Sunday, May 27, 2018

વિશ્વમાં રમઝાન માસ : ડૉ. મહેબૂબ દેસાઈ


હાલ હું ટૂંકા રોઝોમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવતા દેશ ઓસ્ટ્રેલિયામા છું. એટલે રોઝા રાખવામાં ઓછી તકલીફ અનુભવું છું. પણ તેની સાથે ઠંડીનું પ્રમાણ વધુ હોય ગરમા કપડામાં વીંટાઈને જ રહેવું પડે છે. આજે વિશ્વના મુસ્લિમોના રમઝાન માસના રોઝા અંગે થોડી વાત કરવી છે. વિશ્વના લગભગ ૫૦ દેશોમાં મુસ્લિમો વસે છે. જેઓ ઈસ્લામને અનુસરે છે. હાલ રમઝાન માસ ચાલતો હોય દરેક દેશનો મુસ્લિમ નિયમિત રોઝા રાખે છે. કારણ કે ઇસ્લામમાં રોઝા દરેક માટે ફરજીયાત છે. પરિણામે ગમે તે સંજોગોમાં કોઈ પણ મુસ્લિમ રોઝા ન રાખવાની ગુસ્તાખી કરતો નથી. ટાઢ તડકો કે લાંબો ટૂંકો દિવસ હોય છતાં દરેક મુસ્લિમ રમઝાન માસમા રોઝા અને ઇબાદતમાં અચૂક વ્યસ્ત રહે છે. અલબત્ત તેમાં કષ્ટ પડે છે. હાલ અમદાવાદની ગરમી અને તેની સાથે ૧૫.૩૬. કલાકનો લાંબો રોઝો માનવીના અસ્તિત્વને હચમચાવી મુકે તે સ્વભાવિક છે. ઇસ્લામના નિયમ મુજબ રોઝાનો સમય સૂર્યોદય અને સુર્યાસ્ત પર આધારિત હોય છે. અર્થાત જે દેશમાં સૂર્ય વહેલો ઉગે અને મોડો આથમે ત્યાં શહેરી (રોઝો રાખવાનો સમય) નો સમય વહેલો અને ઇફ્તીયારીનો સમય (રોઝો છોડવાનો સમય) મોડો હોય છે. ભારતમાં સૂર્યોદય થતા પહેલા લગભગ ૩.૪૨ કલાકે શેહરી રાખવાનો આરંભ થાય છે. જયારે લગભગ સાંજે લગભગ ૭.૨૦ કલાકે રોજો છોડવામાં આવે છે. જો કે આ વર્ષે વિશ્વના મુસ્લિમોના રોઝનો સરેરાસ સમય ૧૪ થી ૧૫ કલાકનો છે. એ દ્રષ્ટિએ ભારતમાં રોઝનો સમય યોગ્ય લાગે છે. એ જ રીતે ઇસ્લામના પવિત્ર યાત્રાધામ સમા સાઉદી અરેબિયામા શેહરીનો સમય સવારે ૩.૫૬નો છે. જયારે ઇફ્તીયારીનો સમય સાંજના ૭.૦૭ કલાકનો છે. એ મુજબ સાઉદી અરેબિયામા રોઝો ૧૫ કલાકનો છે. ત્યાં પણ ગરમીનું પ્રમાણ છે. છતાં દરેક મુસ્લિમ નિષ્ઠા અને એકાગ્રતાથી રોઝા રાખે છે.
વિશ્વમાં આજે સૌથી લાંબો રોઝો આઇસલેંડ કે આઇસલેંડમા થઈ રહ્યો છે.  આઇસલેંડ ગણરાજ્ય ઉત્તર પશ્ચિમી યુરોપમાં ઉત્તરી એટલાંટિકમાં ગ્રીનલેંડ,ફરો દ્વીપ સમૂહ, અને નાર્વે ની મધ્યમાં વસેલ એક દ્વિપીય દેશ છે. આઇસલેંડનું ક્ષેત્રફળ લગભગ ૧,૦૩,૦૦૦ કિમી છે અને અનુમાનિત જનસંખ્યા ૩,૧૩,૦૦૦ (૨૦૦૯) છે. આ યુરોપમાં બ્રિટેન પછી બીજો અને વિશ્વમાં અઢારમો સૌથી મોટો દ્વીપ છે. અહીં ની રાજધાની છે રેક્જાવિક છે. દેશ ની અડધી જનસંખ્યા અહીં નિવાસ કરે છે. તેમાં મુસ્લિમોની સંખ્યા ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલી છે. અહિયાં રોઝો રાખવાનો સમય રાત્રીના ૧.૫૬નો છે જયારે રોઝો છોડવાનો સમય રાત્રીના ૧૧.૪૭નો છે. એ હિસાબે અહિયાં રોઝો ૨૧ કલાક અને ૫૧ મીનીટસનો થાય છે. વિશ્વમાં બીજા ક્રમે સૌથી લાંબો રોઝો નોર્વેનો છે. નૉર્વે યુરોપ મહાદ્વીપ માં સ્થિત એક દેશ છે. તેની રાજધાની ઓસ્લો છે. તેની મુખ્ય રાજભાષા નૉર્વેજિયન ભાષા છે. અહિયાં શહેરીનો સમય રાત્રે ૨.૯ મીનીટનો છે, જયારે  ઇફ્તીયારી રાત્રે ૧૦.૨૯ મિનિટે થાય છે. કારણ કે અહિયાં સુર્યાસ્ત ૧૦.૨૯ મિનિટે થાય છે. સૌથી લાંબા રોઝોના ત્રીજા અને ચોથ ક્રમે નેધરલેંડ અને રશીયા આવે છે. અને ઇગ્લેન્ડ પાંચમાં ક્રમે આવે છે. છેલ્લા તેત્રીસ વર્ષમાં ઈગ્લેન્ડના મુસ્લિમો સૌ પ્રથમવાર લાંબામા લાંબા રોઝાનો અનુભવ લઇ રહ્યા છે. ઈંગ્લેન્ડમાં શહેરીનો સમય મળસકે ૨.૩૯ છે. જયારે ઇફ્તીયારી રાત્રે ૯.૧૫ થાય છે. એટલે કે ઇફ્તીયારી અને શહેરી વચ્ચે માત્ર પાંચ કલાકનું અંતર છે. એ પાંચ કલાકમાં ઈશાની નમાઝ તરાબીયા પઢી રોઝદાર લગભગ ૧૨ વાગ્યે મુક્ત થઈ સુવા ભેગા થાય છે. અને માત્ર બે કલાકની નિદ્રા લઇ સવારે બે વાગ્યે શહેરી માટે ઉઠી જાય છે. છતાં આવી કપરી ઈબાદત તેઓ કરી રહ્યા છે.
આ થઈ સૌથી લાંબા રોઝની વાત. હવે વિશ્વમાં સૌથી ટૂંકો રોઝો કયા દેશમાં છે તેની વાત કરીએ. સૌથી ટૂંકો રોઝો આર્જેન્ટીનામાં છે. આર્જેન્ટીના દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશનું મુખ્ય ઉત્પાદન ઘઉં છે. આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂરજમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન થાય છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વ ધાર્મિક અહેવાલ અન્વયે આર્જેન્ટીનામા મુસ્લિમોનો વસ્તી તેની કુલ વસ્તીના એક ટકા જેટલી છે. અર્થાત લગભગ ૧૦ લાખ મુસ્લિમો આર્જેન્ટીનામાં વસે છે. અહિયાં રોઝો ૧૧ કલાક અને ૮ સેકંડનો છે. શેહરીનો સમય સવારે ૬.૮ કલાકનો છે. જયારે રોઝો છોડવાનો સમય સાંજે ૫.૫૬ કલાકનો છે. આર્જેન્ટીના પછી બીજા ક્રમે ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેંડ વાયવ્ય પ્રશાંત મહાસાગર માં બે મોટા ટાપુઓ અને અન્ય ઘણાં નાના ટાપુઓથી બનેલો દેશ છે. ન્યુઝીલેંડના ૪૦ લાખ લોકોમાંથી ૩૦ લાખ લોકો ઉત્તરીય ટાપુ પર રહે છે અને ૧૦ લાખ લોકો દક્ષિણી ટાપુ પર રહે છે. આની ગણના વિશ્વના સૌથી મોટા દ્વીપમાં થાય છે. અહિયાં રોઝો ૧૧ કલાક અને ૨૧ મિનીટનો છે. શેહરીનો સમય સવારે ૫.૪૪ નો છે. જયારે રોઝો છોડવાનો સમય સાંજે ૫.૫.નો છે. આ કક્ષામાં ઓસ્ટ્રેલિયાનો ક્રમ ત્રીજો આવે છે. અહિયાં રોઝો ૧૧.૪૬ કલાકનો છે. શહેરીનો સમય સવારે ૫.૧૮ છે. જયારે ઇફ્તીયારીનો સમય સાંજના ૪.૫.નો છે.

વિશ્વના કેટલાક દેશો જેવા કે કેનેડા અને નોર્થવેસ્ટ ટેરીટરીઝમા દિવસ અને રાત્રી વચ્ચેનું અંતર બહુ ઓછું હોય છે. ત્યારે આપણે ઉપર ઇંગ્લેન્ડના સંદર્ભમા જોયું તેમ રોઝા રાખનાર માટે અત્યંત મુશ્કેલી સર્જાયા છે. એવા પણ કેટલાક દેશો છે જ્યાં સુર્યાસ્ત થતો જ નથી. ત્યાં તો રોઝા રાખનાર માટે મોટી સમસ્યા ઉભી થાય છે. એવા દેશોમાં ઇસ્લામના આલિમો મક્કા કે મિડલ ઇસ્ટના દેશોના રોઝાની શહેરી અને ઇફ્તીયારીના સમયને અનુસરવાની સલાહ આપે છે.  





No comments:

Post a Comment