ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઈતિહાસ ભવનમાં સૌ પ્રથમ કમલા વાઢેર મને મળવા આવી ત્યારે એ ગભરાયેલી અને વાત કરતા પણ સંકોચ અનુભવતી નિર્દોષ બાળા જેવી હતી. એ સમયે તેણે મારા માર્ગદર્શન તળે પીએચ.ડી. કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ તો કમળા મારી એમ.એ.ની વિદ્યાર્થીની (૨૦૦૪ -૨૦૦૫) પણ રહી ચૂકી હતી પણ એ ઘટના મારી સ્મૃતિમાં સંગ્રહાયેલ ન હતી. એ સમયે મારી પાસે મર્યાદાથી વધુ વિદ્યાર્થીઓ હોવાને કારણે મેં તેને થોડો સમય રાહ જોવા કહ્યું હતું. અને તેણે ધીરજ ધરી. ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન તેમણે મારા માર્ગદર્શન તળે પીએચ.ડી. કર્યું. આજે તો કમળા આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિત્વની માલિક છે.
ગુરુપૂર્ણિમાને દિવસે અચૂક આશીર્વાદ માટે ફોન કરનાર કમળા કહે છે,
“આપ સાહેબ મારા માર્ગદર્શક રહ્યા એનો મને અત્યંત ગર્વ છે. એક વિદ્યાર્થીનીને દીકરી જેમ માર્ગદર્શન આપી આપે ત્રણ વર્ષમાં મારૂં પીએચ.ડી. પૂરૂ કરાવી આપ્યું અને એ જ વર્ષમાં મને નોકરી પણ મળી ગઈ. એ બધું આપ સાહેબને આભારી છે. આપના આ સદગુણો મને હંમેશા યાદ રહેશે.
"करता करे न कर सके,गुरु करे सब होय
सात द्वीप नौ खंड में गुरु से बड़ा न कोई"
હાલ કમળા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ખેરગામ (જિ.નવસારી)માં ઇતિહાસની અધ્યાપિકા તરીકે કાર્ય કરે છે. કમળના વાઈવાની આ તસ્વીર તેના શૈક્ષણિક વિકાસની ગાથા રજુ કરે છે.

No comments:
Post a Comment