ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને
શરીફમા અનેક મુલ્યનિષ્ઠ આદેશો ઠેર ઠેર જોવા મળે છે. એ જ રીતે હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબના જીવનકવનમાંથી
પણ અનેક આદર્શો દરેક માનવીએ અપનાવવા જેવા છે. એવા સાહિત્યને ઇસ્લામમાં “હદીસ” કહે
છે. મહંમદ સાહેબ સાથે રહેનાર તેમના જીવનને નજીકથી જોનાર સહાબીઓએ નોધેલ
મહંમદ સાહેબના જીવન પ્રસંગો કે ઉપદેશો ઇસ્લામમાં “હદીસ”ના નામે પ્રચલિત છે. અર્થાત ઇસ્લામના અન્ય
ધર્મ પુસ્તકો જેમાં મહંમદ સાહેબના કાર્યો અને ભિન્ન ભિન્ન પ્રસંગોએ કહેલા વચનો કે
વૃતાંતોને હદીસ કહેવામાં આવે છે. એવી જુદી જુદી હદીસોમા મહંમદ સાહેબે ઇસ્લામના
અનુયાયીઓને ન કરવા જેવી પ્રતિબંધિત અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાની કેટલી બાબતોનો
અત્રે ઉલ્લેખ કરવો છે. એ આદેશો જોતા એવું લાગે છે કે મૂલ્યનિષ્ઠ સમાજ ઇચ્છનાર કોઈ
પણ માનવીએ તેનું પાલન કરવું જોઈએ. અત્રે એવા કેટલાક પ્રતિબંધિત આદેશો આપ્યા છે. મહંમદ
સાહેબના આ આદેશ પછી કૌંસમા આપવામાં આવેલ શબ્દ હદીસનો આધાર સૂચવે છે.
1.
કોઈને ક્યારેય નુકસાન ન
પહોંચાડો કે ક્યારેય નુકસાન કરનારના સહાયક ન બનો. (અહમદ)
2.
કોઈ પણ વ્યક્તિને નફરત કે ધૃણા ન
કરો (અહમદ)
3.
પેશાબ કે સંડાસ કયારેય કાબા
શરીફ તરફ મુખ રાખીને ન કરો.(અબુ દાઉદ)
4.
કયારેય વાસણમા શ્વાસ ન લો (મુસ્લિમ)
5.
ઉભા ઉભા પેશાબ ન કરો (ઈબ્ન
માજાહ)
6.
બાથરૂમ અર્થાત સ્નાન કરાવના
સ્થાન પર પેશાબ ન કરો. (અબુ દાઉદ)
7.
રોજ માથું ઓળવામાં સમય વ્યય ન કરો.
(અબુ દાઉદ)
8.
પેશાબ અને સંડાસને રોકીને નમાઝ
ન પઢો. (ઈબ્ન માજાહ)
9.
પેશાબ અને સંડાસ કરતા સમયે વાતો
ન કરો. (અબુ દાઉદ)
10.
કોઈને ઉઠાડી તેની જગ્યા પર ન
બેસો. (બુખારી)
11.
કાચું લસણ કે ડુંગળી ખાઈને
કયારેય મસ્જિતમાં ન જાઓ.(મુસ્લિમ)
12.
નમાઝ પઢનારની આગળથી પસાર ન થાઓ.
(બુખારી)
13.
નમાઝ પઢતા સમયે આજુ બાજુ ન જોવો.
(અબુ દાઉદ)
14.
વઝું કર્યા પછી બંને હાથોની
આંગળીઓ એક બીજામાં ન નાખો. (અબુ દાઉદ)
15.
જુમ્માની નમાઝ પહેલા ખુત્બા (ધાર્મિક
પ્રવચન) દરમિયાન વાતચીત ન કરો. (મુસ્લિમ)
16.
મૃત્યું સમયે માતમ કે મોટેથી
આક્રંદ ન કરો. (ઈબ્ન માજાહ)
17.
મૌતની ઈચ્છા ન કરો કે તેની દુવા
ન માંગો. (તીરમીઝી)
18.
અસત્ય બોલીને કશું ન વેચો. (બુખારી)
19.
પુરુષ કયારેય સોનું કે રેશમ ન
પહેરે (નાસાઈ)
20.
કીડી કે મધમાખી ન મારો. (અબુ
દાઉદ)
21.
દેડકાને ન મારો. (અબુ દાઉદ)
22.
ડાબા હાથે ન ખાઓ કે ન પીઓ.
(મુસ્લિમ)
23.
ભોજનના થાળમાં વચ્ચેથી ન ખાઓ. (તીરમીઝી)
24.
ખાધા પછી આંગળીઓ બરાબર ચાટી
લીધા પછી જ હાથ ધોવો. (મુસ્લિમ)
25.
સોના ચાંદીના વાસણોમાં ન ખાઓ ન
પીઓ. (બુખારી)
26.
પાણી ઉભા ઉભા ન પીઓ. (મુસ્લિમ)
27.
“મા” ના સોગંદ ન ખાઓ. (બુખારી)
28.
કોઈ મુસ્લિમ બીજા મુસ્લિમ સામે
હથિયાર ન ઉપાડે. (બુખારી)
29.
ચાડી ચુગલી ન કરો. (બુખારી)
30.
દુનિયા (જમાના)ની બૂરાઇ ન કરો. (બુખારી)
31.
જાદુગર પાસે ન જાઓ. (બુખારી)
32.
તમારા ધરોમાં જીવિતની તસ્વીરો ન
રાખો. (તીરમીઝી)
33.
જીવિતની તસ્વીર ન બનાવો. (તીરમીઝી)
34.
ઉભા ઉભા જૂતા ન પહેરો. (અબુ
દાઉદ)
35.
સ્ત્રીઓ પુરુષો જેવા વસ્ત્રો ન
પહેરે.(અબુ દાઉદ)
36.
સ્ત્રીઓ બારીક કે પાતળા અને ચુસ્ત વસ્ત્રો ન
પહેરે (મુસ્લિમ)
37.
માત્ર એક પગરખું પહેરી ન ચાલો. (બુખારી)
38.
નમાઝે ઈશા અર્થાત રાત્રીની નમાઝ
પહેલા ન સુવો. (અબુ દાઉદ)
39.
કોઈના ઘરમાં ડોકિયા ન કરો. (બુખારી)
40.
અજાણી સ્ત્રી સાથે એકાંતમાં ન રહો. (બુખારી)
41.
કોઈ મુસ્લિમ અન્ય મુસ્લિમ સાથે
ત્રણ દિવસથી વધુ અબોલા કે નારાજગી ન રાખે. (મુસ્લિમ)
42.
ગુસ્સો ન કરો. (બુખારી)
43.
કોઈને ચહેરા પર ન મારો. (મુસ્લિમ)
44.
એક બીજાની ઈર્ષા ન કરો. (મુસ્લિમ)
45.
એક બીજા સાથે હદયથી દુશ્મની ન
રાખો. (મુસ્લિમ)
46.
મૃતક માનવીની ટીકા ન કરો. (બુખારી)
47.
લોકોને હસાવવા માટે અસત્ય ન
બોલો. (અબુ દાઉદ)
48.
રસ્તા પર બેસવાથી બચો. (મુસ્લિમ)
49.
વેચતી કે ખરીદતી વખતે સોગંદ ન
ખાઓ. (મુસ્લિમ)
50.
યહુદીઓ અને ઈસાઈઓની અયોગ્ય
રીતભાત ન અપનાવો. (તીરમીઝી)
51.
ક્યારેય કોઈની હત્યા ન કરો. (અબુ
દાઉદ)
52.
કોઈને ક્યારેય શારીરિક ક્ષતિ ન
પહોંચાડો. (અબુ દાઉદ)
53.
સૂતા સમયે એક પગ બીજ પગ પર ન રાખો. (તીરમીઝી)
54.
કાબા શરીફ તરફ ક્યારેય ન થૂંકો.
(અબુ દાઉદ)
55.
કાબા શરીફ તરફ મુખ રાખી નાક ન
સાફ કરો. (ઈબ્ન હબ્બાબ)
56.
સ્ત્રી પોતના પતિની સંમતિ વગર
ઘર બહાર ન જાય. (અબુ દાઉદ)
57.
પોતાની પત્નીને ગુલામની જેમ ન
રાખો. (બુખારી)
58.
કોઈ પતિ તેની પત્ની પ્રત્યે દ્વેષ
ભાવ ન રાખે. (મુસ્લિમ)
હઝરત મહંમદ સાહેબના ઉપરોક્ત
આદેશો માત્ર ઇસ્લામના અનુયાયી માટે જ નથી. સમગ્ર માનવ સમાજ માટે છે. કારણે કે
તેમાં જીવનના મુલ્યો સમાયેલા છે. આજે એકવીસમી સદીમાં પણ તે સ્વચ્છ અને તંદુરસ્ત સમાજના
સર્જન માટે ઉપયોગી લાગે છે. ખુદા ઈશ્વર આપણને સૌને તેનું પાલન કરવાની હિદાયક અને
મનોબળ આપે એજ દુવા – આમીન.
🕉️🕉️🕉️🙏
ReplyDeleteAdarniya Mehboobbhai mare pavitra Quran sarif saral Gujrati bhasa ma samajvoo k vanchvoo che.Vishwash chhe aap madadrup thayo.
ssanskarsinchan@gmail.com 5
6355352440