Monday, February 21, 2011

ડૉ. મહેબૂબ દેસાઈનો ઓસ્ટ્રેલિયાથી ખુલાસો


મને અત્રે, હોબર્ટ (ઓસ્ટ્રેલિયા)મા જાણવા મળ્યા મુજબ મારા એક લેખમાં હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને ગોદમાં રમાડતા તેમના દૂધ બહેન શૈમાસને આપ (સ.અ.વ.)એ બાળસહજ ભાવે બચકું ભર્યાના ઉલ્લેખને કારણે થયેલ વિવાદ અંગે જાણીને દુઃખ થયું. મહંમદ સાહેબ (સ.અ.વ.)નું સૌ પ્રથમ જીવનચરિત્ર સાડા બારસો વર્ષ પૂર્વે ઇસ્લામી ઇતિહાસકાર ઇબ્ન હાશ્મીએ લખ્યું છે. બે ભાગોમાં લખાયેલ એ જીવનચરિત્રનું નામ સીરતુંન નબી છે. જેનું ગુજરાતી ભાષાંતર અહમદ મહંમદ હથુરાનીએ કરેલ છે. વિરોધ કરનાર સૌ મિત્રોને એ જોઈ જવા મારી ભલામણ છે. ઇતિહાસના પ્રોફેસર તરીકે આધારભૂત આલેખન કરવાની મારી નૈતિક ફરજ છે. વિરોધ કરનાર ઇસ્લામી મિત્રો માટે મહંમદ સાહેબ જેટલા આદરણીય છે, એટલા જ મારા માટે પણ છે. એટલે વિવાદ સર્જતા પહેલા લેખક તરીકે મારો સંપર્ક કર્યો હોત તો આવી ગેરસમજ ન સર્જાત.આવ સંવેદનશીલ મુદ્દાઓમાં સ્પષ્ટતા કાર્ય પૂર્વે જ વિવાદ સર્જવો એ સામાજિક અશાંતિ સર્જવા સમાન છે.

હોબર્ટ (ઓસ્ટ્રેલિયા) મહેબૂબ દેસાઈ તા. ૧૮.૦૨.૨૦૧૧

No comments:

Post a Comment