Friday, April 2, 2021

સંત કમાલની કમાલ : ડો. મહેબૂબ દેસાઈ

 ૧૨ માર્ચેથી આઝાદીની ૭૫ વર્ષની ઉજવણીનો આરંભ થયો છે. નિમિતે ભાવનગર મહા નગરપાલિકા દ્વારા શામળદાસ કોલેજના સ્વામી વિવેકાનંદ હોલમાં મેયર શ્રીમતી કીર્તીબાળા દાણીધારીયાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં દાંડીકુચ અંગે વાત કરવાની તક સાંપડી. એ સમયે સંત કમાલને યાદ કર્યા. દાંડીકુચ પૂર્વે માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે સાબરમતી આશ્રમમાં વાર્તાલાપ કર્યો હતો. ત્યારે બેઠકનો આરંભ વિદ્યાર્થીઓએ સંત કમાલના એક સુંદર ભજનથી કર્યો હતો. ભજન હતું,

સમજ બુઝ દિલ ખોજ પિયારે

          આશક હોકર સોના કયા ?

જિન નૈનોને નિંદ ગવાઈ

            તકિય લેફ બીછોના કયા ?

રૂખા સુકા રામ કા ટુકડા

             ચિકના ઔર સલૌના કયા ?

કહત કમાલ પ્રેમકા મારગ

              સીસ દિયા ફિર રોના કયા ?”

 

આ ભજન પછી ગાંધીજીએ કહ્યું હતું,

“દાંડી યાત્રમાં જે આશ્રમવાસીઓ જોડવા ઈચ્છે તે જોડાઈ શકે છે. કોઈને જોડવા હું કહેવાનો નથી. પરંતુ શરત એ છે કે આઝાદીના યજ્ઞમાં હોમાઈ જવાનું છે. સીસ દેવાનું છે.”

સંત કમાલના ભજનોમાં શબ્દોની સાદગી અને વિચારને ગહનતા જોવા મળે છે. તેઓ તેમના એક અન્ય ભજનમાં કહે છે,

 

पीर पैगंबर की बानी, यारो बस्त भयो निर्बानी

राजा रंक दोनों बराबर, जैसे गंगाजल पानी

मार करो कुई मूपर मारो, दोनों मीठा बानी

कांचन नारी ज़हर सम देखे, पसरे ह्वा पानी

साधु संत से शीश नमावे, हाथ जोरकर निर्बानी

कहत कमाल सुनो भाई साधू, ये ही हमारी बानी

 

કબીરના પુત્ર કમાલ પણ કબીરના માર્ગે ચાલ્યા હતા. બલ્કે કબીર કરતા બે કદમ આગળ હતા. ઓશો કહે છે,
"
કબીર સાધુ હતા, તો કમાલ સંત હતા."
સાધુ અને સંત વચ્ચેનો ભેદ પાતળો છે. પણ પામવા જેવો છે. સાધુ સંસારથી પર નથી. તે તેનો મૂળ ધર્મનો પાલક છે. સાધુ દિવસભર ધર્મકાર્યમાં રત રહે છે. પણ રાત્રે વિવશ થઈ જાય છે. સંત દિવસ રાત ઈશ્વર-ખુદાની યાદમાં લીન રહે છે. અલબત્ત કબીરની સાધુતા પરમ હતી. અનેક સંતોને પણ શરમાવે તેવી હતી. એકવાર કાશી નરેશે કબીરને કહ્યું,
"
કમાલને સમજવો મુશ્કેલ છે. ક્યારેક તો તે આમ ઇન્સાન જેમ વર્તે છે "
"
આવું તમને કેવી રીતે લાગ્યું ?"
કાશી નરેશ કહ્યું,
એક દિવસ હું એક બહુમુલ્ય હીરો લઇને તેમની પાસે ગયો. અને તેમને આપ્યો. તેમણે તે સ્વીકારી લીધો અને મને ઝૂંપડીની છતમાં મૂકી દેવા કહ્યું"
થોડીવાર મૌન રહી કાશી નરેશ બોલ્યા,
"
ચોક્કસ હીરો બજારમાં વેચાઈ ગયો હશે "
કબીર તેમની વાત સાંભળી રહ્યા. પછી કાશી નરેશની સામે જોઈ બોલ્યા,
"
તમે એક વાર જઈને તપાસ તો કરો કે હીરાનું શું થયું ?"
કાશી નરેશ કમાલ પાસે પહીંચી ગયા અને પૂછ્યું,
"
પેલો હીરો મેં આપની ઝુપંડીની છતમાં ખોસ્યો હતો તે ક્યાં છે ?"
કમાલ કાશી નરેશનો પ્રશ્ન સંભાળી મલકાય પછી બોલ્યા,
"
તે ઝૂંપડીની છતમાં જ્યાં ખોસ્યો હતો ત્યાં જોઈ લે "
અને કાશી નરેશે જ્યાં હીરો ખોસ્યો હતો તે જગ્યાએ હાથ નાખ્યો. હીરો ત્યાં હતો. અચરજ નજરે તેઓ કમાલને જોઈ રહ્યા. પણ કમાલે બંધ આંખે કહ્યું,

મેં તને પહેલા કહ્યું હતું, પથ્થરને ઊંચકીને અહીં શું કામ લાવ્યો છે? અને લાવ્યો છો તો ઊંચકીને પાછો લઈ જવાની જહેમત શું કામ કરો છો ? અહિયાં ક્યાંક ઝુંપડીની છતમાં ખોસી દો. પથ્થર ગમે ત્યાં પડ્યો રહે શો ફેર પડે છે."

અને પુનઃ સંત કમાલ ખુદા-ઈશ્વરની યાદમાં લીન થઈ ગયા. આવા સંત કમાલના  અન્ય એક ભજનનું આચમન કરાવી વિદ્યા લઈશ છે,

 

इतना जोग कमाय के साधू, क्या तूने फल पाया।

जंगल जाके ख़ाक लगाये, फेर चौरासी आया॥

 

राम भजन है अच्छा रे, दिल मों रखो सच्चा रे

जोग जगत की गत है न्यारी, जोग ज़हर का प्याला।

 

जीने पावे उने छुपावे, वोही रहे मतवाला॥

जोग कमाया के बाबू होना, ये तो बड़ा मुष्कल है।

 

दोनों हात जब निकल गये, फ़ेर सुधरन भी मुष्कल है॥

सुख से बैठो आपने मेहलमो, राम भजन अच्छा है।

 

No comments:

Post a Comment