“કુમાર” ચંદ્રક : ૨૦૧૯
ગાંધીજીને અપાયેલા માનપત્રોનું મારું સંશોધન કાર્ય લગભગ પાંચેક વર્ષ ચાલ્યું હશે.ઘણા માનપત્રો ઠેર ઠેરથી એકઠા કર્યા. એ પછી ગ્રંથાલય કાર્ય દ્વારા એ માનપત્રોના સંદર્ભો અને વિગતો પણ મેળવી. એક દિવસ “કુમાર” કાર્યાલયમાં મા. ધીરુભાઈ પરીખ સાથે મુલાકાત થઈ. મેં એમને મારા સંશોધન અંગે વાત કરી. તુરંત તેમણે મને કહ્યું કુમારમાં ગાંધીજીના માનપત્રો અંગે શ્રેણી શરૂ કરો. તેમનાએ નિમંત્રણે મને પ્રોત્સાહિત કર્યો. અને કુમારમાં ગાંધીજીને અપાયેલા માનપત્રો ની શ્રેણી આરંભાય. લગભગ ત્રણ (૨૦૧૪ થી ૨૦૧૬) વર્ષએ શ્રેણી ચાલી. એ શ્રેણીના તમામ લેખો પુસ્તક રૂપે પ્રકાશિત થયા. એ શ્રેણીના લેખોને ધ્યાનમાં રાખી મને ૨૦૧૯મા “કુમાર” ચંદ્ર એનાયત થયો. તેની જાહેરાત કુમારના ૧૧૧૮ અંક એપ્રિલ ૨૦૨૧મા કરવામાં આવી. આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં ન તો કુમાર તરફથી “કુમાર ચંદ્રક” મળ્યો છે,ન કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે. સંભવ છે કુમારના ટ્રસ્ટીઓ કે સંચાલકો ચંદ્રક અર્પણ કરવા માટે સક્ષમ ન હોય, પણ એટલું તો અવશ્ય કરી શકે કે ચંદ્રક મેળવનાર વ્યક્તિઓને એક સુંદર પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરે. આવું પ્રમાણપત્ર પણ સન્માનિત વ્યક્તિ માટે અવશ્ય અમૂલ્ય બની રહેશે.
મારા આ સૂચનને કોઈ મારી ચંદ્રક ઝંખના સમજવાની ભૂલ ન કરે. મારે તો ૭૪ થયા. હવે મારે કોઈ સન્માન કે પ્રમાણપત્ર ની જરૂર નથી. પણ યુવા સાહિત્યકારો જેમને આ સન્માન છેલ્લા પાંચ વર્ષોમાં પ્રાપ્ત થયેલ છે, કે ભવિષ્યમાં પ્રાપ્ત થનાર છે તેમને માટે આ સૂચન એનિવાર્ય છે.

