Sunday, December 13, 2009

Hazrat Imam Husain


૧૨ ડીસેમ્બેરસુધી અઢળક લગ્નો લેવાયા.૧૨મીએ તો એક સાથે ત્રણ ચાર ભોજન
સમારંભોમા હાજરી આપવી પડી. કારણકે ૧૨ પછી ચાર-છ માસ સુધી કમુરતા છે. ઇસ્લામના અનુયાયો પણ આજ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ૧૯ ડિસેમ્બરે મહોરમ માસનો આરંભ થાય છે. એ માસ દરમિયાન મુસ્લિમો કોઈ શુભ પ્રસંગ કરતા નથી. મહોરમ હિજરી સંવંતનો પ્રથમ માસ છે. મુસ્લીમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મહોરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ , શોક કે દુ:ખ. આ જ માસની ૯ અને ૧૦મી તારીખે હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી.
સત્ય અને અસત્યની એ લડાઈમાં ઈમામાં હુસેન શહીદ થયા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુ:ખનો માસ છે. મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના પુત્રી હઝરત ફાતિમા (ર.અ.)ના નિકાહ હઝરત અલી (ર.અ.) સાથે થયા હતા.તેમના સંતાન હઝરત ઈમામ હુસૈન (ર.અ.) કરબલાના યુદ્દમાં તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ થયા.એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઈમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી સંવંત ૪મા થયો હતો. નાના હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)નો ખોળો ખુંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા હઝરત ઈમામ હુસેનની ઈબાદત અને સખાવત
ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. ૨૫ વખત પગપાળા હજજ કરનાર ઈમામ હુસેન અંગે એક વાર હઝરત ઝયનુંલ આબેદીનને કોઈકે પૂછ્યું ,
" હઝરત ઈમામ હુસેનને ઔલાદ (સંતાન) કેમ ઓછી છે ?"
જવાબ મળ્યો,
" કારણ કે તેઓ રાત-દિવસ ખુદાની ઇબાદતમાં મશગુલ રહે છે."
હઝરત ઈમામ હુસેનની સખાવત પણ ચોમેર પ્રસરેલી હતી . વયોવૃદ્ધ , અશક્ત અને આબરૂદાર માનવીઓને ઈમામ હુસેન મોં માંગી મદદ કરતા. બેરોજગારોને એક હજાર દીનાર અને એક હજાર બકરીઓ વિના હીચકીચાહત તેઓ આપી દેતા. એકવાર એક નિર્ધન, પણ આબરૂદાર માનવી આપના દ્વારે આવ્યો. એક નાનકડી ચબરખીમાં તેણે લખ્યું,
" હું અત્યંત ગરીબ છું . જવનો એક દાણો ખરીદવા જેટલા પૈસા પણ મારી પાસે નથી. માત્ર એક વસ્તુ મારી પાસે છે, અને તે મારી આબરૂ . તેને વેચવા આપની પાસે આવ્યો છું.આપ તેની જે કિંમત આંકો તે મને મંજુર છે."
હઝરત ઈમામ હુસેન આ ચબરખી વાંચી બહાર દોડી આવ્યા. પેલા આબરૂદાર માનવીના હાથમાં દસ હજાર દીનાર મુકતા આપે ફરમાવ્યું,
"હે સવાલી, હાલ તુરત આનાથી વધારે રકમનો બંદોબસ્ત મારાથી થઇ શકે તેમ નથી. તું એમ જ સમજ જે કે તેં સવાલ નથી કર્યો અને મેં તારી આબરુની કિંમત નથી આંકી"

આવા ઉદાર,સખાવતી અને ખુદાની ઇબાદતમાં હંમેશા લીન રહેતા હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ જયારે દુશ્મન યઝીદના લશ્કરથી ઘેરાય ગયા ત્યારે પણ તેમનો આ સ્વભાવ
યથાવત હતો. કરબલાના મેદાનમાં મહોરમ માસની પહેલી તારીખથી જ હઝરત ઈમામ હુસેન તેમના ૭૨ સાથીઓ સાથે ઘરાય ગયા હતા. મહોરમ માસની ૭, ૮ અને ૯મી તારીખે તો પાણીના એક એક બુંદ માટે નાના મોટા સૌ તડપતા હતા. ૯ અને ૧૦મી વચ્ચેની રાત તો કતલની રાત હતી.યઝીદના ચાર હજાર ઘોડેસવારોએ અહિંસાના પુજારી સમા ઈમામ હુસેનના ૭૨ સાથીઓને ઘેરી લીધા.ત્યારે પણ હિંસાને રોકવા હઝરત ઈમામ હુસેને પોતાની જાતને અર્પણ કરતા યઝદીને સંદેશો પાઠવ્યો હતો,

" મને મારી નાખો, કેદ કરીલો પણ મારા નિર્દોષ સાથીઓ, બાળકો, સ્ત્રીઓ ને ન મારશો "

પણ ક્રૂર યઝદી તેમની વાત ન માન્યો અને પોતાનું વિશાલ લશ્કર ઈમામ હુસેનના સાથીઓ
પર છોડી મુક્યું . ઈમામ હુસેનના સાથીઓએ હિંમતભેર તેનો સામનો કર્યો. સત્ય અને અસત્ય,
ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિની એ લડાયમાં હઝરત ઈમામ હુસેનન ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાલ લશ્કરને ભારે પડ્યા. યઝદીએ પીછેહટ કરવી પડી અને તેથી તે ઉશ્કેરાયો.
યુદ્ધના તમામ નિયમો નેવે મૂકી તેણે આડેધડ કતલેઆમ શરુ કરી. ત્યાં સુધી કે પ્રવચનમાં બેઠેલા હઝરત ઈમામ હુસેનને પણ પીઠ પાછળથી ઘા કરી ઝખ્મી કર્યા. અને આમ હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓ શહીદ થયા. એ દિવસ હતો ૧૦ મોહરમ ,શુક્રવાર હિજરી સંવંત ૬૧, ઈ.સ. ૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ ઈમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં મુસ્લિમો શોક પાળે છે. ઈમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે છે.

 

3 comments:

  1. શહીદે આઝમ હઝરત ઈમામ હુસૈન (રદી.)વિશે સચોટ અને સાચી માહિતી.
    કત્લે હુસૈન અસ્લમેં મર્ગે યઝીદ થા
    ઈસ્લામ જિન્દા હોતાહૈ હર કર બલાકે બાદ
    મુહમ્મદઅલી વફા

    ReplyDelete
  2. ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ ની સત્ય માટે ની કુરબાની ને અમો સલામ કરી એ છીએ.

    "શાહ અસ્ત હુસૈન, બાદશાહ અસ્ત હુસૈન,

    દીન અસ્ત હુસૈન, દીં પનાહ અસ્ત હુસૈન.

    આપનો લેખ ખૂબ જ પ્રભાવશાળી છે

    ReplyDelete
  3. agar aap kisike bare me jante na ho to mat likhye.isse samaj me galatfamiyan badhti he. aap ne likaha he imam hussain ki koi aulad nahi thito bilkul galat hai.aap ne colum me jis iainul aabedin ka vakeya likha he vahi jainul aabedin imam hussain k bade bete the.aapka vakeya saraser galat hai. imam hussain aur unke sathiyo par kisi ne piche se var nahi kiya tha balke unke sathiaur imam hussain ek bad ek sahid ho ne k maqsad se medan me jate the.karbala me imamhussain k bete j.aliakbar(18yrs.),j.aliasgar(6 months)sahid huve the.aur i.jainul aabedin bimari ki vajah se jang na kar sake.pls.aap sirf yahi nahi har topic me puri jankari k bad hi lkhe,aur me chahta aapki ye mistake bahot badi he isliye aap mistake man kar mafinama likhe ye jaruri he.aap itne umarwale hone ba wajud aisi bhool kare vo thik nahihe.allah aap ko sach likhne ki taufiq ata farmayein.

    ReplyDelete