ્લામ અંગે થોડી પણ ગેરસમજો દૂર કરી શકાશે.

Islam and Swami Vivekanand by Prof. Mehboob Desai
ઇસ્લામ અને સ્વામી વિવેકાનંદ
ડો. મહેબૂબ દેસાઈ
એક વાર સ્વામી વિવેકાનંદ જયપુરના મહારાજાના આગ્રહને વશ થઈ તેમની મહેફિલમાં ગયા. ત્યાં સૌ એક ગણિકાનું ગીત સાંભળવા એકઠા થયા હતા. સ્વામી વિવેકાનંદે ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો પણ સંભવ ન બન્યું, ગણિકાએ ગીત આરંભ્યું,
‘પ્રભુ મોહે અવગુણ ચિત ન ધરો,
સમદરસી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો,
પ્રભુ મોહે અવગુણ ચિત ન ધરો’
તુલસીદાસનું આ ભજન અત્યંત ભાવથી ગણિકાએ ગાયું. ભજન પૂર્ણ થતા વિવેકાનંદ ગણિકા પાસે આવ્યા અને ક્ષમા માગતા કહ્યું, ‘મા, મારી ભૂલ થઈ ગઈ. હું અહીંથી જતો રહી તમારું અપમાન કરવાનો હતો, પરંતુ તમારા ભજને મારી ચેતનાને જગાડી દીધી છે.’ સ્વામી વિવેકાનંદની આવી આઘ્યાત્મિક સમાનતા-ઉદારતા કલકત્તાના બેલુરમઠમાં આજે પણ યથાવત્ છે. તેનો હું સાક્ષી છું. ૧૯૯૧ના ઓકટોબર માસમાં બેલુરમઠના ઘ્યાનખંડમાં જુમ્માની નમાજ અદા કરવાનો પ્રસંગ મારી સ્મૃતિમાં છે.
ઇસ્લામમાં સામાજિક, આર્થિક અને આઘ્યાત્મિક સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત પાયામાં છે. વિવેકાનંદજી એ સિદ્ધાંતના પ્રશંસક હતા. મહંમદ સાહેબ (સ.અ.વ)ના વ્યકિતત્વમાંથી નીતરતા એ સિદ્ધાંત અંગે વિવેકાનંદજી કહે છે,
‘પયગમ્બર સાહેબ, દુનિયામાં સમતા અને સમાનતાના પ્રખર સંદેશાવાહક હતા. તેઓ ભાતૃભાવના મહાન પ્રચારક હતા.’
ઇસ્લામના સમાનતા અને બંધુત્વના વિચારને સદૃષ્ટાંત સમજાવતા વિવેકાનંદ કહે છે, ‘તુર્કસ્તાનનો સુલતાન આફ્રિકાના બજારમાંથી એક હબસી ગુલામ ખરીદીને લાવે છે. તેને જંજીરોમાં બાંધી પોતાના દેશ લઈ જાય છે. પરંતુ જયારે એ ગુલામ ઇસ્લામનો અંગીકાર કરે છે ત્યારે એ ગુલામ સમાનતાનો અધિકાર પ્રાપ્ત કરે છે. તે તુર્કસ્તાનના સુલતાનની રાજકુમારી સાથે નિકાહ કરવાનો અધિકાર પણ મેળવે છે. ઇસ્લામની આ ઉદારતા અમેરિકાની હબસી, નિગ્રો અને રેડ ઇન્ડિયનોને ગુલામ બનાવવાની ધૃણાસ્પદ જાતિની તુલનામાં અત્યંત માનવીય છે.’
સાડા ચૌદસો વર્ષ પૂર્વે મહંમદ સાહેબે ઇસ્લામને પ્રજા સમક્ષ મૂકયો હતો. આજે પણ વિશ્વમાં તે અસ્તિત્વમાં છે. તેની પાછળનું રહસ્ય છતું કરતા વિવેકાનંદજી કહે છે, ‘મારી દૃષ્ટિ સમાનતાના મહાન સંદેશાવાહક મહંમદ સાહેબ તરફ વારંવાર જાય છે. કદાચ તમે પૂછશો કે તેમના ધર્મમાં સારું શું છે? પણ જો તેમાં સારું ન હોત તો એ આજદિન સુધી જીવંત કેવી રીતે રહ્યો? સત્ય જ ધર્મને ટકાવી રાખે છે. એ જ ધર્મ કાળના પ્રવાહમાં બચી શકે છે. જે કલ્યાણકારી છે.’
ઇસ્લામ ધર્મના શાસકો અને સૂફીસંતોની ઇસ્લામને ટકાવી રાખવાની મૂલ્યનિષ્ઠાને વ્યકત કરતા વિવેકાનંદ કહે છે, ‘ઇંગ્લેન્ડ પાસે હથિયારો છે. ભૌતિક સમૃદ્ધિ છે. જેમ મઘ્યકાલીન યુગમાં મુસ્લિમ શાસકો પાસે હતા. આમ છતાં અકબર વ્યવહારિક સ્વરૂપે હિંદુ હતો. શિક્ષિત મુસ્લિમો અને સૂફીઓને હિંદુઓથી અલગ કરવા મુશ્કેલ છે. અન્ય બાબતોમાં તેમની રહેણીકરણી હિંદુ જેવી છે. તેમના અને આપણા વિચારોમાં સાંસ્કòતિક સમન્વય સધાયો છે.’ ભારતના મઘ્યકાલીન યુગથી માંડીને અર્વાચીન યુગ સુધી હિંદુ અને મુસ્લિમ પ્રજા ભારતમાં મહોબ્બત અને એખલાસથી રહી છે.
આમ છતાં કયારેક બંને વરચે વિસંવાદિતતા પ્રસરાવવાના પ્રયાસો થયા છે. એ પ્રયાસોના મૂળને વ્યકત કરતા વિવેકાનંદ લખે છે, ‘વેદોની આઘ્યાત્મિક ઉદારતા ઇસ્લામમાં પણ છે. ભારતનો ઇસ્લામ ધર્મ અન્ય દેશોના ઇસ્લામ ધર્મ કરતાં વિશિષ્ટ છે. જયારે બીજા દેશોના મુસ્લિમો અહીંયા આવી ભારતીય મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે અને કહે છે, ‘તમે વિધર્મીઓ સાથે હળીમળીને કેવી રીતે રહો છો?’ અને ત્યારે ભારત તે અશિક્ષિત મુસ્લિમ કોમી વિસંવાદિતતામાં ફસાય છે.’ ઇસ્લામ અને હિંદુધર્મના સમન્વયને વ્યકત કરતા વિવેકાનંદ કહે છે, ‘આપણી માતૃભૂમિ માટે હિંદુત્વ અને ઇસ્લામ, બુદ્ધિ અને શરીર સમાન છે. બંનેનું સમન્વય એ જ આપણી આશા છે.’

Friday, June 26, 2009
Moon Walker Walked to Moon : Michel Jackson -Prof.Mehboob Desai
Journey begin earth to moon : Michel Jackson
Michel Jackson is no more. Unbelievable. but it is true.
Michel ruled the heart of every common man.
His journey Begin with black and end with white.
Beacuse he is a man of experiment.
Pop Music,Dance,Body and Life Style are the main areas of his experiment.
At last Moon walker walked to Moon.
Allah peace upon him

Thursday, June 25, 2009
Letter to Shahrukh khan by Prof. Mehboob Desai
प्रिय शाहरुख़ खान,
अस्स्लामुअल्याका.
कई दिनो से आपको ख़त लिखने का विचार दिल मे लिए फिर रहा था. लेकिन हर बार यही सोच कर कलम रख देता था की आप शायद मेरे जैसे प्रोफेसर को जवाब देने का वक्त निकाल न सके. आज फिर से कलम ने लिखेनेका तकाजा किया. इसलिए दिल को यह कहकर मनाया की आप जवाब दे या न दे, वो आपका काम है. अपनी बात आपसे करनी चाहिए.
इस पत्र के साथ मेरी एक ताज़ा किताब " इस्लाम एंड नॉन वायोलेंस" (इस्लाम और अहिंसा) भेज रहा हुं. आज दुनिया भर मैं इस्लाम को आतंकवाद से जोड़कर बदनाम किया जा रहा है. इस किताबमै मे ने उस बात का "कुरान-इ-शरीफ " की आयते , मोहम्मद पयगम्बर साहब और औल्याओ की जीवनकथोओ द्वारा खंडन किया है.
आशा है आपको किताब पसंद आएगी. अगर आपको किताब जरा भी पसंद आये , तो ज़रुर आपकी राई भेजने की जेहमत करे. आपकी राई मेरे लिए अमूल्य होगी. एक और गुज़ारिश है मूजेतो फ़िल्मी दुनिया से कम लगाव है , लेकिन मेरी बेटी करिश्मा जो ऍम बी ऐ कर रही है वो आपकी बड़ी फेन है. ख़त मैं आप एक लाइन उसके बारे मैं भी लिख देंगे तो मैं बड़ा शुक्रगुज़ार रहूँ गा.
आशा है आप जवाब देने की जेहमत लेंगे.
अल्लाह हाफ़िज़
आपका
प्रोफेसर महेबूब देसाई

Tuesday, June 23, 2009
માનવ મૂલ્યોના રક્ષક મહંમદ પયગમ્બરસાહેબ :ડો. મહેબૂબ દેસાઈ
વીસેક વર્ષ પહેલાં રમઝાન માસ દરમિયાન લખાયેલ મારી કોલમ ‘શરચે ફરોઝાં’માં લખેલ હજરત મહંમદ પયગમ્બર (સ.ચ.વ)ના જીવન પ્રસંગોનો સંગ્રહ ‘અલખને ઓટલે’ ના નામે એક જૈનબંધુએ પુન: પ્રકાશિત કર્યોત્યારે ગેરમુસ્લિમ સમાજ ઉપર પણ મહંમદસાહેબના પ્રભાવશાળી વ્યકિતત્વની થતી અસર મેં અનુભવી. એ સંગ્રહમાં આલેખાયેલા મહંમદસાહેબના કેટલાક જીવન પ્રસંગો ‘ઇદ-એ-મિલાદ’ અર્થાત્ મહંમદસાહેબના જન્મદિન પ્રસંગે વાગોળવાનું આકર્ષણ રોકી શકતો નથી.
એક વખત હજરત મહંમદ પયગમ્બર (સ.ચ.વ)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું, ‘મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?’
મહંમદસાહેબે કહ્યું, ‘તારી માતાને.’
એ વ્યકિતએ પૂછ્યું,‘માતા પછી કોણ?’
‘તારી માતા’ ફરી એ જ જવાબ મળ્યો.
‘એ પછી કોણ?’
મહંમદસાહેબે ફરમાવ્યું, ‘એ પછી તારા પિતા.’
એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ‘ઔલાદ પર મા બાપના શા હક્કો છે?’
આપે ફરમાવ્યું, ‘ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.’
અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી દોઝક મળે છે.
એક વાર મહંમદસાહેબ મુઆવઝની દીકરીની શાદીમાં ગયા. તેમને જૉઇને બાળાઓ હજરત મહંમદ (સ.ચ.વ)ની આસપાસ ગોઠવાઇ ગઇ અને શહીદોની પ્રશંસા કરતાં ગીતો ગાવા લાગી. એક બાળાએ એ ગીતમાં એક કડી ઉમેરી, ‘ફીના નબીય્યુન યાસઅલમુ માફીગદા’ અર્થાત્ ‘અમારી વરચે એક નબી છે, જે કાલની વાત જાણે છે.’
મહંમદસાહેબ પોતાનાં વખાણ કે પ્રશંશા કયારેય સાંભળતા નહીં, એટલે તેમણે તરત ગીત ગાતી બાળાઓને રોકીને કહ્યું, ‘જે ગાતા હતા તે જ ગાઓ. આવી વાત ન કરો.’
હજરત મહંમદસાહેબ ન્યાય, ઇન્સાફના ખૂબ આગ્રહી હતા. એક વખત મખઝૂમ કબિલાની એક સ્ત્રીએ ચોરી કરી. ઇન્સાફ માટે ફરિયાદી રસૂલેપાક પાસે આવ્યો. ઔસામા બિનઝેદી પ્રત્યે રસૂલેપાકને ખૂબ માન, આથી તે ચોરી કરનાર સ્ત્રી ઔસામા બિનઝેદીને લઇને મહંમદસાહેબ પાસે આવી. ઔસામ બિનઝેદીને જૉઇને મહંમદસાહેબ બોલી ઠયા, ‘ઔસામા, શું તમે ન્યાયની વરચે પડવા આવ્યા છો?’
રસૂલેપાકનો પ્રશ્ન સાંભળી ઔસામાની નજર શરમથી ઢળી ગઇ. મહંમદસાહેબે સાથીઓને સંબોધન કરતા કહ્યું, ‘તમારી પહેલાંની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઇ ગઇ છે, કારણ કે તેમણે ગરીબો, મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યોન હતો. ખુદાના કસમ જૉ ફાતિમાએ (રસૂલેપાકની પ્રિય પુત્રી) ગુનો કર્યોહોય તો એને પણ સજા કરું.’
મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતી, પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, ‘આપણી છત નીચે પૈસા કે કંઇ સોનું-ચાંદી નથી ને?’આયશાને યાદ આવી જતાં બોલી ઠયાં, ‘અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.’
રસૂલેપાક (સ.ચ.વ)એ ફરમાવ્યું, ‘અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથી, પ્રેષિતોની છત નીચે ધન ન હોય.’
લડાઇના દિવસો ચાલતા હતા. યુવાનો મોટા પ્રમાણમાં લડાઇમાં જૉડાઇ રહ્યા હતા. એ દિવસોમાં કોઇકે મહંમદસાહેબને કહ્યું, ‘હે પયગમ્બર, હું અલ્લાહને વાસ્તે લડાઇમાં જવા ઇરછું છું.’
મહંમદસાહેબે તેને પૂછ્યું, ‘તારી મા જીવે છે?’
પેલા યુવાને કહ્યું, ‘હા.’
મહંમદસાહેબે ફરી પૂછ્યું, ‘શું કોઇ બીજું તેનું પાલનપોષણ કરનાર છે?’
યુવાને જવાબ આપ્યો, ‘ના.’
મહંમદસાહેબે કહ્યું, ‘તો જા, તારી માની સેવા કર કારણ કે તેના પગોમાં જન્નત છે.’
મુસાફરીમાં એક વાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા. ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો. રાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. પયગમ્બરસાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું, ‘આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઇશું.’
મહંમદસાહેબે બોલ્યા, ‘પણ હું મારી જાતને તમારા કરતાં ચી રાખવા નથી માગતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉરચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.’
હજરત મહંમદ પયગમ્બરસાહેબની ઉંમર ૬૩ વર્ષની થવા આવી હતી. તેઓ બીમાર રહેતા હતા. તાવને કારણે અશકિત પણ ઘણી લાગતી હતી. આમ છતાં પોતાના બંને પિતરાઇઓ અલી અને ફજલનો ટેકો લઇ તેઓ નિયમિત સાથીઓને મળવા મસ્જિદમાં આવતા, નમાજ પડતા, તે દિવસે પણ નમાજ પછી તેમણે સાથીઓને કહ્યું, ‘મારા સાથીઓ, તમારામાંથી કોઇને મેં નુકસાન કર્યું હોય તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજૂદ છું. જૉ તમારામાંથી કોઇનું મારી પાસે કશું લેણું હોય તો જે કંઇ આજે મારી પાસે છે તે બધું તમારું છે.’
એક સાથીએ યાદ અપાવ્યું, ‘મેં આપના કહેવાથી એક ગરીબ માણસને ત્રણ દિરહમ આપ્યા હતા.’
મહંમદસાહેબે તેને તે જ ક્ષણે ત્રણ દિરહમ આપી દીધા અને કહ્યું, ‘આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે. જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.’ ખુદાના આવા પાક-પ્યારા પયગમ્બરની વફાત મુસ્લિમ ચાંદ ૧૨ રબ્બીઉલ અવ્વલ, ૧૧ હિજરી ૮ જૂન ઇ.સ. ૬૩૨ના રોજ થઇ, પણ નોંધપાત્ર બાબત એ છે કે મહંમદસાહેબનો જન્મ અને વફાત ૧૨ રબ્વીઉલ અવ્વલ અર્થાત્ એક જ મુસ્મિલ તારીખે થયાં હતાં.

ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ: વાજિદ . ડો. મહેબૂબ દેસાઈ
ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ: વાજિદ
ડો. મહેબૂબ દેસાઈ
સૂફીસંતોના જીવન પરિવર્તનના કિસ્સાઓ અનેરા છે. જાણીતા સૂફીસંત વાજિદના જીવનમાં હરણની મુકત છલાંગે પરિવર્તન આણ્યું હતું. એક વાર યુવા વાજિદ જંગલમાં શિકાર કરવા ગયા. પઠાણકુળમાં જન્મેલ વાજિદને શિકારનો જબરો શોખ હતો. જંગલમાં શિકારની શોધ કરતા કરતા તે જંગલમાં ઘણા દૂર નીકળી ગયા ત્યારે જ તેમની નજર મુકતમને વિહાર કરતા એક હરણ પર પડી. કમાન પર તીર ચડાવી તેમણે નિશાન બાંઘ્યું પણ કમાનમાંથી તીર છૂટે એ પહેલાં જ પેલું હરણ ભાવિના એંધાણ પારખી જઇ છલાંગ મારી ભાગ્યું અને વાજિદ મુકતમને ભાગતા એ હરણને અવાચક બની જૉઇ રહ્યા. બસ એ જ પળે તેમણે તીર-કમાન તોડી નાખ્યાં અને હરણ જેવી મુકિતનો આનંદ પ્રાપ્ત કરવા નીકળી પડયા.
મુકિતનો અહેસાસ હરણની છલાંગમાંથી વાજિદને થયો પણ તેની પ્રાપ્તિ હજુ બાકી હતી. એ પ્રાપ્તિ માટે તેમણે અનેક સંતો સાથે સત્સંગ કર્યો. પણ કોઇનાથી તેઓ પ્રભાવિત ન થયા. એક દિવસ એ શોધ દાદુ દયાળની ઝૂંપડીમાં આવી અટકી. એ દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. દાદુ દયાળ કુટીરમાં ઘ્યાન મગ્ન હતા. પ્રથમ નજરે જ વાજિદ દાદુના પગમાં પડી ગયા અને સવિનય કહ્યું,
‘મને શિષ્ય બનાવશો તો જ કદમ છોડીશ.’
ઘ્યાનમગ્ન દાદુ દયાળે ચરણસ્પર્શ થતા આંખો ખોલી અને ચરણોમાં પડેલા વાજિદ પર નજર કરી અને ફરમાવ્યું,
‘અહંકાર ત્યાગીને પગોમાં પડનાર યુવાન, ઠ, જાગ અને મુકિતની શોધમાં લાગી જા.’
એ જ દિવસથી ગુરુ દાદુ દયાળના શિષ્ય વાજિદે ધર્મના વાડાઓ ત્યજી ખુદા-ઇશ્વરની શોધ આરંભી. જન્મે પાકા પઠાણ મુસ્લિમ હોવા છતાં વાજિદ ઇબાદતમાં સર્વધર્મ સમભાવને સાકાર કર્યો છે. તેમની રચનાઓમાં તે વારંવાર જૉવા મળે છે. વાજિદની એ વિશિષ્ટતાને પોતાના શબ્દોમાં સાકાર કરતા રાધોદાસે લખ્યું છે,
‘છાંડિકે પઠાણ કુલ રામનામ કિન્હો પાઠ, ભજન પ્રતાપ સું વાજિદ વાણી જિત્યો હૈ.’
પઠાણકુળ જેવા વાડાઓ ત્યાગી રામનામનો જાપ કરનાર વાજિદ જિંદગીથી મુકિત પામ્યો છે.’ વાજિદની રચનાઓમાં શબ્દોની સાદગી અને વિચારોની ઉરચતા જૉવા મળે છે. તાજી વર્ષા પછી માટીમાંથી ઉત્પન્ન થતી સુગંધ જેવી મીઠાશ વાજિદની રચનાઓની વિશિષ્ટતા છે. તેમાં છંદનો હિસાબ નથી. અલંકારોનો દેખાડો નથી. જયારે સૌંદર્ય પૂર્ણ હોય ત્યારે શòંગાર કે આભૂષણની જરૂર નથી હોતી, એમ જ વાજિદની રચનાઓમાં સૌંદર્ય નિતરે છે.
‘ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ, મેલ્હે વાસણ માંહિ કહાં મુહં કસત હૈ.
તૂ જિન જાને જાય રહેગા ઠામ રે, માયા દે વાજિદ ધની કે કામ રે.’
અર્થાત્ ખેરાત (દાન)જેવી કોઇ ઉત્તમ વસ્તુ નથી. ખેરાત આપતા સમયે વાસણનું મોં બંધ ન રાખ. તું જે ધનને પકડી રાખીશ તે તારી પાસે રહેવાનું નથી એટલે ધનનો ઉપયોગ ધનીખુદાના માર્ગે કરતો રહે.
‘મંગલ આવત દેખ મુદું ગોય રે, જધપિ હઁ બહુ દામ કામ નહીં લોય રે,
ભૂખે ભોજન દિયો ન નાગા કાપરા, બિન દિયા વાજિબ પાવે કહાઁ વાપરા?’
તારી પાસે ખુદા-ઇશ્વરે આપેલું ઘણું છે, છતાં ફકીરને જૉઇને તું મોં ફેરવી લે છે. ભૂખ્યાને ભોજન અને નગ્નને કપડાં નથી આપતો. તું ફકીરોને- ગરીબોને આપીશ નહીં તો ખુદા પાસેથી પામીશ કેવી રીતે? વાજિદ આ જ વિચારને આગળ ધપાવતા લખે છે,
‘ભૂખો દુર્બલ દેખી નાહિં મુંહ મોડિએ, જૉ હરી સારી દેય તો આવી તોડિએ,
દે આધી કી આધ અરધ કી કોર રે, અન્ય સરીખા પુણ્ય નાહિં કોઇ ઔર રે.’
ભૂખ્યાં-દુર્બળને જૉઇને કયારેય મોં ન ફેરવીશ. ઇશ્વરે તને એક રોટી આપી છે તો તેમાંથી અડધી તેને આપ, જૉ તને અડધી આપી છે તો અડધીની અડધી તું તેને આપ. અન્નદાન જેવું પુણ્ય દુનિયામાં એક પણ નથી. અહંકારને ઓગાળી નાખવાનો મહિમા અનેરો છે. વાજિદ તેને પોતાની વાણીમાં રજૂ કરતા કહે છે,
‘ટેઢી પગડી બાંધ ઝરોખા ઝાંકતે, તાતા તુરગ પિલાણ ચહુંટે હાંકતો,
લારે ચઢતી ફોજ નગારા બાજતે, વાજિદ, યે નર ગયે વિલાય સિંહ જવું ગાજતે.’
અહંકારથી વાંકી પાઘડી બાંધી તેજતરાર ઘોડા પર જે લોકો ચારેબાજુ ટહેલે છે. તેમની આગળ પાછળ ફોજ છે. એવા સિંહની ગર્જના કરતા અનેક લોકો કાળની ગર્તતામાં કયારનાય ભસ્મ થઇ ગયા છે. સંત વાજિદની આવી રચનાઓ જીવનનાં રહસ્યોને વ્યકત કરે છે.અલબત્ત વાજિદના જન્મ-વફાતની તવારીખ મળતી નથી પણ એ તવારીખ કરતાં તેમના વિચારોની અસરકારકતાએ આજે પણ તેમને જીવંત રાખ્યા છે અને રાખશે.

ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી સંચાલિત મસ્જિદો ડો. મહેબૂબ દેસાઈ
ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી સંચાલિત મસ્જિદો
ડો. મહેબૂબ દેસાઈ
વીસ-બાવીસ દિવસના મારા ઓસ્ટ્રેલિયામાં રોકાણ દરમિયાન ત્યાંના મુસ્લિમ સમાજ અને ઇસ્લામ પ્રત્યેના એ દેશના અભિગમ અંગે કેટલીક નોંધનીય બાબતો જાણવા-માણવા મળી.
ઓસ્ટ્રેલિયા વિકસી રહેલ રાષ્ટ્ર છે. ત્યાં વસ્તી ઓછી અને ભૂમિ વિશાળ છે. વિશ્વની દરેક પ્રજા અહીંયા જોવા મળે છે. દરેક ધર્મ અને દરેક રાષ્ટ્રના લોકોનો અહીંયા સુભગ સમન્વય છે. આમ છતાં અહીંયા ધર્મના નામે કોઈ જ વિવાદ, કલહ કે અશાંતિ નથી કારણ કે કોઈ પણ ધર્મ કે મજહબના લોકો અહીંયા જાહેરમાં પોતાની ધાર્મિક લાગણીઓ વ્યકત કરતા નથી. અહીંયા મસ્જિદો છે, મંદિરો છે, ચર્ચોછે, પણ કોઈના મથાળે માઈકનાં ભૂંગળાં નથી.
અહીંયા મસ્જિદોમાં અજાન માઈક પર થતી નથી. ઓસ્ટ્રેલિયાનાં મુસ્લિમો અજાનનો કે નમાજનો સમય જાણવા અજાન માટેની ખાસ આલાર્મ કલોક રાખે છે. અજાનનો સમય થાય ત્યારે એ ઘડિયાળમાંથી જ અજાન સંભળાય છે અને એ મુજબ મસ્જિદમાં કે ઘરમાં નમાજ અદા કરી લે છે. ઇસ્કોન સંચાલિત કૃષ્ણ ભગવાનનું સુંદર મંદિર મેલબોર્નના સેન્ટ કિલડા સ્ટ્રીટ પર આવેલું છે. અહીંયા વીકએન્ડમાં ભારતીયોનો મેળો જામે છે. અહીં વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે. મંદિરમાં પૂજા, આરતી થાય છે પણ તેનો કોઈ જ અવાજ થતો નથી. એ જ રીતે ખિ્રસ્તી ધર્મના ચર્ચોમાં ઘંટનાદ થતા નથી. ટૂંકમાં ઓસ્ટ્રેલિયામાં ધર્મ એ વ્યકિતની અંગત બાબત છે. તેને જાહેરમાં અભિવ્યકત કરવામાં નથી આવતી. તેના કારણે કોઈ પ્રદૂષણ પ્રસરાવવામાં નથી આવતું.
મેં જુમ્મા (શુક્રવાર)ની પ્રથમ નમાજ જે મસ્જિદમાં પડી તે ઘણી સુંદર અને વિશાળ મસ્જિદ હતી. મેલબોર્નથી થોડે દૂર આવેલ એ મસ્જિદમાં પણ માઈકમાં અજાન ન થઈ. એટલે અલાર્મ કલોકની અજાન મુજબ અમે ત્યાં પહોંચી ગયા હતા. બોસ્મિયા ઇસ્લામિક સેન્ટર દ્વારા આ મસ્જિદનું સર્જન થયું હતું. નમાજમાં અહીંયા ટોપી પહેરવાનો રિવાજ નથી. જુમ્માની બીજી નમાજ સમયે હું મેલબોર્નમાં હતો. હોથમ સ્ટ્રીટ પર આવેલા મારા પુત્ર ઝાહિદના મકાનની આસપાસ મને કોઈ મસ્જિદ જૉવા ન મળી એટલે મેં તેને પૂછ્યું, ‘મેલબોર્નમાં કોઈ મસ્જિદ છે, જયાં જુમ્મ્ાાની નમાજ અદા થાય?’
‘ડેડી, મસ્જિદો તો છે. પણ તમને સ્વોન્સ્ટન સ્ટ્રીટ પર આવેલી આર.એમ.આઈ.ટી યુનિવર્સિટીની મસ્જિદ નજીક પડશે.’તેની વાત સાંભળી મને થોડી નવાઈ લાગી. યુનિવર્સિટીની મસ્જિદ કેવી રીતે હોઈ શકે? એટલે મેં સ્પષ્ટતા કરતા કહ્યું,‘આર. એમ. આઈ. ટી. યુનિવર્સિટીની બાજુમાં મસ્જિદ છે?’
‘ના, ના ડેડી, આર. એમ. આઈ. ટી. મેલબોર્નની જાણીતી યુનિવર્સિટી છે. તેની જ બિિંલ્ડગમાં મસ્જિદ છે. યુનિવર્સિટી જ તેનું સંચાલન કરે છે.’તેની વાત સાંભળી મારી જિજ્ઞાસા વિસ્તરી. એક યુનિવર્સિટી પોતાની મુખ્ય બિિંલ્ડગમાં મસ્જિદ રાખે અને તેનું સંચાલન પણ કરે તે સાચેજ તપાસ માગી લે તેવી બાબત છે. એટલે મેં તે અંગે તપાસ કરી. તેનાં બે-ત્રણ કારણો જાણવા મળ્યાં પ્રથમ ઓસ્ટ્રેલિયાની દરેક યુનિવર્સિટીમાં ‘મુસ્લિમ પ્રે હોલ’ની સગવડ છે. કારણ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મુસ્લિમ વિધાર્થીઓ પાંચ સમયની નમાજ આસાનીથી યુનિવર્સિટીમાં જ અદા કરી શકે એ માટે દરેક યુનિવર્સિટીમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, ભારત, પાકિસ્તાન અને જાપાનના મુસ્લિમ વિધાર્થીઓની સંખ્યા નોંધપાત્ર છે. એ વિધાર્થીઓની સગવડતા માટે ઓસ્ટ્રેલિયાની દરેક યુનિવર્સિટીના કેમ્પસમાં જ ‘મુસ્લિમ પ્રે હોલ’ અનિવાર્ય પણે રાખવામાં આવેલ છે.
ઇસ્લામ જ એવો મજહબ છે જેમાં ફરજિયાત પાંચ વકતની નમાજ અદા કરવાની હોય છે. અને એટલે પણ મુસ્લિમ પ્રે હોલ દરેક યુનિવર્સિટીમાં જૉવા મળે છે. જુમ્માની નમાજ અર્થે આર.એમ.આઈ.ટી. યુનિવર્સિટીમાં હું પ્રવેશ્યો ત્યારે મુસ્લિમ પ્રે હોલ સુધી જવાનો માર્ગ ચીંધતા નાનકડા બોર્ડ ઠેર ઠેર જૉયાં. એ બોર્ડની સૂચના મુજબ હું પ્રે હોલ સુધી પહોંચી ગયો. દેશ-વિદેશના મુસ્લિમોનો અહીંયા મેળો હતો. વજુ અને ગુસલખાનાની ઇસ્લામિક પદ્ધતિ મુજબ વ્યવસ્થા હતી. મસ્જિદના પ્રવેશ દ્વારા પર મૂકેલા સ્ટેન્ડ પર ‘મહંમદ (સ.અ.વ.)ને ઓળખો’ ‘ઇસ્લામને સમજૉ’,‘જકાત એટલે શું?’, ‘હિજાબ એટલે શું?’, વગેરે વિષયક અંગ્રેજી ફોલ્ડરો સૌ માટે સુલભ હતાં. મસ્જિદમાં પ્રવેશ્યો ત્યારે અંદરનું વાતાવરણ શાંત અને પવિત્ર લાગ્યું. મેં મસ્જિદના એક ખૂણામાં સ્થાન લીધું.
થોડી વારે એક યુવાન આવ્યો. તેણે ટીશર્ટ અને બર મૂડો અર્થાત્ ઘૂંટણ સુધીનું પેન્ટ પહેર્યાં હતાં. માથે ટોપી ન હતી. અને તેણે અંગ્રેજીમાં તકરીર(વ્યાખ્યાન) શરૂ કર્યું. તેના વ્યાખ્યાનનો વિષય એખલાસ હતો. ઇસ્લામમાં એખલાસનું સ્થાન તેણે સમજાવ્યું. એ પૂર્ણ થયા પછી તેણે ખુત્બો શરૂ કર્યો. ખુત્બો એટલે ધાર્મિક પ્રવચન. તેના હાથમાં કાગળો હતા. કુરાને શરીફની આયાતો તેમાંથી વાંચી તેનું અંગ્રેજીમાં અર્થઘટન તેણે કર્યું.
ઇસ્લામને વરેલા આ યુવાનમાં ઇસ્લામ પ્રત્યેની મહોબ્બત વર્તાતી હતી. ઇસ્લામ એટલે પોશાક કે દાઢી માત્ર નહીં. પણ આમાલ એટલે કે સદ્કાર્યો. એ તેના વર્તનમાંથી નીતરતો બોધ હતો. બાદ હું કેટલાક મુસ્લિમોને મળ્યો. પેન્ટ શર્ટ, કોટ પેન્ટ, જીન્સ શર્ટ, શોર્ટ્સ અને ટીશર્ટધારી મોટા ભાગના યુવાનો મસ્જિદમાં હતા. હું એકમાત્ર કફની લેંઘામાં હતો. આમ છતાં સૌની ઇસ્લામ પ્રત્યેની નિષ્ઠા અને ઇમાન મજબૂત હતાં.
ઓસ્ટ્રેલિયામાં અંગત લાગણીઓને સંતોષવા ઉરચ શિક્ષણ સંસ્થા ઉમદા માઘ્યમ બને ત્યારે ઓસ્ટ્રેલિયાની તંદુરસ્ત સદ્ભાવના તેના વિકાસમાં શા માટે સહભાગી ન બને

Monday, June 22, 2009
કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજ Dr. Mehboob Desai
કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજ
Dr. Mehboob Desai
અનેક દેશોના સરકારી પ્રતિનિધિ તરીકે રહેલાં અને હજ કમિટીના ચેરમેન તરીકે ૧૪ વખત હજ અદા કરનાર કેપ્ટન ગોલંદાજ આજે ૯૬ વર્ષે પણ આદર્શ મુસ્લિમને છાજે તેવું જીવન જીવી રહ્યા છે
કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજનું નામ આજની પેઢી માટે અજાણ્યું છે. ભારતીય હજ કમિટીના ચેરમેન તરીકે ૧૪ વાર હજ અદા કરનાર, ઇરાક, ઇરાન, ઇજિપ્ત, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, બર્મા, જાપાન, સાઉદી અરેબિયા, લેબેનોન, જોર્ડન અને સિરિયામાં સરકારના પ્રતિનિધિ તરીકે અનેક કાર્યો પાર પાડનાર, ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨માં સંસદ સભ્ય તરીકે સુરતનું પ્રતિનિધિત્વ કરનાર ૯૬ વર્ષના (જન્મ ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૩) કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજ સેલવાસના તેમના નિવાસસ્થાને સાદગી અને મૂલ્યોની મિસાલ સમા આજે પણ સ્વસ્થ ચિત્તે ખુદાની બંદગી કરે છે.
અત્યંત સક્રિય સામાજિક અને રાજકીય જીવન પછી આજે સંપૂર્ણ નિવૃત્ત જીવન જીવતા કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજ એક આદર્શ મુસ્લિમને છાજે તેવું પાક જીવન જીવ્યા છે. તેની સાક્ષી પૂરતા તેમનાં પત્ની હાજિયાણા શકીનાબહેન કહે છે, ‘દેશ-વિદેશમાં ફરવા છતાં મારા પતિ (ખાવિંદ) હરામની ચીજેથી હંમેશાં દૂર રહ્યા છે.’
સુરતના મેયર તરીકે એક આમ ઇન્સાન જેવું જ જીવન જીવનાર કેપ્ટન ગોલંદાજની કાર સામે ભટકાઇ જનાર એક કામદારને ગાડીમાંથી બહાર આવી ઊભો કરી, તેની સાઇકલનું જાતે જ રિપેરિંગ કરાવી આપનાર કેપ્ટન ગોલંદાજને સુરતની પ્રજા હજુ ભૂલી નથી.
જવાહરલાલ નહેરુ, મોરારજીભાઇ દેસાઇ, ડો.જીવરાજ મહેતા અને બાબુભાઇ જશભાઇ પટેલ જેવા દિગ્ગજો સાથે રાજકારણમાં રહેવા છતાં તેમના આચાર-વિચારમાં ઇસ્લામ કેન્દ્ર સ્થાને હતો અને છે. ચહેરા પર સફેદ નૂરાની દાઢી રાખતા કેપ્ટન ગોલંદાજ કહે છે, ‘અલ્લાહના રસૂલ મુહમ્મદં (સ.અ.વ)ને અલ્લાહ પાકે સમગ્ર માનવજાત પ્રત્યે સહાનુભૂતિ અને અમાપ સત્તા આપી હતી. છતાં આપે અત્યંત સાદગીભર્યું જીવન પસંદ કર્યું હતું. તેમના અનુયાયી તરીકે આપણે પણ તેવું જ જીવન જીવવું જોઇએ.’
અનેક ઊચા હોદ્દાઓ પર રહ્યા છતાં કેપ્ટન ગોલંદાજ ઇસ્લામની નમ્રતાને ભૂલ્યા ન હતા, તેઓ કહે છે, ‘નદીમાંથી પાણી ભરવું હોય તો અચૂક નમવું પડે. તે જ રીતે જીવનમાંથી કંઇક મેળવવું હોય તો અચૂક નમ્ર થવું પડે. આપણે સુગંધી ફૂલ ન બની શકીએ તો કંઇ નહીં, પણ કાંટા તો ન જ બનીએ.’
તેમના જીવનનો અદ્ભુત કિસ્સો આલેખતા તેઓ કહે છે, ‘દર વર્ષે કાબા શરીફનો ગિલાફ (કિશ્વાહ) ઇજિપ્તથી બનીને આવતો હતો. એ વર્ષે ઇજિપ્તના પ્રેસિડેન્ટ નાસીર જમાલને સાઉદી અરેબિયાની સરકાર સાથે કંઇક વાંધો પડયો. તેથી તેમને કિશ્વાહ મોકલવાની ના પાડી. તેની જાણ મને થઇ, મેં ભારતીય હજ કમિટીના ચેરમેન તરીકે ભારત સરકાર તરફથી કાબા શરીફનો કિશ્વાહ તૈયાર કરાવ્યો અને સાઉદી અરેબિયા મોકલ્યો. એ વર્ષે ભારતના કારીગરોએ તૈયાર કરેલો કિશ્વાહ કાબા શરીફ પર ચડયો હતો.’
જીવનભર સેવાના રાજકારણને વરેલા અને ધનદોલતથી હંમેશ કોશો દૂર રહેલા કેપ્ટન ગોલંદાજ કહે છે, ‘જેમ વૃક્ષ પર ફળો લાગે છે અને વૃક્ષ નીચે નમતું જાય છે તેમ જ ધનનાં ફળો લાગે ત્યારે ધનવાનોએ પણ નમ્ર થવું જોઇએ અને ગરીબોનાં દુ:ખદર્દોને દૂર કરવા સક્રિય જ થવું જોઇએ.’
બગદાદમાં હજરત અલી (રદિ.)ની દરગાહની બે વાર જિયારત (યાત્રા) કરનાર કેપ્ટન સાહેબ વૃદ્ધ આંખોને ઝીણી કરતાં કહે છે, ‘હજરત અલી શૌર્ય અને ઇલ્મ (જ્ઞાન)ના કેન્દ્ર છે. હજરત અલી હંમેશાં ફરમાવતા, ‘જે ઇન્સાન ઇલ્મની શોધમાં રહે છે તે વ્યકિત જન્નતની શોધમાં રહે છે, કારણ કે ઇલ્મ સદ્વર્તન અર્પે છે. સદ્વર્તન સંતોષ આપે છે અને સંતોષ ઇબાદતની પૂંજી છે.’
૯૬ વર્ષે પણ તંદુરસ્ત અને સંતોષી જીવન ગુજારતા કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાજનું જીવન દરેક માટે પ્રેરણાદીપક સમાન છે. તેમની એક અંતિમ હિદાયત સાથે તેમની વાત પૂર્ણ કરીશ. ‘કમ ખાઓ, કમ હસો, બીજાના દોષો જોવાનું બંધ કરો. દુનિયાની માયામાંથી દૂર રહી અલ્લાહની ઇબાદતમાં મશગૂલ રહો.’

Thursday, June 18, 2009
How to solve problems : Prof. Mehboob Desai
વહાલા મિત્રો ,
સમસ્યાઓ ડોળા ફાળે ત્યારે સૌને મૂંઝવી નાખે છે.
પણ એ મૂંઝવણ આપના આત્મવિશ્વાસને ડગાવી મુકે ત્યારે આપને હતાસા ઘેરી વળે છે.
અને આપ ન કરવાનું કરી બેસો છો.
એવા સમયે કોઈ પણ ધર્મગ્રંથનું વાંચન કરો. રામાયણ,ગીતા , કુરાન ગમેતે.
અવશ્ય આપનું મન સમસ્યાના ભારથી હળવું થઈ જશે અને સંભવ છે આપની સમસ્યાનો ઉકેલ પણ આપને તેમાંથી જ મળી
જશે .
આ યુક્તિ અપનાવી જુવો .અચૂક આપને લાભ થશે.
આવજો .
મહેબૂબ દેસાઈ

Wednesday, June 17, 2009
Burning Problem of SUICIDE on Prof. Mehboob Desai
વ્હાલા મિત્રો ,
આજનો સળગતો પ્રશ્ન આત્મહત્યા છે. જીવન ઈશ્વરે આપેલ નેમત છે. તેને આત્મહત્યા દ્વારા વેડફી દેવાની ક્રિયા પાપ છે.
મુસીબતો,સમસ્યાઓ અને દુખો દરેકના જીવનમાં આવે છે. ઈશ્વર-ખુદા સમસ્યાઓ દ્વારા તેના બંદોની કસોટી કરે છે.
આપણા જાણીતા શાયર દાગ દાહેલાવી કહે છે,
દુનિયા મેં આદમીકો મુસીબત કહા નહિ ?
વો કોનસી જમી હૈ જહાં આસમાં નહિ ?
અટેલે મુસીબતોથી ડરીને આત્મહત્યા કરવી એ ભાગેડુ અને ડરપોક માંનોદશ છે. એ માંનોદશમાંથી બહાર નીકળવાનો રસ્તો છે.
એવા સમયે ઈશ્વર-ખુદાનું સ્મરણ કરો.તમારી બધી સમસ્યાઓ ઈશ્વર-ખુદા પર નાખી તેના સ્મરણમાં લીન થઇ જાઓ.
ઈશ્વર ને યાદ કરવાનો ઉત્તમ માર્ગ છે. પ્રાર્થના. પ્રાર્થના માટે કોઈ પણ ક્રિયા જરૂરી નથી.
દરેક ધર્મમાં પ્રાર્થેનાની જુદી જુદી ક્રિયાઓ છે. તેમાંથી કોઈ પણ ક્રિયા અપનાવો.પણ તેમાં એક જ વસ્તુ જરૂરી છે.
અને તે છે. એકાગ્રતા.
ઈશ્વર-ખુદા સાથેની આપની એકાગ્રતા જ આપેના દુખો, સમસ્યોમાંથી મુક્તિ અપાવશે.
મિત્રો, જીવન અમૂલ્ય છે. તેને આત્મહત્યા કરી વેડફશો નહિ.
આજે એટલુજ .
આપનો

Tuesday, June 16, 2009
ખુદાથી ગાફિલ ન થઇશ હજરત અશરફ ખાન by Dr. Mehboob Desai
અશરફ ખાનની ઇબાદતથી ધીમે ધીમે લોકો પ્રભાવિત થવા લાગ્યા. તેમની દુવાઓની અસરથી તેમના મુરીદો (શિષ્યો)ની સંખ્યા વધવા લાગી
કાદવમાં કમળનું સર્જન અશરફ ખાનના જીવનનું સત્ય છે. ફિલ્મ અને નાટકની દુનિયાના લપસણા માર્ગ પર પણ ઓલિયા બની ખુદાની ઇબાદતમાં ચોવીસે કલાક લીન રહેનાર અશરફ ખાન કહેતા,
‘આંખ, કાન, મુંહ બંદ કર, નામ ખુદા કા લે,
અંદર કે પટ જબ ખૂલે, બહાર કે પટ ખોલ દે,
કલ્મેશરીફ કા ઇતના ઝિક્ર કર, કે
તેરે દિલ સે કલ્મે પાક કી આવાઝ નિકલે,
ઔર તેરા દિલ ખુદા કે નૂરસે તરબતર હો જાયે.’
ઇ.સ. ૧૮૮૦માં ઇન્દોરમાં જન્મેલ અશરફ ખાન ઝાઝું ભણ્યા ન હતા, પણ ઇસ્લામનું જ્ઞાન તેમને વારસામાં મળ્યું હતું. સમજણા થયા ત્યારથી પાંચ વકતની નમાજ નિયમિત પઢતા. આજીવિકા માટે તેમણે નાટક અને ફિલ્મની દુનિયાને અપનાવી હતી.
૧૯૨૪માં ‘માલવપતિ મુંજ’ નાટકમાં મુંજની ભૂમિકા ૨૭૦૦ વાર ભજવીને નાટકની દુનિયાના બેતાજ બાદશાહ બની ગયા હતા. ૧૯૨૬માં ‘સિરાજુદ્દોલા’ નાટકમાં દારૂડિયા સિરાજનું પાત્ર દારૂની ગંધ પણ લીધા વગર તેમણે આબેહૂબ ભજવ્યું હતું. એ નાટકમાં આવતું ગીત ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે’ અનેક વાર વન્સમોર થયું હતું.
એમ કહેવાય છે કે દારૂડિયાનું પાત્ર ભજવતા પૂર્વે અને પછી બેકસ્ટેજમાં અશરફ ખાન કુરાને શરીફ અને નમાજ પઢતા રહેતા. આ અંગે એક વાર એક કલાકારે આપને પૂછ્યું, ‘સ્ટેજ પાછળ પણ આપ ખુદાની ઇબાદત કર્યા કરો છે. તેનું રહસ્ય શું છે?’
આપે ફરમાવ્યું, ‘હું ખુદાથી ગાફિલ રહીશ, તો ખુદા મારાથી ગાફિલ થઇ જશે.’
રમજાન માસ અર્થાત્ ઉપવાસના માસમાં આપ માત્ર સહેરી સમયે જ થોડું જમતા. રોજો છોડયા પછી આપ જમતા નહીં. હંમેશાં ભોજન લેતાં પહેલાં આપ પાંચ વાર ‘કુલ્હોવલ્લાહ’ની સૂરત (શ્લોક) અવશ્ય પઢતા અને પછી જ ભોજન લેતા. અશરફ ખાનની ઇબાદતથી ધીમે ધીમે લોકો પ્રભાવિત થવા લાગ્યા. અલ્લાહ સાથેનો તેમનો લગાવ અને તેમની દુવાઓની અસર લોકો મહેસૂસ કરવા લાગ્યા. તેમના મુરીદો (શિષ્યો)ની સંખ્યા વધવા લાગી.
ઇ.સ. ૧૯૪૦માં મહેબૂબ ખાને તેમને ‘રોટી’ ફિલ્મમાં ફકિરનું પાત્ર આપ્યું. ૧૯૪૨માં રજૂ થયેલી એ ફિલ્મમાં ચંદ્રમોહન, સિતારાદેવી, શેખ મુખ્ત્યાર જેવા નામી કલાકારો હતા. છતાં સેટ પર અશરફ ખાન સૌથી નોખા તરી આવતા હતા.
સેટ પર શૂટિંગ રોકાય ત્યારે સેટના એક ખૂણામાં નમાજ અને કુરાને શરીફ પઢવામાં લીન થઇ જતા. મહેબૂબ ખાન તેમની ઇબાદતથી એટલા પ્રભાવિત થયા કે સેટ પર કોઇ તેમને ઇબાદતમાં ખલેલ ન પહોંચાડે તેની ખાસ તકેદારી રાખતા.
અશરફ ખાન અનેક ડૂબતી નાટક કંપનીઓના તારણહાર બન્યા હતા. નાનામાં નાના માણસની તકલીફને દૂર કરવા તેઓ તત્પર રહેતા. તેમના નામ માત્રથી નાટકની ટિકિટો વેચાઇ જતી. તેમના સંવાદો સાંભળી લોકો આફરીન પોકારી ઊઠતા. છતાં અભિમાનનો છાંટો તેમના વ્યવહાર વર્તનમાં ન હતો.
જિંદગીભર તેમણે ન તો દોલતથી મહોબ્બત કરી, ન શોહરતથી. માત્ર ને માત્ર જિંદગીભર સર ઝુકાવીને ખુદાની ઇબાદત કરતા રહ્યા. ૧૧-૯-૧૯૬૨ના રોજ રાજકોટની હોસ્પિટલમાં ૧૧ કલાકે સવારે તેમની વફાત થઇ.
તેમના અનુયાયીઓ તેમના જિસ્મને અમદાવાદ લઇ આવ્યા. જમાલપુર દરવાજા બહાર દાણીલીમડામાં આવેલ ગંજશહિદા કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા.
આજે પણ તેમની દરગાહ પર તેમના મુરીદોની ભીડ જામ છે. તેમનો ઉર્સ દર વર્ષે મળે છે અને અનેક લોકો પોતાની શ્રદ્ધાને તેમાં વહેવડાવે છે.

Monday, June 15, 2009
welcom to my blog
प्रिय दोस्तों,
आपका मेरे ब्लॉग में स्वागत है.
आपको इस ब्लॉग में इतिहास , साहित्य ओर इस्लाम के बारेमे बहुतकुछ पढ़नेको मिलेगा. आपके सूचन मेरे लिए अमूल्य
है. मुजे आपका प्रेम सिर्फ़ प्रेम चाइये.
आशा है आप का सहियोग मुजे मिलगा. और हम साथ मिलकर एक नया विचार समाज को देगे.
क्योकि विचार की खेती ही समाज को बदल ने के लिए जरुरु है.
आपका अपना
डॉ. महेबूब देसाई

Babe-e- Makka Surar : Prof. Mehboob Desai
બાબ-એ-મક્કા : સૂરત
ડૉ.મેહબૂબ દેસાઈ
હમણાં સુરત શહેરની મુલાકાત લેવાનો અવસર સાંપડયો. આજનું સુરત સુંદર, વિકસતિ અને અંડર-ઓવર બ્રિજથી શોભી રહ્યું છે.
થોડાં વર્ષો પૂર્વે સુરતની મૂરત કંઇક જુદી હતી. સાંકડા રસ્તાઓ અને ગંદકી તેની વિશિષ્ટતા હતાં. આ જ સુરત મઘ્યકાલીન યુગમાં ‘સુરત સોનાની મૂરત’ કહેવાતું હતું. બંદરીય વેપાર અને અંગ્રેજોની વેપારી કોઠીઓ તેની શોભા હતાં.
સુરત શહેરની સ્થાપના અને નામનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. સુલતાન મુઝફરશાહ બીજાના સમયમાં ગોપી નામના એક નાગરે જયોતિષીઓની સલાહથી એક શહેર વસાવવાની દરખાસ્ત સુલતાનને કરી. મુઝફરશાહ બીજાને દરખાસ્ત ગમી ગઇ.
અલબત્ત ત્યારે એ શહેરને ‘સૂરજ’ કે ‘સૂર્યપુર’ નામ આપવાની દરખાસ્ત થઇ હતી. પણ મુઝફરશાહે કોઇ ઇસ્લામિક નામ રાખવાની ભલામણ કરી. ઘણી વિચારણા અને સંશોધનને અંતે ‘સૂરત’ નામ સૂચવાયું.
કુરાને શરીફનાં પ્રકરણોમાં આવતા શ્લોકોને સૂરા કે સૂરત કહેવામાં આવે છે. એ મુજબ શહેરનું નામ ‘સૂરત’ અર્થાત્ શ્લોક પાડવામાં આવ્યું. (ફારસી શબ્દનો અર્થ ‘વ્યુપતિ કોશ-ભાગ -૪, ડો.છોટુભાઇ નાયક, પૃ.૧૫૩)
ગોપી નામના નાગરે પછી તો વહેપારીઓને સુરતમાં વસવાટ કરવા આવકાર્યા. મુઝફરશાહ બીજાના સમયમાં સુરતમાં ઇમારતો બની, બગીચા બન્યા, એક મહોલ્લો વસ્યો. આજે પણ સુરતમાં ગોપીપુરા નામે એ મહોલ્લો જાણીતો છે. શહેરમાં એક સુંદર તળાવ બંધાયું. તે ગોપી તળાવ નામે ઓળખાય છે.
એ શહેરના વિકાસ માટે મુઝફરશાહ બીજાએ ગોપીને ‘મલિક’ની પદવી પણ આપી. તેની પત્નીને ‘રાણી’નો ઇલકાબ આપ્યો. એ રાણીએ વિકસાવેલો વિસ્તાર ‘રાણી ચકલા’ અને તેણે બંધાવેલું તળાવ ‘રાણી તળાવ’ તરીકે ઓળખાય છે.
આમ સુરતની સ્થાપના પછી તેનો વિકાસ વણથંભ્યો થતો રહ્યો. ૧૭મી સદીમાં ખંભાત બંદરનો વેપાર ઘટયો. મસ્કતના આરબોએ પણ સુરતના બંદરને વેપારનું કેન્દ્ર બનાવ્યું અને સુરત માટે સોનાની મૂરત શબ્દ સાકાર થયો. પરંતુ સુરતને બાબુલ-એ-મક્કાનું બિરુદ મળ્યા પછી તેનો વિકાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો.
બાબુલ-એ-મક્કા અર્થાત્ મક્કાનું પ્રવેશ દ્વાર. અરબીમાં બાબ શબ્દનો અર્થ દરવાજો થાય છે. એ સંદર્ભમાં જ બાબુલ-એ-મક્કા શબ્દ વિકસ્યો છે. મોટા ભાગના મોગલ બાદશાહો હજયાત્રાએ સુરત બંદરેથી જ જતા તેથી સુરત બંદર હજયાત્રીઓ માટે મોટું કેન્દ્ર બની ગયું. હજયાત્રીઓ સમગ્ર દેશમાંથી સુરત આવતાં અને વહાણોમાં હજયાત્રાએ જતાં, પરિણામે સુરતનો વિકાસ થયો. વેપાર-રોજગાર વઘ્યા.
છેલ્લા મોગલ સમ્રાટ ઔરંગઝેબે તેને વેગ આપ્યો. તેણે સુરતમાં હજયાત્રીઓ પાસેથી જકાત લેવાની બંધ કરી. વળી, વેપારીઓને પણ ઓછો કર ભરવાની સગવડ કરી આપી. પરિણામે સુરત સોનાની મૂરત બની ગઇ.
સુરત બની ગયું ‘બાબુલ-એ-મક્કા’ અર્થાત બાબ-એ-મક્કા જેવા નામથી જાણીતું બનેલું સુરત વેપાર ઉધોગના વિકાસને કારણે મોગલયુગમાં બાબ-એ-તિજારત અર્થાત્ વેપારનું દ્વાર બની ગયું.
આજે હજયાત્રીઓ મુંબઇને સ્થાને અમદાવાદના એરપોર્ટ પરથી હજયાત્રાએ જતા થયા છે. અમદાવાદનો વિકાસ ઝડપી થયો પરિણામે હવે થોડાં વર્ષોમાં અમદાવાદને પણ બાબ-એ-મક્કાનું બિરુદ પ્રાપ્ત થાય તો નવાઇ પામવા જેવું નહીં ગણાય

Communal Harmony by Prof. Mehboob Desai
‘મજહબ સિખાતા હૈં આપસ મેં પ્રેમ કરના’
Dr. Mehboob Desai
હિન્દુ અને ઇસ્લામ ધર્મની તસવીરોનું એક હિન્દુ કુટુંબના ઘરમાં સમન્વય હોય, અને બંને પ્રત્યેની શ્રદ્ધા સમગ્ર કુટુંબમાં વ્યાપેલી હોય તે ઘટના આજના સંદર્ભમાં અવશ્ય નવાઇ પમાડે તેવી છે, પણ એ સત્યને જાતે નિહાળવાની, માણવાની તક અમદાવાદના નિવાસી જિગ્નેશભાઇ મોદીના ઘરમાં સાંપડી.
આમ તો ઘણા વખતથી હું જિગ્નેશભાઇના પરિચયમાં છું. તેઓ અને તેમનું સમગ્ર કુટુંબ સૌરાષ્ટ્રના મોરબી નજીક આમરણ ગામમાં આવેલ હજરત દાવલશાહ પીરના પરમ ભકત છે. આ દરગાહનો સમગ્ર ખર્ચ એકલાપંડે તેઓ જ ભોગવે છે અને ત્યાં ભવ્ય દરગાહનું સર્જન કરવાની તેમની ખ્વાહિશ છે, પણ દરગાહનું જતન કરવું અને પોતાના ઘરમાં ઇસ્લામ ધર્મને શ્રદ્ધાપૂર્વક સ્થાન આપવું, આ બંને બાબતો ભિન્ન છે.
અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ તેમની સોસાયટીમાં હું પ્રવેશ્યો ત્યારે મને બિલકુલ અહેસાસ ન હતો કે એક હિન્દુ કુટુંબના ડ્રોઇંગરૂમમાં કાબા શરીફનું ૫*૪નું ભવ્ય ચિત્ર કલાત્મક ફ્રેમમાં મઢેલું દીવાલ પર જોવા મળશે. સમગ્ર બેઠકખંડના કેન્દ્રમાં શોભતું કાબા શરીફનું એ ચિત્ર જોઇ મને આનંદ સાથે થોડી નવાઇ લાગી. દીવાનખંડની બેઠકોની જમણી બાજુ મહાભારતનું યાદગાર દ્રશ્ય, જેમાં મહાભારતનો જાણીતો શ્લોક ‘યદા યદા હી ધર્મસ્ય...’ લખ્યો હતો.
એક બાજુ ઇસ્લામના પવિત્ર સ્થાન કાબા શરીફ અને બીજી બાજુ મહાભારતનું અદભૂત દ્રશ્ય જોઇ મારો સ્વર સહેજ ભીનો થઇ ગયો. જિગ્નેશભાઇનાં બંને બાળકો, તેમનાં પત્ની, તેમના મોટા ભાઇ બધાં સાથે હું તેમના બેઠકખંડમાં બેઠો ત્યારે મેં તેમને પૂછ્યું,‘કાબા શરીફનું આટલું વિશાળ ચિત્ર બેઠકખંડમાં આપે મૂકયું છે, તેથી આપના કુટુંબના સભ્યો થોડા નારાજ તો થયા હશે?’
‘ના, ના સાહેબ, અમારા કુટુંબના દરેક સભ્ય હિન્દુ-મુસ્લિમ બંને ધર્મે રંગાયેલા છે.’ આટલી વાત પછી તેમના નિવાસના ઉપરના માળે અમે ગયાં. ત્યારે તો મારી આંખો વધુ પહોળી થઇ ગઇ. ઉપરના માળે બે પૂજારૂમો હતા. એક પૂજારૂમમાં હજરત દાવલશાહ પીરની ગાદી રાખવામાં આવી હતી.
પૂજારૂમના દરવાજા પાસેની દીવાલ પર મસ્જિદ-એ-નબવીની ૨*૧ની મોટી તસવીર હતી. જયારે બીજા રૂમમાં, તેમના કુળદેવી બહુચર માની તસવીર સાથે શંકર-પાર્વતી, રાધા-કૃષ્ણ અને ગણેશની તસવીરો હતી. આ જોઇ મેં સહેતુક પૂછ્યું,
‘રોજ સવારે આ બંને પ્રાર્થનગહમાં તમે પ્રાર્થના કરો છો?’
‘મારાં પત્ની બંને પૂજારૂમો સ્વરછ રાખે છે. રોજ બંનેમાં દીવો કરે છે, પછી હજરત દાવલશાહ પીરના રૂમમાં હું પ્રાર્થના કરું છું. મારાં પત્ની અમારાં માતાજી અને અન્ય દેવોની પૂજા કરે છે.’
લગભગ એકાદ કલાક પછી હિન્દુ-મુસ્લિમ ધર્મના સમન્વય સમા જિગ્નેશભાઇના ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે મારા મનમાં ડો. ઇકબાલની કવિતા, ‘મજહબ નહીં સિખાતા આપસ મેં બેર કરના’ની નાવીન્યકરણ પામેલ પંકિત રચતી હતી,
‘મજહબ સિખાતા હૈં આપસ મેં પ્રેમ કરના
હિન્દી હૈ હમ વતન હૈ હિન્દોસ્તાં હમારા.’

Control your tongue: Islam by Prof. Mehboob Desai
જબાન સંભાલો : ઇસ્લામનો આદેશ
Dr. Maheboob Desai
ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોને આમઆદમી સુધી પહોંચાડતી અનેક નાની નાની પુસ્તિકાઓ ઇસાલે સવાલ અર્થે અર્થાત્ મૂલ્ય માટે ખુદાના બંદાઓ પ્રસિદ્ધ કરતા રહે છે. એવી જ એક નાનકડી પુસ્તિકા ‘જબાન સંભાલો’ જનાબ ઇબ્રાહીમ હાજી અબ્દુલગની મેમણે પ્રસિદ્ધ કરી છે. ઇસ્લામમાં જીભને કાબૂમાં રાખવા પર ભાર મૂકયો છે. જીભ દ્વારા અસત્યનું ઉચ્ચારણ મોટો ગુનો છે. સમાજ કે કોમના એખલાસને ખંડિત કરતાં વિધાનો કરવાથી અલ્લાહ નારાજ છે. આ નાનકડી પુસ્તિકામાં અસત્યનાં ઉચ્ચારણથી દૂર રહેવા જણાવાયું છે. કુરાને શરીફમાં કહ્યું છે,
‘અય ઇમાનવાલો, અભિમાન કરવાથી બચો. અભિમાન ગુનાહ છે. કોઇની એબ (દૂષણો) ન જુઓ, તેની ટીકાટિપ્પણી ન કરો. શું તમે તમારા મૃતક ભાઇનું માસ ખાવાનું પસંદ કરશો? અવશ્ય તમને તેની ઘણા થશે. અલ્લાહથી ડરો. બેશક અલ્લાહ ક્ષમા કરનાર મહેરબાન છે.’
અભિમાન અને ગિલત (ખોટી ટીકાટિપ્પણી)ની ઇસ્લામમાં સખત મનાઇ છે. આ બંને અવગુણો વ્યકિતને તો નુકસાન કરે જ છે પણ કોમ-સમાજમાં એખલાસને પણ ખંડિત કરે છે. અલ્લાહ તઆલાએ આપેલ જબાન (જીભ)નો હંમેશાં સદુપયોગ કરવાનો ઇસ્લામમાં આદેશ છે. એક હદીસમાં લખ્યું છે,
‘અસત્ય એવી ખરાબ વસ્તુ છે જેને દરેક ધર્મર્ે અસ્વીકારેલ છે. ઇસ્લામે તેનાથી બચવાની તાકીદ કરી છે. કુરાને શરીફમાં અનેક જગ્યાએ તેનો સખત વિરોધ કર્યોછે. અસત્ય ઉરચારનાર પર ખુદાની નારાજગી ઊતરે છે.’
એક અન્ય હદીસમાં ફરમાવ્યું છે,‘સત્ય સદ્કાર્ય તરફ વાળે છે. સદ્કાર્યોજન્નત (સ્વર્ગ)નો માર્ગ છે. માનવી સત્ય બોલશે, સત્ય બોલવાની કોશિશ કરશે તો તે અલ્લાહની નજીક પહોંચશે. અસત્યના આચરણ કે ઉચ્ચારણથી બચો. કારણ કે અસત્ય કુકાર્યોતરફ દોરે છે અને કુકાર્યો નર્કનો માર્ગ છે.’
એક વાર મહંમદસાહેબ (સ.અ.વ) તકિયાના ટેકે ચારપાઇ પર બેઠા હતા અને અનુયાયીઓને ફરમાવી રહ્યા હતા, ‘હું તમને એટલું જ કહીશ કે સૌથી મોટો ગુનો મા-બાપની નાફરમાની છે.’
આ વાકય બોલી આપ તકિયાના ટેકાથી ટટ્ટાર બેઠા અને પછી ફરમાવ્યું, ‘પણ એનાથી પણ મોટો ગુનાહ (ગુનાહે કબીરા) અસત્ય બોલવું છે.’
હજરત અબ્દુલ્લાહ સફકી (ર.અ.)એ એક વાર હજરત મહંમદસાહેબ (સ.અ.વ)ને પૂછ્યું, ‘કઇ વસ્તુ વધારે ભયજનક છે, જેનાથી ઇન્સાનને સૌથી વધુ નુકસાન થાય છે.’ હજરત મહંમદસાહેબ (સ.અ.વ)એ પોતાની જીભ પર આંગળી મૂકી એટલું જ કહ્યું, ‘આ.’

મારા બ્લોગમાં આપનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું.
આપને મારા બોલ્ગમાં ફરતા નિરાશા નહિ થાય .
ઈતિહાસ, સાહિત્ય અને ધર્મનો ત્રિવેણી સંગમ આપને અહિયાં જોવા મળેશે. ઇસ્લામની સાચી સુગંધનો આપને અહિયાં પરિચય
થશે.
આપની માત્ર ખુંશામત નથી ઈચ્છતો . આપના સૂચનોનો તલબગાર છું. જે ગમે તે તમારું છે.
જે ન ગમેતે મારું છે. તેના અંગે તમારા સૂચનો જરૂર કરશો.
ફરી પાછા મળીશું. નવરાશે વાતો કરીશું અને એક બીજાને ઓળખીશું.
અભાર અને આવજો .

Sunday, June 14, 2009
Jihad By Prof. Mehboob Desai
જિહાદ અને અહિંસા
ડો. મહેબૂબ દેસાઈ
પોતાની અમાનવીય હિંસાને ન્યાયપૂર્ણ સિદ્ધ કરવા આતંકવાદીઓ દ્વારા વપરાતો શબ્દ એટલે જિહાદ કે જેહાદ. આતંકવાદીઓ કોઈ ધર્મના અનુયાયીઓ નથી. કોઈ ધર્મ આતંકવાદીઓનો ધર્મ નથી. પોતાના સંકુચિત વિચારોને ધર્મના નામે હિંસા દ્વારા વ્યકત કરવાની ચેષ્ટા કરનાર દરેક માનવી આતંકવાદી છે.
‘જેહાદ’ જેવા આઘ્યાત્મિક શબ્દનો સાચો અર્થ સમાજમાં પ્રચલિત નથી. જેહાદ એટલે અલ્લાહની રાહમાં જાન, માલ, અને આચરણથી પ્રયત્ન કરવો. એ માટે કષ્ટ સહેવું, આપવું નહીં. હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ આ અંગે ફરમાવ્યું છે, ‘તમારી નફસ(આત્મા) સામે જેહાદ કરો.’ મોહ, માયા, ઇરછા, આકાંક્ષાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ એટલે જેહાદ. કુરાને શરીફમાં આ અંગે સ્પષ્ટ કહ્યું છે.’
જેહાદ શબ્દ કુરાને શરીફમાં અનેક વાર ઉપયોગમાં લેવાયો છે. પરંતુ આખા ગ્રંથમાં કયાંય એ શબ્દ યુદ્ધ, ખૂનામરકી કે હિંસાના અર્થમાં નથી વપરાયો. અરબીમાં જેહાદ શબ્દનો અર્થ કોશિશ કરવી એવો થાય છે.
ઇસ્લામમાં અલ્લાહના માર્ગે કોશિશ કરવાની ક્રિયાને જેહાદ કહે છે. પોતાના જાનમાલની, ગરીબોની સેવા, અનાથોનું પાલન-પોષણ કરીને, નમાજ પઢીને, રોજા(ઉપવાસ) રાખીને, બીજાઓને દાન કરીને, પોતાના મન પર કાબૂ મેળવીને, પોતાના ગુસ્સાને નિયંત્રિત કરીને, ખુદાના સાચા ખિદમતદાર બનીને, બીજાઓને સદ્ઉપદેશ આપીને તેમને નૈતિક માર્ગે વાળવા જેવાં અનેક કòત્યો માટેનો સંનિષ્ઠ યત્ન એટલે જેહાદ.
આ સંદર્ભમાં જ કુરાને શરીફમાં જેહાદનો ઉલ્લેખ થયો છે. કુરાને શરીફમાં કહ્યું છે, ‘સબ્ર સાથે જેહાદ કરો.’ જે મુસ્લિમોએ પોતાના ધર્મનું રક્ષણ કરવા પોતાના ઘરબાર છોડીને ઇથિયોપિયાના ખિ્રસ્તી બાદશાહનું શરણ લીધું હતું, તેમના એ કાર્યને પણ જેહાદ કહેવામાં આવે છે.
ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ (સ.બ.વ.)ના અનેક કિસ્સાઓ સંવાદો ‘જિહાદ કે જેહાદનો આ જ અર્થ વ્યકત કરે છે. કુરાને શરીફમાં મહંમદ સાહેબને આદેશ આપતા ખુદાએ કહ્યું છે, ‘જે લાકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ હોવા છતાં સરચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી, તેમની સામે જેહાદ ચાલુ રાખો.’
હજરત આઈશા (રહિ.) એ એક વાર મહંમદ સાહેબ (સ.બ.વ.)ને પૂછ્યું, ‘યા રસુલિલ્લાહ, તમે જેહાદને સૌથી શ્રેષ્ઠ અમલ ગણો છો, તો શું અમારે તે ન કરવી?’
મહંમદ સાહેબ (સ.બ.વ.) એ ફરમાવ્યું, ‘સર્વશ્રેષ્ઠ જેહાદ ‘હજજે મબરૂર’ છે.’ અર્થાત્ હજ દ્વારા ગુનાહોની મુકિત સૌથી શ્રેષ્ઠ જેહાદ છે.
મહંમદ સાહેબને એક વાર કોઈકે પૂછ્યું, ‘ સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) કોણ?’ આપે ફરમાવ્યું, ‘એ મુસ્લિમ જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.’
સહાબીએ વધુ સ્પષ્ટતા માટે પૂછ્યું, ‘એટલે શું?’
મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ફરમાવ્યું, ‘અલ્લાહના માર્ગમાં જેહાદ કરવાનું દૃષ્ટાંત એવા માણસ જેવું છે કે જે માણસ દિવસના રોજા રાખે છે અને રાત્રે ખુદાની ઇબાદતમાં લીન રહે છે.’
એક વાર મહંમદ સાહેબ (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘સૌથા મોટી જેહાદ કઈ?’
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, ‘સૌથી મોટી જેહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ છે?’
ઇસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આવી મોટી જેહાદને ‘જેહાદ-એ-અકબરી’ તરીકે ઓળખાવેલ છે.
આમ જેહાદ એટલે યુદ્ધ-ખૂનામકરી નહીં.
કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો ઉલ્લેખ છે. પણ જયાં જયાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં જેહાદ શબ્દ વપરાયો નથી. તેના સ્થાને ‘કેતાલ’ શબ્દ વપરાયો છે.અરબી શબ્દ ‘કેતાલ’નો અર્થ થાય છે હથિયારબંધ લડાઈ.
જેહાદ શબ્દનો આવો આઘ્યાત્મિક અર્થ જયારે સૌ પામશે ત્યારે જેહાદ શબ્દને નામે આતંકવાદીઓ દ્વારા થતી હિંસાને ઇસ્લામ સાથે જોડવાની પ્રથા અવશ્ય બંધ થશે.

Ishkullah By Prof. Mehboob Desai
‘ઇશ્કુલ્લાહ’ : અનમોલ વિરાસ
ડો. મહેબૂબ દેસાઈ
૧૭મી સદીના ગુજરાતના જાણીતા સૂફીસંત હજરત પીર મોહંમદશાહની અનેક રચનાઓ તેમની દરગાહ શરીફના કુતુબખાનામાં આજે પણ સચવાયેલ પડી છે. એ નાયાબ દોલતમાંથી તેમની એક રચના ‘ઇશ્કુલ્લાહ’નું પુન: પ્રકાશન પીર મોહંમદશાહ લાઈબ્રેરી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તરફથી થયું છે. તસવ્વુફ અને મઝહબી માગદર્શન પર લખાયેલ આ પુસ્તક ફારસી-ગુજરી ઉર્દૂ ભાષામાં લખાયું છે. લગભગ પાંચસો વર્ષથી ગુજરાતમાં બોલાતી-લખાતી આ મિશ્ર ભાષાનું વિશ્લેષણ કે સંશોધન કરવું હોય તો ‘ઇશ્કુલ્લાહ’ પાયાની આધારભૂત સામગ્રી પૂરી પાડે છે. ખુદ પીર મોહંમદશાહ આ અંગે પુસ્તકમાં લખે છે,
‘હાતિફ તુફયલે પીર કે મુઝકો કિયા એસા નિદા, હિન્દી ઝંબામે કર બયાં અસરારે અનવરે ખુદા.’
હજરત પીર મોહંમદશાહ, (ર.ચ) હિજરી સંવત ૧૧૩૦ ઇ.સ. ૧૭૧૭ સુધી મુજાહિદહ અર્થાત્ ખુદાની ઇબાદતમાં લીન હતા. ખુદાનાં રહસ્યોથી વાકેફ થયા પછી આપે આઘ્યાત્મિક કાવ્યો લખવા માંડયાં. પીરનામહ, પીરગંજ, ખિલઅતે રાફે વગેરે કòતિઓની રચના આ સમય દરમિયાન જ થઈ. હિજરી સંવત ૧૧૪૦, ઇ.સ. ૧૭૨૭માં આપે ‘નરુશ શયખૂ’ ગ્રંથ લાખ્યો. એ પછી ઇશ્કેખુદામાં આપ પાછા લીન થઈ ગયા. સૂફીવાદમાં જેને ‘સકર’ની અવસ્થા કહે છે. ‘વહદતુલ વજૂદ’ અર્થાત્ ખુદાના ઇશ્કમાં થોડો સમય લીન રહ્યા પછી, આપ પુન: સ્વસ્થ થયા ત્યારે આપે ‘ઇશ્કુલ્લાહ’ કિતાબનું સર્જન કર્યું, એ હિસાબે ‘ઇશ્કુલ્લાહ’ કિતાબમાં સૂફીવાદનો ખજાનો પડેલો જૉવા મળે છે.
સૂફીવાદના એક સિદ્ધાંત મુજબ શિષ્ય માટે સૌથી મોટી બાબત તેના ‘પીર’, ‘ગુરુ’માં સમાઈ જવાની છે. જેને ‘ફના ફિશ્શયબ’ કહે છે. કારણ કે પીર અર્થાત્ ગુરુ ખુદ અલ્લાહની જાતમાં એકાકાર થઈ ગયા હોય છે. જેને ‘ફના ફિલ્લાહ’ કહે છે. આમ શિષ્ય સાચા અર્થમાં તો પોતાની જાતને ઓગાળી અલ્લાહમાં એકાકાર થઈ જાય છે.
અલ્લાહ સાથે આવા જ ઇશ્કનું સુંદર વર્ણન ‘ઇશ્કુલ્લાહ’ પુસ્તકમાં સબક નવમા મોહંમદશાહે કર્યું છે,
‘અલ્લાહ નામે ઝાત હય, જિસ ઝાતમાં વસફાં કમાલ, અવસાફ અયન ઝાત યા લેકિન સમજ મેં દો ખ્યાલ’
અર્થાત્ ખુદાની જાત અને કોમ એક જ છે. તેના સર્વ ગુણો સરખા છે. પણ આપણે તેને બે અલગ વિચાર ગણી, સમસ્યાઓ સર્જીએ છીએ.
‘તું ભીહય હક્ક કી આરસી, તેરે મેં હક્ક હયગા અયાં, માનન્દે ચશ્મે અકસ તું નુરે ખુદાકા તું મકાં.’
તું ખુદાની આરસી છે. તારામાં ખુદા છે. તારી આંખની પૂતળીમાં ખુદાનું પ્રતિબિંબ છે. તું જ ખુદાના નૂર(પ્રકાશ)નું સ્થાન છે.
એ જ રીતે પુસ્તકના સબક અગિયારમા તવહીદ, નફસ અને કુફ્ર અંગે મનનીય વિચારો વ્યકત થયા છે.
‘તવહીદ કી કિસ્માં હય તીન તવહીદ કે નકલી એક જાન, અકલી દુવ્વમ, કશફી સુવ્વમ દો કિસ્મ કશફી હંય, પિછાન.’
અર્થાત્ તવહીદ (એકેશ્વરવાદ) ત્રણ પ્રકારના છે. એક નકલી, બીજું એકલી (બુદ્ધીગમ્ય) અને ત્રીજું કશફી. અને કશફી પણ બે પ્રકારના છે.
સૂફીવાદમાં ‘કશફી’ એવી અવસ્થા છે જેમાં સૂફીસંત દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ જ્ઞાન દ્વારા તેઓ મૃત્યુ પામેલ વ્યકિત સાથે ખુદાઐ કબરમાં કરેલ વ્યવહાર જાણી શકે છે.
કુરાને શરીફમાં તવહીદ અર્થાત્ એકેશ્વરવાદનો વારંવાર ઉલ્લેખ છે, પણ તેના પ્રકારોની સમજ પીર મોહંમદશાહે ‘ઇશ્કુલ્લાહ’માં આપી છે. કશફીના બે પ્રકારોમાં પ્રથમને સ્પષ્ટ કરતાં તેઓ લખે છે,
‘તવહીદે કશફી હંયગી દો, એક હય ફના ફિલ્લાહ મેં, બે વસ્ફ ઉયાં ઝાતે હક્ક મજઝૂબ હયગા બેસુખન.’
અર્થાત્ કશફી તવહીદ બે પ્રકારની છે. એક ફના ફિલ્લાહ એટલે કે ખુદા-ઇશ્વરમાં ફના થઈ જવું. આ પ્રકારમાં અલ્લાહમાં એકાકાર થઈ જવું પડે છે. તે અલ્લાહનું વર્ણન કરી શકતો નથી. કારણ કે તે ખુદ અલ્લાહમય થઈ ગયો હોય છે.
‘તવહીદે કશફીએ દુવ્વમ કા હયગા બકા બિલ્લાહ નામ, મખલુકો ખાલિક મેં અયાં, એક જાતે હક્ક દેખે મુદામ.’
જેમાં વિશ્વનું સર્જન કરનાર અલ્લાહ અને અલ્લાહે પૈદા કરેલા ઇન્સાન વરચે કશો ભેદ રહેતો નથી. ખુદાનો બંદો ખુદાના નેક આમાલોનો સાચો પ્રતિનિધિ બની જાય છે. કુરાને શરીફના તવહીદ (એકેશ્વરવાદ)ના સિદ્ધાંતને વ્યકત કરતાં મહમ્મદશાહ (ર.ચ) લખે છે, આવી અનેક આઘ્યાત્મિક જયોત પ્રગટાવતા પીર મહોમ્મદશાહ (ર.ચ) દ્વારા લિખિત ૧૭મી સદીના પુસ્તક ‘ઇશ્કુલ્લાહ’નું તરજુમા સાથે પુન: પ્રકાશન કરી, આઘ્યાત્મિક વિચારોને જાણવા ઇરછતા સૌ માટે સેવાનું કાર્ય કરનાર પીર મોહંમદશાહ લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટરને અભિનંદન.

Sufi Hazrat Asharaf Khan by Prof. Mehboob Desai
ખુદાથી ગાફિલ ન થઇશ હજરત અશરફ ખાન
Dr. Maheboob Desai
કાદવમાં કમળનું સર્જન અશરફ ખાનના જીવનનું સત્ય છે. ફિલ્મ અને નાટકની દુનિયાના લપસણા માર્ગ પર પણ ઓલિયા બની ખુદાની ઇબાદતમાં ચોવીસે કલાક લીન રહેનાર અશરફ ખાન કહેતા,
‘આંખ, કાન, મુંહ બંદ કર, નામ ખુદા કા લે,
અંદર કે પટ જબ ખૂલે, બહાર કે પટ ખોલ દે,
કલ્મેશરીફ કા ઇતના ઝિક્ર કર, કે
તેરે દિલ સે કલ્મે પાક કી આવાઝ નિકલે,
ઔર તેરા દિલ ખુદા કે નૂરસે તરબતર હો જાયે.’
ઇ.સ. ૧૮૮૦માં ઇન્દોરમાં જન્મેલ અશરફ ખાન ઝાઝું ભણ્યા ન હતા, પણ ઇસ્લામનું જ્ઞાન તેમને વારસામાં મળ્યું હતું. સમજણા થયા ત્યારથી પાંચ વકતની નમાજ નિયમિત પઢતા. આજીવિકા માટે તેમણે નાટક અને ફિલ્મની દુનિયાને અપનાવી હતી.
૧૯૨૪માં ‘માલવપતિ મુંજ’ નાટકમાં મુંજની ભૂમિકા ૨૭૦૦ વાર ભજવીને નાટકની દુનિયાના બેતાજ બાદશાહ બની ગયા હતા. ૧૯૨૬માં ‘સિરાજુદ્દોલા’ નાટકમાં દારૂડિયા સિરાજનું પાત્ર દારૂની ગંધ પણ લીધા વગર તેમણે આબેહૂબ ભજવ્યું હતું. એ નાટકમાં આવતું ગીત ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે’ અનેક વાર વન્સમોર થયું હતું.
એમ કહેવાય છે કે દારૂડિયાનું પાત્ર ભજવતા પૂર્વે અને પછી બેકસ્ટેજમાં અશરફ ખાન કુરાને શરીફ અને નમાજ પઢતા રહેતા. આ અંગે એક વાર એક કલાકારે આપને પૂછ્યું, ‘સ્ટેજ પાછળ પણ આપ ખુદાની ઇબાદત કર્યા કરો છે. તેનું રહસ્ય શું છે?’
આપે ફરમાવ્યું, ‘હું ખુદાથી ગાફિલ રહીશ, તો ખુદા મારાથી ગાફિલ થઇ જશે.’
રમજાન માસ અર્થાત્ ઉપવાસના માસમાં આપ માત્ર સહેરી સમયે જ થોડું જમતા. રોજો છોડયા પછી આપ જમતા નહીં. હંમેશાં ભોજન લેતાં પહેલાં આપ પાંચ વાર ‘કુલ્હોવલ્લાહ’ની સૂરત (શ્લોક) અવશ્ય પઢતા અને પછી જ ભોજન લેતા. અશરફ ખાનની ઇબાદતથી ધીમે ધીમે લોકો પ્રભાવિત થવા લાગ્યા. અલ્લાહ સાથેનો તેમનો લગાવ અને તેમની દુવાઓની અસર લોકો મહેસૂસ કરવા લાગ્યા. તેમના મુરીદો (શિષ્યો)ની સંખ્યા વધવા લાગી.
ઇ.સ. ૧૯૪૦માં મહેબૂબ ખાને તેમને ‘રોટી’ ફિલ્મમાં ફકિરનું પાત્ર આપ્યું. ૧૯૪૨માં રજૂ થયેલી એ ફિલ્મમાં ચંદ્રમોહન, સિતારાદેવી, શેખ મુખ્ત્યાર જેવા નામી કલાકારો હતા. છતાં સેટ પર અશરફ ખાન સૌથી નોખા તરી આવતા હતા.
સેટ પર શૂટિંગ રોકાય ત્યારે સેટના એક ખૂણામાં નમાજ અને કુરાને શરીફ પઢવામાં લીન થઇ જતા. મહેબૂબ ખાન તેમની ઇબાદતથી એટલા પ્રભાવિત થયા કે સેટ પર કોઇ તેમને ઇબાદતમાં ખલેલ ન પહોંચાડે તેની ખાસ તકેદારી રાખતા.
અશરફ ખાન અનેક ડૂબતી નાટક કંપનીઓના તારણહાર બન્યા હતા. નાનામાં નાના માણસની તકલીફને દૂર કરવા તેઓ તત્પર રહેતા. તેમના નામ માત્રથી નાટકની ટિકિટો વેચાઇ જતી. તેમના સંવાદો સાંભળી લોકો આફરીન પોકારી ઊઠતા. છતાં અભિમાનનો છાંટો તેમના વ્યવહાર વર્તનમાં ન હતો.
જિંદગીભર તેમણે ન તો દોલતથી મહોબ્બત કરી, ન શોહરતથી. માત્ર ને માત્ર જિંદગીભર સર ઝુકાવીને ખુદાની ઇબાદત કરતા રહ્યા. ૧૧-૯-૧૯૬૨ના રોજ રાજકોટની હોસ્પિટલમાં ૧૧ કલાકે સવારે તેમની વફાત થઇ.
તેમના અનુયાયીઓ તેમના જિસ્મને અમદાવાદ લઇ આવ્યા. જમાલપુર દરવાજા બહાર દાણીલીમડામાં આવેલ ગંજશહિદા કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા.
આજે પણ તેમની દરગાહ પર તેમના મુરીદોની ભીડ જામ છે. તેમનો ઉર્સ દર વર્ષે મળે છે અને અનેક લોકો પોતાની શ્રદ્ધાને તેમાં વહેવડાવે છે.
Dr. Maheboob Desai
કાદવમાં કમળનું સર્જન અશરફ ખાનના જીવનનું સત્ય છે. ફિલ્મ અને નાટકની દુનિયાના લપસણા માર્ગ પર પણ ઓલિયા બની ખુદાની ઇબાદતમાં ચોવીસે કલાક લીન રહેનાર અશરફ ખાન કહેતા,
‘આંખ, કાન, મુંહ બંદ કર, નામ ખુદા કા લે,
અંદર કે પટ જબ ખૂલે, બહાર કે પટ ખોલ દે,
કલ્મેશરીફ કા ઇતના ઝિક્ર કર, કે
તેરે દિલ સે કલ્મે પાક કી આવાઝ નિકલે,
ઔર તેરા દિલ ખુદા કે નૂરસે તરબતર હો જાયે.’
ઇ.સ. ૧૮૮૦માં ઇન્દોરમાં જન્મેલ અશરફ ખાન ઝાઝું ભણ્યા ન હતા, પણ ઇસ્લામનું જ્ઞાન તેમને વારસામાં મળ્યું હતું. સમજણા થયા ત્યારથી પાંચ વકતની નમાજ નિયમિત પઢતા. આજીવિકા માટે તેમણે નાટક અને ફિલ્મની દુનિયાને અપનાવી હતી.
૧૯૨૪માં ‘માલવપતિ મુંજ’ નાટકમાં મુંજની ભૂમિકા ૨૭૦૦ વાર ભજવીને નાટકની દુનિયાના બેતાજ બાદશાહ બની ગયા હતા. ૧૯૨૬માં ‘સિરાજુદ્દોલા’ નાટકમાં દારૂડિયા સિરાજનું પાત્ર દારૂની ગંધ પણ લીધા વગર તેમણે આબેહૂબ ભજવ્યું હતું. એ નાટકમાં આવતું ગીત ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે’ અનેક વાર વન્સમોર થયું હતું.
એમ કહેવાય છે કે દારૂડિયાનું પાત્ર ભજવતા પૂર્વે અને પછી બેકસ્ટેજમાં અશરફ ખાન કુરાને શરીફ અને નમાજ પઢતા રહેતા. આ અંગે એક વાર એક કલાકારે આપને પૂછ્યું, ‘સ્ટેજ પાછળ પણ આપ ખુદાની ઇબાદત કર્યા કરો છે. તેનું રહસ્ય શું છે?’
આપે ફરમાવ્યું, ‘હું ખુદાથી ગાફિલ રહીશ, તો ખુદા મારાથી ગાફિલ થઇ જશે.’
રમજાન માસ અર્થાત્ ઉપવાસના માસમાં આપ માત્ર સહેરી સમયે જ થોડું જમતા. રોજો છોડયા પછી આપ જમતા નહીં. હંમેશાં ભોજન લેતાં પહેલાં આપ પાંચ વાર ‘કુલ્હોવલ્લાહ’ની સૂરત (શ્લોક) અવશ્ય પઢતા અને પછી જ ભોજન લેતા. અશરફ ખાનની ઇબાદતથી ધીમે ધીમે લોકો પ્રભાવિત થવા લાગ્યા. અલ્લાહ સાથેનો તેમનો લગાવ અને તેમની દુવાઓની અસર લોકો મહેસૂસ કરવા લાગ્યા. તેમના મુરીદો (શિષ્યો)ની સંખ્યા વધવા લાગી.
ઇ.સ. ૧૯૪૦માં મહેબૂબ ખાને તેમને ‘રોટી’ ફિલ્મમાં ફકિરનું પાત્ર આપ્યું. ૧૯૪૨માં રજૂ થયેલી એ ફિલ્મમાં ચંદ્રમોહન, સિતારાદેવી, શેખ મુખ્ત્યાર જેવા નામી કલાકારો હતા. છતાં સેટ પર અશરફ ખાન સૌથી નોખા તરી આવતા હતા.
સેટ પર શૂટિંગ રોકાય ત્યારે સેટના એક ખૂણામાં નમાજ અને કુરાને શરીફ પઢવામાં લીન થઇ જતા. મહેબૂબ ખાન તેમની ઇબાદતથી એટલા પ્રભાવિત થયા કે સેટ પર કોઇ તેમને ઇબાદતમાં ખલેલ ન પહોંચાડે તેની ખાસ તકેદારી રાખતા.
અશરફ ખાન અનેક ડૂબતી નાટક કંપનીઓના તારણહાર બન્યા હતા. નાનામાં નાના માણસની તકલીફને દૂર કરવા તેઓ તત્પર રહેતા. તેમના નામ માત્રથી નાટકની ટિકિટો વેચાઇ જતી. તેમના સંવાદો સાંભળી લોકો આફરીન પોકારી ઊઠતા. છતાં અભિમાનનો છાંટો તેમના વ્યવહાર વર્તનમાં ન હતો.
જિંદગીભર તેમણે ન તો દોલતથી મહોબ્બત કરી, ન શોહરતથી. માત્ર ને માત્ર જિંદગીભર સર ઝુકાવીને ખુદાની ઇબાદત કરતા રહ્યા. ૧૧-૯-૧૯૬૨ના રોજ રાજકોટની હોસ્પિટલમાં ૧૧ કલાકે સવારે તેમની વફાત થઇ.
તેમના અનુયાયીઓ તેમના જિસ્મને અમદાવાદ લઇ આવ્યા. જમાલપુર દરવાજા બહાર દાણીલીમડામાં આવેલ ગંજશહિદા કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા.
આજે પણ તેમની દરગાહ પર તેમના મુરીદોની ભીડ જામ છે. તેમનો ઉર્સ દર વર્ષે મળે છે અને અનેક લોકો પોતાની શ્રદ્ધાને તેમાં વહેવડાવે છે.
પ્રાયિશ્ચત અને દાનનો સંગમ ઇદ-ઉલ-ફિત્ર : ડૉ. મહેબૂબ દેસાઈ
હિજરી સન બીજી એટલે ઇ.સ. ૬૨૩ના રમઝાન માસથી ખુદાએ રોઝાને ફર્જ (ફરજિયાત) કર્યા. આ જ રમઝાન માસ પૂરો થવાના બે દિવસની વાર હતી, ત્યારે હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને ઇદ-ઉલ-ફિત્રની નમાજ અને સદકા-એ-ફિત્રનો આયાત દ્વારા ખુદાનો આદેશ આપ્યો. એ આયાત (શ્લોક)માં ખુદાએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને જણાવ્યું હતું. ‘બેશક એ વ્યકિત સફળ થયો, જેણે બુરાઈઓથી પોતાની જાતને પાકસાફ કરી, ખુદાનું નામ લઈ નમાઝ અદા કરી.’
હજરત અબુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ આ આયાતનું અર્થઘટન કરતા કહ્યું, ‘સફળ થયો એ વ્યકિત કે જેણે સદકા-એ-ફિત્ર અદા કરી અને ઇદની નમાઝ પઢી.’ આમ, ઇસ્લામમાં ‘ઇદ’નો પ્રારંભ થયો. ‘ઈદ’ શબ્દ મૂળ ‘અબદ’ પરથી આવ્યો છે. ‘અબદ’ એટલે પુનરાવર્તન. દરઅસલ પાછી ફરતી ખુશી એટલે ઈદ. ઇદનું મહત્ત્વ મારા બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી. ઈદની ખુશી સાથે એકતા, શાંતિ, સરચાઈ, સમાનતા, ઇબાદત અને ખુદાની નેમતો (મહેરબાનીઓ)નો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલી છે. સમગ્ર રમઝાન માસ દરમિયાન રોઝા (ઉપવાસ) અને ઇબાદત (ભકિત) દ્વારા ઇસ્લામના માનવીય સિદ્ધાંતોને અનુસરવાના સંનિષ્ઠ પ્રયાસોની ખુશી એટલે ઇદ. ઈદના દિવસે દરેક મુસ્લિમને ત્યાં ખીર બને છે. ખીર એ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ, સેવ અને સૂકો મેવો નાંખી બનાવવામાં આવતી આ ઈદની વાનગી જીવનમાં પુન: મીઠાશ પ્રસરાવવાનો સંદેશ આપે છે. ઇદની નમાઝ સમાનતાના સંદેશ સમી છે. નમાઝ પછી મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને, ગળે મળીને વીતેલા વર્ષમાં સંબંધોમાં વ્યાપેલ કડવાશ ભૂલી જઈ, મનને સ્વરછ કરી, પુન: પ્રેમ, મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. કોઈ પણ મુસ્લિમ કે ગેરમુસ્લિમ મન, હૃદય સ્વરછ કરી મુસ્લિમ બિરાદરને ત્યાં ‘ઈદ મુબારક’ કરવા આવે છે ત્યારે તેને સામે ઉમળકાતી આવકાર મળે છે. બંને એકબીજાના ગળે મળે છે. ખીરની મીઠાશથી સંબંધોની કડવાશને દૂર કરવામાં આવે છે. બંનેના હૃદય પુન: શુદ્ધ બને છે. ‘ઈદ’ એ ¼ષ્ટિએ એકબીજાની ભૂલોને માફ કરવાનો દિવસ છે. હઝરત કાબા બિન માલિકે પોતાની ભૂલોની ખુદા પાસે આવીને ક્ષમા માંગી હતી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી હતી. ત્યારે સૌ તેમને મુબારકબાદ આપવા ગયા. સૌથી છેલ્લે મહંમદસાહેબ (સ.અ.વ.)તેમને મુબારકબાદ આપવા ગયા ત્યારે આપે ફરમાવ્યું હતું, ‘કાબા, તમારી જિંદગીનો ઇદ સમો આ દિવસ છે. આ ખુશીમાં મને પણ સામેલ કરો અને મારી પણ મુબારકબાદ સ્વીકારો.’ આવી પ્રાયિશ્ચતની ક્રિયાઓ જ ઇદને સામાજિક ઉત્સવ બનાવે છે અને એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળને ખંખેરવાનું પર્વ પણ છે. એક વાર હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘ઇદના દિવસે શું જરૂરી છે?’ મહંમદસાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું. ‘ઈદના દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજહાર (અભિવ્યકિત) કરો. મનની કડવાશથી મુકત થાવ. ખાઓ-પીઓ અને ખુશીની આપ-લે કરો. ખુશીને માણો અને ખુદાને યાદ કરતા રહો.’
ઇદ જેમ પોતાના સંબંધોને પુન: ધબકતા કરવાનો તહેવાર એમ જ ઇદ-ઉલ-ફિત્ર સાથે ‘ફિત્ર’ની ભાવના પણ અતૂટપણે સંકળાયેલી છે. રમઝાન ઇદની નમાઝ પૂર્વે દરેક મુસ્લિમે બે કિલો ઘઉં અથવા તેની કમિંત બરાબર રૂપિયા દાનમાં આપવા જરૂરી છે. તેને ફિત્ર: કહે છે. ઇદની ખુશીમાં દાનનો મહિમા પણ સંકળાયેલો છે. તેમને ઇસ્લામમાં ‘સદકો’ પણ કહે છે.
એક વાર એક ચીંથરેહાલ ગરીબ મહંમદસાહેબ (સ.અ.વ.) પાસે આવ્યો અને બોલ્યો, ‘યા રસુલલ્લાહ, કેટલાય દિવસોથી ભૂખ્યો છું. કંઈ ખાવાનું હોય તો આપો.’ આપે પ્રથમ પોતાના ઘરમાં પૂછ્યું, ‘કંઈ ખાવાનું છે?’ ઘરમાંથી જવાબ મળ્યો, ‘પાણી સિવાય કશું જ નથી.’ આપે સાથીઓને ફરમાવ્યું, ‘કોઈ છે જે આ ગરીબને આજે પોતાનો મહેમાન બનાવે?’ હજરત અબુ તલહાએ ભા થઈને કહ્યું, ‘યા રસુલ્લાહ, હું તેને મારો મહેમાન બનાવું છું.’
હજરત અબુ તલહા એ ગરીબને પોતાના ઘરે લઈ ગયા. મહેમાનને બેઠકમાં બેસાડી, અંદર જઈ આપે પત્નીને કહ્યું, ‘કંઈ ખાવાનું છે?’ ‘માત્ર તમારા જેટલું જ ખાવાનું બાકી છે.’ થોડું વિચારી તલહાએ કહ્યું, ‘ઘરના તમામ ચિરાગો બુઝાવી દો.’
પછી અંધારામાં પેલા ગરીબને બોલાવી તેને ખાવાનું પીરસ્યું. પોતે પણ તેની સાથે બેઠા. અંધારામાં પેલો ગરીબ ખાતો રહ્યો. અબુ તલહા અંધારામાં એવી રીતે હાથ-મોં ચલાવતા રહ્યા જાણે પોતે પણ મહેમાન સાથે જમતા ન હોય? આ રીતે ગરીબ મહેમાનને પેટ ભરીને ભોજન કરાવી આપે તેને પ્રેમપૂર્વક વિદાય આપી. આ બધું ચૂપચાપ જૉઈ રહેલી પત્નીથી ન રહેવાયું અને તે બોલી ઠી, ‘તમે ગરીબ મહેમાનને પેટ ભરીને જમાડયો અને તમે અંધારામાં જમવાનો દેખાવ કેમ કર્યો?’ હજરત અબુ તલહાએ કહ્યું, ‘તમે તંગીમાં હો, છતાં તમારી પાસે જે કંઈ છે તેમાંથી પ્રથમ ગરીબોને આપો.’
ટૂંકમાં ઈદની ખુશી માત્ર સ્વજનોને ભેટવામાં નથી, પણ જાણીતા કે અજાણ્યા સૌને તેમાં સામેલ કરવામાં છે. પ્રાયિશ્ચત અને દાન આ બંને ઈદની ખુશીનાં મૂળભૂત લક્ષણો છે. જૈન સમાજ ‘મિરછામી દુક્કડમ’ કહીને નવા વર્ષનો આરંભ કરે છે. હિંદુ સમાજ ‘સાલ મુબારક’ સાથે મહોબ્બતની આપ-લે કરે છે. જયારે મુસ્લિમ સમાજ ‘ઈદ મુબારક’કહીને ઈદની ખુશી વહેંચે છે. પણ આ વહેંચણીમાં ભૂલ-ક્ષમા દ્વારા સંબંધોને ખીર દ્વારા પુન: પ્રસરાવવામાં આવે છે. આ સાથે જ ગરીબો-મઝલુમોને પણ ઈદની ખુશી માણવાનો, મહેસૂસ કરવાનો અવસર પણ પ્રદાન કરે છે. ખુદા, આ ઈદ આપણને સૌને ઉપરોકત ઉદ્દેશોને સાકાર કરવામાં સફળતા બક્ષે, એ જ દુવા સાથે હિન્દુ-મુસ્લિમ સૌને અમારા ઈદ મુબારક : આમીન.

Sufi Saint Mira Datar by Prof. Mehboob Desai
મીરા દાતાર : શ્રદ્ધાની પ્રજવલિત મશાલ
ડો. મહેબૂબ દેસાઈ
ગુજરાતના સૂફીસંતોની પરંપરામાં સૈયદઅલીનું સ્થાન નોંધપાત્ર છે. સલ્તનતકાળના એ સૂફીસંત તેમની પ્રજાલક્ષી શહાદતને કારણે આજે મીરા દાતાર તરીકે પ્રસદ્ધિ છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે તેમની મઝાર-દરગાહ છે.
સૈયદઅલીના પિતાનું નામ ડોસુમિયાં હતું. ડોસુમિયાંને બે પુત્રો હતા. મોટો પુત્ર અલુ મહંમદ અને નાનો પુત્ર સૈયદઅલી. સૈયદઅલીનો જન્મ હિજરી સંવત ૮૭૬ (ઇ.સ. ૧૪૭૪) રમજાન માસના ૨૯મા ચાંદે, જુમેરાત (ગુરુવારે) થયો હતો. સૈયદઅલીનું ખાનદાન હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાથે જૉડાએલું હતું. સૈયદઅલીના પરદાદા હજરતઅલી, મહંમદસાહેબ (સ.અ.વ.)ના જમાઈ હતા. મહંમદ સાહેબ (સ.અ.વ.) પણ સૈયદઅલીના માતા પક્ષે નાના થતા હતા.
બાલ્યાવસ્થાથી જ સૈયદઅલી ખુદાની ઇબાદતમાં રત હતા. નેકી અને પરહેજગારી (સંયમ) તેમના જીવનમાં વણાએલાં હતાં. કુરાને શરીફનું નિયમિત તેઓ પઠન કરતા, હજરત ઇમામ હુસેન તેમના આદર્શ હતા. તેઓ હંમેશાં ખુદાને દુવા કર્યા કરતાં.
‘હે ખુદા, મને હજરત ઇમામ હુસેનની રાહ પર ચલાવજે, મને તેમના જેવી શહાદત બક્ષજે.’
ગુજરાતના મઘ્યકાલીન યુગમાં અનેક સૂફીસંતોએ ગુજરાતમાં આગમન કર્યું હતું. એમાંના એક સૈયદઅલીના દાદા ઇલુદીન પણ હતા. હિજરી સવંત ૮૩૦ (ઇ.સ. ૧૪૨૬)માં હજરત ઇલુદીન ગુજરાત આવ્યા હતા. અહમદશાહ બાદશાહ (ઇ.સ. ૧૪૧૧થી ૧૪૪૨)ના દરબારમાં આવી, ગુજરાતમાં નિવાસ કરવાની પરવાનગી માગી હતી.
અહમદશાહ બાદશાહે તેમને આવકાર્યા અને પોતાના લશ્કરમાં સ્થાન આવ્યું. એક વાર અહમદશાહ બાદશાહે ઇલુદીનને કહ્યું, ‘તમે ઘોડેસવારો લઈ લીલાપુર ગામ જાવ. પાટણ નગરમાં ભીલ અને ડાકુઓએ પ્રજા પર કેર વર્તાવ્યો છે. તેનાથી પ્રજાનું રક્ષણ કરો.’
હિજરી સંવત ૮૮૦ (ઇ.સ.૧૪૭૫) ઇલુદીને રાજા મેવાસ સાથે યુદ્ધ કરી ભીલો અને ડાકુઓથી પ્રજાનું રક્ષણ કર્યુô.
બાદશાહ મહંમદ બેગડાના શાસનકાળ (ઇ.સ. ૧૪૫૯થી ૧૫૧૧)ના સમય દરમિયાન માંડુંના રાજાએ પણ એવો જ અમાનુષી અત્યાચાર પ્રજા પર કર્યો. તેનાથી પ્રજાને બચાવવા મહંમદ બેગડાએ લશ્કર સાથે કૂચ કરી પણ માંડુંના રાજાની લશ્કરી તાકાત સામે મહંમદ બેગડાનું લશ્કર ટકી શકયું નહીં. ઘણા પ્રયાસો છતાં સફળતા ન મળી. એક દિવસ ખુદાની ઇબાદતમાં લીન હજરત ઇલુદીનને જૉઈ મહંમદ બેગડાએ તેમને વિનંતી કરી, ‘માંડુંના રાજાના અત્યાચારથી પ્રજાને બચાવવાનો માર્ગ બતાવો?’
હજરત ઇલુદીને એક પળ આકાશ તરફ મીટ માંડી અને કહ્યું, ‘આ કામ ખુદાએ સૈયદઅલીને સોપ્યું છે.’
અને મહંમદ બેગડાએ સૈયદઅલીને રણભૂમિથી પર તેડાવ્યા. સૈયદઅલીની નેતાગીરી નીચે માંડુંના રાજા સાથે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધમાં માંડુંનો રાજા હાર્યો. પણ માંડુંના રાજાએ સૈયદઅલીને દગાથી એક ગુફામાં લઈ જઈ હણ્યો. અને આમ સૈયદઅલી શહીદ થયા. એ દિવસ હતો મહોરમ માસનો ૨૯મો ચાંદ હિજરી ૮૯૮ (ઇ.સ. ૧૪૯૨) શુક્રવારનો દિવસ હજરત સૈયદઅલીને ઉનાવા ગામમાં દફનાવવામાં આવ્યા. આજે એ જ જગ્યાએ તેમની દરગાહ છે.
સૈયદઅલીને મીરા દાતારનું ઉપનામ આપવામાં આવ્યું છે. મીરા એટલે બહાદુર અને દાતાર એટલે દાનવીર. સૈયદઅલીની શહાદત લોકો યાદ કરે છે. તેમની દરગાહ પર શ્રદ્ધાળુઓનો મેળો લાગે છે. પ્રતિ વર્ષ મહુર્રમની ૨૮મી તારીખે ઉર્સ ભરાય છે.

રમઝાન મુબારક : ડૉ. મહેબૂબ દેસાઈ
રમજાન મુબારક સવાબની કમાણી
ડો. મહેબૂબ દેસાઈ
ભારતના અનેક ધર્મોના સહઅસ્તિત્વમાં સમાયેલી સમાનતા ઉપવાસ, સૌમ કે રોજા જેવી ધાર્મિક માન્યતાઓમાં પણ દેખાય છે. હિંદુ સમાજમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ અને મુસ્લિમ સમાજમાં રમજાન માસ આવા સુભગ સમન્વયની સાક્ષી પૂરે છે.
ઇસ્લામમાં રોજા, ઉપવાસનો અર્થ સ્પષ્ટ કરતાં શરિયતમાં જણાવવામાં આવ્યું છે, ‘સવારે સૂરજ ઊગે એ પહેલાંથી સૂરજ આથમેં ત્યાં સુધી ખાવાની, પીવાની અને સ્ત્રી સહવાસની પાબંદી સ્વીકારી, ખુદાની ઇબાદતમાં મશગૂલ રહેવું એટલે રોજો.’
ઇસ્લામમાં નમાજ, જકાત, રોજા અને હજજને ફર્ઝ એટલે ફરજિયાત ગણવામાં આવ્યાં છે. એ નાતે રમજાન માસમાં રોજા કરવાનું દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. ઇસ્લામ એ જીવંત માનવીઓ સાથે સંકળાયેલો છે એટલે તેમાં જડતાને અવકાશ નથી. રોજાને ફરજિયાત ગણવામાં આવ્યા હોવા છતાં કુરાને શરીફમાં જણાવવામાં આવ્યું છે કે, જે કોઇ રમજાન માસમાં બીમાર હોય, મુસાફરીમાં હોય તે બીજા દિવસોમાં રોજા કરી શકે છે. રમજાન માસ અન્ય એક રીતે પણ મહત્ત્વનો માસ છે. કુરાને શરીફનું અવતરણ થવું એટલે કે કુરાને શરીફનું હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)દ્વારા આ દુનિયામાં આગમન રમજાન માસમાં થયેલ છે. એ મુજબ તેની મહત્તા બેવડી છે.
ઉપવાસ, રોજા કે સૌમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસોમાં માત્ર ત્રીસ રોજા ગુનાઓને ધોવા અને ખુદાની ઇબાદતમાં લીન થવા ઓછા છે. તેથી જ એ દિવસોમાં નૈતિક મૂલ્યો સાથે જીવવાની કોશિશ, નમાજ, જકાત-ખેરાત દ્વારા સવાબ (પુણ્ય) કમાવાનો નિષ્ઠાપૂર્વક યત્ન થવો જોઇએ.
આ માસમાં દરેક મુસ્લિમો નૈતિક મૂલ્યોને વળગી રહેવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. એ આપવામાં કોઇ દિલદાર સાચો મુસલમાન અચકાતો નથી. જકાતમાં મનચોરી એ પાપ છે.
રમજાનમાં રોજા, ઉપવાસ રાખવાના સમયને શહેરી કહે છે. સૂર્યનો ઉદય થતાં પહેલાં નાહી, સ્વરછ વસ્ત્રો ધારણ કરી, પાક થઇ દરેક મુસ્લિમ રોજાનો નિર્ધાર (નિયત) કરે છે અને પછી જરૂર પૂરતું જમી ઉપવાસ આરંભે છે. ઉપવાસ કરવો એટલે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કશું ખાવું પીવું નહીં. સ્ત્રી સમાગમ ન કરવો અને નમાજ દ્વારા ખુદાની ઇબાદતમાં રત રહેવું, પણ આ તો તેનો સામાન્ય અર્થ છે. રોજો રાખી કોઇની ગીબત એટલે કે નિંદા કરવી, ખોટું બોલવું, ચોરી કરવી, બદઇરાદો સેવવો એ પણ રોજાના ભંગ સમાન છે. એટલે રોજા એ મન, વચન અને કર્મ દ્વારા નૈતિક મૂલ્યોનું જતન કરવાનો માર્ગ છે. ભૂખને મારીને, તરસને દબાવીને માત્ર આખો દિવસ જેમ તેમ કરી કાઢી નાખવો એટલે રોજો નહીં. આવા શરીર અને મનને શુદ્ધ કરતાં રોજાની સમાપ્તિ સૂર્યના અસ્ત પછી થાય છે તેને ઇફતાર કહે છે. ઉપવાસ રોજો પૂર્ણ થવાની ઘડીએ પણ સંયમ, પવિત્રતા અને શ્રદ્ધા આવશ્યક છે. નમક કે ખજૂરથી ઉપવાસ છોડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગરીબ ગુરબા અને જરૂરતમંદ ઇન્સાનોને રોજો છોડાવવામાં રહેલું પુણ્ય (સવાબ) અપાર છે માટે જ ઇસ્લામના અનુયાયીઓ રોજો છોડવા મોટા ભાગે મસ્જિદમાં ખાધ સામગ્રી લઇને જવાનું પસંદ કરે છે. જયાં ખુદાના તમામ બંદાઓ નાના-મોટા, અમીર-ગરીબ જેવા ભેદ-ભરમોને ભૂલી જઇ એકસાથે ખુદાને યાદ કરે છે અને એક જ થાળમાંથી ઉપવાસ રોજાની સમાપ્તિ સમયે જમે છે.
ધર્મ એ સમાજના સર્જનનો પાયો છે. માનવીની લાગણીઓ અને અહેસાસના ધબકારા ઝીલે તે સાચો ધર્મ, માટે જ રમજાન માસ જેવા પવિત્ર માસમાં પણ માનવ સહજ લાગણીઓને ઇસ્લામે સ્વીકારી છે. તેની કદર કરી છે. રોજાની રાતોમાં ઇસ્લામે માનવીને કેટલીક મૂળભૂત છૂટછાટો આપી છે.
કુરાને શરીફમાં કહ્યું છે, ‘રોજાની રાતોમાં પોતાની પત્ની સાથે સમાગમ તમારા માટે હલાલ છે. તેણી તમારો પોશાક છે અને તમે તેણીનો પોશાક છો. તમે તમારા આત્માને છેતરતા હતા તેથી ખુદાએ તમોને આ છૂટ આપી છે. એટલે રોજાની રાતોમાં તમારી પત્ની સાથે તમે ખુશીથી સમાગમ કરો અને ખુદાએ તમારા તકદીરમાં જે કંઇ (ઔલાદ) લખ્યું છે તે પામો, મેળવો.’
અલબત્ત આવી છૂટ પાછળનો ઉદ્દેશ માનવીય સંબંધોની માયાજાળથી આકર્ષાયા વગર મુકત થઇ માનવી તન, મન અને ધનથી ખુદાની ઇબાદતમાં મશગૂલ બને તે છે. આપણે સર્વે દુવા કરીએ કે મુસ્લિમ ભાઇઓ રમજાન માસના સાચા ઉદ્દેશને પામે, અમાપ ખુદાની ઇબાદતમાં પરોવાઇ સવાબની સાચી કમાણી કરે, સુખ, ચેન અને એખલાસનું વાતાવરણ સર્જે -આમીન.

કુરાને શરીફનું અવતરણ : ડૉ. મહેબૂબ દેસાઈ
કુરાને શરીફના અવતરણનો માસ
ડો. મહેબૂબ દેસાઈ
કુરાને શરીફના અવતરણની ખુશી પણ રમજાન ઇદની ખુશીમાં સામેલ છે. રમજાન માસમાં જ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર વહી દ્વારા ખુદાએ કુરાને શરીફની પ્રથમ આયાત (શ્લોક) ઉતારી હતી. એ મનઝર ઇસ્લામના ઇતિહાસમાં આમૂલ પરિવર્તન સમાન છે.
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) ચાલીસ વર્ષની વયે પહોંરયા ત્યારે અરબસ્તાનની જહાલીયત પણ પરાકાષ્ઠાએ પહોંચી હતી. રમજાન માસનો ચોવીસમો રોજો હતો એ દિવસે રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં વ્યથિત હૃદયે ખુદાની યાદમાં બેઠા હતા. ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલનો અવાજ ગુંજી ઊઠયો, ‘ઇકરસ.’ અર્થાત્ પઢો.
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) આ આદેશ સાંભળી ચકિત થયા. પોતાના આશ્ચર્યને વ્યકત કરતાં આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું, ‘મા અના તિ-કારિ-ઇન.’ અર્થાત્ ‘મને પઢતા નથી આવડતું.’
ફરી વાર ફરિશ્તાએ એ જ આદેશ આપ્યો અને ફરી વાર આપ (સ.અ.વ.) એ જવાબ વાળ્યો, લગભગ ત્રણ વાર આ વ્યવહાર થયો હશે. ચોથી વાર ફરિશ્તાએ આખી આયાત સંભળાવી અને તે પઢવા હજૂરે પાક (સ.અ.વ.)ને કહ્યું. ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું, ‘પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.’
એમ કહેવા પાછળનો ગહન અર્થ એ છે કે કલમ એ જ્ઞાનના પ્રચાર-પ્રસારનું મહત્ત્વનું સાધન છે. એમ ખુદા જયારે આયાતમાં જ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને ફરમાવે છે ત્યારે ઇસ્લામે ‘ઇલ્મ’ને કેટલું મહત્ત્વ આપ્યું છે તે સ્પષ્ટ થઈ જાય છે. શા માટે પ્રથમ આયાત કલમ, જ્ઞાન-ઇલ્મના સંદર્ભમાં જ ખુદાએ ઉતારી? શા માટે અન્ય કોઈ આદેશ ખુદાએ પ્રથમ આયાતમાં ન આપ્યો? વિશ્વના સર્જનહાર ખુદા એ વાતથી ચોક્કસ વાકેફ હતા કે આ દુનિયાનું સર્જન મેં કર્યું છે, તેનાં રહસ્યોને પામવા તેની મખલુકને સમજવા અને તેની રજે રજને ઓળખવા ઇલ્મ-જ્ઞાન અને તેને પ્રસરાવતી કલમ અત્યંત જરૂરી છે અને તેથી જ સમગ્ર માનવજાત ઇલ્મ-જ્ઞાન મેળવે તે અનિવાર્ય છે, માટે જ આયાત સૌપ્રથમ નાઝીલ થઈ હશે એમ કહી શકાય. કુરાને શરીફને બાકાયદા લખી લેવાના હેતુથી હજરત સિદ્દીક અકબર (રદિ.) એ હજરત ઝયદબિન સાબિદને આ કાર્ય સોંપ્યું. કારણ કે એ સમયે હજરત ઝયદબિન સાબિદ (રદિ.) કુરાને શરીફની આયાતોના જાણકાર વિદ્વાન હતા.
તેમને આ કાર્યમાં મદદ કરવા ૭૫ જેટલા જલીલુલકદ્ર અસ્હાબે કિરામની એક સમિતિ પણ બનાવવામાં આવી. આમ અનેક અડચણો પછી કુરાને શરીફની પ્રથમ લેખિત પ્રત તૈયાર થઈ. આ પ્રત હજરત સિદ્દીક અકબર (રદિ.) પાસે તેમની વફાત-મૃત્યુ સુધી રહી. આ પછી હજરત ઉસ્માન (રદિ.)ના સમયમાં આ જ કુરાને શરીફની પાંચ પ્રતો તૈયાર કરવામાં આવી અને તે જુદા જુદા ઇસ્લામી દેશોમાં પહોંચાડવામાં આવી. આમ, કુરાને શરીફ લોકો સુધી પહોંરયું. કુરાને શરીફના માનવીય આદર્શોને વ્યકત કરતા સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ પછી તો તેના તરજુમા દુનિયાની દરેક ભાષામાં થયા. ફારસી, પુશ્તો, તૂર્કી, ચીની, રશિયન, હિન્દી, ગુજરાતી, મરાઠી, તેલુગુ અને મલયાલમ ભાષામાં કુરાને શરીફના તરજુમા થયા છે. લોકો આ પવિત્ર ગ્રંથથી પ્રભાવિત થઈ ઇસ્લામ તરફ વળવા લાગ્યા.
‘કેરા’ શબ્દ પરથી ઊતરી આવેલ ‘કુરાન’ શબ્દનો અર્થ થાય છે જાહેર કરવું કે વાચવું. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલ કુરાને શરીફમાં દુનિયાના તમામ વિષયોનું જ્ઞાન મોજૂદ છે. કુરાને શરીફની હિદાયતોનો અમલ કરવાનો ઇદના આ પ્રસંગે આપણે સૌ નિર્ધાર કરીએ એ જ ઇદની સાચી ઉજવણી ગણાશે.

Subscribe to:
Posts (Atom)