Wednesday, May 23, 2018

વફાત : સનાતન સત્ય : ડૉ.મહેબૂબ દેસાઈ


                  
૧૬ મેંના રોજ રાત્રે ત્રણ કલાકે મારા એક સબંધીનો ફોન આવ્યો કેધંધુકા મુકામે મારા એક પિતરાઈ બંધુ કાળુભાઈ મુસેભાઈ દેસાઈનું લગભગ ૭૦ વર્ષની વયે અવસાન થયું છે. અનેવફાત કે મૃત્યુના વિચારે મને ઘેરી લીધો. માનવી માટે વફાત અર્થાત મૃત્યુ સનાતન સત્ય છે. દુનિયામાં બધું ભલે અનિશ્ચિત હોય પણ મૃત્યુઅર્થાત વફાત નિશ્ચિત છે. તેના નિર્ધાર કરેલ સમય, સ્થળ અને સંજોગોમાં કોઈ પરિવર્તન શક્ય નથી. છતાંતેઅણધાર્યું છે. તેના આગમનનો કોઈ નિશ્ચિત સમય કે સ્થિતિ દુનિયાનો કોઈ માનવી નથી જાણી શકતો, નથી કહી શકતો કે નથી અનુભવી શકતો.સામાન્ય માનવી મૃત્યુના વિચાર માત્રથી ડર અનુભવે છે.પણ તેનો ભય રાખવાની જરૂર નથી.સદકાર્યો, નેકી, નમાઝ કે બંદગીની મૂડી મોત પછીનો સાચોસામાન છે. દુન્વયી એટલેકે દુનિયાની બાબતોમાં રચ્યાપચ્યા રહેવાની આપણી ફરજ છે. પણ સાથે સાથે દિની એટલે કે આધ્યાત્મિક બાબતો પ્રત્યે પણ આપણી સજાગતા અનિવાર્ય છે. ધર્મ અને ઈબાદત માનવીને આદમીમાંથી ઇન્સાન બનાવે છે.
મૃત્યુ કે વફાતમાનવીના નશ્વર દેહનો નાશ કરે છે. મૃત્યુ સાથે કેટલીક કડવી સચ્ચાઈ જોડાયેલી છે. જે મોટે ભાગે દરેક મઝહબમા સમાન છે. જે માનવીના મોહના બંધનમા સમગ્ર કુટુંબ બંધાયેલું હોય છે, તે જ કુટુંબનાસભ્યો વફાત કેમૃત્યુ પછી તેને અવ્વલ મંઝીલ અર્થાતઅંતિમ યાત્રા પર પહોંચાડવા ઉતાવળા બની જાય છે. ઇસ્લામમાંજનાજા અર્થાત મૃતદેહને જેમ બને તેમાં જલદી દફનાવવાની હિદાયત આપવામાં આવી છે.એજ રીતે મૃત્યુ પછી સૌ પ્રથમ માનવી જીવનભર પોતાની સાથે રહેલું નામ ગુમાવી દે છે.શ્વાસ અટકાતાની સાથેજ માનવી નામ વિહોણો બની જાય છે.અવસાન પછી તુરત ગુજરનારનાસૌસ્વજનો મૃતક માનવીને નામથી બોલાવવાને બદલે જનાજો કહીને જ બોલાવે છે. જેમ કે સૌ કહે છે,જનાજાને ગુસલ અર્થાત સ્નાન જલદીકરવોઇસ્લામમાંમૃતક માનવીને પ્રથમ ગુસલ કરાવવાનોનિયમછે.મરનાર માનવીને દફનાવતા પહેલાગુસલઅર્થાત સ્નાન કરાવી તેને પવિત્ર કરવામાં આવે છે. અને જયારે મૃતક માનવીને દફનાવવાનો સમય આવ છે ત્યારે પણ કહેવામાં આવે છે “મૈયત કો કબર મેં ઉતારો” અથવા“મૈયત કો કરીબ કરો” ત્યારે પણ કોઈ માનવી એમ નહિ કહે કે “મહેબૂબભાઇને કબરમાં ઉતારો” ટૂંકમા, માનવીના શ્વાસ અટકતા એ માત્ર મૈયત બની જાય છે. એ સમયે તેની સાથે તેનું નામ પણ નથી રહેતું. સૂફી સંત નઝીરે આ અંગે અસરકારક શબ્દોમાં કહ્યું છે
“જબ ચલતે ચલતે રસ્તે મેં
યહ ગૌનતેરીઢલ જાયેગી
એક બધિયા તેરી મીટ્ટી પર
ફિર ધાસ ન ચરને આયેગી
યે ખેપ જો તુને લાદી હૈ
સબ હિસ્સો મેં બટ જાયેગી
સ્ત્રી, પૂત, જમાઈ, બેટાકયા
બંજારન પાસ ન આયેગી
કયા સાજ, જડાઉ જર જેવર
કયા ગોરે થાન કિનારી કે
કયા ઘોડે જીન સુનહરી કે
કયા હાથી લાલ હમારી હૈ
સબ ઠાઠ પડા રહ જાયેગા
જબ લાદ ચલેગા બંજારા”
દુનિયામા માનવીનુંજીવન ગમેતેટલુઉત્તમ હોય, છતાં તેમનાઅવસાન પછી ત્રણ પ્રકારના અફસોસકરનારા જોવા મળે છે. પ્રથમ એ જે મરનાર સાથે આછીપાતળી ઓળખતાધરાવતાહોય, બીજા એ જે મરનાર સાથે  સામજિક કે આર્થિક સંપર્ક ધરાવતા હોય. અને છેલ્લે મરનારના સ્વજનો. અલબતદરેકના અફસોસની માત્ર વધતા ઓછા પ્રમાણમાં હોયછે. પણસમય જતા દરેક પોતાના જીવનમાં મને કમને પરોવાઈ જાય છે.અલબત્તસ્મૃતિમા જળવાઈ રહેલ સ્વજન હોઈ શકે. પણ મરનાર વગર જીવન શક્યનથી, તે વિધાનઅયોગ્ય છે. અર્થાત દુનિયાની વિદાય પછી તમામ બંધનોથી બંને પક્ષે મુક્તિ મળી જાય છે. આમ છતાં માનવીની જીવન પ્રત્યેની જીજીવિષા જરા પણ ઓછી થતી નથી. દરેક મઝહબમા તેનાથી શક્ય તેટલું મુક્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.કુરાને શરીફમાં કહ્યું છે,
“આ દુનિયામા જે કઈ છે તે સર્વ ફાની છે. એશ્વર્યવાન, કૃપાવાનઅને અવિનાશી એકમાત્ર અલ્લાહ જ છે.”
મૃતક માનવી સાથે માત્ર તેના સદકાર્યો અને ઈબાદતજાય છે. એ વાતદરેક મઝહબના કેન્દ્રમાં છે.બ્રહ્માનંદ કહે છે,
 “દો દિનકા જગ મેં મેલા
 સબ ચલા ચલીકા ખેલા
 કોઈ ચલા ગયા, કોઈ જાવે
 કોઈ ગઠડી બાંધ સિધાવે
 કોઈ ખડા તૈયાર અકેલા
 સબ ચલા ચલીકા ખેલા”
એ સંદર્ભમાકુરાને શરીફમાપણકહ્યું છે,
આ સંપતિ, આસંતતિ આ દુનિયાની-જીવનની શોભા છે. પણ એ તો ક્ષણિક છે, જેટકે છે એ તો નેકી-સદ્કાર્ય છે. જે સુંદર છે, ને સ્થિર છે.
ચાલો, આપણે સૌ વફાત પછીના ટકાઉ સદકાર્યો અને ઈબાદત તરફ વળીએ એવી ખુદા ઈશ્વરનેદુવા કરીએ : આમીન





1 comment:

  1. ધમૅદશૅન પૂતિૅ
    " મહાપુરુષ"માં કબીર સાહેબ એક ક્રાતિકારી વિચાર પુરુષ લેખ માહિતીસભર અને આજના અનેક દંભી સંપ્રદાયમાં વિભાજિત સમાજે બોધ(પાઠ) લેવા લાયક છે.
    " રાહેરોશન"માં મહેબૂબ સાહેબએ "વફાત" વિશે કરેલુ વિશ્લેષણ યોગ્ય છે. 'નઝીર' અકબરાબાદીની નજમ "સબ ઢાઢ પડા રહે જાયેગા જબ લાદ ચલેગા બંજારાં"
    બંજારાનામા વાંચી મારી કેફિયત ખુશ થઈ.
    તાજેતરમાં "અંજૂમન"ના લેખક બકૂલ બક્ષી જન્નતનશીન થયા છે.તેમને "ખિરાજે અકીદત" આપતી નજમ લખું છું


    બકૂલ બક્ષી કી બેવકત વફાત (મૌત ) પર ખિરાજે અકીદત (શ્રાધ્ધાજિંલી )

    અંજુમન
    ચલ દિયે કયોં ઈતની જલદી
    છોળ કર અંજુમન અપની
    કૌન સજાયેગા અબ અંજુમન તેરી
    તુજે માલૂમ નહીં આશિકો કે લિયે
    કયા થી અંજુમન તેરી
    મુઝ જૈસે પરવાને કે લિયે
    શમ્એ મહેફિલ થી અંજુમન તેરી
    વલી ગુજરાતી કી સરજમી પે આબાદ
    હુઈ થી અંજૂમન તેરી
    મીર કે દરદોગમ કો મહેસૂસ
    કરાતી થી અંજુમન તેરી
    ગાલિબ કે તખ્યુલ સે આશના
    કરાતી થી અંજૂમન તેરી
    દાગ કી જૂબાં સે લુત્ફ અંદોઝ
    કરાતી થી અંજૂમન તેરી
    ઈકબાલ કી ખુદી કા તજકરા
    કરતી થી અંજૂમન તેરી
    અકબર કે તન્જિયા અશાર સે
    હંસાતી થી અંજૂમન તેરી
    ઉદૂઁ કી શીરીની કા મઝા
    ચખાતી થી અંજૂમન તેરી
    ફિરાક,ફાની,શાદ ન જાને કિસ કિસ કી યાદ
    દિલાતી થી અંજૂમન તેરી
    જદ્દીદ ઔર કદીમ શૌઅરાંઓ કો અપની મહેફિલમેં યકસાં મકામ દેકર સુનાતી થી અંજૂમન તેરી
    સાહિર,શકીલ,કફીલ,મજરૂહ ઔર કૈફી કો મદૂ
    કરતી થી અંજૂમન તેરી.
    ઉદૂઁ જિસે બેવતન કરનેકી સાજિશે હો રહી હૈ હરદમ હરતરફ
    ઉસે અપના મકામ દિલાનેકી કાવિશ
    કરતી થી અંજૂમન તેરી
    મસ્કન નહીં જિસકા જહાં ઉસે વહાં મકબૂલિયત દિલાતી થી અંજૂમન તેરી
    ઊદૂઁસે બેઈંતિહાં મુહબ્બત કા ઈજહાર
    કરતી થી અંજૂમન તેરી
    ઢૂંઢેસે ભી મિલ ન પાયેગા બકૂલ તુજ સા આશિક રેખ્તાકા કહીં
    જો ઈસ તરહ સજાયેગા અબ અંજૂમન તેરી
    ઐસા બાગબાન મિલેગા કહાં જો ગુલશન કે માનિંદ
    સાંવરેગા અંજૂમન તેરી.
    હસુમીયાં કાગદી.
    તા.15,જૂન,2018
    શુકવાર

    કભી ભી ન હુઈ દેરોહરમ કી તરફદાર
    લેકિન હાં ખૈયામ કા મૈખાના
    બન જાતી થી અંજૂમન તેરી
    કભી કભી "મોનાલિસા" કી માંનિદ
    મુસ્કુરાતી થી અંજૂમન તેરી.
    મુસલસલ બા કાયદા પાબંદી સે "મજલિસ"
    મુનકત કરતી થી અંજૂમન તેરી.
    તેરે "ઓટોગ્રાફ" કી માનિંદ ઈસ સફે દહરમેં
    યકતા થી અંજૂમન તેરી
    ના ઉમ્મીદોં કે લિયે આશા કી કિરન
    બન જાતી થી અંજૂમન તેરી.
    સોહબત મેં આ જાયે કોઈ
    ઉસ કી તરબિયત અચ્છી
    કર દેતી થી અંજૂમન તેરી.
    હ.નુ.કાગદી
    તા.18 જૂન,2018
    સોમવાર







    ReplyDelete