Thursday, October 1, 2009

Happy New Year to All : Prof. Mehboob Desai

સુવિચારોના સથવારે નુતન વર્ષાભિનંદન



ડો. મેહબૂબ દેસાઈ



દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે.
જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો
પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ
ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને
પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ.
એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી
સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ
અંગે કહે છે,

"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને
બરાબર ઉજવો "

ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન અને આનંદ પુરતી સીમિત ન હોઈ સકે. સદ
વિચારોનું આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે. દીપાવલીની ઉજવણી ખલીલ
જિબ્રાનના કેટલાક સદ અવતરણોના આચમનથી કરીએ.
" મારા દુશ્મને મને કહ્યું ," તારા દુશ્મનને પ્રેમ કર' અને મેં તેનું
અનુસરણ કર્યું. અને મેં મારી જાતને ચાહી"

"ભક્તિ માટે અલગતા અને એકાંત અનિવાર્ય નથી"

"શક્તિ અને સહનશીલતા એ બે ભાગીદર છે."

"મારી અજ્ઞાનતાનું કારણ હું સમજુ તો હું સંત થઈ જાઉં"

"વાક્છટા અટેલે કાન પર જીભની લુચ્ચાઈ,પણ વ્ક્તુત્વ એટલે હ્રદયનું આત્મા સાથે મિલન"

" વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પૂર્ણ સંવાદિતતા છે, પરંતુ વિજ્ઞાન અને વિશ્વાસ
વચ્ચે પૂર્ણ વિસંવાદ છે."
"મજબુત મનુષ્ય એકાંતમાં વિકસે છે,જયારે નિર્બળ ખરી પડે છે."

"ખરો ધાર્મિક માણસ એક ધર્મને વળગી રહેતો નથી, અને જે એક ધર્મને વળગી રહે
છે તે ધાર્મિક નથી"

"કંજૂસ સિવાયના બધા તરફ ઉદાર થવું એ જ કરકસર"

"ધર્મગુરુ ભોળા ભક્તોના હાડકા અને કબરો પર પોતાના અરમાનો પુરા કરે છે."

"પ્રેમ એ એક જ એવું પુષ્પ છે,જે ઋતુ સિવાય ખીલે છે."

"ધરતી શ્વાસ લે છે
આપણે જીવીએ છીએ
એ શ્વાસ રોકે છે
આપણે ઢળી પડીએ છીએ"

" જેણે વ્યથ જોઈ નથી,તે આનંદને પામી સકતો નથી"
"દયાળુ ન બનશો,
કારણકે
દયા ગુનાખોર કેદીયો પ્રત્યે
દર્શાવાય છે,

જયારે ન્યાય ,અને માત્ર ન્યાય જ નિર્દોષ વ્યક્તિની માંગ છે"

"અજ્ઞાન સાથીની મિત્રતા દારૂડિયા સામે દલીલ કરવા જેટલીજ મૂર્ખતાપૂર્ણ છે"

ખલીલ જિબ્રાનના આ વચનોને ઉત્સવના આનંદ સાથે વાગોળતા રહીએ , એજ પ્રાર્થના
સાથે સૌ વાચક મિત્રોને નુતન વર્ષાભિનંદન .

No comments:

Post a Comment