માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી,
સાદર નમસ્કાર.
આપનું બે બાબતો પ્રત્યે નમ્રપણે ધ્યાન દોરવાની રજા લઉં છું.
૧) હંમણા મારી પાસે ઈતિહાસ વિષયનો PhDની પદવી માટેનો મહાનિબંધ તપાસવા આવ્યો હતો. જેનો વિષય " રાષ્ટ્ર્ય સ્વયમ સેવક સંઘ નું સૌરાષ્ટ્રના સેવાકીય ક્ષેત્રમાં પ્રદાન - એક અધ્યયન” હતો. એક બહેને ઘણી મુશ્કેલીથી મહાનિબંધ પૂર્ણ કરેલ હતો. તેમની સમસ્યા એ હતી કે સંઘના કાર્યાલયમાંથી તેમને કોઈજ આધારભૂત માહિતી મળતી ન હતી. સંઘે મોરબી, ભુજ અને અન્ય સ્થળોએ કુદરતી આફતો દરમિયાન ખુબજ સેવાકીય કાર્ય કર્યું છે. છતાં તેનું કોઈજ વિગતવાર દસ્તાવાજીકરણ - ફોટા રાખવામાં આવ્યા નથી. પરિણામે મહાનિબંધમાં તેનો વિગતવાર અને આધારભૂત ઉલ્લેખ ન હતો . મેં તેની પાસે થોડી મહેનત કરાવી મહાનિબંધમાં વિગતો ઊમેરાવી અને પદવી આપવા ભલામણ કરી. તેને પદવી મળી ગઈ. પણ સંઘના દરેક વર્ષના કાર્યોનો અહેવાલ અને ફોટા નિયમિત તેયાર થવા જોઈએ. જેથી તેના પર શૈક્ષણિક કાર્ય કરવા ઇચ્છતા સંશોધકોને તે ઉપયોગી થઇ શકે.
૨) આપે ગુજરાતને આદર્શ બિનસાંપ્રદાયક રાજ્ય બનાવવાની જાહેરાત કરી છે. એ બદલ આકાશ ભરીને અભિનંદન. એ માટે ગુજરાતનો દરેક શિક્ષિત મુસ્લિમ તેયાર છે. પણ આપે તેમને રાજ્યની સેવા કરવાની જવાબદાર સ્થાનો પર તક આપવી પડશે. તોજ વિશ્વાસનું વાતાવરણ સર્જાશે અને ઉભી થયેલી દીવાર તોડી શકાશે. એ માટે આપ પ્રથમ નામ મારું લખી શકો છો.
આભાર સહ
આપનો સેવક
મહેબૂબ દેસાઈ
No comments:
Post a Comment