Monday, April 16, 2018

દુવા (પ્રાર્થના) : ડૉ.મહેબૂબ દેસાઈ


રમઝાન માસ આપણા આંગળે આવી આપને ઈબાદત માટે પ્રેરી રહ્યો છે. એવા સમયે ઈબાદત અર્થાત પ્રાર્થનાની સત્વશીલતા અંગે જાણવું જરુરી છે. આજથી લગભગ ૯૩ વર્ષ પૂર્વે જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ભાવનગર મુકામે ભરાયેલ કાઠીયાવાડ રાજકીય પરિષદ, જેના પ્રમુખ ગાંધીજી હતા, તેના આરંભમાં એક પ્રાર્થના ગવાઈ હતી. ગાંધીજીના અંતેવાસી રિહાના તૈયબજીના સ્વરે ગવાયેલ એ સુંદર ભજન આજે પણ પ્રાર્થનાની સાચી મીમાંસા વ્યક્ત કરે છે. રિહાના તૈયબજી એક એવા મુસ્લિમ સંત હતા જેમણે ૧૯૨૪મા ધી હાર્ટ ઓફ અ ગોપી (The Heart of a Gopi) નામક ગ્રંથ લખ્યો હતો. જેઓ કુરાને શરીફ અને કૃષ્ણના ઊંડા અભ્યાસુ હતા. સૌ પ્રથમ તેમણે ગાયેલ પ્રાર્થનાને માણીએ.

“તુઝ સે યહ ફરિયાદ હૈ, એ પાક રબ્બુલ આલમીન
 સબ રહે મિલ જુલ કે, તું માલિક હૈ, યહ તેરી ઝમી
 જિસ મેં હો તેરી રઝા, હમ ચાહતે હૈ બસ વહી,
 હમ રહે મહકૂમ, યા હાફિમ હો, કુછ પરવા નહિ.
 હમને સોચી જીતની તદબિરે, વો સબ ઉલટી પડી
 વહ તરીકા અબ બતા હમ કો, જો હૈ હબ્બુલમતી
 હિંદ બન જાય નમૂના, જુમ્લા કોમો કે લિયે
 જિસ્મ મેં આલમ કે હોવે, મીરલે ચશ્મે સુર્મગી
 લબ પે તેરા નામ હો, ઔર દિલ મેં તેરી યાદ હો
 કામ જો કુછ હો, તેરી ખાતિર હો, રબ્બુલ આલમ
 હિંદુ ઔર મુસ્લિમ કે દિલ સે દૂર હો બૂ ગમો કી”

આજે ૯૩ વર્ષ પછી પણ આ પ્રાર્થના કે ઈબાદત આપણા દેશ માટે અક્ષર સહ સાચી અને જરૂરી છે. સામાન્ય રીતે આપણી પ્રાર્થનાઓમા સૌ પ્રથમ સ્વ હોય છે અને પછી સર્વ હોય છે. ઇસ્લામમાં પ્રાર્થનાને દુવા કહે છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વર સાથે ભાવનાત્મક સંવાદ. મોટે ભાગે એ સંવાદમા દુઃખ દર્દ  દૂર કરવાની આજીજી હોય છે. મનની મુરાદોને પામવાની તમન્ના હોય છે. ખુદાને રાજી કરવાની કોશિશ હોય છે. આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.
હજરત મુહંમદ બિન અન્સારીની વફાત (અવસાન) પછી તેમની તલવારના મ્યાનમાંથી એક ચિઠ્ઠી નીકળી 
હતી . તેમાં લખ્યું હતું,
"તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો.  પળે તમે જે દુવા કરશો તે કબૂલ થશે?"
હજરત મહંમદ પયગમ્બર (..) ફરમાવ્યું છે,
"દુવા (પ્રાર્થના)  ઇબાદત (ભકિત) છે."
હજરત ઇમામ સૂફિયાન ફરમાવે છે,
 "અલ્લાહને તે  બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે."
જો કે ઈશ્વર કે ખુદા પાસે દુવા માગવાની કે સંવાદ કરવાની પણ તહઝીબ છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
"તમે તમારા પરવરદિગાર પાસે કરગરીનેઆજીજીપૂર્વકનમ્રતાથીધીમેથી દુવા માગો."

ઇસ્લામી ગ્રંથોમાં દુવા માગવા માટેનો ઉત્તમ સમય પણ આપવામાં આવ્યો છે.  મુજબ નમાજ માટે અઝાન થાય  પછી દુવા માગો. અઝાન અને તકબીર દરમિયાન દુવા માગો. ફર્ઝનમાજ પછી દુવા માગો. કુરાને શરીફની તિલાવત (વાંચન) પછી દુવા માગો. આબેઝમઝમના આચમન પછી દુવા માગો.
કાબા શરીફના દીદાર (દર્શન) પછી દુવા માગો.  ઉપરાંત હજયાત્રાએ જતા હાજી સાહેબોએ પવિત્ર સ્થાનો જેવાં કે કાબા શરીફની પરિક્રમા (તવાફ) સમયેખુદાના ઘર (બયતુલ્લાહ)ની અંદરઆબેઝમઝમના કૂવા પાસેમકામે ઇબ્રાહીમ પાછળઅરફાતના મેદાનમાં ઝિલહજના દિવસે મીનામાંહજરત મહંમદ પયગમ્બર (..)ના રોઝા મુબારક પાસે ખાસ દુવા માંગવી જોઈએ.  સ્થાનોમાં દુવા માંગવાથી તે અવશ્ય કબૂલ થાય છે.
દુવાના સ્થળ જેટલી  મહત્તા દુવાની પદ્ધતિની છે. દુવા કેવી રીતે માગવી પણ ઇસ્લામ ગ્રંથોમાં 
સવિસ્તાર આપવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર બાબતો નીચે મુજબ આપી શકાય. દુવા હંમેશાં કિબલા તરફ મોં રાખીને  કરો. દુવા કરતા સમયે અવાજ ધીમો અને નમ્ર રાખો. હેસિયતથી વધુ દુવા  માગો. દુવા શકય તેટલી ટૂંકમાંસંક્ષિપ્તમાં માગો. દુવા યકીનવિશ્વાસ સાથે કરો. દુવા કરતા પહેલાં ભૂલોની માફી માગો. ખુદાને તે ગમે છે. સિજદામાં દુવા કરવી વધારે યોગ્ય છે.
દુવા સદ્કાર્યોઆમાલો અને પોતાની નાની મોટી નૈતિક જરૂરિયાતો માટે કરો. 
કોઈનું બૂરું કરવા કે અનૈતિક બાબતો માટે કયારેય દુવા  માગો. દુવામાં ભાષા મહત્ત્વની નથી. એકાગ્રતાઆજીજી અને વિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાં છે. ગમે તે ભાષામાં દુવા કરો. ખુદા બંદાની દરેક ભાષા સમજે છે. આલીમોએ દુવા કબૂલ થવાના ચાર પ્રકારો આપ્યા છે. કેટલીક દુવાઓ તે  સમયે કબૂલ થઈ જાય છે. કેટલીક દુવાઓ સમય પાકયે  કબૂલ થાય છે. કેટલીક દુવાઓનો બદલો અન્યને મળે છે. જયારે દુવા કરનારને આખિરતના દિવસે તેનો બદલો મળે છે.
કેટલીક દુવાઓ આજીવનમાં કબૂલ થતી નથી પણ તે આખિરતમાં કબૂલ થાય છે.
ટૂંકમાં દુવા કે પ્રાર્થના  ખુદા-ઈશ્વર સાથેનો જીવંત સંવાદ છે. તેને જેટલો સરળનમ્રઆત્મીય અને વિશ્વસનીય બનાવી શકાય તેટલો 

બનાવો. સૌ પ્રથમ દુવા સર્વ માટે માંગો અને પછી સ્વ અર્થાત પોતાના માટે માંગો. ખુદા ઈશ્વર પોતાના બંદાની દુવા કબૂલ કરતા આનંદ અનુભવે છે. એટલે ખુદા પાસે દિલ ખોલીને માંગો અને માંગતા રહો 

No comments:

Post a Comment