થોડા દિવસ પહેલા મારા મિત્ર અને ગુજરાતના જાણીતા
શાયર વસીમ મલિકે મને વોટ્શોપ પર કાશી-બનારસ (આજનું વારાસણી)માં આવેલી ઐતિહાસિક “ધનેડા
મસ્જિત” અંગે વિગતો
મોકલી. છેલ્લા મોગલ શાસક ઔરંગઝેબની ન્યાયપ્રિયતા અને કોમી એખલાસને વ્યક્ત કરતી “ધનેડા
મસ્જિત” તેના
ભવ્ય ઇતિહાસની સાક્ષી પુરતી આજે પણ વારાસણીમા હયાત છે. મસ્જિતમાં મુકવામાં આવેલ
ઐતિહાસિક તકતી આજે પણ એક મુસ્લિમ બાદશાહની એક સાધારણ બ્રાહ્મણ કન્યા પ્રત્યેની પિતૃ
ભાવના અને ન્યાયપ્રિયતા વ્યકત કરે છે. એ કથા આજના સંદર્ભમા જાણવા જેવી છે.
કાશી-બનારસમાં રહેતા એક બ્રાહ્મણ પંડિતની ખુબસુરત
કન્યા શકુંતલા પર કાશી-બનારસના સેનાપતિનું મન આવી ગયું. અને તેણે એ બ્રાહ્મણને
આદેશ આપ્યો,
“તારી
પુત્રીને સજાવાનીને સાત દિવસ માટે મારા મહેલ પર મોકલી આપ”
બ્રાહ્મણ પંડિત આ હુકમ સાંભળી આઘાત પામ્યો. તેણે
ઘરે આવી પુત્રી શકુંતલાને સેનાપતિના આદેશની રડતા રડતા જાણ કરી. શકુંતલા ખુબસુરત
સાથે અકલમંદ પણ હતી. તેણે પિતાને સેનાપતિ પાસે એક માસનો સમય માંગવા જણાવ્યું. અને સેનાપતિએ
એક માસનો સમય આપતા કહ્યું,
“સારું
એક માસ પછી તારી પુત્રીને સજાવીને સાત દિવસ માટે મારા મહેલ પર મોકલી આપ જે”
એક માસનો સમય મળતા બ્રાહ્મણ
પુત્રી શકુંતલાએ યુવાનનો વેશ ધારણ કરી દિલ્હીની વાટ પકડી. દર શુક્રવારે બાદશાહ
ઔરંગઝેબ દિલ્હીની જામા મસ્જિતમા જુમ્મા અર્થાત શુક્રવારની નમાઝ પઢવા આવતા. નમાઝ
પછી બહાર નીકળતા બાદશાહ ઔરંગઝેબ ફકીરોના સવાલો પૂર્ણ કરતા, તેમની જે માંગ હોય તે
પૂર્ણ કરતા. એ દિવસે પણ નમાઝ પછી બાદશાહ ઔરંગઝેબ દરેક ફકીરની માંગ પૂરી કરતા કરતા
બહાર નીકળી રહ્યા હતા. ત્યારે એક નાજુક હાથ બાદશાહ તરફ લંબાયો. બાદશાહ ઔરંગઝેબે એ
નાજુક હાથ તરફ એક નજર કરી. પછી એ હાથને પોતાના રુમાલથી ઢાંકી એ હાથમાંથી ચિઠ્ઠી લઇ
લીધી. નકાબ પોશ ખુબસુરત બ્રાહ્મણ કન્યા શકુંતલાને નવાઈ લાગી. તેણે બાદશાહને
પૂછ્યું,
“મારા
હાથને ઢાંકીને આપે શા માટે મારી ચિઠ્ઠી લીધી ?”
બાદશાહ ઔરંગઝેબ બોલ્યા,
“ઇસ્લામમાં પરસ્ત્રીને સ્પર્શ કરવો ગુનાહ છે. વળી, એક ઔરતના
હાથનું જાહેરમાં પ્રદર્શન પણ ઇસ્લામમા સ્વીકાર્ય નથી.”
આ શબ્દો સાંભળી પેલી શકુંતલાને
બાદશાહ સલામત માટે માન થયું. નકાબ દૂર કરી તેણે બાદશાહને પોતાની ઓળખ આપી. અને કાશી-બનારસના
સેનાપતિની અભદ્ર માંગણીની વાત કરી. બાદશાહ શકુંતલાને
પોતાના મહેલમાં લઇ ગયા. પોતાની પુત્રી જેમ પોતાના મહેલમાં તેને થોડા દિવસ રાખી.
પછી વિદાય કરતા કહ્યું,
“બેટા,
તું તારા ઘરે પછી જા. તારા પિતા તારી ચિંતામાં દુઃખી થતા હશે. તારી ડોલી એક માસ
પછી એ સેનાપતિને ત્યાં જવા ભલે નીકળતી”
શકુંતલા પિતાના ઘરે પાછી ફરી. પિતાએ પૂછ્યું,
બેટા, કોઈ રસ્તો નીકળ્યો ?”
“પિતાજી,
હું બાદશાહ ઔરંગઝેબ પાસે ગઈ હતી. તેમણે મને કહ્યું કે તારી ડોલી સેનાપતિને ત્યાં
જવા ભલે નીકળતી. પણ તેમણે મને પુત્રી કહી છે. એટલે મને આશા છે કે એક બાપ તેની
પુત્રીની ઈજ્જત નિલામ નહિ થવા દે”
એક માસ પૂરો થયો. શકુંતલાની ડોલી સજીધજીને સેનાપતિને
ત્યાં પહોંચી. હવસ ભૂખ્યો સેનાપતિ ખુશ હતો. એ ખુશીમાં તે ફકીરોને પૈસા લુંટાવતો
હતો. જયારે તે પૈસા લુંટાવી રહ્યો હતો, ત્યારે એક ફકીરે તેનો હાથ પકડીને કહ્યું,
“હું
મામુલી ફકીરી નથી. પૈસા મારા હાથમાં મુકીને મને આપ” અને સેનાપતિએ
એ ફકીરના હાથમાં પૈસા મૂકયા કે તુરત એ ફકીરે સેનાપતિનો હાથ પકડી લીધો. મોઢા પર
ઢાંકેલ કામળો દૂર કર્યો. અને બોલ્યો,
“હૂં બાદશાહ ઔરંગઝેબ છું. મોગલ રાજ્યના
એક બ્રાહ્મણની પુત્રી પર ખરાબ નજર નાખી તે આખી હુકુમતને બદનામ કરી છે. તને તેની
સજા મળશે”
અને બાદશાહ ઔરંગઝેબે ત્યાને
ત્યાં જ આદેશ કર્યો,
“ચાર હાથીઓ સાથે સેનાપતિના હાથ પગ બાંધી દો.
અને હાથીઓને જુદી જુદી ચારે દિશામાં દોડાવો.”
આમ એ સેનાપતિને
જાહેરમાં ચીરી નાખવામાં આવ્યો. એ પછી બાદશાહ ઔરંગઝેબે એ બ્રાહ્મણના ઘર પાસે આવેલા
ચબુતરામા બે રકાત નિફલ શુક્રાના (ખુદાનો આભાર માનતી) નમાઝ પઢી. અને ખુદાને દુવા કરતા
કહ્યું,
“એ ખુદા હૂં તારો શુક્ર્ગુઝાર (આભારી)
છું કે તે મને એક ગેર મુસ્લિમ કન્યાનો ઇન્સાફ કરવાની તક આપી”
પછી શકુંતલા સામે જોઈ
બાદશાહ બોલાયા,
“બેટા, મને એક ગ્લાસ પાણી આપીશ.?” શકુંતલાએ બાદશાહને પાણી આપ્યું. બાદશાહે એ પાણી પીધું પછી બોલ્યા,
“બેટા, જે દિવસે તે મને ફરિયાદ કરી હતી, એ
જ દિવસે મેં કસમ ખાધી હતી કે તને ઇન્સાફ અપાવ્યા પછી જ પાણી પીશ.”
આ ઘટના પછી એ
વિસ્તારના પંડિતો અને મહાજનોએ ભેળા થઈ, જ્યાં બાદશાહ ઔરંગઝેબે બે રકાત નમાઝ પઢી
હતી ત્યાં એક મસ્જિત બનાવી. એ જ મસ્જિત એટલે કાશી-બનારસની ઐતિહાસિક “ધનેડા મસ્જિત”. એ મસ્જિતમા મુકાયેલી
તકતી બાદશાહ ઔરંગઝેબના ઇન્સાફની સાક્ષી પુરતી આજે પણ હયાત છે.