Saturday, August 22, 2009

Umar Khaiyyam : Prof. Mehboob Desai

મહાન સૂફી ઉમર ખૈયામમહાન સૂફી ઉમર ખૈયામને હકીમ અબુ અલી સીનાનું પુસ્તક " શીફા " અત્યંત પ્રિય હતું. "વહદત " (એકત્વ) અને "કસરત" ( બહુત્વ )ના પ્રકરણોનું તેઓ વારંવાર અધ્યન કરતા. તે દિવસે પણ પુસ્તકનું વાંચન કરતા હતા , ત્યારે ઈબાદતનો સમય થયો. પુસ્તકના છેલ્લા બે પાના વચ્ચે દાંત ખોતરવાની સળી મૂકી તેઓ નમાઝ અદા કરવા બેઠા. એ ઈબાદત તેમની ઝીન્દગીની છેલ્લી ઈબાદત બની રહી. ઈબાદત સમયે તેમની છેલ્લી દુઆ (પ્રાર્થના) હતી ,

" હે ખુદા, મારી શક્તિ મુજબ મેં તને ઓળખવાનો પ્રયાસ કર્યો છે. એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોઈ તો મને ક્ષમા કરજે . કારણ કે જેટલું જ્ઞાન મેં તારા વિશે મેળવ્યું છે, તે તો તારા સુધી પહોંચવાનું સાધન માત્ર છે."

અને નીશાપુર (પર્શિયા - ઈરાન)ના તેમના નિવાસમાં હિજરી સંવત ૫૭૧ (ઈ .સ. ૧૧૨૩)માં ઉમર ખૈયામનું અવસાન થયું .
હિજરી સંવત ૪૦૮ (ઈ.સ . ૧૦૪૮)માં નિશાપુર નજીકના એક ગામમાં જન્મેલા ઉમર ખૈયામનું મૂળ નામ ગયાસુદ્દીન અબુલ ફતેહ ખૈયામ હતું. તેમના પિતા ઈબ્રાહીમ તંબુ બનાવવાનો વ્યસાય કરતા હતા . અરબીમાં તંબુને ખયમાં કહે છે. અને તંબુ બનાવનારને ખૈયામ કહે છે. આમ વંશપરંપરાગત વ્યવસાયને તેમની અટક ખૈયામ પડી હતી .એ સમયે ખૂરાશાનનું નીશપુર ગામ સાહિત્ય અને વિદ્યાનું મોટું ધામ હતું . ખ્વાજા મોફિક ત્યાંના વિદ્વાન અધ્યાપક હતા. તેમના મદ્રેશામાં યુવા ઉમરે હદીસ, વિજ્ઞાન , ખગોળશાસ્ત્ર , ઈતિહાસ , તર્કશાસ્ત્ર , નજૂમી (જ્યોતિષશસ્ત્ર)નું ઉચ્ચ શિક્ષણ લીધું. યુવા અવસ્થાથી જ ઉમર ખૈયામને એકાંતમાં વાંચન , મનનમાં લીન રહેતા.
ઇસ્લામના ઈસમાઈલી સંપ્રદાયના અનુયાયી ઉમર ખૈયામ ઉમર ખૈયામ તીવ્ર યાદશક્તિના માલિક હતા. એક વખત પુસ્તકનું વાંચન કરી લીધા પછી તેમને પુસ્તક પૃષ્ઠ નંબર અને તેની વિગતો સાથે યાદ રહી જતું .ઇસ્લામના ઊંડા અભ્યાસુ અને સૂફી વિચારધારાના મોટા કદના વિદ્વાન ઉમર ખૈયામ પુનર જન્મમાં માનતા હતા.

નીશાપુર(પર્શિયા - ઈરાન)ના એક જુના મદ્રેસાનું સમારકામ ચાલતું હતું. એ સમયે ગધેડાઓ પર માટી અને ઇંટો લઇ જવામાં આવતી . એક ગધેડો મદ્રેશાના દરવાજા પાસે જ અટકી ગયો . કોઈ હિસાબે અંદર જાય જ નહિ. તેના માલિકે બહુ ડફના માર્યા. છતાં ગધેડો હલ્યો નહિ . ઉમર ખૈયામ તેમના શિષ્યો સાથે આ ઘટના નિહાળી રહ્યા હતા .અંતે તેઓ ગધેડા પાસે ગયા અને તેના કાનમાં કંઇક કહ્યું. અને અત્યાર સુધી હઠીલો બની ઉભેલો ગધેડો કાનમાં રૂબાઈ પડતાં જ ચાલવા માંડ્યો .ગધેડાના માલિક અને શિષ્યો ને આ જોઈ નવાઈ લાગી . શિષ્યોએ ઉમર ખૈયામને તેનું રહસ્ય પૂછયું. ઉમર ખૈયામે શિષ્યોને સમજાવતા કહ્યું ,

" આ ગધેડો પૂર્વ જન્મમાં જ્ઞાની (આલીમ) હતો. આ જન્મમાં તેને મળેલ અવતારથી મદ્રેશામાં પ્રવેશતા
શરમાતો હતો.. એટલે મેં તેના કાનમાં એક રૂબાઈ પઢી. જેનો અર્થ હતો , ઓ છળકપટ રહિત ત્યાગી,
તું આ નાશવંત જગતમાંથી કુચ કરીને ફરીવાર ગધેડા રૂપે જન્મ્યો છે. તારી વિધ્વ્તાની દાઢી હવે તારી
પૂંછડી બની ગઈ છે. તારા નખો હવે પગની ખરીઓ બની ગયા છે. એટલે શરમાયા વગર મદ્રેસામાં
પ્રવેશ . આ તો તારી જ કર્મભૂમિ છે."

ઉમર ખૈયામ પૂર્વ જન્મમાં વિશ્વાસ કરતા હતા. દરેક જન્મમાં ખુદા-ઈશ્વરે સોંપેલું કાર્ય બાઈજ્જત અને નિષ્ઠાથી કરવાની હિદાયત ઉમર ખૈયામની આ કથાનો અર્ક છે.
ઉમર ખૈયામની આવી ફિલસુફી અને તત્વજ્ઞાનથી છલોછલ રુબાઈઓ ઈશ્કે હકીકીની જણસો છે. કેટલાક લોકોએ ઉમર ખૈયામના આવા વિચારોનો વિરોધ પણ કર્યો હતો. પણ ઉમર ખૈયામએ કયારેય તેની પરવા કરી ન હતી.


ઉમર ખૈયામના સાહિત્યનો ઊંડો અભ્યાસ કરનાર અને તેને આમ સમાજ સુધી પહોચાડનાર કીટ્સ જીરાલ્દ લખે છે,

" નાસર ખુશરુની દોસ્તી થયા પછી જ ઉમર ખૈયામ ધીમે ધીમે ઉંચ્ચ મકામ પર પહોચીયો હતો.
તે હંમેશ હયાત છે. તે પોતાની કિતાબમાં લખી ગયો છે કે હું હંમેશા જીવતો છું અને રહીશ. "

No comments:

Post a Comment