Wednesday, May 13, 2015

ગુરુ નાનક : બેબાક વ્યક્તિત્વ : ડો. મહેબૂબ દેસાઈ

શીખધર્મના સ્થાપક ગુરુ નાનક સાહેબે (૧૫ એપ્રિલ ૧૪૬૯ થી ૨૨ સપ્ટેમ્બર ૧૫૩૯) પોતાની અંતિમ ચોથી યાત્રા મક્કામાં આવેલ ઇસ્લામના પવિત્રસ્થાન કાબા શરીફની કરી હતી. શીખ સ્કોલર અને પંજાબના ઇતિહાસના ઊંડા અભ્યાસુ પ્રોફેસર પુરન સિંઘે આ ઘટનાનો સ્વીકાર પોતના ગ્રંથમાં કર્યો છે. પંજાબના ઇતિહાસનું આલેખન કરનાર સૈયદ મુહંમદ લતીફે પણ પોતાના ગ્રંથમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તવારીખે આરબમાં પણ ગુરુ નાનકની કાબા શરીફની યાત્રાનો સવિસ્તર ઉલ્લેખ જોવા મળે  છે. શીખ ધર્મના ગ્રન્થમાં પણ  "મક્કા સાખી"માં તેનો ઉલ્લેખ આજે પણ હયાત છે. ગુરુ નાનકની મક્કાની યાત્રા સમયે તેમનો શિષ્ય મરદાન પણ તેમની સાથે હતો. એ સમયે ગુરુનાનકએ હાજીઓ પહેરે તેવો પોષક પહેર્યો હતો. અ ઘટનાનું વર્ણન કરતા ગુરુ નાનકએ પોતે લખ્યું છે,  

"જયારે હું મક્કામાં આવેલ કાબા શરીફમાં આરામ કરી રહ્યો હતો. ત્યારે એક ખાદીમ (કાઝી રુકાન ઉદ્દ્દીન્)ને મારી પાસે આવી જરા ગુસ્સામાં મને કહ્યું,

"અરે ઓ ફકીર, તમારા પગો કાબા શરીફ તરફ રાખીને ન સુવો"

મેં તેને કહ્યું,

"ભાઈ, તમે ગુસ્સો  ન કરો. હું ખુબ થાકી ગયો છું. એટલે આરામ કરતા મને ધ્યાન ન રહ્યું. આપ જરા મારા પગો કાબા શરીફ સામેથી હટાવી અન્ય દિશા તરફ કરી દેશો ?"

મારી વિનંતી સ્વીકારી એ ખાદીમે મારા પગો કાબા શરીફ સામે થી હટાવી અન્ય દિશા તરફ કર્યા. તે સાથે જ કાબા શરીફ પણ એ દિશા તરફ તે ખાદીમને દેખાવા લાગ્યું. તે આશ્ચર્યચકિત થયો. તેને ખુબ નવાઈ લાગી. અને તે મારો હાથ ચૂમી ચાલ્યો ગયો"

આ ઘટનાનું અર્થઘટન કરતા ગુરુ નાનક કહે છે,

"કાબા શરીફ અર્થાત ખુદા તો દરેક દિશામાં છે.બસ તેને પામવાની, જાણવાની જરુર છે"

ગુરુ નાનકની મક્કા યાત્રાના કારણ અંગે એમ કહેવાય છે કે તેમનો સૌ પ્રથમ શિષ્ય મરદન મુસ્લિમ હતો. તેણે ગુરુ નાનકને વિનંતી કરતા કહ્યું હતું,

"ઇસ્લામમાં હજજ યાત્રા ફરજીયાત છે. એટલે મારે જીવનમાં એકવાર તો તે કરવી જ પડશે."

ગુરુ નાનકએ તેની વાત સ્વીકારી. અને તેની સાથે હમસફર બની તે પણ મક્કા ગયા.


શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકના વિચારોમાં ઇસ્લામના સિદ્ધાંતોની ઝાંટ જોવા મળે છે. ગુરુ નાનક નિરાકારી હતા. ઈશ્વરને નિરાકાર માનતા છે. ઇસ્લામ પણ ખુદાને નિરાકાર માને છે. ગુરુ નાનક એકેશ્વરવાદના હિમાયતી હતા. ઇસ્લામ પણ એકેશ્વરવાદ અર્થાત તોહીદમા મને છે. ગુરુ નાનક કે શીખ ધર્મ અવતારવાદમા માનતા ન હતા. ઇસ્લામ પણ અવતારવાદમા નથી માનતો. માનવી એક જ વાર જન્મ લે છે. બીજીવાર તે કયામતના દિવેસે ઉઠે છે. એજ રીતે જાયપાત અને મૂર્તિપૂજામા પણ શીખ ધર્મ નથી માનતો. ઇસ્લામ પણ એવા જાતીય ભેદોથી કોસો દૂર છે. તેની સંપૂર્ણ અવગણના કરે છે. સમાજમાં સૌ કોઈ સમાન છે. "કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી"ના સિધ્ધાંતમા બંને ધર્મો સમાન વિચાર ધરાવે છે. ભક્તિ અર્થાત ઈબાદતમા પણ બંને ધર્મોના સિદ્ધાંતો સમાન ભાસે છે. શીખધર્મમા સરનખંડ, જ્ઞાનખંડ, કરમખંડ અને રચખંડને ઉપાસના માટે કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. ઇસ્લામના સૂફીમત મુજબ ઈબાદત માટે પણ ચાર અવસ્થાઓ કેન્દ્રમાં છે. શરીયત, મારફત, ઉકબા અને લાહૂત. ઇતિહાસના કેટલાક આધારો એ પણ સૂચવે છે કે ગુરુ નાનક અને સૂફીસંત ફરીદને ગાઢ મિત્રતા હતી. બંને સંતો અવારનવાર મળતા અને ઈશ્વર અને ખુદાના અસ્તિત્વની ચર્ચા કરતા. ગુરુ નાનકની વેશભૂષા અને રહેણીકરણી એકદમ સૂફી સંત જેવી જ હતી. વળી, તેમાંન શિષ્યોમાં માત્ર હિંદુ જ ન હતા.પણ ઇસ્લામના અને અન્યુંયીઓ પણ ગુરુ નાનકને માનતા હતા.તેમનો પ્રિય શિષ્ય મરદન મુસ્લિમ હતો. અને એમ કહેવાય છે કે તેના આગ્રહને કારણે જ તેઓ મક્કાની યાત્રાએ ગયા હતા.

ઇસ્લામ સાથેની શીખ ધર્મની સામ્યતા ભલે ભાસે પણ તેના પાયાના સિદ્ધાંતોમાં ભિન્નતા છે. વેદાંતના ઈશ્વર અંગેના સિદ્ધાંતોનો પડઘો શીખ ધર્મમાં જોવા મળે છે. હિંદુ સમાજ અને ધર્મ માટે ગુરુ નાનકને ખુબ આદર અને લાગણી હતી. તેમના બેબાક વચનોમાં તે દેખાય છે.તેઓ કહેતા,

" હિંદુઓમાં કેટલાક વેદ શાસ્ત્રોને નથી માનતા. તેઓ પોતાની મોટાઈમાં જ રચ્યાપચ્યા રહે છે.તેમના કાનો હંમેશા તુર્કોની ધાર્મિક શિક્ષાથી જ ભરેલા રહે છે.અને મુસ્લિમ કર્મચારીઓ પાસે પોતાની જ નિંદા કરીને પોતાના જ લોકોને કષ્ટ પહોંચાડે છે. તેઓ સમજે છે કે રસોઈ માટે ચોકો લગાવી દેવાથી જ હિંદુ બની જવાય છે"

એ યુગના મુસ્લિમ શાશનને ધ્યાનમાં કહેલી આ વાતમાં સત્ય છે. મુસ્લિમ શાશકોને ખુશ કરવા  હિંદુ પ્રજા જે દોહરી નીતિ અમલમાં મુકતી હતી તેનો પર્દાફાસ કરતા ગુરુ નાનક આગળ કહે છે,

"ગૌ તથા બ્રાહ્મણ પર કર લગાડો છો અને ધોતી, લોટા અને માળા જેવી વસ્તુઓ ધારણ કરો છો. અરે ભાઈ, તમે તમારા ઘરમાં તો પૂજાપાઠ કરો છે, પણ બહાર કુરાનના હવાલા આપી તુર્કો સાથે સબંધો બનાવી રાખો છો. અરે, આ પાખંડ છોડી કેમ નથી દેતા ?"


આવા બેબાક ગુરુ નાનકના કેટલાક સદ વચનો માણીએ.

"તેની જ રોશનીથી સૌ  છે"દૈદીપ્યમાન છે"

"દુનિયામાં કોઈ વ્યક્તિએ ભ્રમમાં રહેવું ન જોઈએ
"વિના ગુરુ કોઈ પણ વ્યક્તિ બીજા કિનારા પર પહોંચી સકતી નથી."

"ના  હું બાળક છું, ના એક યુવક છું. ના હું પોરાણિક છું, ના કોઈ જાતિનો છું'

"ઈશ્વર એક છે પણ તેના રૂપ અનેક છે. તે સર્વનો નિર્માતા છે. તે ખુદ મનુષ્યનું રૂપ ધારણ કરે છે"

"તારી હજારો આંખો છે છતાં તારે એક પણ આંખ નથી, તારા હજારો રૂપ છે પણ તારું એક પણ રૂપ નથી"

"ઈશ્વર માટે ખુશીના ગીત ગાઓ. ઈશ્વરના નામે સેવા કરો અને તેના સેવકોના સેવક બની જાઓ"

"બંધુઓ, અમે મૌત ને ખરાબ ન કહેતા, જો અમે જાણતા કે ખરેખર કેવી રીતે મરાય છે"

"કોઈ તેને (ઈશ્વરને) તર્ક દ્વારા સ્નાજાવી નથી સકતું. ભલેને તે યુગો સુધી દલીલ કાર્ય કરે "

1 comment: