Wednesday, September 30, 2009

દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે. જીવનના દુખો,ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે.ખુશીને માણવાનો પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને જીવવાના અવસરો મુક્કરાર થયા છે. હિંદુ ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. ઇસ્લામમાં ઈદ છે.
ખ્રીસ્તીમાં ક્રીશ્મસ છે. પારસીમાં પતેતી છે. આ બધાના નામો , રીવાજો અને પહેરવેશો ભલે અલગ અલગ હોઈ પણ બધાનો ઉદેશ એક જ છે. અને તે છે ખુશી,આનંદ. એ દિવસે સૌ
સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે.અને ખુશીને માણી સકાય તેટલી પેટ ભરીને માણે છે.
પ્રસંગોને માણવાની આ રીત દરેક ધર્મમાં સમાન છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) આ અંગે કહે છે,
"તહેવારોમાં હળો મળો , હસી-મજાક કરો. ખાઓ -પીઓ , અને ખુશી મનાવો. ખુશીને બરાબર ઉજવો "

Saturday, September 19, 2009

Manpatra of Gandhi 1896 : Prof. Mehboob Desai



તેરે નામકા ફૂલ જગમે ખીલે : ગાંધીજ


Prof. Mehboob Desai


૨ ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ ગાંધીજીની ૧૩૭મી જન્મ જયંતી છે. "સત્ય એ જ ઈશ્વર " ને જીવનમંત્ર તરીકે સ્વીકારનાર ગાંધીજી બેરિસ્ટર બન્યા પછી ૨૪ અપ્રિલ ૧૮૯૩ના રોજ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષીણ આફ્રિકા જવા નીકળ્યા, ત્યારે પણ તેમની ધર્મની વિભાવના સંપ્રદાયો સુધી સીમિત નહોતી.
તેમણે બેરિસ્ટરના અભ્યાસ કાળ દરમિયાન મહાભારત ,બાઈબલ અને કુરાનનું અધ્યયન કર્યું હતું. ગાંધીજી દક્ષીણ આફ્રિકામાં એક વર્ષના કરાર પર ગયા હતા. એ કરાર મુજબ જવા આવવાનું પ્રથમ વર્ગનું ખર્ચ અને રહેવા જમવાનો ખર્ચ અસીલના માથે હતો. ફી પેટે ૧૦૫ પાઉંડ નક્કી થયા હતા.
દક્ષીણ આફ્રિકામાં ૧૮૯૩ થી ૧૮૯૬ સુધીના તેમના રોકાણ પછી તેઓ ૫ જુન ૧૮૯૬ના રોજ ડર્બનથી આગબોટ "પોન્ગોલા" માં ભારત આવવા નીકયા હતા. આ સમય દરમિયાન હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને "ભાઈ" ના સંબોધનથી બોલાવતા હતા.છતાં સેવાકીય કાર્યોની તેમને સુવાસ દક્ષીણ આફ્રિકામાં પ્રસરી ગઈ હતી. એટલે હિંદીઓ તરફથી તેમના માનમાં વિદાય સમારંભો યોજાયા હતા. આવોજ એક વિદાય સમારંભ ૪ જુન ૧૮૯૬ના રોજ દક્ષીણ આફ્રિકાના હિન્દી કોંગ્રસ ભવનમાં દાદા અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં તેમને આપવામાં આવેલ માનપત્ર દક્ષીણ આફ્રિકાની પ્રજા ની ધાર્મિકભાવના , ગાંધીજી પ્રત્યેનો તેમનો પ્રેમ, દક્ષીણ આફ્રિકા કોંગ્રસનું કાર્ય અને ગાંધીજીને પરત આવવાની અરજ અસરકારક શૈલીમાં રજુ કરે છે.

૨ જુન ૧૮૯૬ના આ માનપત્ર નીચે ઉસ્માન નામ લખ્યું છે. માનપત્ર મસ્નવી શૈલી (ઉર્દુ-ફારસી ગદ્ય શૈલીનો એક પ્રકાર)મા લખાયું છે. માનપત્રની ભાષા હિન્દી - ઉર્દુ મિશ્રિત છે. તેમાં ગાંધીજી માટેનો પ્રેમ અને માન સુંદર રીતે વ્યક્ત થયા છે.૧૧૩ વર્ષ પૂર્વે ગાંધીજીને અપાયેલ આ માનપત્ર આજે પણ માણવા જેવું છે.

" કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ

કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર


જો ચાહે કરે પલ મેં મુખ્તાર હેં
સભી કારોબાર ઉસકે અખત્યાર હે


હબીબ ઉનકે અવલ મોહંમદ રસુલ
સભુને કિયા દિન ઉસકા કબુલ

ક્યામત મેં હર જન મુનાદી કરે
સદાકતકા તાજ તેરે સરપે ધરે

કુરનમેં લિખા હકને ખેરુલ અનામ
નબુવત ખતમ ઔર દુરુદો સલામ

સુની હિંદીઓ કી ખુદાને દુઆ
દુઆ સે ગાંધી કા આના હુઆ

ઉજાલા ખુદાને ફિર ઐસા કિયા
યે બહાદુર અસર હિંદીઓકુ હુઆ

ખુદાને કિયા હમ પર લુંફ્તો કરમ
મોહનદાસ ગાંધીકા દિલ હે નરમ

નિહ્ગેબાન તેરા ખુદાવિંદ કરીમ
કે હે પાદ્શ દો જહાકા અકીમ

નસારુકા યે મુલક નાતાલ હેં
અવલ કાયદા યાકા બે તાલ હેં


વો હિદીકી કરતે ન દરકાર હે
અકલમંદ એસી યે સરકાર હે


મોહનદાસ દિલસે નસાર યે કિયા
ફ્રેન્ચયાસકા કામ અવલ કિયા

ફતેહ સારે કામોમેં તુમકો મિલે
તેરે નામકા ફૂલ જગમે ખીલે

ન દુશ્મન સે બિલકુલ વો દિલ મેં ડરે
લગા કાયદા વો બરાબર લડે

ઓંરોસે ઉસકો હુઆ ફાયદા
નસારુકા તોડા હે જુલ્મો જહાં

સફાઈ સે ફિર કોંગ્રસ ખડી
હે તેરે હી દમ સે આગે પડી

યે કોંગ્રસ સે હોને સે ચર્ચા ચલી
નસારોમે તો પડ ગઈ ખલબલી

આયા હે તાર ભાઇકા જાના હે ધર
પડી હિંદીઓ કે દિલ મેં ફિકર

મગર જાના તો જલ્દી આના યહાં
નહી તો હિન્દીઓ કા ઠીકાના કહાં ?

હિન્દીઓકી ખાતિર જો મહેનત કરે
તરક્કી ઉમર ઉસકી માલિક કરે

યે કોંગ્રેસ દુઆ તેરે હક મેં કરે
તેરે ભાઈઓ ભી ઇસમેં સામીલ રહે


કુટુંબ ઔર કબીલે મેં ન તુમ રહો
ખુશી સાથ જલ્દી યહાં પર ફિરો

ખતમ યહાસે કરતા હુ મેં મસ્નવી
યે મીમ્બેર દુઆ ચાહતે હે મિલે સભી

ગાંધીજીના આ અને આવા ૧૫૬ માનપત્રોનું અદભુદ પ્રદર્શન ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય, ભાવનગરમાં ૧૧,૧૨ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ સાબરમતી આશ્રમ,અમદાવાદના સૌજન્યથી યોજાય ગયું. ગાંધીજીને જાણવામાં, પામવામાં આવા દસ્તાવેજી પુરાવા નોંધપાત્ર પ્રદાન કરે છે. અને એટલે જ આવા પ્રદર્શનો ઠેર ઠેર યોજવા જોઈ.

Friday, September 18, 2009

વિજ્ઞાન અને ઇસ્લામ ડો. મહેબૂબ દેસાઈ

કુરાન-એ-શરીફ એ દરેક વિષયને આવરી લેતો ગ્રંથ છે. એ નાતે તેમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો પણ ઠેર ઠેર ઉલ્લેખ જોવા મળે છે. આ અંગે વિશ્વમાં વારંવાર વિશદ ચર્ચાઓ થતી રહી છે. ફ્રાંસની આયુર્વેદ વિજ્ઞાન અકાદમીમાં 9 નવેમ્બર 1976ના રોજ "કુરાનમાં શરીર વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર " અંગે વિસ્તુત સેમીનાર થયો હતો. એ સેમિનારમાં ડો. મોરીસ બુકેલએ "કુરાનમાં વિજ્ઞાન અને પ્રજનન " વિષય પર પોતાનું સંશોધનપત્ર રજુ કર્યું હતું. વિશ્વમાં થતી આવી ચર્ચાઓ એ બાબત તરફ નિર્દેશ કરે છે કે કુરાને શરીફમાં જીવન જીવવાની કલા સાથે વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો પણ આધારભૂત તથ્યો સાથે જોવા મળે છે. સૃષ્ઠીના સર્જનના વૈજ્ઞાનિક અભિગમને વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
"તમારા પાલનહાર અલ્લાહે આ ધરતી અને આકાશનું સર્જન છ દિવસમાં કર્યું છે."
ધરતી અને આકાશની પૃથ્વીના સર્જન પૂર્વેની સ્થિતિનો ચિતાર આપતા એક આયાતમાં કહેવામાં આવ્યું છે,
"શું નાસ્તિકો નથી જાણતા કે ધરતી અને આકાશ પહેલાં પરસ્પર મળેલા હતા અને પછી ખુદાએ તેને અલગ અલગ કર્યા"
ધરતી અને આકાશનું સર્જન કરનાર ખુદાએ ધરતી અને આકાશની સમગ્ર દુનિયાનું એ પછી સર્જન કર્યું હતું . એ અંગે પણ કુરાને શરીફમાં કહ્યું છે,
" જેણે આકાશ અને ધરતી ને બનાવ્યા , તેણે જ ધરતી અને આકાશ વચ્ચે સમગ્ર સુર્ષ્ઠીનું સર્જન છ દિવસમાં કર્યું છે.

પૃથ્વીના સર્જન પછી રાત અને દિવસના ચક્રને વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહ્યું છે,
"અને તે ખુદા જ છે જેણે રાત અને દિવસ બનાવ્યા છે. સૂર્ય અને ચન્દ્ર સૌ નભમંડળમાં તરી રહ્યા છે અને એ પ્રત્યેક એક એક મંડળ (ગ્રહ) છે."
પૃથ્વીના સર્જન પછી ઉત્પન થયેલ જીવસૃષ્ટીની પ્રક્રિયાને કુરાને શરીફની સુર અજ જુમરમાં વ્યક્ત કરતા કહ્યું છે,
"શું તમે નથી જોયું કે ખુદા - ઈશ્વરે આકાશમાંથી મેહ વરસાવ્યા. અને પછી ધરતી પર ધારાઓ (નદીઓ)
ચલાવી અને પછી તેના દ્વારા વિભિન્ન પ્રકારની ખાદ્ય વસ્તુઓ અને જીવ ઉત્પન કર્યા?"
આજ વાત ને જરા સરળ રીતે રજુ કરતા એક આયાતમાં કહ્યું છે,
" એજ ખુદા છે જેણે તમારા માટે ધરતીની પથારી બનાવી છે. તેમાં રસ્તાઓ બનાવ્યા છે.આકાશમાંથી
પાણી વરસાવ્યું છે. અને તેના દ્વારા તેણે વૃક્ષોના જોડાઓ બનાવ્યા છે. જે એકબીજાથી બિલકુલ ભિન્ન છે."
જેમ સૃષ્ઠીના સર્જન અંગે કુરાને શરીફમાં આયાતો છે, એમ જ માનવીના સર્જનની પ્રક્રિયા પણ તેમાં વ્યક્ત કરવામાં આવી છે. કુરાને શરીફમાં માનવશરીરના સર્જન માટે સ્ત્રીના ગર્ભમાં રોપાતા બીજને "અલક" કહ્યું છે. અને એ અંગે વિગતે આયાતમાં કહેવામાં આવ્યું છે ,
" પછી અમે (ખુદા-ઈશ્વર)એ “અલક” ને બીજારોપણની ક્ષમતા પ્રદાન કરી , પછી એ બીજ પર ધીમે ધીમે માંસનંા સ્થાપન કર્યું પછી માંસની આસપાસ હાડકાનું સર્જન કર્યું અને પછી અમે એ માંસ અને હાડકાઓને એક નિશ્ચિત રૂપ આપ્યું . આમ અમે માનવીનું સર્જન કર્યું."
કુરાને શરીફમાં પૃથ્વીના સર્જનથી માંડીને માનવીના સર્જન સુધીની આજથી ૧૪૦૦ વર્ષ પહેલા વ્યક્ત થયેલી આ આયાતો કુરાને શરીફના વેજ્ઞાનિક આભિગમને વ્યક્ત કરવા પુરતી છે.

Wednesday, September 16, 2009

The Exhibition of Mahatma Gandhi's MANPTRAS

The Exhibition of Mahatma Gandhi's MANPTRAS




Gandhian Studies Center,Bhavnagar University,Bhavnagar Organized Exhibition of Gandhi's 156 MANPTRAS on 11,12 September 2009. These MANPTRAS Presented to Gandhi's from various part of Country. One of them I here present for your information.