Monday, May 11, 2020

વિદ્યાર્થી પરિચય – ૫


"હું સલીમ કુરેશી 2001 અને 2003 દરમિયાન આપની પાસે ઇતિહાસ ભવનમાં અભ્યાસ કરેલ . મારા જીવન ઘડતરમાં આપનું ઘણું યોગદાન છે. મારામાં સંશોધન દૃષ્ટિકોણના વિકાસ કરવામાં આપનો ઘણો ફાળો છે. મારી નોકરીની શરૂઆત આપના નિવાસસ્થાનથી થઈ હતી.જ્યારે રાત્રે હું આપના ઘર પર આશ્રય મેળવી બીજા દિવસે નોકરી પર હાજર થયેલ. આજ કારણથી મારા ઘરનું નામ પણ આપના ઘરના નામથી 'સુકુન' રાખેલ છે.”
આ વિધાન દ્વારા મને ઈજ્જત બક્ષનાર સલીમ અમરેલીની દીપક હાઈસ્કૂલમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે 17 વર્ષથી ફરજ બજાવે છે. ધોરણ 6,7,9,10 સામાજિક વિજ્ઞાનના લેખક તરીકે પાઠ્યપુસ્તક મંડળમાં તેણે કામ કરેલ છે.રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી જાહેર અને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરસેટર તરીકે પણ સક્રિય સેવા આપી રહેલ છે. પોરબંદરની સાંદિપની સંસ્થા દ્વારા શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા 'ગુરુ ગૌરવ સન્માન'થી સન્માનિત થયેલ છે. આવા વિદ્યાર્થીઓ આજે પણ મને ઉર્જા અર્પે છે. સલીમને સલામ અને ઈશ્વર ખુદાને સિજદો.

No comments:

Post a Comment