Sunday, January 10, 2010

Life Styal Of Muhanmad Paygamber

મહંમદ સાહેબના આભુષણ સમાં જીવન મુલ્યો


ડો. મહેબૂબ દેસાઈ



મુલ્યનિષ્ઠ ઇસ્લામ અને સૂફી વિચારધારાના મૂળમાં કુરાન-એ-શરીફ અને મહંમદ સાહેબ (સ.અ.વ.)નું આદર્શ જીવન છે. માટે આજે હઝરત મહંમદસાહેબના જીવન વ્યવહારની કેટલીક ખૂબીઓની વાત કરવી છે. મુલ્યનિષ્ઠ જીવનના આગ્રહી સૌ માટે તે જાણવા અને પામવા જેવી છે.

* મહંમદ સાહેબ સત્ય વક્તા હતા.
* સાદગી તેમનો જીવન મંત્ર હતો.
* તેઓ નમ્ર અને દયાળુ હતા.
* અત્યંત સહનશીલ અને ધીરજવાન હતા.
* પ્રાણી માત્ર પ્રત્યે કરુણા અને અનુકંપા રાખતા.
* પોતાના નાના મોટા તમામ સહબીઓ (અનુયાયો)ની ઈજ્જત કરતા.
* સલામ કરવામાં હંમેશ પહેલ કરતા.
* વાળ-વસ્ત્રો સ્વચ્છ અને સુગઢ રાખતા.
* મિત્રો-સ્નેહીઓની સંભાળ રાખતા.
* બીમારની અચૂક ખબર લેતા.
* પ્રવાસે જનાર માટે હંમેશ પ્રાર્થના કરતા.
* મૃત્યુના સમાચાર સાંભળી મરનાર માટે પ્રાર્થના કરતા.
* નારાજ થયેલાઓને મનાવવા પોતે તેમના ઘરે જતા.
* દુશ્મન-દોસ્ત સૌને ખુશીથી મળતા.
* ગુલામોના ખાન-પાન અને પોષકમાં ભેદભાવ ન રાખતા.
* જે શખ્શ આપની સેવા કરતો,તેની સેવા આપ પણ કરતા.
* કોઈ પણ મજલીસ કે કાર્યક્રમમાં હંમેશ પાછળ બેસવાનું પસંદ કરતા.
* દરેકના મન-મર્તબાનું ખાસ ધ્યાન રાખતા.
* ગરીબને તેની ગરીબીનો અહેસાસ ન કરાવતા.
* અમીર કે બાદશાહની જાહોજલાલીથી ક્યારેય પ્રભાવિત ન થતા.
* ખુદની દરેક નેમતો - બક્ષિશોનો હંમેશ શુક્ર (આભાર) અદા કરતા.
* મહેમાનોની ઈજ્જત કરતા. તેઓ ભૂખ્યા રહી મહેમાનોને જમાડતા.
* પાડોશીઓની સંભાળ રાખતા.તેમના ખબર અંતર પૂછતાં રહેતા.
* પોતાના જોડા પોતે જ સીવતા.
* પોતાના ફાટેલા કપડા પોતે જ સીવતા.
* ભોજન પહેલા અને ભોજન પછી ખુદાનો શુક્ર (આભાર) માનતા.
* અલ્લાહનો જીક્ર રાત-દિવસ કરતા રહેતા.
* નમાઝ (પ્રાર્થના)લાંબી અને ખુત્બો (પ્રવચન) ટૂંકું કરતા.

મહંમદ સાહેબના આ ગુણોને જીવનમાં સાકાર કરનાર સૂફી સંતોને આજે પણ આપણે યાદ
કરીએ છીએ અને હંમેશ કરતા રહીશું- આમીન.

No comments:

Post a Comment