ઇસ્લામનો મહોરમ
માસ શોક અને દુઃખમાં સૌને ડુબાડી વિદાય લઇ રહ્યો છે. પણ હઝરત ઈમામ હુસેન અને તેમના
૭૨ સાથીઓની શહાદ સમગ્ર વર્ષ દરમિયાન દરેક મોમીનને સતાવતી રહે છે.
“ઉઠી ખંજર તળે
જેની નઝર શુક્રે ખુદા માટે,
કર્યું જેણે બધું કુરબાન ઉમ્મતના ભલા માટે
પ્રશંશા શી રીતે “આઝાદ” કરવી ઇબ્ને હૈદરની,
મને શબ્દો નથી મળતા શહીદે કરબલા માટે.”
કરબલાના શહીદ
માટે આવું હદયસ્પર્શી લખનાર ગુજરાતના જાણીતા શાયર કુતુબ આઝાદ (૧૯૨૨-૨૦૦૬) તેમની રચનો
માટે જાણીતા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના ધોરણ ૭ અને ૧૧ના પાઠ્યપુસ્તકમાં તેમની
ગઝલો વિદ્યાર્થીઓ ભણે છે. જાણીતા ગઝલ ગાયક મનહર ઉદાસના ત્રણ આલ્બમ આવાઝ, આલાપ અને અપેક્ષમાં તેમની ગઝલો સ્વરબદ્ધ થઇ
છે. આવા ઉમદા ગઝલકારની કરબલાના શહીદોને બિરદાવતી ગઝલો માણવા જેવી છે. ૧૯૬૦માં “લોહીની
ખુશ્બુ” અને ૧૯૮૦માં પસિદ્ધ થયેલ “તસ્વીર-એ -ખુશ્બૂ” નામક સંગ્રહમાં કરબલાના
શહીદોને બિરદાવતી તેમની અદભુદ રચનો આજે પણ જીવંત છે. આજે એમની કરબલાના શહીદોને
શ્રધ્ધાંજલી અર્પતી કેટલીક રચાનોઓની વાત કરવી છે. “અર્પણ જીવન કર્યું છે”
નામક એક રચનામાં તેઓ લખે છે,
“કરબલામાં હસતા
મુખે અર્પણ જીવન કર્યું છે,
દઈ પ્રાણ ધર્મનું તે લીલું ચમન કર્યું છે.
તારી કથાથી દુનિયા ધીરજનો પાઠ શીખી
તે લાખ સંકટોમાં હકનું જતન કર્યું છે.
એ લાડલા અલીના સિંચીને લોહી તારું,
વેરણ કરબલામાં ઊંભું ચમન કર્યું છે.
પ્યારા હુસેન તારી કોઈ કથા શું ભૂલે
જીવનનો મોહ ત્યાગી વહાલું મરણ કર્યું છે.
બોંતેર ભોગ દઈને હકને ઉગારનાર,
દુનિયાએ તુજ કથાનું રૂડું મનન કર્યું છે.”
જે શહેરમાં સત્ય
અને અસત્યનું યુદ્ધ થયું હતું તેનું નામ કરબલા છે.
મધ્ય ઈરાકમાં આવેલ કરબલા નામક શહેરમાં
હઝરત ઈમામ હુસૈનએ યઝદી નામક ક્રૂર શાસકના અત્યાચારો સામે જંગ છેડી હતી. એ મુસ્લિમ
શિયા સમુદાય માટે મક્કા પછીનું સૌથી મોટું યાત્રાસ્થાન છે. એ કરબલા વિષે કુતુબ
આઝાદ લખે છે,
“ઇન્સનીયાતની
નાવનો આરો છે કરબલા
આરો ન હોય તેનો કિનારો છે કરબલા
બેચેન ઝીંદગીનો સહારો છે કરબલા
હૈદરના લડાલાનો ઉતારો છે કરબલા
આદર્શ જિંદગીના વિચારો છે કરબલા
મઝલુમના હદયની પુકારો છે કરબલા
માણસ અસત્ય સમાઈ કડી પણ નામે નહિ
એ વાતનો ગંભીર ઈશારો છે કરબલા
એવી રીતે અમર છે જમાનામાં કરબલા
જાણે કે ઠેર ઠેર હજારો છે કરબલા
કુરબાનીઓનો એક અનુપમ છે બોધપાઠ
કીર્તિનો એક ઉંચો મિનારો છે કરબલા
પ્રત્યેક દર્દ માટે દવા એ જમીન છે,
ખોવાયેલા જીવનની બહારો છે કરબલા
પાખંડ આંખ કોઈ દી ઉંચી નહિ કરે
પાખંડ સાથે એવ પ્રહારો છે કરબલા
“આઝાદ” કરબલા વિષે જો ટૂંકમાં કહું
ઇસ્લામની કિસ્મતનો સિતારો છે કરબલા’
તેમના સંગ્રહ
“તસ્વીરે-એ-કરબલા”ની એક રચના પણ માણવા જેવી છે.
“ઉઠો હુશિયાર થાઓ
કરબલાની વાત કરાવી છે,
અલીના લાલની સબ્રો રાઝની વાત કરાવી છે.
સદાકતની, ઈબાદતની, વફાની વાત કરાવી
છે,
શહીદોની સબર ને વિરતાની વાત કરાવી છે.
તરસની ભૂખની જોરો જફાની વાત કરાવી છે
સિતમની ઝુલ્મની કાળી ઘટની વાત કરાવી છે.
નવાસાએ મોહમદ મુસ્તુફાની વાત કરાવી છે,
અલીને ફાતમાના લાડલાની વાત કરવી છે.
કઝાને આવકારી હોંશથી જેણે જવાનીમાં
અલી અકબર સમા એ નૌજવાનની વાત કરાવી છે.
સકીનાની તરસની ને તડપની વાત કરાવી છે
નદી ધ્રુજી ઉઠે એ વેદનાની વાત કરાવી છે,
ખુશીથી મૌતને ભેટી ગયો માસુમ અસગર પણ
કઝા કંપી ઉઠી, એ વલ્વલાની વાત કરાવી છે.
મને “આઝાદ” આજે રસ થઇ કો અન્ય વાત કરવામાં,
શહાદતની અમર એવી કથાની વાત કરાવી છે.”
અને છેલ્લે તેમની
એક જાણીતી રચનાને યાદ કરી, વાત પૂરી કરીશ. એ રચાનનું નામ છે અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ. જેમાં તેઓ લખે છે,
કરબલા કારવાં લઈને આવી ગયો
જે મુસીબત પડી તે ઉઠાવી ગયો
શાન હૈદરની જાણે બતાવી ગયો
તું નમીને બધાને નમાવી ગયો
લોહી સીંચી વચનને નિભાવી ગયો,
રણ હતું ત્યાં બગીચો બનાવી ગયો.....અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ.
સબ્ર એવી કરી સબ્ર શરમાઈ ગઈ
જોઈ તુજને કઝા પણ પરેશાન થઇ
કેવી તકદીર તારાથી બદલાઈ ગઈ
તારી ઉમ્મત પણ તારાથી પલટાઈ ગઈ
તું હતો કે બધુયે નિભાવી ગયો,
રણ હતું ત્યાં બગીચો બનાવી ગયો.... અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ.
કરબલાના શહીદોને આવી અદભૂદ અંજલી આપનાર શાયર કુતુબ આઝાદ ને લાખો સલામ.
કરબલા કારવાં લઈને આવી ગયો
જે મુસીબત પડી તે ઉઠાવી ગયો
શાન હૈદરની જાણે બતાવી ગયો
તું નમીને બધાને નમાવી ગયો
લોહી સીંચી વચનને નિભાવી ગયો,
રણ હતું ત્યાં બગીચો બનાવી ગયો.....અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ.
સબ્ર એવી કરી સબ્ર શરમાઈ ગઈ
જોઈ તુજને કઝા પણ પરેશાન થઇ
કેવી તકદીર તારાથી બદલાઈ ગઈ
તારી ઉમ્મત પણ તારાથી પલટાઈ ગઈ
તું હતો કે બધુયે નિભાવી ગયો,
રણ હતું ત્યાં બગીચો બનાવી ગયો.... અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ.
કરબલાના શહીદોને આવી અદભૂદ અંજલી આપનાર શાયર કુતુબ આઝાદ ને લાખો સલામ.
No comments:
Post a Comment