હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ની
કેટલીક હિદયાતો આજે પણ માનવ સમાજ માટે આવકાર્ય અને ઉપયોગી છે. એ ટૂંકી હિદયતો કે
ઉપદેશો જાણવા જેવા છે.
v
ઈમાન(શ્રધ્ધા)ના સિત્તેરથી
વધુ દરજ્જા છે. તેમાં “લા-ઈલાહા ઇલ્લલ્લાહ” (અલ્લાહ સિવાય કોઈ બંદગીને લાયક
નથી) ઈમામનો સૌથી ઉંચો દરજ્જો છે.
v
પ્રત્યેક પયગંબરને પોતાની કોમ
માટે મોકલવા આવેલ છે. પરંતુ મને (હઝરત મહમદ સાહેબને) સમગ્ર માનવજાત માટે મોકલવામાં
આવેલ છે.
v
જે માનવી સ:હદયતાથી વંચિત
રહ્યો,તે વાસ્તવમાં ભલાઈથી વંચિત રહ્યો.
v
ધન સંપતિથી મોટી દોલત સંતોષ
છે.
v
તમારામાં સૌથી શ્રેષ્ઠ એ છે
જે ખુદાનો ખોફ (ભય) રાખે છે.
v
સૌ પ્રત્યે પ્રેમ એ મારી
રીત છે. જેણે મારી જેમ સૌ સાથે પ્રેમ રાખ્યો, તેણે મારી સાથે પ્રેમ રાખ્યો. અને
જેણે મારી સાથે પ્રેમ રાખ્યો તે મારી સાથે જન્નત (સ્વર્ગ)મા રહેશે.
v
તમે દુનિયામાં એવી રીતે રહો
જાણે તમે પરદેશી કે વટેમાર્ગુ છો.
v
યુવાનીની વૃદ્ધા અવસ્થા
પહેલા, તંદુરસ્તીની બિમારી પહેલા, સમૃદ્ધિની નાદારી પહેલા, ફુરસદની વ્યસ્તતા પહેલા
અને જીવનની મૃત્યું પહેલા કદર કરો.
v
ઈશ્વર તમારા ધન દોલતને નથી
જોતો, બલકે તે તમારા ઈરાદા અને કર્મોને જુવે છે.
v
રાત્રે થોડો સમય જ્ઞાન
આપવું, રાતભર જાગીને બંદગી કરવા કરતા સારું છે.
v
પીડિતની ફરિયાદથી ન બચો,
કેમ કે તેની અને અલ્લાહની વચ્ચે આડાશ નથી.
v
સંતાન માટે પિતા તરફથી શ્રેષ્ટ
ભેટ સારી રીતભાત અને સભ્યતા છે.
v
જેનામાં પ્રમાણિકતા નથી,
તેનામાં ઈમાન નથી.
v
ખુશ ખબર એ વ્યક્તિને ,
જેનું આયુષ્ય લાંબુ અને તેના કર્મ સારા હોય.
v
ઈમાનમાં પરિપૂર્ણ તે છે, જે
નૈતિકતામાં શ્રેષ્ટ છે.
v
હે અલ્લાહ, મારા હદયને
દંભથી, મારા કાર્યને આડંબરથી, મારી જીભને જુઠ્ઠથી અને મારી આંખને અપ્રમાણિકતાથી
બચાવ. નિ:શક તુ આંખની અપ્રમાણિકતા અને હદયોના ભેદો જાણે છે.
v
સત્ય સંપૂર્ણપણે શાંતિ અને
સંતોષ છે, જુઠ્ઠ પૂર્ણપણે શંકા અને દ્વિધા છે.
v
શક્તિશાળી એ નથી જે
પ્રતિસ્પર્ધીને પછાડી દે છે, બલકે શક્તિશાળી એ છે જે ગુસ્સા પર કાબુ રાખે છે.
v
શરમ અને લજ્જા
ઈમાન(શ્રધ્ધા)ની એક શાખા છે.
v
ધર્મદાન કરવાથી મિલકત ઘટતી
નથી.
v
લોકો શું તમે સાંભળતા નથી ?
નિ:શંક સાદગી ઈમાનની નિશાની છે.
v
એવી વ્યક્તિ ઘમંડથી પર છે, જેનો
સેવક તેની સાથે ભોજન લેતો હોય.
v
એશ આરામથી બચતા રહેજો. કારણ
કે અલ્લાહના બંદા એશ આરામથી દૂર હોય છે.
v
સુંદર ચારિત્ર, નમ્રતા અને
મધ્યમ માર્ગ ઈશ દૂતનો ચોવીસમો ભાગ છે.
v
મુસ્લિમ એ નથી જે પેટ ભરીને
જમે, અને તેનો પાડોશી ભૂખ્યો તડપતો હોય.
v
અલ્લાહ એવા પુરુષ પર
ધિક્કાર કરે છે, જે સ્ત્રીઓ જેવા વેશ ધારણ કરે છે અને એવી સ્ત્રીઓ પર ધિક્કાર કરે
છે જે પુરુષ જેવા વેશ ધારણ કરે છે.
v
પવિત્રતા અને સ્વછતા ઈમાન
(શ્રધ્ધા )નો અડધો ભાગ છે.
v
વૈધ કાર્યોમાં અલ્લાહને
સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.
v
જે પુત્ર અને પુત્રી
દરમિયાન ભેદભાવ ન કરે, તેમજ પુત્રીઓનું સારી રીતે પાલન પોષણ કરે, તેમના
શિક્ષણ-પ્રશિક્ષણની ઉત્તમ વ્યવસ્થા કરે છે તે સ્વર્ગમાં જશે.
v
ત્રણ બાબતો મૃત્યુંને આસન કરી નાખે છે, નમ્ર
વ્યવહાર, માતા પિતા સાથે પ્રેમ અને સેવકો (નોકરો) સાથે સદવર્તન.
v
મજૂરનો પરસેવો સુકાતા પહેલા
તેને તેની મજુરી ચૂકવી દો.
v
નોકર પાસેથી તેની શક્તિ
અનુસાર સેવા લો. તેના આરામનો ખ્યાલ રાખો. જે કઈ તમે ખાવ તે તેને ખવડાવો અને જે કઈ
તમે પહેરો તે તેને પહેરવા આપો.
v
યુધ્ધના કેદીઓ સાથે સદવર્તન
કરો. તેને યાતનાઓ ન આપો.
v
જરૂરતમંદ લોકોની મદદ માટે
પ્રયત્ન કરનાર વ્યક્તિ એવો છે, જે અલ્લાહના માર્ગમાં જિહાદ(સત્ય-અસત્યનો સંધર્ષ)
કરતો હોય.
v
લાચાર અબોલ પ્રાણીઓની
બાબતમાં અલ્લાહથી ડરો.
v
તમે પૃથ્વીવાસીઓ પર દયા
કરો, આકાશવાળો (અલ્લાહ) તમારા પર દયા કરશે.
v
પાણી પીવડાવવું અંત્યત
પ્રિય દાન છે.
v
નાણાને ગણી ગણીને જમા ન કરો
(કંજુસી ન કરો). અને ન તો ફૂઝૂલ ખર્ચ કરો.મધ્યમ માર્ગ અપનાવો.
v
જુઠ, ચાડીચુગલી, મિથ્યા
આરોપ, નિંદા વગેરેથી બચો. લોકોને ખોટા નામથી ન બોલાવો.
v
ઈર્ષા ન કરો, તે
સદ્કાર્યોને ઉધઈની જેમ ખાઈ જાય છે.
v
તે વ્યક્તિ સૌથી સારો છે જે
પોતાના ઘરવાળાઓ અને પડોશીઓ માટે સારો હોય.
v
ચીજ વસ્તીઓમાં ભેળસેળ ન
કરો. તોલમાપમાં કમી ન કરો. વેપારમાં છેતરપીંડી ન કરો.
v
ભાવ વધારો લેવા માટે ચીજ
વસ્તુઓનો સંગ્રહ ન કરો. આવું કરનાર ઘોર યાતાનોને પાત્ર છે.
v
કોઈ પણ ચીજ વસ્તુનો જરૂરથી
વધારે ઉપયોગ ન કરો. પાણીનો દુર ઉપયોગ ન કરો. ચાહે તમે નદી કિનારે જ કેમ ન રહેતા
હોવ.
v
ફળવાળા વૃક્ષો ન કાપો.
v
દરેક મુસ્લિમ સ્ત્રી પુરુષ
માટે શિક્ષણ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.
No comments:
Post a Comment