ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ
સાહેબ (સ.અ.વ.) સાહેબનું અંગ્રેજી તારીખ ૮ જુન ઇ.સ.૬૩૨ના રોજ મદીના (સાઉદી
એરેબીયા) માં ૬૨ વર્ષની વયે અવાસન થયું હતું. તેમની મઝાર મદીનામાં મસ્જિત એ નબવી
પાસે આવેલ છે. જે ગ્રીન ડોમ અર્થાત લીલા ગુંબજ તરીકે ઓળખાય છે. એ નાતે રમઝાન
માસમાં તેમની અવસાનની અગ્રેજી તિથી ગઈ. ઇસ્લામના નવ સર્જન માટે જો કોઈ પયગમ્બર
જવાબદાર હોય તો એક માત્ર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) છે. તેમના સમયમાં જ ઇસ્લામનો પુનઃ
ઉદય અને વિકાસ થયો છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. અને એટલે જ ઇસ્લામનો અભ્યાસ
કરવા ઈચ્છતા કોઈ પણ માનવીએ સૌ પ્રથમ અભ્યાસ મહંમદ સાહેબના જીવન કવનનો કરવો જોઈએ. તેને
જાણવું અને સમજવું જોઈએ. એ વગર ઈસ્લામ ધર્મને સમજવો શક્ય નથી. કારણ કે ઇસ્લામના
કેન્દ્રમાં મહંમદ સાહેબનું જીવન રહેલું છે.
મહંમદ સાહેબ ન તો કોઈ બાદશાહ હતા, ન
કોઈ શાશક હતા. તેઓ ન કોઇ સેનાપતિ હતા, ન કોઈ સમાજ સુધારક હતા. તેઓ ન કોઈ ચિંતક
હતા, ન કોઈ વિદ્વાન હતા. અને આમ છતાં તેમણે પોતાના આદર્શ જીવન કવન દ્વારા અરબસ્તાનની
જંગલી પ્રજામાં અદભુદ પરિવર્તન આણ્યું હતું. તેઓ કયારે કોઈ સિંહાસન પર બેઠા નથી. છતાં
હજારો લાખો માનવીઓના હદય પર તેમણે શાશન કર્યું હતું. કોઈ મહેલોમાં રહ્યા નથી. છતાં
અરબસ્તાનના દરેક ધરમા એમનો વાસ હતો. કોઈ ભવ્યતાને સ્પર્શ્યા નથી. છતાં અનેક ભવ્યતાઓ
તેમની સાદગીમાં ઓગળી ગઈ હતી. તેમણે કોઈ આદેશો આપ્યા નથી. આમ છતાં અરબસ્તાનની પ્રજા
તેમના એક વચન પર કુરબાન થવા તૈયાર હતી. કારણ કે તેમણે અરબસ્તાનની પ્રજાના દિલો પર
શાશન કર્યું હતું. મહમદ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન માનવ સમાજના દરેક પાસાઓને
બખૂબી નિભાવ્યા હતા. એક શિષ્ટ નવયુવક, પ્રમાણિક વેપારી, પ્રેમાળ પતિ, માયાળુ પિતા,
નિખાલસ મિત્ર, હમદર્દ પાડોશી, અમાનતદાર અને ભરોસાપાત્ર સમાજસેવક, નિડર અને શુરવીર સેનાપતિ,
મોભાદાર અને બુદ્ધિશાળી શાશક, લોકપ્રિય આધ્યાત્મિક નેતા, ઇન્સાફપસંદ ન્યાયધીશ વગેરે
તમામ સ્થિતમાં તેમણે માનવજીવનનો આદર્શ રજુ કર્યો હતો. ટૂંકમાં, જીવનનું કોઈ
ક્ષેત્ર એવું નથી, જેમાં આપે આદર્શ જીવનની છાપ ન છોડી હોય. એ દ્રષ્ટિએ એ જોઇએ તો તેઓ
સર્વ ગુણ સંપન પ્રજા પ્રિય પયગંબર હતા. આજે એ મહાન માનવના જીવન વ્યવહારના કેટલાક વિશિષ્ઠ
ગુણોની ટૂંકમાં વાત કરવી છે.
* મહંમદ સાહેબ સત્ય વક્તા હતા. આજીવન તેઓ
સત્યનું આચરણ કરતા રહ્યા હતા. * સાદગી તેમનો
જીવન મંત્ર હતો. તેઓ હંમેશા સાદું અને સરળ જીવન જીવ્યા હતા.* તેઓ નમ્ર અને દયાળુ હતા
* અત્યંત સહનશીલ અને ધીરજવાન હતા. ગુસ્સો
કે ક્રોધ તેમના સ્વભાવમા ન હતા.* પ્રાણી માત્ર
પ્રત્યે કરુણા અને અનુકંપા રાખતા. * પોતાના નાના મોટા તમામ સહાબીઓ (અનુયાયો)ની ઈજ્જત કરતા, તેમને માન
આપતા.* સલામ કરવામાં હંમેશા પહેલ કરતા.*
વાળ-વસ્ત્રો સ્વચ્છ અને સુગઢ રાખતા.* મિત્રો-સ્નેહીઓની સંભાળ રાખતા.* બીમારની અચૂક ખબર લેતા.* પ્રવાસે જનાર માટે હંમેશા પ્રાર્થના કરતા.* મૃત્યુના સમાચાર સાંભળી મરનાર માટે પ્રાર્થના કરતા.* નારાજ થયેલાઓને મનાવવા પોતે તેમના ઘરે જતા.* દુશ્મન-દોસ્ત સૌને ખુશીથી મળતા.* ગુલામોના ખાન-પાન અને પોષકમાં ભેદભાવ ન રાખતા.* જે શખ્શ આપની સેવા કરતો,તેની સેવા આપ પણ કરતા.* કોઈ પણ મજલીસ કે કાર્યક્રમમાં હંમેશ પાછળ બેસવાનું પસંદ કરતા.*
દરેકના માન-મર્તબાનું ખાસ ધ્યાન રાખતા.*
ગરીબને તેની ગરીબીનો અહેસાસ ન કરાવતા.* અમીર કે બાદશાહની જાહોજલાલીથી ક્યારેય પ્રભાવિત ન થતા.* ખુદાની દરેક નેમતો - બક્ષિશોનો હંમેશ શુક્ર (આભાર) અદા કરતા.*
મહેમાનોની ઈજ્જત કરતા. તેઓ ભૂખ્યા રહી
મહેમાનોને જમાડતા.* પાડોશીઓની સંભાળ રાખતા.તેમના ખબર અંતર
પૂછતાં રહેતા.
* પોતાના જોડા પોતે જ સીવતા.* પોતાના ફાટેલા કપડા પોતે જ સીવતા.* ભોજન પહેલા અને ભોજન પછી ખુદાનો શુક્ર (આભાર) માનતા.* અલ્લાહનો જીક્ર રાત-દિવસ કરતા રહેતા.* નમાઝ (પ્રાર્થના) લાંબી અને ખુત્બો (પ્રવચન) ટૂંકો કરતા.
ઈમાનદાર માનવીની નિશાની આપતા મહંમદ
સાહેબ ફરમાવ્યું છે,
“ભલાઈ કરીને જે ખુશ થાય અને કંઇ પણ
ખોટું થાય તો તે દુઃખ અને પ્રાયશ્ચિત અનુભવે”
મહંમદ સાહેબનો પશુ પ્રેમ પણ અનહદ હતો. તેઓ
કહેતા,
“જે કોઈએ નાનકડી ચકલીને પણ નાહક મારી,
તો તે અંગે કયામતના દિવસે અલ્લાહને જવાબ આપવો પડશે. ધિક્કાર છે એ લોકોને જેઓ પશુને
છુંદી નાખે છે, માત્ર પોતના આનંદ પ્રમોદ માટે તેમના શરીરને ચીરી-ફાડી નાખે છે.”
સ્ત્રીઓના દરજ્જા અંગે પણ તેઓ કહેતા,
“માતાના પગ નીચે સ્વર્ગ છે. જેને ત્રણ પુત્રીઓ,
બે પુત્રીઓ કે એક પુત્રી હોય તે તેઓનું સારી રીતે પાલન પોષણ કરે અને પોતાના પુત્રોને
પ્રાધાન્ય ન આપે, તો તે વ્યક્તિ અને હું જન્નતમાં તદન સમીપ હોઈશું.”
પ્રેમ અને ભાઈચારો મહંમદ સાહેબના જીવનનો આદર્શ
હતો. તેઓ ફરમાવતા,
“જેની પાસે જરૂરતથી વધારે ખાવાનું હોય, તે તેને
જરૂરતમંદોને ખવડાવી દે. તમારામાંથી કોઈ વ્યક્તિ પોતાની જમીન, ઘર, ખેતર કે બગીચો
વેચવાનો ઈરાદો કરે તો સૌ પ્રથમ તેની જાણ પોતાના પાડોશીને કરે.”
આવા અનેક માનવીય આદર્શોને મહંમદ સાહેબ
પોતાના જીવનમાં સાકાર કર્યા હતા. અને એના કારણે જ વિશ્વમાં ઇસ્લામ આજે પણ જીવંત છે
અને યુગો સુધી રહેશે.- આમીન.
કુરાન ની કેટલીક નફરત ફેલાવતી આયાતો ને કારણે ભણેલા ગણેલા મુસ્લિમો આતંકવાદી બને છે તો એ કાફિરો પ્રત્યે નફરત ફેલાવતી કુરાન ની આયાતો ને કુરાન માં થી કેમ ન હટાવી શકાય ??
ReplyDeleteજો તમે આના માટે આગેવાની લેશો તો સમગ્ર માનવજાત માટે મોટી સેવા થશે અને સમગ્ર વિશ્વમાં માં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત થશે .
My DEAR FRIEND
ReplyDeleteQuran ni koi ayat evi nathi je nafrat felave.
Pan ketlak loko potano swarth shadhva mate galat Vat muke che...
India ma 800 thi vadhare year Muslim Raja o nu Raj Hatu Jo e loko nafrat felavta hot to Aje Muslim j India ma baki hot..
But Quran ma to kahyu che ke Ek nirdos NE katal Karnar akhi Duniya na Inshan nu katal karya jetlo moto guno che