Monday, May 11, 2020

વિદ્યાર્થી પરિચય – ૯



અધ્યાપક અને વિભાગની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીના જીવનમાં કેવું આમૂલ પરિવર્તન લાવે છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત રાજેશ ચૌહાણ છે. ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઈતિહાસ અનુસ્નાતક ભવનમાં ૨૦૦૫ થી ૨૦૦૭ દરમિયાન અભ્યાસ કરનાર રાજેશ કહે છે,
“વર્ગમાં ચર્ચા, પ્રશ્નોત્તરી, સેમિનાર, ચિંતન અને રિસર્ચનું માર્ગદર્શન મને એટલું ઉપયોગી થયું છે કે જેના વગર હું કદાચ આ મુકામે પહોંચી ન શક્યો હોત. વળી, ડોક્ટર દેસાઈ સાહેબ ની પર્સનાલિટીથી અમે પ્રથમ દ્રષ્ટિએ જ પ્રભાવિત થયા હતા. તેમના તરફના આકર્ષણ પાછળ તો ઘણા કારણો છે. ડોક્ટર દેસાઈ સાહેબ ની દૈનિક પ્રવૃત્તિઓમાં 1. અમે જ્યારે પણ તેમની ઓફિસમાં મળવા જતા તેમને લેખન કાર્ય કરતા જ જોયા છે. 2. તેમની અધ્યયન અધ્યાપનની પદ્ધતિ અમારા આકર્ષણનું કેન્દ્ર હતી. 3. એ સતત અમારા માર્ગદર્શક, પથદર્શક અને પ્રેરણામૂર્તિ રહ્યા છે.
તેઓએ અમને શિક્ષણની સાથે વ્યાવહારિક જીવન માર્ગદર્શન પણ આપતા રહ્યા છે. રાષ્ટ્ર અને સમાજના વિકાસ કરવાની અમારી જવાબદારીથી અમને સભાન કરાવતા હતા. તેમના વિષે એટલું જ કહીશ કે કોઈએે રોલ મોડલની ભૂમિકા શીખવી હોય તો ડોક્ટર મહેબૂબ સાહેબ ને મળવું જ પડે. આજે પણ નિવૃત્ત થયા પછી પણ તેમનું લેખન કાર્ય સતત ચાલ્યા કરે છે. અંતમાં પ્રત્યેક વર્ગખંડમાં આવા ગુરુ પ્રાપ્ત થાઓ તેવી શુભકામના”
ઈતિહાસ વિષયમાં એમ.ફીલ. અને પીએચ.ડી. કરનાર ડૉ. રાજેશ ચૌહાણ હાલ ભક્તરાજ દાદા ખાચર આર્ટસ અને કોમર્સ કોલેજ, ગઢડામાં ઇતિહાસના મદદનીશ અધ્યાપક તરીકે કાર્ય કરે છે. આજે લેખન સંશોધન પ્રત્યે ઘટતી જતી સક્રિયતાના યુગમાં ઈતિહાસ વિષયમાં લેખન સંશોધન પ્રત્યેની તેમની સક્રિયતા અને સભાનતા સલામ ને પાત્ર છે.

No comments:

Post a Comment