Saturday, October 11, 2025
જીવન સ્મૃતિ ૨
આજ થી ૩૦ વર્ષ પહેલાનો આ ફોટોગ્રાફ (૩ ઓગસ્ટ ૧૯૯૫) પતાયા બીચ થાઈલેન્ડ નો છે. એ મારી પ્રથમ વિદેશ યાત્રા હતી. માં રામલાલ પરીખ (કુલનાયક ગુજરાત વિદ્યાપીઠ) સાથે કોમ્યુનિટી એજ્યુકેશનના નેજા તળે અમે ગુજરાતના પાંચેક અધ્યાપકો આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા થાઇલેન્ડ ગયા હતા. અમારો ઉતારો પતાયા ની એ સમયની સૌથી મોટી પંચતારક એમ્બ્સેડર સીટી હોટલ, જોમટેઈનમા હતો. પાંચ દિવસની એ કોન્ફરન્સ(જુલાઈ ૩૧ થી ૪ ઓગસ્ટ ૧૯૯૫)માં ત્રીજા દિવસે મેં મારું સંશોધન પેપર “Total Literacy Through Community Education in the Context of Bhavnagar” રજૂ કર્યું હતું. અમારી સાથે અમદાવાદની અંગ્રેજી અને સમાજ વિદ્યા વિષયની બે અધ્યાપિકાઓ હતી. જેમાના એક ડો. ચંદ્રિકાબહેન રાવળ હતા. અને બીજા હતા ડૉ રેણુકાબહેન દેસાઈ. એ સમયના કોંગ્રેસના અને હાલના ભાજપના નેતા શ્રી અર્જુન મોઢવાડિયા પણ અમારી સાથે હતા. મારી તસવીરમાં તેઓ મારી પાછળ દૃશ્યમાન થાય છે.
Monday, October 6, 2025
જીવન સ્મૃતિ
આજે મારા અંગત ગ્રંથાલય માથી ૩૫ વર્ષ પહેલાનો મારો મહાનિબંધ (Ph.d. Thesis) મળી આવ્યો. મહાનિબંધ જૂન ૧૯૯૦મા સબમિટ કર્યો હતો. ૧૯૯o માંજ મને Ph.d.ની ડિગ્રી પ્રાપ્ત થઈ. Indian Council of Historical Research, Delhi અને ભાવનગરના મહારાજ શિવભદ્રસિંહ જી ગોહિલની આર્થિક સહયોગથી ૧૯૯૨મા તે પુસ્તક રૂપે પ્રકાશિત થયો. ૧૯૯૨માં તેને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ સંશોધન ગ્રંથ નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. અકાદમી દ્વારા પુસ્તકનું પરામર્શન જાણીતા લેખક અને ચિંતક શ્રી મનુભાઈ પંચોલી દ્વારા થયું હતું. ભાવનગર શિશુ વિહાર બુધ સભામાં મા. તખ્તસિંહ જી પરમાર અને મા. જયેન્દ્ર ભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં મારો સન્માન કાર્યક્રમ યોજાયો. એ ઇતિહાસ મહાનિબંધ ને જોઈ આંખો સામે તરવા લાગ્યો. : અલ્લાહ ઈશ્વર નો આભારી છું.
Subscribe to:
Comments (Atom)


.jpg)
.jpg)
.jpg)
