હુસૈન હૈદર નામના મુસ્લિમ યુવાને લખેલી એક રચના
હાલમા ઘણી ચર્ચામાં છે. મુસ્લિમ તરીકેના આચરણ, વ્યવહાર અને સાંપ્રત સમયમાં ભારતના
મુસ્લિમોની માનસિક સ્થિતિનો સચોટ ચિતાર
આપતી આ રચના દરેક વાચકને સ્પર્શી જાય તેવી છે.
ઇસ્લામમા અઝાન, ફિરકા અને તેના કારણે અસ્તિત્વમા
આવેલા સમસ્યાઓ તરફ આ રચના સિધ્ધો નિર્દેશ કરે છે. આજના મુસ્લિમ યુવાનો માટે અઝાન એ
સમય જાણવાનું માધ્યમ બની ગઈ છે. પણ સાચા અર્થમાં તે ખુદાની ઇબાદત માટેનું નિમંત્રણ
છે. મુસ્લિમ હોવાનો અહેસાસ કરાવતું માધ્યમ છે. વળી, ફિરકા પરસ્તીથી દૂર રહી, સજદા,
ઝટકા, ટોપી અને દાઢીનો વાસ્તવિક મહિમા પણ અત્રે કાવ્યમાં રજુ કરવાનો રચનાકારે
પ્રયાસ કર્યો છે. મુસ્લિમોના વ્યવસાય અને નિવાસના પ્રદેશો ભિન્ન હોય શકે પણ તેનું
ઈમાન તો એક જ છે. તેને રમઝાન માસની પવિત્રતા સાથે ગંગાની પવિત્રતામાં પણ એટલો જ
વિશ્વાસ છે. તે ગુરુદ્વાર કે ચર્ચને પણ પોતના જ ગણે છે. ભારતનો મુસ્લિમ કોઈ એક પક્ષ
કે નેતાનો નથી. ભારતની વસ્તીમા ૧૪ ટકા જ મુસ્લિમો ભલે હોય પણ તે વસ્તીના મુખ્ય પ્રવાહમા
સમાયેલા છે.મહોબ્બત અને એખલાસ સાથે તેઓ ભારતની સમગ્ર પ્રજા સાથે એક જ ધાગામાં પરોવાયેલા
છે. અને એટલે જ કવિ કહે છે
“મેં
હિન્દુસ્તાની મુસ્લમા હું”. ચાલો એ રચના ને માણીએ.
સડક પે સિગારેટ પીતે વક્ત
જો અઝાન સુનાઈ દી મુઝકો
તો યાદ આયા કે વક્ત હૈ ક્યાં
ઔર બાત જહેન મેં યે આઈ
મેં
કૈસા મુસ્લમા હું ભાઈ
મેં શિયા હું યા સુન્ની હું
મેં ખોજા હું યા બહોરી હું
મેં ગાંવ સે હૂં યા શહરી હૂં
મેં બાગી હૂં યા સૂફી હૂં
મેં કોમી હૂં યા ઢોંગી હૂં
મેં કૈસા મુસ્લમા હું ભાઈ
મેં સજદા કરને વાલા હૂં
યા ઝટકા ખાને વાલા હૂં
મેં ટોપી પહેન કે ફિરતા હૂં
યા દાઢી ઉડાકે રહતા હૂં
મેં આયાત કોલ સે પઢતા હૂં
યા ફિલ્મી ગાને રમતા હું
મેં અલ્લાહ અલ્લાહ કરતા હૂં
યા શેખો સે લડ પડતા હૂં
મેં કૈસા મુસ્લમા હું ભાઈ
મેં હિન્દુસ્તાની મુસ્લમા હું
દકન સે હૂં, યુપી સે હૂં, ભોપાલ સે હૂં
દિલ્હી સે હૂં, કશ્મીર સે હૂં, ગુજરાત સે હૂં
હર ઊંચી નીચી જાત સે હૂં
મેં હી હું જુલાહા મોચી ભી
મેં દાકતર ભી દરજી ભી
મુઝમે ગીતા કા સાર ભી હૈ
એક ઉર્દુ કા અખબાર ભી હૈ
મેરા એક મહિના રમઝાન ભી હૈ
મેને કિયા તો ગંગા મેં સ્નાન ભી હૈ
અપને હી તૌર સે જીતા હું
દારૂ સિગારેટ ભી પિતા હૂં
કોઈ નેતા મેરી નસ નસમેં નહિ
મેં કિસી પાર્ટી કે બસ મેં નહિ
મેં હિન્દુસ્તાની મુસ્લમા હું ભાઈ
ખૂની દરવાજા મુઝ મેં હૈ
એક ભૂલ ભૂલ્યા મુઝ મેં હૈ
મેં બાબરી કા એક ગુંબદ હૂં
મેં શહર કે બીચ મેં એક સરહદ હૂં
ઝુગ્ગીઓ મેં પલતી ગુરબત મેં
મદરસો કી તૂટી સી છત મેં
દંગો મેં ભડકતા શોલા મેં
કુરતે પર ખૂન કે ધબ્બા મેં
મેં હિન્દુસ્તાની મુસ્લમા હું
મંદિર કી ચોહટ મેરી હૈ
મસ્જિત કે કીબલે મેરે હૈ
ગુરુદ્વારે કા દરબાર મેરા હૈ
યેશુ કે ગિરજે મેરે હૈ
સો મેં સે ચૌદા હૂં લેકિન
ચૌદા યહ કમ નહી પડતે હૈ
મેં પૂરે સો મેં બસ્તા હું
પૂરે સો મુઝ મે બસ્તે હૈ
મુઝે એક નજર સે દેખ ન તું
મેરે એક નહિ સૌ ચહેરે હૈ
સૌ રંગ કે હૈ કિરદાર મેરે
સૌ કલમ સે લિખી કહાની હૂં
મેં જીતના મુસ્લમા હૂં ભાઈ
મેં ઉતના હિન્દુસ્તાની હૂં
મેં હિન્દુસ્તાની મુસ્લમા હું
મેં હિન્દુસ્તાની મુસ્લમા હું
વાહ....
ReplyDeleteKya bat he asslamu alykum mehboob desai saheb me apkka sukrgujar hu ke aap divy bhaskar me bahot hi pyare andaj me likhte he me har hapte apka lekh padta hu muje bahott ache lagte he usme kuch sikhne bhi milta he bas aap aese hi lekh likho allah apko kamyab farmae ameen
ReplyDeleteખરેખર, અદ્ભૂત રચના છે.
ReplyDelete