એ સમય હતો ૧૯૭૪નો. હું તાજો બી.એ. થયો હતો. એ યુગમાં મને લેખકો અને કવિનું અદભૂત આકર્ષણ હતું. પણ તેમને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો કયારેય મોકો મળ્યો ન હતો. એ દિવસોમાં નાટકના માધ્યમ દ્વારા હું અને જાણીતા કવિ શ્રી. નાથાલાલ દવેનો પુત્ર અરવિંદ અનાયાસે મિત્રો બની ગયા. મિત્રતા કેળવાયા પછી ખબર પડી કે તે કવિશ્રી નાથાલાલ દવે નો પુત્ર છે. પછી તો નાટકના રિહર્સલ માટે અરવિંદને ત્યાં અવારનવાર જતો. ત્યારે સફેદકફની લેંઘો અને પગમાં ગાંધી ચપલ સાથે બગીચામા વિચાર મગ્ન અવસ્થામાં ટહેલતા અરવિંદના પિતાજીને હું જોતો. ત્યારે મનમાં કુતુહલ જાગતું કે આટલી ચિંતન અવસ્થમાં બગીચામાં ફરતા ફરતા તેઓ શું વિચારતા હશે ? અંતે એક દિવસ હિમ્મત કરી મેં અરવિંદને પૂછ્યું,
"બાપુજી, બગીચામાં ટહેલતા ટહેલતા રોજ શું વિચારે છે ?"
"બાપુજી, બગીચામાં ફરતા ફરતા કવિતા રચે છે"
પછી તો અરવિંદ સાથે ખાસ્સી બે વર્ષ ઘનિષ્ટ મૈત્રી રહી. એ દરમિયાન એકવાર મુ. નાથાલાલભાઈ સાથે વાત કરવાની તક સાંપડી. એટલે મેં મારા મનની દ્વિધાને વ્યક્ત કરતા તેમને પૂછ્યું,
"આપ આટલા સુંદર કાવ્યોનું સર્જન કેવી રીતે કરી શકો છો ?"
ચહેરા પર બાળક જેવું સહજ સ્મિત પાથરતા તેઓ બોલ્યા,
"હું કાવ્યોનું સર્જન નથી કરતો, થઈ જાય છે."
જો કે એ સમયે તેમના એ જવાબમાં મારી શ્રધ્ધા ઝાઝી કેળવાઈ ન હતી. પણ છતાં આટલા મોટા કવિ સાથે દલીલ કેમ કરાય ? એમ માની હું તેમની વાત મૌન બની સાંભળી રહ્યો. એ પછી પાંચેક વર્ષ પસાર થઈ ગયા. ઈ.સ ૧૯૭૮માં ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે જોડ્યો. એ દરમિયાન જ મેં થોડું લખવાનું પણ શરુ કર્યું હતું. જનસત્તા ગ્રુપના રંગતરંગ અને ચાંદનીએ વખતે ખાસ્સા લોકપ્રિય હતા. રંગતરંગના સંપાદક શ્રી રતિલાલ જોગી હતા. જ્યારે ચાંદનીના સંપાદક શ્રી. વિષ્ણુભાઈ પંડ્યા હતા. રંગતરંગમાં હું જીવનચરિત્રો લખતો અને ચાંદનીમાં મારી પત્ની સાબેરાના નામે લઘુકથાઓ લખતો. અલબત્ત આ રહસ્ય આજે પણ વિષ્ણુભાઈ જાણતા નથી. આજે પ્રથમવાર તે જાહેરમાં વ્યક્ત કરું છું. પણ એ સમયે મને કયારેય લખવા માટે માહોલ, મૂડ કે સામગ્રીની ગુણવત્તાની મહત્તા સમજાય ન હતી. હું તો એમ જ માનતો હતો કે લેખન એક એવી ક્રિયા છે કે જે તમે ધારો ત્યારે કરી શકો છો. અલબત્ત મારી એ માન્યતને એક વધુ ઘટનાએ ઠેસ પહોંચાડી.
ગાંધી મહિલા કોલેજના એક કાર્યક્રમમાં ભાગ લેવા મા.ઉમાશંકરભાઈ જોશી ભાવનગર આવ્યા.કોલેજના આચાર્ય શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદીએ મને તેમને મુકુન્દભાઈ પારાશર્યને ત્યાં પહોંચાડવાનું કાર્ય સોંપાયું. મને બરાબર યાદ છે એ દિવસોમાં મારી પાસે ગુજરાત સરકારના સાહસ દ્વારા તૈયાર થયેલું ગીરનાર સ્કુટર હતું. એ દિવસે મારા ગીરનાર સ્કુટરની પાછળની સીટ પાવન બની ગઈ. મા.ઉમાશંકરભાઈ મારા
સ્કુટરની પાછળની સીટ પર બેઠા. મેં સ્કુટર હંકાર્યું. લગભગ પાંચ સાત મિનિટના એ સાનિધ્યમાં મેં ઉમાશંકરભાઈને મારો જુનો અને મને સતત મુંઝવતો પ્રશ્ન પૂછ્યો,
"આપ આટલા સુંદર કાવ્યો કેવી રીતે સર્જો છો ?"
મારા સ્કુટરની પાછળની સીટ પર મારો ખભો પકડીને બેઠેલા ઉમાશંકરભાઈ બોલ્યા,
"મહેબૂબભાઈ, લેખન એ કલા છે. એ ઈશ્વરદત્ત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું"
તેમનો એ જવાબ મારા હદયમાં ઉતરી ગયો. પણ તે સમજવા જેટલી સમજ કદાચ હજુ મેં કેળવી ન હતી.
મારા લેખન કાર્યને હવે દસેક વર્ષ થવા આવ્યા હતા. પણ સર્જનાત્મક લેખન અંગેનો મારો અનુભવ અલ્પ હતો. એવામાં ગુજરાતમાં એક નવું દૈનિક ગુજરાત ટુડે શરુ થયું.તેના તંત્રી શ્રી અઝીઝ ટંકારવીએ મને એક કોલમ લખવા આપી."નોખી માટીના નોખા માનવી" એ કોલમમાં જીવનના માર્ગ પર મળેલા વિશિષ્ટ જીવંત પાત્રો વિશે મેં લખવાનું શરુ કર્યું. ત્યારે મને અનેકવાર કલમ ન ચાલવાના કપરા અનુભવો થયા. કલાકો સુધી કલમ પકડીને બેસી રહું, છતાં તેમાંથી એક પણ શબ્દ ન અવતરે, એક પણ વિચાર કલમબદ્ધ ન થાય. જ્યારે કયારેક તેનાથી બિલકુલ વિપરીત પણ બનતું. કશું જ આયોજન ન હોય અને હું અનાયસે જ એકાદ ક્લાક્મા મારા આસપાસના પાત્રને કલમ દ્વારા હુબહુ સાકાર કરી દેતો. આવી ઘટનાઓ એ મને લેખન કલા એ ઈશ્વર-ખુદાની દેન છે એમ માનવા પ્રેરયો. એ કોલમ"નોખી માટીના નોખા માનવી" બેએક વર્ષ ચાલી. પછી તે જ નામે તેનું પુસ્તક પણ થયું. પણ એ અનુભવે મને લેખક તરીકે ધડવામા મહત્વનો ભાગ ભજવ્યો.
આજે લેખન કાર્યના ત્રીસેક વર્ષના અનુભવના અંતે મેં અનુભવ્યું છે કે લેખનમાં માહોલ, મૂડ અને સામગ્રી અવશ્ય મહત્વના છે. જેમ કે મારા પરમ મિત્ર કવિશ્રી વિનોદ જોશી અને હું એક જ વિશ્વ વિદ્યાલયમાં કાર્ય કરતા હોય અવારનવાર મળવાનું, નિરાંતે વાતો કરવાનું બને છે. એકવાર મેં અમસ્તા જ તેમણે પૂછ્યું,
"કેવા કાગળ અને કેવી કલમ દ્વારા તમને લખવાનું ગમે ?"
જરા આછું સ્મિત કરતા તેઓ બોલ્યા,
"ઉત્તમ કાગળ અને ઉમદા પેન હોઈ તો જ લખવાનું ગમે"
જો કે તેમની એ વાત સાથે હું સંપૂર્ણ સહમત નથી. પણ એ વાત મક્કમ પણે સ્વીકારું છું કે માહોલ, મૂડ અને ઉત્તમ સામગ્રી હોઈ તો પણ કયારેક કલમ નથી ચાલતી. મારા જીવનમાં તેના અનેક દ્રષ્ટાંતો પડ્યા છે. એટલે ઉત્તમ માહોલ,મૂડ અને સામગ્રી સાથે અત્યંત જરૂરી છે પ્રેરણા, બળ કે અંદરનો ધક્કો. એવી અનેક ઘટનાઓ મારા જીવનમાં બની છે જ્યારે મેં મારી કારની પાછળની સીટ પર, રેલવેના ડબ્બામાં કે એરની ફલાઈટમા એક જ બેઠકે મારો લેખ પૂર્ણ કર્યો હોય.એવા સમયે ત્યા ન તો કોઈ ઉત્તમ સગવડતા હોય છે, ન માહોલ. છતાં અંદરનો ધક્કો, પ્રેરણા કે બળ જ સર્જન માટે કારણભૂત બને છે. અને એટલે જ આજે ત્રીસેક વર્ષોના લેખન અનુભવ પછી પણ કયારેક મારી કલમ અટકી જાય છે. શબ્દો જડતા નથી. શૂન્ય અવકાશથી મન ભરાય જાય છે ત્યારે મારા ગીરનાર સ્કુટરની પાછળની સીટ પરથી મા.ઉમાશંકરભાઈ જોશીએ ઉચ્ચારેલ શબ્દો મારા કાનોમાં પડધો બની અથડાવા લાગે છે
"મહેબૂબભાઈ, લેખન એ કલા છે. એ ઈશ્વરદત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું"
------------
* શ્રી કૌશિક મહેતા(તંત્રી,ફૂલછાબ)ના પુસ્તક માટે તા.૮ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ શિમલામાં લખાયેલ લેખ
Saturday, October 8, 2011
Sunday, October 2, 2011
દારા શિકોહ રચિત મજ્મ ઉલ બહરૈન : ડો. મહેબૂબ દેસાઈ
છેલ્લા બે સપ્તાહથી સિમલાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીમા છું. જેમ સિમલા કુદરતી સોંદર્યનું સ્વર્ગ છે, બરાબર એમ જ ત્યાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી સંશોધકો માટે સ્વર્ગ સમાન છે. અહીની વિશાળ અને સમૃદ્ધ લાઇબ્રેરી જોવા, જાણવા અને માણવા જેવી છે. વાઇસરોય હાઉસના વિશાળ અને ભવ્ય મકાનમાં આવેલા તેના ગ્રંથાલયમાંથી મને સૂફી સંત દારા શિકોહે લખેલ મહાન ગ્રંથ "મજ્મ ઉલ બહરૈન" અર્થાત "સમુદ્ર સંગમહ"નો જગન્નાથ પાઠકે સંસ્કૃત અને હિંન્દીમાં કરેલો અનુવાદ મળી આવ્યો. મૂળ આ ગ્રંથ દારા શિકોહે ફારસીમાં લગભગ ઈ.સ. ૧૬૫૦ થી ૧૬૫૬ દરમિયાન લખ્યો હતો. ઇસ્લામ અને હિંદુ ધર્મના મૂળભૂત તત્વજ્ઞાનનું આટલું તુલનાત્મક અધ્યયન અને સંસોધન આ પહેલા કોઈએ કર્યું નથી. આ ગ્રંથ અંગે ડૉ. કાનૂનગો લખે છે,
"દારા શિકોહ દ્વારા ઇસ્લામ અને હિંદુ ધર્મના અધ્યયનનું આ મીઠું ફળ છે. દારા શિકોહ જેવો શાહજાદો વિશુદ્ધ શાસ્ત્રીય શૈલીમાં બંને ધર્મોની સુંદર છણાવટ કરે છે. ગ્રંથનો આરંભ ઈશ્વર-ખુદાની સ્તુતિથી થાય છે. એ પછી મહંમદ સાહેબ (સ.અ.વ.) અને તેમના પરિવાર માટે કલ્યાણ અને શાંતિની પ્રાર્થના કરવામા આવેલ છે. એ પછી દારા શિકોહ કહે છે,
' હિંદુ અને ઇસ્લામ ધર્મના સંતો મૌલવીઓના સતત સંપર્ક અને ગોષ્ઠીના અંતે હું એટલું જાણી શક્યો છું કે બંને ધર્મમાં માત્ર એક શબ્દનો જ ભેદ (એખ્લાફેલબ્ઝી) છે."
અર્થાત હિંદુ ધર્મ જેને ઈશ્વર કહે છે ઇસ્લામ તેને ખુદા કહે છે. એ સિવાય બંનેના તત્વજ્ઞાનમા કોઈ જ ભેદ નથી.
મોગલ શાસક અકબર પછી દારા શિકોહ એ જ હિંદુ મુસ્લિમ વચ્ચે ધાર્મિક એકતા સ્થાપિત કરવા સધન પ્રયાસો કર્યા હતા. પણ તેની વિચારધારા અકબરથી ભિન્ન હતી. અકબરે દીનેઈલાહી ધર્મની સ્થાપના દ્વારા કોમી એખલાસ સ્થાપવા પ્રયાસ કર્યો હતો. જ્યારે દારા શીકોહનું માનવું હતી કે ,
"કોઈ પણ નવીન ધર્મનો વિકાસ કરવો નિરર્થક છે. કારણ કે તે હિંદુ અને મુસ્લિમ બંને માટે અસ્પષ્ટ અને અસ્વીકાર્ય બનશે. પણ બંનેના તુલનાત્મક અધ્યયન દ્વારા અવશ્ય પ્રેમ અને એખલાસ સ્થાપી
શકાશે"
અને એ જ હેતુને સાકાર કરતો ગ્રંથ "મજ્મ ઉલ બહરૈન" તેણે લખ્યો. સૂફીઓના કદારીયા સીલસીલાના અનુયાયી દારા શિકોહના આ ગ્રંથમાં સૃષ્ટિવાદના એ મૂળભૂત સિધ્ધાંતોનું સંકલન કરવામાં આવ્યું છે જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મમાં સમાનતા દ્રષ્ટિ ગોચર થાય છે. તેણે તેની ભૂમિકામાં લખું છે,
"બંને જાતિઓના ચુનીંદા લોકો માટે તેણે આ પુસ્તક લખ્યું છે. જેઓ ધર્મને આત્માની શુદ્ધિનું માધ્યમ માને છે"
ગ્રંથના આરંભમાં આપવામાં આવેલી રૂબાઈ દારા શિકોહની આધ્યાત્મિક ઊંચાઈને અભિવ્યક્ત કરે છે.
"એ જ પડોશી, સહયાત્રી અને સાથી બધું જ છે. ભીખારીઓની ગોદડી અને રાજાના ભવ્ય પરિધાનમાં પણ એ જ છે. ઊંચ અને રહસ્યમય વિચારોના ગર્ભમાં પણ એ જ છે અને ઈશ્વરના શપથ અને ખુદાની સૌગંદમા પણ એ જ છે."
આ ગ્રંથમાં કુલ ૨૧ તાત્વિક બાબતો વિશે દારા શિકોહે વિસ્તૃત ચર્ચા કરેલ છે.જેમાં ૧. તત્વોની વ્યાખ્યા ૨. ઇન્દ્રિયોનું નિરૂપણ ૩. ધ્યાનનું નિરૂપણ ૪. પરમેશ્વરના ગુણગાન ૫. રૂહ-આત્માનું નિરૂપણ
૬. પ્રાનાદીની નિરૂપણ ૭. એકાત્મવાદનું નિરૂપણ ૮. રહમતની વ્યાખ્યા ૯. નૂરનું નિરૂપણ ૧૦. ખુદા કે ઈશ્વરના દર્શનનું નિરૂપણ ૧૧. ઈશ્વરના નામોનું નિરૂપણ ૧૨. સીધ્ધ્ત્વ અને ઋષિત્વનું નિરૂપણ
૧૩. બ્રહ્માંડનું નિરૂપણ ૧૪. દિશાઓનું નિરૂપણ ૧૫. આકાશોનું નિરૂપણ ૧૬. પૃથ્વીનું નિરૂપણ
૧૭. પૃથ્વીઓના વિભાગોનું નિરૂપણ ૧૮. જન્નત દોજખનું નિરૂપણ.
રૂહ-આત્માના પ્રકરણમાં દારા શિકોહ લખે છે,
"રૂહ બે પ્રકારની છે. ભારતીય ચિંતકો તેને આત્મા અને પરમાત્મા કહે છે. ઇસ્લામમાં રૂહ શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની હોય છે. જે રીતે જળ અને તેના તરંગો વચ્ચે અનંત સબંધ છે. તેવી જ રીતે શરીર અને આત્મા વચ્ચે અનંત સબંધ છે."
એકાત્મવાદનું નિરૂપણ કરતા દારા શિકોહ મૌલાના જલાલ્લુદ્દીન રૂમીનું અવતરણ ટાંકતા લખે છે,
"જો તમે તેને પામવા ઇચ્છો , તો એક ક્ષણ માટે પણ તેને ન શોધો.
જો તેને જાણવા ઈચ્છો તો તેના વિશે બિલકુલ ન વિચારો,
જો તમે તેને એકાંતમાં મળવા ઈચ્છો તો અને તાદ્રશ્ય તેને જોવા ઈચ્છો છો,
તો,તમે તેના રહસ્યોથી દૂર થઈ જાવ છો.
પણ જ્યારે તમે તેના ગુપ્ત અને પ્રગટ રૂપના વિચારમાંથી બહાર આવી જાવ છો,
ત્યારે નિશ્ચિત રીતે પગો પ્રસરાવી તેના આશ્રિત થઈને પરમ આનંદિત સુઈ જાવ,
બસ, તે તમને આપો આપ આવીને મળશે"
આવા જ્ઞાની સૂફી વિચારક દારા શિકોહની તેના નાના ભાઈ ઔરંગઝેબે સત્તાની પ્રાપ્તિ માટે હત્યા કરી હતી. સત્તાના આ સંઘર્ષમાં દારા શિકોહ જેવા અત્યંત સૂફીજ્ઞાનીને ઇસ્લામના ફતવાનો ભોગ બની ફાંસીના માચડે લટકી જવું પડયું હતું. એ ઘટના મોગલ ઇતિહાસનું કરુણ પ્રકરણ છે. જો કે
ઔરગંઝેબની કટ્ટરતા ઇસ્લામના માનવીય અભિગમને સમજવામાં નિષ્ફળ ગઈ હતી. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાને શરીફ લઈ ઇસ્લામનો પ્રચાર કરવા નીકળેલ બાદશાહ ઔરંગઝેબ એ વાત ભૂલી ગયો હતો કે કુરાને શરીફમાં ‘લાઈકરા ફિદ્દિન’ અર્થાત્ ‘ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ’ નો આદેશ વારંવાર આપવામાં આવ્યો છે. સૂફીવાદ અને ઇસ્લામની આવી માનવતાને ન સમજી શકનાર ઔરંગઝેબ આજે પણ મહાન વિચારક અને સૂફીસંત દારા શિકોહની હત્યા માટે ઇતિહાસમાં બદનામ છે અને રહેશે.

Tuesday, September 27, 2011
ઇસ્લામિક ટોપી અર્થાત તાકીયાહ : ડૉ.મહેબૂબ દેસાઈ
આજકાલ ઇસ્લામિક ટોપી કાફી ચર્ચામા છે. મા. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સદભાવના ઉપવાસના બીજા દિવસે વડોદરાના એક મૌલવીસાહેબએ નરેન્દ્રભાઈને ઇસ્લામિક ટોપી પહેરાવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. તેમના એ પ્રયાસને મુખ્યમંત્રીશ્રીએ પણ નમ્રભાવે નિષ્ફળ બનાવ્યો હતો. જો કે આ ઘટનાને લીધે ગુજરાતના સમગ્ર મુસ્લિમ સમાજમા "કોઈ નહિ હૈ હમારા" જેવી ભાવના ગંઠીત થતા ઘેરા દુઃખની લાગણી પ્રસરી છે. તેની પાછળની એક માત્ર દલીલ સમગ્ર મુસ્લિમ સમાજમાં એવી થઈ રહી છે કે મા. મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ દરેક સમાજની ટોપી ધારણ કરી છે. તેની સાક્ષી પુરતી અનેક તસ્વીરો અખબારોના પાનાઓ પર પ્રસિદ્ધ થઈ ચુકી છે.તો પછી માત્ર ઇસ્લામિક ટોપી પ્રત્યે આવો પક્ષપાત શા માટે ? અને તે પણ ગુજરાતમાં સદભાવના કે ભાઈચારો પ્રસરાવવાના હેતુથી જ્યારે તેમણે ખુદે આટલું ભવ્ય આયોજન કર્યું હતું એ જ મંચ ઉપરથી શા માટે મુખ્યમંત્રીશ્રી એ આવી ચેષ્ટ કરી ? તેનો જવાબ કોઈ સામાન્ય નાગરિક આપી શકે તેમ નથી. તેનો જવાબ તો મુખ્યમમંત્રીશ્રી ખુદ જ આપી શકે. એટલે મુસ્લિમ સમાજની એ વ્યથાને માત્ર સ્પર્શી આજે મારે અત્રે ઇસ્લામિક ટોપીના મૂળ અને ઉદેશ અંગે થોડી વાતો કરવી છે.
ઇસ્લામિક ટોપી માટે એરેબીક ભાષામાં "તાકીયાહ" શબ્દ પ્રયોજાયો છે. મુસ્લિમો તાકીયાહ ગમે તે રંગની ધારણ કરી શકે છે. કારણ કે ઇસ્લામમાં એ અંગે કોઈ રૂઢ આદેશ નથી. વળી, ટોપીના આકાર બાબત પણ ઇસ્લામમાં કોઈ નિશ્ચિત ઉલ્લેખ જોવા મળતો નથી. આમ છતાં ભારતમાં ઇસ્લામના અનુયાયીઓ સફેદ, લીલી કે કાળી ગોળ ટોપી મોટે ભાગે ધારણ કરે છે. ભારત સિવાય વિશ્વના અન્ય મુસ્લિમ રાષ્ટ્રોમાં જુદા જુદા પ્રકારની ઇસ્લામિક ટોપી ધારણા કરવામા આવે છે. જેમાંની એક છે તુરબન કેપ. જે ગોળ અને ઉંચી હોય છે. ઇસ્લામિક હદીસમાં અબુ દાઉદનું એક અવતરણ છે કે,
"મહંમદ સાહેબે ફરમાવ્યું છે કે સામાન્ય મુસ્લિમ અને આલીમ વચ્ચેનો ભેદ ટોપીને કારણે વ્યક્ત થાય છે. આલીમ તુરબન ટોપી ધારણ કરે છે જ્યારે સમાન્ય મુસ્લિમ ગોળ અને માથાને બંધ બેસતી ટોપી પહેરે છે."
ટોપી ફરજીયાત ધારણ કરવા બાબત પણ ઇસ્લામમાં કોઈ આદેશ નથી. મક્કા અને મદીનાની મારી હજ યાત્રા દરમિયાન સાઉદીવાસીઓ ઉપરાંત અનેક વિદેશી મુસ્લિમોને મેં ટોપી વગર નમાઝ અદા કરતા મક્કા અને મદીનામાં મેં જોયા છે.પણ ભારતમાના ઇસ્લામ અને મહંમદ સાહેબના અનુયાયીઓ ટોપી કે માથું ઢાંક્યા વગર નમાઝ કે કુરાને શરીફ પઢતા નથી. માથાને ઢાંકવા માટે ભારતના મુસ્લિમો રૂમાલનો ઉપયોગ પણ કરતા જોવા મળે છે. કારણે કે તેમના માટે ટોપી કે રૂમાલ દ્વારા માથું ઢાંકવું એ ખુદાની બંદગી અને કુરાને શરીફના અધ્યયન માટે માનસુચક ક્રિયા છે. વિશ્વના મોટાભાગના મુસ્લિમો આ બાબતને સ્વીકારે છે. અને એટલે જ ભારતના મુસ્લિમો ટોપી ધારણ કરી મુસ્લિમ હોવા અંગેની પોતાની ઓળખ ગર્વથી વ્યક્ત કરે છે.
જો કે અરબસ્તાનમા ઇસ્લામિક સંસ્કારોના આગમન પૂર્વે પણ ટોપી કે કપડાથી માથું ઢાંકવાની પ્રથા પ્રચલિત હતી. એ માટે ત્યાની ભૌગોલિક સ્થિતિ જવાબદાર છે. અરબસ્તાન એ ખુલ્લા રણની તપતી રેતીનો પ્રદેશ છે. ત્યાંની ગરમીથી માથાને બચાવવા કે પવન ને કારણે ઉડતી ગરમ રેતીથી મો અને માથાને રક્ષવા માટે ટોપી રાખવાની પ્રથા વર્ષોથી અસ્તિત્વમાં છે. જો કે સાઉદી અરેબીયા જેવા રણ પ્રદેશમાં ટોપીના સ્થાને માથાને ઢાંકવા "ઇગાલ"નો ઉપયોગ વિશેષ થાય છે. માથા પર રંગીન રૂમાલી ઓઢી તેના પર કાળી રેશમી દોરી બાંધવાની ક્રિયાને ઇગાલ કહે છે.આરબો ઇગાલ સાથે તોપ પહેરે છે. તોપ એટલે મોટો ઝભો(ફફની). પણ આ ઝભો છેક પગ સુધી લાંબો હોય છે. સંપૂર્ણ શરીરને ઢાંકી દે છે. તેની પાછળનો ઉદેશ પણ અરબસ્તાનની ગરમ રેતીથી શરીરને બચાવવાનો જ છે.
વિશ્વના જુદા જુદા રાષ્ટ્રોમાં ઇસ્લામના અનુયાયીઓ જુદા જુદા પ્રસંગે ટોપીનો ઉપયોગ કરે છે. ઈંગ્લેન્ડમાં તેને પ્રાર્થના ટોપી કહે છે. જે નમાઝ સમયે પહેરવામા આવે છે. મલેશિયામાં બનેલી મશીનમાં ગૂંથીને તૈયાર થયેલી કાપડની સફેદ ટોપીનો ઉપયોગ ઈંગ્લેડ અને વિશ્વના મુસ્લિમ દેશોમાં વિશેષ થાય છે.ખુદા પ્રત્યેના લગાવ અને પ્રેમને અભિવ્યક્ત કરવા પણ કેટલાક મુસ્લિમો ટોપી નિયમિત ધારણ કરે છે. જેમ કે પાંચ સમયની નમાઝ નિયમિત અદા કરતા મુસ્લિમ ચોવીસે કલાક ટોપી પહેરી રાખે છે. ઇસ્લામમાં નમાઝ ઉપરાંત અન્ય ધાર્મિક પ્રસંગોમાં પણ ટોપી ધારણ કરવામા આવે છે. જેમકે નિકાહ કે જનાજાને કાંધો આપતી વખતે ટોપી પહેરવાની પ્રથા છે. તેમાં પણ મુખ્યત્વે પ્રસંગની ગરીમા જાળવવાનો ઉદેશ સમાયેલો છે.
ઇસ્લામિક ટોપીને જુદા જુદા દેશોમાં ભિન્ન નામો પ્રદાન થયા છે. ઈગ્લેન્ડમાં તેને પ્રાથના ટોપી કહે છે. અફઘાનિસ્તાનમાં તેને પાકોમ કહે છે. જે મોટે ભાગે સલવાર –કમીઝ કે સુટ પર પહેરવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં તેને પીકી કહે છે. તેનો સમાવેશ રાષ્ટ્રીય પોશાક તરિકે કરવામા આવે છે.માલવ દેશમાં તેને થોપી કહે છે. જ્યારે ચીનમાં તેને હુઈ કહે છે. મલેશિયામાં બાજુમેલાયુ તરીકે તે જાણીતી છે.
આ તમામ બાબતો ઇસ્લામિક ટોપીને માન અભિવ્યક્ત કરવાના માધ્યમ તરીકે રજુ કરે છે. તેમાં કયાંય રૂઢીચુસ્ત ઇસ્લામિક વિચારને સ્થાન નથી.

Wednesday, September 21, 2011
With International Students
Lecture on "Islam and Non violence" at International Certificate course of Gandhian Philosophy, Gujarat Vidhyapith, Ahemedabad on 20-9-2011. After the Lecture with International Students.
Subscribe to:
Posts (Atom)