Tuesday, May 12, 2020

વિદ્યાર્થી પરિચય-૧૦



એમ.એસ. યુનિવર્સીટી, વડોદરાના સ્નાતક અને અનુસ્નાતક હરપાલ રાણાનો પરિચય ભાવનગરની શામળદાસ કોલેજમાં તેમની વ્યાખ્યાતા તરીકેની નિયુક્તિ પછી થયો. સ્વભાવે મૃદુ, વ્યવહારે સંસ્કારી અને શિક્ષક તરીકે મહેનતુ એવા હરપાલે મારા માર્ગદર્શનમાં પીએચ.ડી.કરવાનું સુચન કર્યું ત્યારે મેં તેને સહર્ષ આવકાર્યો હતો. પછી તો ત્રણ વર્ષના સતત સંપર્કને કારણે હરપાલની બહુમુખી પ્રતિભાનો મને પરિચય થયો. પીએચ.ડી.ના અનુભવોને વ્યક્ત કરતા હરપાલ લખે છે,  
શામળદાસ કોલેજમા અધ્યાપન દરમિયાન ૨૦૦૨માં સન્માનીય ડો. મહેબૂબ દેસાઇ સાહેબના માર્ગદર્શન તળે પીએચ.ડી.નું રજીસ્ટ્રેશન કરાવ્યું. અને ૨૦૦૭મા પૂણ્ કર્યું. સંશોધનનો વિષય હતો સૌરાષ્ટ્રમાં રાજકીય પરિવર્તનમાં સૌરાષ્ટ્ર સાપ્તાહિકનું પ્રદાન (૧૯૨૧-૧૯૩૧)  ડો. દેસાઇ સાહેબનો હસમુખો, મળતાવડો સ્વભાવ ને સંશોધન અભિરુચિથી મને ધણું પ્રોત્સાહ મળ્યુંસંશોધન દરમિયાન પુસ્તકોથી માંડીને,  વિવિધ રેફરન્સ, લાઈબ્રેરી ને વ્યક્તિવિશેષ મુલાકાત અંગે તેમનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી રહ્યું. આજે પ્રકારની હુંફ , મૈત્રીભર્યા સબંધોની તાણ વર્તાય છે. ડો. દેસાઈ સાહેબમા સંશોધનની ઊંડી સમજ, જ્ઞાન અને વ્યવહારિકતા રહેલી છે, જે માટે મને હંમેશા આદર રહેશે.
મારી પ્રગતિ માટે સઘળો શ્રેય ડો. મહેબૂબ દેસાઈ અને મારા માતા-પિતા તથા મારી જીવનસાથી જાગૃતિને  ફાળે જાય છે. સંશોધન એક એવી પ્રક્રિયા છે જેમા પરિવારના સહકાર વગર કામ કરવું શક્ય નથી.”

હાલ ડો. હરપાલ આર. રાણા ગુજરાત યુનિવનસિટી, અમદાવાદમાં ઈતિહાસ વિભાગમાં એસોસીએટ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે. તેના ગુજરાત યુનિવર્સીટીના ઈન્ટરવ્યુંમાં વિષયના તજજ્ઞ તરીકે બેસવાની પણ મને તક સાંપડી હતી. અને ત્યારે પણ તેમણે તેમની ક્ષમતા સ્વસ્થ રીતે સિદ્ધ કરી હતી. જીવનના દરેક માર્ગ પર તેમની પ્રગતિ ચાહું છું.  

No comments:

Post a Comment