પ્રિય રશ્મિ બંસલ ,
આપનું પુસ્તક એક જ બેઠકે વાંચી ગયો . મજા પડી.
ઈશ્વેર આપની કલમને આથી પણ વધુ સારા સાહિત્યના સર્જનમાં સહભાગી કરે એ જ અપેક્ષાએ.
મહેબૂબ દેસાઈ
----------------------------------------------------------
ખભે કોથળો અને દેશ મોકળો : આકાશમાં પગલા માંડનાર યુવાનોની ગાથ
મારા મિત્ર ડો..ગરીશ પટેલે તેમના અકેડ્મિક કાઉન્સિલની ચુંટણીમાં વિજયની
ખુશીમાં મને એક પુસ્તક ભેટમાં મોકલ્યું. આમતો પુસ્તકો મારી નબળાય છે. પણ
પુસ્તક આવેકે તુરત વાંચવાનું મોટે ભાગે નથી બનતું.
પણ આ પુસ્તક તેમાં અપવાદ છે. પ્રથમ તો તેનું મથાળું મને ગમી ગયું.
બીજું, મથાળા ઉપર આપેલ સ્પષ્ટતા.બસ પછી મન બાંધ્યું ન રહ્યું. એક જ બેઠકે
પુસ્તક વાંચી ગયો. બીજા દિવસે મારા એમ.એ .ઇતિહાસના વિધાર્થીઓ પાસે
પુસ્તકની વિગતે વાત કરી.મરજીવા સાગરમાંથી મોતી શોધી લાવે તેમજ આ સાહસિક
યુવાનો જીવનમાંથી સફળતા શોધી લાવ્યા છે. આકાશમાં પગલા પાડનાર આ યુવાનોની
કથામાં વ્યથા સાથે વિજયની ગાથાની સુવાસ પણ અનુભવાય છે.
ગુજરાતના યુવાનોને પ્રેરણા આપતું આવું સર્જન કરી આપે ગુજરાતી
સાહિત્યની ઉમદા સેવા કરી છે. આજે જયારે અંગ્રજી ભાષાનું માધ્યમ વિકસ્યું
છે, પણ તેને પામવાની વૃતિ ઘટતી જાય છે. ત્યારે ગુજરાતીમાં આવું સાહિત્ય
ઉપલબ્ધ કરી આપવાનું સેવાકીય કાર્ય આપની કલમને સાંપડ્યું છે. તે માટે આપને
આકશ ભરીને અભિનંદન.
પ્રો.(ડો) મહેબૂબ દેસાઈ
પ્રોફેસેર અને અધ્યક્ષ
ઈતિહાસ અનુસ્નાતક ભવન
ભાવનગર વિશ્વવિદ્યાલય
ભાવનગર
Please write your opinio or Comment in english , hindi or gujarati .
ReplyDelete