છેલ્લા ૨૮ દિવસથી યુરોપના ચાર દેશોની સફર પર હતો.
સ્પેન, ફ્રાંસ, ઇટલી અને ગ્રીસના મુખ્ય શહેરો અનુક્રમે બાર્સોલીના,પેરીસ, રોમ અને
અથેન્સના ભારતીઓ અને મુસ્લિમો અને તેમની સભ્યતા તેમજ સંસ્કૃતિનો અભ્યાસ કરવાની તક
સાંપડી છે. સ્પેનની રાજધાની બાર્સોલીનામા બંગાળી, બાંગ્લાદેશી અને પાકિસ્તાની
મુસ્લિમો મોટી સંખ્યામાં છે. બાર્સોલીનાના એક કન્ઝ્યુમર સ્ટોરમા કફની લેંઘાના
ભારતીય પોશાકમાં પ્રવેશ્યો ત્યારે મને ખબર ન હતી કે મારું આવું સ્વાગત થશે. સ્ટોરના
કાઉન્ટર પર બેઠેલ એક શ્યામ વર્ણના વ્યક્તિએ મને “નમસ્તે” થી
આવકાર્યો. પારકા પરદેશમાં પોતાના દેશનો શબ્દ ખુબ મીઠો લાગ્યો. મેં પણ તેમને “નમસ્તે” કહ્યું.
એટલે તેમણે મને પહેલો પ્રશ્ન પૂછ્યો.
“ ઇન્ડિયા
?”
“જી હાં” તેણે કહ્યું, “ મેં પાકિસ્તાની હૂં. મેરા નામ સરફરાઝ હૈ”
“આપ મુસ્લિમ
હો ?”
“જી હાં” અને તેમણે મને તૂરત ઇસ્લામી અભિવાદન કરતા કર્યું.
“અસ્સ્લામુ અલયકુમ” મેં ઉત્તર વળતા કહ્યું “વા
આલેકુમ સલામ”.
પરિચય વધારે કેળવતા તે બોલી ઉઠ્યા,
“આપ તો કલમે કે શરીક હો. હમારે ભાઈ હો.
યે પોલિટીકસ વાલોને હંમે અલગ કર રખા હૈ.
વરના હમ તો એક હી થે” એમ કહી ઇસ્લામી તહેજીબ મુજબ તેમણે મારી સાથે મુસફો (હાથ મેળવ્યો) કર્યો.
“કલમે કે શરીક” અર્થાત દરેક મુસ્લિમને પાંચ કલમા મોઢે હોય છે. કલમા-એ- તયબાહ,
કલમા-એ-શાહદાત, કલમા-એ-તમજિદ, કલમા-એ-
તવાહીદ અને કલમા-એ- રદ્દ્કુફ્ર. આ કલમાઓમાં
ખુદાની ઈબાદત અને ખુદાની પનાહમા હંમેશા
રહેવાની પ્રતિબધ્ધતા છે. ટુકમાં પાંચ કલમા એ વિશ્વના દરેક મુસ્લિમની ઓળખ કેહવાય
છે. મેં સરફરાઝની દુકાનમાંથી થોડી વસ્તુઓ ખરીદી અને
પેમેન્ટ કરવા કાઉન્ટર પર આવ્યો. મેં તેમને યુરો આપ્યા. તે સરફરાઝે
લીધા. પણ બીલ સાથે એક મોટી ચોકલેટ મારા
હાથમાં મુકતા સરફરાઝભાઈ બોલ્યા,
“યે ભારત ઔર પાકિસ્તાનકી મોહબ્બત કે નામ
આપ કો મેરી ઔર સે તોહફા”
આવો જ એક કિસ્સો બન્યો રોમના શહેર એથેન્સમા.
યુરોપના બધા દેશોમાં એથેન્સની ગણના ગરીબ દેશ તરીકે થાય છે. એટલે અહિયાંની બજારમાં છેતરપીંડી
અને પાકીટમારથી બચવાની સુચના પ્રવાસીઓને ખાસ આપવામાં આવે છે. અમને પણ તેનો અનુભવ
એક ટેક્ષી ડ્રાયવરે કરાવ્યો હતો. ટેક્ષીમાં બેઠા કે તુરત મીટરે ૨૦ યુરો બતાવી
દીધા. એટલે અમે ટેક્ષીમાંથી ઉતારી ગયા. પણ તેનાથી સાવ વિપરીત બીજો અનુભવ હતો.
એથેન્સમાં બીજા દિવસે અમે એક ટેક્ષીમાં
બેઠા. તેના યુવાન ડ્રાયવરના ચહેરા પર દાઢી હતી. ડેસ બોર્ડ પર એક તસ્બી (માળા) પડી
હતી. મેં તેને સહજતાથી અંગ્રેજીમા પૂછ્યું,
“આપનું નામ શું છે ?” અને તે બોલ્યો, “અલતાફ, મેં પાકિસ્તાની હું”
મેં કહ્યું, “મેં
હિન્દુસ્થાની મુસલમાન હું” અને તે મારી વાત સાંભળી ખુશ થતા બોલ્યો,
“અસ્સલામો અલયકુમ. આપ સે મિલકર દિલ ખુશ હો ગયા. હિન્દુસ્તાની પાકિસ્તાની ભાઈ ભાઈ.”
“ફિર ભી પાકિસ્તાન ભારત કો અપના દુશ્મન કોઈ માનતા હૈ“
મેં થોડા વ્યંગમાં પૂછ્યું.
તેણે રાહત ઇન્દોરીના શેરની બે કડી બોલતા
કહ્યું,
“એ સિયાસત (રાજકારણ) હૈ,
છોડો ઈસે
ચલો ઇશ્ક કરે”
અને અમે બંને હસી પડ્યા. નમાઝનો સમય થતા તેણે
મને પૂછ્યું
“જનાબ ઝોહર (બપોરની નમાઝ) કા વકત હો ગયા હૈ. નમાઝ પઢ લેંગે ?”
મેં કહ્યું “ઇન્શાલ્લાહ”
અને તે મને એક મસ્જીતમાં લઇ ગયો. અને અમે બંનેએ ઝોહર અર્થાત બપોરની નમાઝ એક સાથે પઢી.
સાંજે ટેક્ષી છોડતા સમયે મેં તેને પૂછ્યું.
“કિતને યુરો હુએ
?”
“ભાઈ સે પૈસે તો નહિ લિયા કરતે. પર ધોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાયગ
કયા ? વેસે તો ૬૦ યુરો હોતે હૈ આપ મુઝે સિર્ફ
વીસ દે દીજીએ. ઔર આપ મેરા નંબર નોટ કરલે આપકો એરપોર્ટ છોડ ને મેં હી આઉંગા. ઔર ઉસ
કે મેં આપસે પૈસે નહિ લૂંગા”
હૂં તેના નૂરાની ચહેરા પરની દાઢીમા
છુપાયેલ ઈમાનદાર મુસ્લિમને જોઈ રહ્યો હતો.
અને છેલ્લે પેરીસના એફિલ ટાવર ઉપર જવાની લાઈનમાં
હું ઉભો હતો. મારી આગળ એક યુવાન તેની પત્ની અને બાળકો સાથે ઉભો હતો. એ બંને
હિન્દીમાં વાત કરતા હતા. એ હૂં સાંભળી ગયો. અને મેં સહજતાથી પૂછ્યું,
“ઇન્ડિયન ?” તેણે સસ્મિત કહ્યું, “ હા, હમ ઉત્તર પ્રદેશ સે હૈ. આપ
?’
“મેં ગુજરાત સે હૂં’
તેનો હિંદી ભાષાનો લહેજો ઉતર પ્રદેશના મુસ્લિમ
જેવો મને લાગ્યો. એટલે મેં પૂછ્યું,
“આપ મુસ્લિમ હો ?
“હા” દુવા સલામ પછી મેં પૂછ્યું,
“પેરીસ મેં કિતને સાલો સે હો ?’
“પંદરા સાલ હો ગએ”
“કૈસા લગતા હૈ પેરીસ ?
અને તેનો જવાબ હતો.
“સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા”
અને હૂં એક હિન્દુસ્તાની મુસ્લિમના પંદર
વર્ષ પછી પણ અકબંધ રહેલા વતન પ્રેમને તાકી રહ્યો.
ખુબજ સુંદર, સર, આર્ટિકલ વાંચતા વાંચતા વતન પ્રેમ ઉભરાઈ આવ્યો...
ReplyDelete