Saturday, July 22, 2017

વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહાતા હૈ : ડૉ. મહેબૂબ દેસાઈ


ભારતની જાણીતી હિંદી અને ઉર્દુની કવિયત્રી લતા હયાનું નામ ભારતના બૌદ્ધિક સમાજમાં ખાસ્સું ચર્ચિત છે.
મઝહબ કી, ન જાત કી, ન હેસિયત કી હૈ
 સબસે બડી બિરાદરી ઈન્સાનિયત કી હૈ
એવું પોતાના ફેસબુકના પ્રોફાઈલ પિક્ચર પર મુકનાર લતા હયા ઇસ્લામ ધર્મથી ખુબ પ્રભાવિત છે. તેમની એક રચના વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહેલાતા હૈ બહુ જાણીતી છે. તેમા તેમના ઇસ્લામ અંગેના વિચારો અસરકારક રીતે સરળ શબ્દોમાં વ્યક્ત થયા છે. આજે તેમની એ કવિતાને માણીએ અને તે અંગે મનોમન વિચારીએ કે આવો ઇસ્લામ આજ દિન સુધી આપણા આલિમો એ આપણાથી કેમ દૂર રાખ્યો છે ?
વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહાતા હૈ

જો ઇન્સાન કો જીને કા અંદાઝ શીખતા હૈ
સાંસો કી આમદ કા ગહેર રાઝ બતાતા હૈ
જો યે કહેતા હૈ દુનિયા કૈસે ઈજાદ હુઈ
ઈક ગલતી સે ખારીજ આદમ કી ફરિયાદ હુઈ
જો યે કહેતા હૈ દુનિયા કો એક સઝા સમઝો
અપને હોને મેં અલ્લાહ કી સિર્ફ રઝા સમઝો
જો યહ કહેતા હૈ કે જો કુછ ભી હૈ ફાની હૈ
કહેતે હૈ હમ જિસે કયામત વોહ તો આની હૈ
કૈસે હોતી સુબહ કૈસે શામ ઇસ્લામ બતાતા હૈ

વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહતા હૈ

જહાં બૂરાઈ ખત્મ શુરુ ઇસ્લામ વહાં સે હૈ
અપને બંદો કો ઉસકા પૈગામ વહાં સે હૈ
એક મુકમલ જિસ ને એ કાનૂન બનાયા હૈ
ઉસને અપને બંદો કો હર ગમ સિખાયા હૈ
કૈસે જીના હૈ તુમ કો ઔર કૈસે મરના હૈ
ઇસ દુનિયા મેં રહ કર કયા કારનામા કરના હૈ
હર અચ્છી બાતો કા હુકમ હંમે જો દેતા હૈ
ઔર આખીરત બન જાય યે દીન હી ઐસા હૈ
જો ઇન્સા કો એક કામિલ ઇન્સાન બનાતા હૈ


વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહાતા હૈ

આજ જહાં મેં દેખો તો હર ઔર બૂરાઇ હૈ
ઔર બદી સે નેકી કી ધનધોર લડાઈ હૈ
ઇન્સાન ને દોલત કો અપના ધર્મ બનાયા હૈ
ઓર ગુનાહો કો હી અપના કર્મ બનાયા હૈ
કિસ કો હૈ પરવાહ ફરાઈઝ ઔર ઉસૂલો કી
દુનિયા યાદ રહી ભૂલાઈ હર બાત વો નબીઓ કી
ઝાત પાત મે રહતે રહે દંગે મારા મારી
અરે ! ફેસલે કે દિન કી ભી કર લો તૈયારી
ઇબ્રત સા હૈ જો જન્નત કી રાહ દેખતા હૈ

વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહાતા હૈ

દુનિયા મેં આયે હો તો ઇન્સાન બનો પહેલે
જિસ કી ઉમ્મત મેં હો ઉસ કી રાહ ચલો પહેલે
ઉસકી ફર્માંબરાદારી કા નામ મુહબ્બત હૈ
યહી અકીદા કહલાયે ઔર યહી ઈબાદત હૈ
વેદ હો યા તોરત કહે હો ઇન્જીલ હો યા કુરાન
લેકિન દિન-એ ફિતરત દિન-એ-કય્યામ હી હૈ
વો કહે જો ઈમાન નહિ લાયે પછતાયે ગે
જબ દોઝક કી તકલીફો કો સહ ન પાયે ગે
દોઝક કા ઈમાન યકીન ઔર ઇલ્મ બડાતા  હૈ

વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહાતા હૈ

જો હઝરત નૂહ પર ઉતરા ઇસ્લામ વહી તો હૈ
આપ  મુહમ્મદ તક પહોંચા ઇસ્લામ વહી તો હૈ
ઝીક્ર હૈ જિસ કા વેદો મેં ઇસ્લામ વહી તો હૈ
ઔર કુરાન કી સૂરે મેં ઇસ્લામ વોહી તો હૈ
જો  સમઝાયા નબીઓને ઇસ્લામ વહી તો હૈ
દી ઈશ્લાહ હદીસો ને ઇસ્લામ વહી તો હૈ
જો ઈમાને મુંજમલ હૈ ઇસ્લામ વહી તો હૈ
ઔર ઈમાન મુસ્સલ હૈ ઇસ્લામ વહી તો હૈ
જો કલમા-એ-તૈય્યબ પહેલે પહેલ પઢતા હૈ

વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહાતા હૈ

મેને સોચા બૂત કો પૂજુ રૂહ નહિ માની
ઇસકો પૂજું ઉસકો પૂજું કયા હૈ મન માની
દોલત પૂજા કુરસી પૂજા ઔર લહૂ પૂજા
પથ્થર પૂજા ઘર કી પૂજા ઔર પશુ પૂજા
જો કુછ હૈ બસ એક વહી બસ એક વહી નાદાન
ઇન્સાન કો ભગવાન સમઝના હૈ ઉસ કા અપમાન
ઇસે તો બહેતર હૈ કે તુમ ખુદ કો પહેચાનો
બદી ગુનાહો સે બચ જાઓ બાત મેરી માનો
જિસે કે ઝરીએ ઇન્સાન આજ દુવાએ પાતા હૈ

વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહાતા હૈ

ઇસ મઝહબ મેં દુનિયા કા હર રાઝ નુમાયા હૈ 
જીને સે મરને તક કા હર તૌર બતાયા હૈ
હૈ પાબંદી કલમો, રોઝા ઔર નમાઝો કી
હજ લાઝીમ હૈ ઔર લિખી ફહરીસ્ત ઝકાતો કી
ઇન્સાન કે હર એક અમલ કી ખાસ દુવા હૈ
એક એક સૂરા મેં અલ્લાહ કી લાખ સુઆયે હૈ
જૈસે મા બચ્ચે કો અચ્છી બાત સિખાતી હૈ
અપને લિયે તોહીદ સમજેહ ઈમાન બનતી હૈ
ઔર હિદાયત જિસ કો દે માલિક વો પાતા હૈ
જિસકે જરીયે ઇન્સાન આજ દુવા પાતા હૈ

વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહેલાતા હૈ  

ઇસ મેં હૈ તેહઝીબ, સદાકત ઔર વફાદારી
ઘૂંઘટ આંચલ કી લજ્જા ઔર પર્દાદારી
ઇઝ્ઝત,ગયરત, એક સલીકા ઔર ભલાઈ હૈ
મઝબુતી, બેહુબૂદી ઝાહિર સિર્ફ ખુદાઈ હૈ 
એ તો બસ આમલ,અદબ,અખલાક નાફાસત હૈ
શિર્ક નહિ હૈ, કુફર નહિ હૈ સિર્ફ અતાઅત હૈ
બડે બુઝુર્ગો કી ઈજ્જત નાબાલીગ કા સન્માન
બચ્ચો કો બચપન સે દિખલાતા હૈ કુરાન
ઇસી લિયે યહ ધર્મ “હયા” કે દિલ કો ભાતા હૈ


વો હૈ સચ્ચા મઝહબ જો ઇસ્લામ કહાતા હૈ  

Tuesday, July 11, 2017

ઔરંગઝેબની ધાર્મિક નીતિ : ડૉ. મહેબૂબ દેસાઈ


આજથી ૩૫૯ વર્ષ પહેલા ઔરંગઝબે ભારતના શાસક તરીકે (૩૧ જુલાઈ ૧૬૫૮) શાસનના સુત્રો સંભાળ્યા હતા.મંદિરોને તોડનાર અને ધર્માંધ બાદશાહ તરીકે ભારતના ઇતિહાસમાં ઔરંગઝેબનું ચરિત્ર ખરડાયેલું છે. જાણીતા ઈતિહાસકાર સર જદુનાથ સરકારે ઔરંગઝેબના જીવનને ઉજગરતા પાંચ ગ્રંથો લખ્યા છે, તેમાં તેમણે ઔરંગઝેબની ધાર્મિક નીતિને અનેક આધારભૂત દસ્તાવેજો સાથે રજુ કરી છે. ઔરંગઝેબનો ઈતિહાસ નામે (History of Aurangzeb in 5 volumes) ૧૯૧૨ થી ૧૯૨૪ દરમિયાન લખાયેલ આ ગ્રંથોમાં ઇતિહાસકાર જદુનાથ સરકારે ઔરંગઝેબના ચરિત્રને એક અલગ જ અંદાજમા રજુ કરેલ છે. એ પછી આધુનિક ઈતિહાસકાર પ્રોફે. બી.એન. પાંડેએ એક પુસ્તક લખ્યું હતું, જેનુ નામ
ભારતીય સંસ્કૃતિ અને મુઘલ સામ્રાજય હતું. પ્રોફે. બી.એન.પાંડે ઓરિસ્સાના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજ્યસભાના સભ્ય હતા. અલહાબાદ નગરપાલિકાના ચેરમેન રહી ચુકેલા ઇતિહાસકાર પ્રોફે. બી.એન. પાંડેએ પોતાના ઉપરોક્ત ગ્રંથમાં ઔરંગઝેબની ધાર્મિક નીતિને ઉજાગર કરતા અનેક નવાઈ પમાડે તેવા દ્રષ્ટાંતો આપ્યા છે. એક અનુભવી ઈતિહાસ સંશોધક તરીકે તેમણે પુસ્તકમાં આલેખેલ કેટલીક બાબતો જાણવા જેવી છે. તેઓ લખે છે,
જયારે હૂં અલાહાબાદ નગરપાલિકાનો ચેરમેન (૧૯૪૮ થી ૧૯૫૩) હતો, ત્યારે મારી સામે એક સમસ્યા આવી હતી. એ ઘટના સોમેશ્વર નાથ મહાદેવ મંદિરની સંપતિ સબંધિત હતી. મંદિરના મહંતના મૃત્યું પછી  તેની સંપતિના બે દાવેદારો ઉભા થયા હતા. એક દાવેદારે પોતાના વારસાગત દસ્તાવેજો રજુ કર્યા. એ દસ્તાવેજોમાં ઔરંગઝેબના ફરમાનો પણ હતા. જેમાં ઔરંગઝેબે આ મંદિરના નિભાવ માટે આપેલ જાગીર અને નકદ અનુદાનનો પણ ઉલ્લેખ હતો. મને લાગ્યું કે ઔરંગઝેબના આ ફરમાન ખોટા હશે. મને નવાઈ પણ લાગી કે ઔરંગઝેબ જેવો ધર્માંધ બાદશાહ મંદિરને જાગીર કેવી રીતે આપી શકે ?
એટલે કોઈ નિર્ણય લેતા પહેલા મેં ડૉ. સર તેજ બહાદુર સપ્રુનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું. તેઓ અરબી અને ફારસીના જાણકાર હતા. મેં તેમને દસ્તાવેજો અભ્યાસ અર્થે આપ્યા. તેમણે દસ્તાવેજોનો અભ્યાસ કરી જણાવ્યું કે તમામ દસ્તાવેજો અસલી અને વાસ્તવિક છે.એ પછી તેમણે પોતાના મુનશીને બોલાવી બનારસની જંગમવાડી શિવ મંદિરની ફાઈલ લાવવા કહ્યું. એ મુકદમો છેલ્લા ૧૫ વર્ષથી અલહાબાદ હાઇકોર્ટમા ચાલી રહ્યો હતો. જંગમવાડી મંદિરના મહંત પાસે ઔરંગઝેબના કેટલાય ફરમાનો હતા. જેમાં મંદિરના નિભાવ માટે જાગીરો આપવામાં આવી હતી. આ દસ્તાવેજોએ ઔરંગઝેબનું એક નવું જ ચિત્ર મારી સમક્ષ ઉભું કર્યું. એ પછી તો મેં ડૉ. સપ્રુની સલાહ મુજબ ભારતના ભિન્ન મંદિરોને પત્ર લખી તેમને વિનતી કરીકે તેમની પાસે ઔરંગઝેબના કોઈ ફરમાનો હોય તો તેની નકલ મને મોકલે, જેમાં તેણે મંદિરોના નિભાવ માટે આપેલ જાગીરો અને નકદ નાણાનો ઉલ્લેખ હોય. અને જોત જોતામાં મારી સામે એવા અનેક દસ્તાવેજો આવ્યા જેમાં ઔરંગઝેબે મંદિરોના નિભાવ માટે આપેલ જાગીરોનો ઉલ્લેખ હતો. એવા કેટલાક મંદિરોમા ઉજ્જેનનું મહાકાલેશ્વર મંદિર, ચિત્રકૂટનું બાલાજી મંદિર, ગોહાટીનું ઉમાનંદ મંદિર, શત્રુંજ્યના જૈન મંદિરોના દસ્તાવેજો મળી આવ્યા. આ ઉપરાંત ઉત્તર ભારતના અનેક પ્રમુખ મંદિરો અને ગુરુદ્વારોને ઔરંગઝેબ દ્વારા આપવામાં આવતી નિભાવ માટેની જાગીરોના દસ્તાવેજો પણ મળી આવ્યા. આ તમામ ફરમાનો ઇ.સ. ૧૬૫૯ થી ૧૬૮૫ દરમિયાનના હતા. આ દસ્તાવેજો દ્વારા એ જરૂર સિદ્ધ થાય છે કે ઔરંગઝેબ અંગે ઈતિહાસકારોએ આલેખેલ ઈતિહાસ પક્ષપાત પર આધારિત છે. મને વિશ્વાસ છે કે જો યોગ્ય રીતે સંશોધન કરવામાં આવે તો ઔરંગઝેબના જીવનનું એક નવું પાસું ઇતિહાસમાં ઉજાગર થઈ શકે. મને કહેતા આનંદ થાય છે કે આ વિષય પર જ્ઞાનચંદ અને પટના મ્યુઝીયમના ભૂતપૂર્વ ક્યુરેટર ડૉ. પી.એલ.ગુપ્તા પણ સઘન સંશોધન કરી રહ્યા હતા. ઔરંગઝેબને ધર્માંધ ચિતરવામાં જેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો તે ફરમાને બનારસ હતું. આ ફરમાન બનારસ શહેરના મુહલ્લા ગૌરીમા રહેતા એક બ્રામણ પરિવાર અંગે હતું.  ઈ.સ. ૧૯૦૫મા ગોપી ઉપાધ્યાયના નવાસા મંગલ પાંડેએ સીટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યું હતું. અને એશિયાટિક સોસાયટી બંગાળના જર્નલમા તે ૧૯૧૧મા પ્રસિદ્ધ થયું હતું. પરિણામે સંશોધકોનું એ તરફ ધ્યાન દોરાયું. અને ત્યારથી ઈતિહાસકારો એ ફરમાનનો હવાલો આપી ઔરંગઝેબને હિંદુ મંદિરોના નિર્માણ પર પ્રતિબંધ મુકનાર બાદશાહ તરીકે મૂલવવા લાગ્યા હતા.એ લિખિત ફરમાન ઔરંગઝેબે ૧૫ જુમાદુલ અવ્વલ હિજરી ૧૦૬૫, ૧૦ માર્ચ ૧૬૫૯ના રોજ બનારસના સ્થાનિક અધિકારીના નામે એક બ્રામણની ફરિયાદના આધારે મોકલ્યું હતું. જેમાં લખ્યું હતું,
આપણા પવિત્ર કાનૂન મુજબ અમે એ નિર્ણય કર્યો છે કે પ્રાચીન મંદિરોને તોડવામાં નહિ આવે. અલબત્ત નવા મંદિરો નહી બનાવવામાં આવે. અમારા આ ન્યાય પ્રિય શાસનમાં અમારા પ્રતિષ્ઠિત દરબારમા એવી સુચના પ્રાપ્ત થઈ છે કે કેટલાક લોકો  બનારસ શહેર અને તેની આસપાસના હિંદુ નાગરીકો અને મંદિરોમા વસતા બ્રામણો અને પુરોહિતોને હેરાન કરી રહ્યા છે. તથા તેમના મામલાઓમાં દરમિયાનગીરી કરી રહ્યા છે. આ પ્રાચીન મંદિરો તેમની દેખરેખ નીચે છે. આમ છતાં એ લોકો ઈચ્છે છે કે આ બ્રામણો અને પુરોહિતોને તેમના સ્થાન પરથી હટાવી મુકવામાં આવે. આવી દરમિયાનગીરી આ સમાજ માટે પરેશાનીનું મુખ્ય કારણ બની છે. અને એટલે જ અમારું ફરમાન છે કે કોઈ પણ વ્યક્તિ ગેરકાનૂની રીતે બ્રામણ અને હિંદુ નાગરિકોને પરેશાન ન કરે. જેથી પહેલાની જેમ જ એ સ્થાનો પર તેમનો કબજો યથાવત રહે અને હદય પૂર્વક તેઓ ઈશ્વર દત્ત અમારા સામ્રાજય માટે પ્રાર્થના કરતા રહે
આવું એકલ દોકલ ફરમાન ઇતિહાસમાં જોવા નથી મળતું. બનારસ શહેરમા જ આવું જ બીજું એક અન્ય ફરમાન પણ જોવા મળે છે. જેમાં લખ્યું છે,
રામનગર (બનારસ)ના મહરાજ ધીરજ રાજા રામસિંહે અમારા દરબારમાં અરજી આપી છે કે તેમના પિતાએ ગંગા નદીના કિનારે તેમના ધાર્મિક ગુરુ ભગવત ગોસાઈના નિવાસ માટે એક મકાન બનાવ્યું હતું. હવે કેટલાક લોકો તેમને હેરાન કરી રહ્યા છે. તેથી આ શાહી ફરમાન દ્વારા વર્તમાન અને આવનાર અધિકારીઓ એ વાતની પૂરી તકેદારી રાખશે કે કોઈ પણ વ્યક્તિ ગોસાઈને પરેશાન ન કરે અને તેને ડરાવે ધમકાવે નહિ. અને તેના કોઈ પણ મામલામાં હસ્તક્ષેપ ન કરે. જેથી તેઓ ઈશ્વર દત્ત અમારા સામ્રાજય માટે પ્રાર્થના કરતા રહે. આ ફરમાન પર તુરત અમલ કરવામાં આવે.

અમદાવાદની જે ઘટનાનો ઉલ્લેખ કરી ઔરંગઝેબને ધર્માંધ તરીકે મુલવવામા આવ્યો છે, તેનો પણ ડૉ. પાંડેએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કરતા લખ્યું છે,
સાધારણ ઈતિહાસકારો અમદાવાદના નગરશેઠ દ્વારા બનાવવામાં આવેલ ચિંતામણી મંદિરનો ઔરંગઝેબે નાશ કર્યાનો ઉલ્લેખ કરી તેને ધર્માંધ ગણે છે. એમ કરી તેઓ વાસ્તવિકતા પર પડદો નાખી રહ્યા છે. ઔરંગઝેબે એજ નગરશેઠના બનાવેલા શેત્રુંજય અને આબુના મંદિરોના નિભાવ માટે આપેલ જાગીરોનો ઉલ્લેખ કરવાનું તેઓ કેમ ટાળે છે ?  

આવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરી ઈતિહાસકાર પ્રોફે. બી.એન. પાંડેએ ઔરંગઝેબની ઉદાર ધાર્મિક નીતિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.


Sunday, July 2, 2017

રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માનું કુરાને શરીફ પરનું કાવ્ય : ડૉ. મહેબૂબ દેસાઈ



ભારતના નવમાં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા (૧૯૧૮-૧૯૯૯)એ ૩૫ વર્ષ પૂર્વે એક કાવ્ય લખ્યું હતું. પ્રકૃતિ, પ્રેમ કે કલ્પના પર ન લખાયેલ એ કાવ્ય ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ પર લખ્યું હતું. આજે પાંત્રીસ વર્ષો પછી પણ શંકર દયાલ શર્માનું એ કાવ્ય ઇસ્લામના અનુયાયીઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે. ભોપાલમા જન્મેલ શંકર દયાલ શર્મા ૧૯૯૨ થી ૧૯૯૭ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂકયા હતા. બહુશ્રુત વિદ્વાન શંકર દયાલ શર્મા ભોપાલના મુખ્ય મંત્રી અને કેન્દ્ર સરકારમાં વાણિજય મંત્રી (૧૯૭૪-૧૯૭૭) પણ રહ્યા હતા.
મહાત્મા ગાંધીના વિચારોમા અતુટ શ્રધ્ધા ધરાવનાર ડૉ શર્મા ભારતીય જીવન મુલ્યોના ઊંડા અભ્યાસુ હતા. સાદગી અને સર્વધર્મ સમભાવથી ભરેલું તેમનું જીવન લોકો માટે પ્રેરણા રૂપ હતું. આજે રાષ્ટ્રપતિની ચુંટણીના ગરમ વાતાવરણમાં બહુ ઓછા ઉપ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભારતના ઇતિહાસમાં એવા છે જેઓ ચુંટણી વગર સર્વ સંમતિથી રાષ્ટ્રપતિ કે ઉપ રાષ્ટ્રપતિ બન્યા હોય. એમા ડૉ. શર્માનો સમાવેશ થાય છે. ડૉ. શર્મા, ડૉ. રાધાકૃષ્ણ અને એમ. હિદાયતુલ્લાહ સર્વ સંમતિથી ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. આવા બહુશ્રુત વિદ્વાન ડૉ. શર્માએ ભારતના મુસ્લિમો માટે કુરાન શરીફ પર એક સુંદર કાવ્ય લખ્યું હતું. જેમાં તેમની ભારતના મુસ્લિમોની કુરાન એ શરીફ પ્રત્યેની બદલાયેલી પ્રતિક્રિયા સદુઃખ વ્યક્ત થયા છે. તેમની રચનમાં શબ્દોની સરળતા સાથે વિચારોની ગહનતા દરેક વાચકને સ્પર્શી જાય તેવા છે. આ કાવ્યની દરેક પંક્તિમા મુસ્લિમ સમાજ માટે સુંદર હિદાયત અર્થાત શીખ જોવા મળે છે.

કાવ્યનું મથાળું છે,  
એ મુસલમાનો તુમને યે કયા કિયા ?

આમલ કી કિતાબ થી
 દુવા કી કિતાબ બના દિયા

સમઝને કી કિતાબ થી
પઢને કી કિતાબ બના દિયા

જીન્દો કા દસ્તુર થા
મુર્દો કા મન્સુર બના દિયા

જો ઇલ્મ કી કિતાબ થી
ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા

'તસ્ખીર-એ-કાયનાત' કા દર્સ દેને આઈ થી  
સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા

મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી
મુર્દો કો બક્ષવાને પર લગા દિયા

એ મુસલમાનો તુમને યે કયા કિયા ?

ઉપરોક્ત કાવ્ય એ મુસલમાનો તમે આ શું કર્યું ? ની એક એક પંક્તિ વિચાર માંગી લે તેવી છે. સૌ પ્રથમ પંક્તિમાં કહ્યું છે,
આમલ કી કિતાબ થી
 દુવા કી કિતાબ બના દિયા
અર્થાત કુરાને શરીફ આમલ કે આચરણનો ગ્રંથ છે. જેમાં આપવામાં આવેલ દરેક હિદાયતો( ઉપદેશો) ને મુસ્લિમે પોતાના જીવનમાં આચરણમાં મુકવાની છે. પણ એ મુસ્લિમો, તમે તો કુરાને શરીફને માત્ર દુવા-પ્રાર્થના કરવાનું પુસ્તક બનાવી દીધું છે. તેના ઉપદેશો તમારા જીવનમાં તમે અમલમાં નથી મુક્યા. બીજી કડીમાં ડૉ. શર્મા કહે છે,
સમઝને કી કિતાબ થી
પઢને કી કિતાબ બના દિયા
અર્થાત કુરાને શરીફનું પઠન કે અધ્યન સમજીને કરવાનું છે. તેની દરેક આયાતનો હાર્દ સમજીને, તેનું પઠન કરવું જરૂરી છે. પણ એ મુસલમાનો, તમે તો સમજ્યા વગર તેનું રટણ કરવા માંડ્યું છે. માત્ર તેની આયાતો મોઢે કરી તમે તેનું રટ્યા કરો છો. તેની આયાતોના અર્થ સુધી પહોંચવાની ક્રિયા તો સાવ સ્થગિત થઈ ગઈ છે.
જીન્દો કા દસ્તુર થા
મુર્દો કા મન્સુર બના દિયા
અર્થાત કુરાને શરીફ માનવીને જીવન જીવવાની કલા શીખવતો મહાન ગ્રંથ છે. તેમાં મુલ્ય નિષ્ઠ જીવન માટેની અદભુદ હિદયાતો આપેલી છે. જેમ કે વેપાર કેમ કરવો, વસ્ત્રો કેવા પહેરવા, કોઈના ઘરે ક્યારે  જવું અને ઘરમા પ્રવેશતા પહેલા ધરનો દરવાજો અચૂક ખખડાવવો. ટૂંકમાં મુલ્ય નિષ્ઠ જીવનના નિયમો કુરાને શરીફમા ઠેર ઠેર જોવા મળે છે. પણ એ મુસલમાનો તમે તો કુરાને શરીફને મૃત્યું પછીના નિયમોનો ગ્રંથ બનાવી દીધો છે.
જો ઇલ્મ કી કિતાબ થી
ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા
ઇસ્લામમા ઇલ્મ અર્થાત જ્ઞાનનું વિશેષ મહત્વ છે. હઝરત મહંમદ સાહેબની પહેલી વહીનો પહેલો શબ્દ હતો ઇકારહ અર્થાત પઢ, વાંચ. અને એટલે જ કુરાને શરીફ સમાજ, વ્યક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેના માનવીના મુલ્ય નિષ્ઠ વ્યવહારને વાચા આપતો અતિ જ્ઞાન સભર ગ્રંથ છે. આવા જ્ઞાનથી ભરપુર મહાન ગ્રંથને એ મુસલમાનો તમે અજ્ઞાનીઓના હાથમાં મૂકી દીધો છે. જેથી તેના સાચા મુલ્ય અને મહત્તાથી તમે દૂર થતા જાઓ છે.
તસ્ખીર-એ-કાયનાત કા દર્સ દેને આઈ થી
સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા
આ કડીમાં ઉર્દુના શબ્દોનો સુંદર અને અર્થસભર ઉપયોગ ડૉ. શર્માએ કર્યો છે. તસ્ખીર-એ-કાયનાત અર્થાત વિશ્વ અને માનવીના સર્જનના રહસ્યોને અભિવ્યક્ત કરવા માટે ખુદાતાલાએ કુરાને શરીફનું સર્જન કર્યું છે. પણ એ મુસલમાનો, તમે કુરાને શરીફને મદરસાઓના પાઠ્યક્રમ (નિસાબ)નું માત્ર પુસ્તક બનાવી દીધું છે. તેમાં રહેલા રહસ્યોને જાણવાનો કે માણવાનો પ્રયાસ પણ તમે કરતા નથી.
મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી
મુર્દો કો બક્ષવાને પર લગા દિયા
કુરાને શરીફ મુર્દા રાષ્ટ્ર (કોમો) અર્થાત જે રાષ્ટ્ર (કોમ) અજ્ઞાનના અંધકારમા મૃત્યું સમાન જીવી રહ્યું છે. એવા રાષ્ટ્ર કે કોમને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં આણી તેને જીવંત કરવા માટે કુરાને શરીફનું સર્જન કરવામાં આવ્યું છે. પણ એ મુસલમાનો, તમે તો તેની આયાતોને મુર્દાઓના આત્માઓને બક્ષવાનું માધ્યમ બનાવી દીધું છે.
૨૬ ડીસેમ્બર ૧૯૯૯ના રોજ અવસાન પામનાર ભારતના નવમાં રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માની આ કાવ્યાત્મક વ્યથા અંગે આજનો શિક્ષિત મુસ્લિમ થોડો પણ વિચાર કરી, તેનો અમલ કરવા કટિબદ્ધ બનશે, તો કદાચ ડૉ.શર્માની આ રચના સાર્થક લેખાશે.