Sunday, June 14, 2009

Makendad ni Mithash by Prof. Mehboob Desai

મેકણદાદાની મીઠાશ : સર્વધર્મ સમભાવ
Dr. Mehboob Desai


ઇસ્લામના માનવીય અભિગમને મુãસ્લમ સંતોઍ સમાજમાં સાકાર કરવામાં આપેલું પ્રદાન તો જાણીતું છે પણ કેટલાક િંહદુ સંતોઍ પણ ઇસ્લામના સિદ્ધાંતોને આમ પ્રજામાં પ્રસરાવવામાં આપેલાં પ્રદાન નોંધપાત્ર છે. આવા સંતોઍ પોતાના ઉપદેશોમાં, પદોમાં કે સાખીઓમાં ઇસ્લામના સિદ્ધાંતો અને કોમી ઍખલાસને વાચા આપી છે. આવા જ કરછના ઍક સંત મેકણદાદાની કરછી સાખીઓનૉ ગુજરાતી ભાવાનુવાદ મુંબઈના સુરેશ ગાલાઍ કર્યો છે. પુસ્તકનું નામ છે ‘અનહદની બારી’.
મેકણદાદા િંહદુ સંત છે પણ તેમની સમાધિ દરગાહના સ્વરૂપમાં છે. ઇ.સ. ૧૭૨૭માં ૬૦ વર્ષની વયે કરછના ધ્રંગ મુકામે સમાધિ લેનાર મેકણદાદાની કરછી સાખીઓમાં વ્યકત થતો ઇસ્લામ અને ભાઈચારો સૌેને ગમી જાય તેવા છે.
‘મુસલમાન કહે મહમદ, હિન્દુ કહે રામ,

દુજૉ કોઈ દેખું નહીં, જિસકું કરું પ્રણામ.’

અથાર્ત્

‘મુસલમાન કહે મહમદ

હદુ કહે રામ દાદા મેકણ કહે, ‘ઍક જ ઘરના છે બે નામ’


ઇસ્લામમાં પીર-ઓલિયાઓનું વિશેષ મહત્ત્વ છે. આઘ્યાãત્મક iાાનની પરબ સમા પીરની સાદી - સરળ વ્યાખ્યા મેકણદાદાઍ પોતાની સાખીમાં આપી છે. તેઓ કહે છે,
‘પીર, પીર કુરો કયો, નાય પીરેજી ખાણપાંચ ઇãન્દ્રયુ વશ કરો, પીર થિંદા ખાણ’

અથાર્ત્

‘પીર, પીર શું કરો છો, જગાડો તમારું હીર

પાંચ ઇãન્દ્રને વશ કરો, તમે થાશો પીર’


હિન્દુ - મુãસ્લમ બંને સંતોઍ પોતાના ધર્મમાં રહેલ ભાઈચારાને પોતાની વાણીમાં વ્યકત કર્યોછે. હિન્દુ-મુãસ્લમ ઍકતાને દાદા મેકણે પોતાની સાખીમાં સાકાર કરતા લખ્યું છે,

‘હિન્દુ - મુસલમાન જૉ રકરો અખર મથે મંડાણમરમ ન જાણે મેકો ઍ આદમી લોક અજાણ’

આ સાખીને તેના અસલ ભાવમાં સાકાર કરતા સુરેશભાઈ ગાલાઍ નોંઘ્યું છે,

‘હિન્દુ - મુસલમાન લાગે નોખા, પણ બંનેના ઍક સોપાન

ધૂપ કરે બંને મેકણ, ઍક વાપરે ગુગલ, બીજૉ લોબાન’


ઇસ્લામમાં ઇમાન (આસ્થા-lદ્ધા) મુખ્ય છે. ઇમાન હૃદયને સ્વરછ કરે છે. સ્વરછ હૃદયમાં જ ખુદા વસે છે. અસ્વરછ હૃદય-મન ખુદાને પામી શકતું નથી. આ જ વાત મેકણદાદા પોતાની સાખીમાં કહે છે,


‘ઊંચો થિયે, નીચો થિયે હથ દો કિયે હી,ફોડી ધોઈ ફુટરો થ્યો, અલ્લા ન મિલેંદો ઈ.’

અથાર્ત્,

‘જપ કરે, તપ કરે, પણ કરે ન મન સાફ

તીર્થયાત્રા ભલે કરે, પણ ખુદા ન કરે માફ.’


ઇસ્લામમાં પાંચ બાબતો અનિવાર્ય છે. ઇમાન, નમાજ, રોજા, જકાત અને હજ. જકાત ઍટલે દાન. પોતાની આવકના અઢી ટકા ફરજિયાત દાનમાં આપવાનો નિયમ ઇસ્લામમાં સ્વીકારેલો છે. મેકણદાદા દાનના ઍ મહિમાને વ્યકત કરતા લખે છે,
‘નક ઘસે, નિમાઞ પઢે, હથે ન ડીઍં કી,હાથ પેર ધુવે મેકોઍ અલ્લા ન મલઘો ઇ’

અથાર્ત્,

‘ઞૂકી ઞૂકી નમાજ પઢે મેકણ,

ખેરાત ન કરે કોઈ,

કુરાન પાઠ નિત્ય કરે,

ઍમ અલ્લાહ ન મળે આઈ’


ખુદાના પયગંબર મહંમદસાહેબ (સ.અ.વ.)ની પવિત્ર વાણીની મધુરતા પણ મેકણદાદાની સાખીમાં પ્રશંસા પામી છે. મહંમદસાહેબ (સ.અ.વ.)ને વહી દ્વારા જે iાાન મળ્યું તે ઇસ્લામની સાચી રોશની છે. ઍક સાખીમાં તેનો ઉલ્લેખ કરતા તેઓ લખે છે,


‘જાં દઠો તાં ન વસરે મુંકેઅલ્લારી જૉ સોહો,મહમદ જૉ મેકો ચે,મહોબત ભર્યોમૉં’

અથાર્ત્

‘ઍક વાર નિરખ્યા પછીવિસરાતું નથી અલ્લાહનું નૂર,

ચિત્તમાં સતત ગૂંજે મેકણ,મહંમદના ઍ મીઠા સૂર.’


સૂફી સંતોના સિદ્ધાંતોને પણ મેકણદાદાઍ પોતાની સાખીઓમાં શોભાવ્યા છે. સૂફી સંતો અલ્લાહની યાદ માટે મંદિર-મãસ્જદને માત્ર પ્રાધાન્ય આપતા નથી, હૃદયમાં ખુદા-ઈશ્વરની અનહદ મહોબ્બત ઍ જ તેમનાં મંદિર-મãસ્જદ છે. મેકણદાદા ઍક સાખીમાં લખે છે,
‘ન મેડે, નમીસદેં, ન વસતી સે વેવારમુંજૉ નાથ મેકણ ચે, કાકે કેઓ કરાર.’અથાર્ત્,

‘ના મંદિર, ના મãસ્જદ ના વસતીથી વહેવાર

ભીતરમાં આસન જમાવો, મેકણ, સદા ત્યાં તહેવાર.’


કુરાને શરીફની lેષ્ઠતા કે સંપૂણર્તાને પણ મેકણદાદાઍ હૃદયના ઊંડાણથી સ્વીકારી છે અને પોતાને પીર તરીકે ઓળખાવતા લખે છે,
કુરાન મેં હૈ કાપડી, કલમ મેં હૈં પૂરાશાહ કલંદર ઍ મૂંકે, મેકણ પીર મલ્યા પૂરા’

અથાર્ત્,

‘કુરાનમાં છે કાપડી ને કલમા પણ નથી અધૂરાશાહ કલદંર કહે મને તો, મેકણ પીર મળ્યા પૂરા’


કરછના નાની ખાંભડીમાં જન્મેલ મેકણદાદાની આ સાખીઓ આજે પણ હિન્દુ-મુãસ્લમ ઍકતાના પ્રતીક સમી જીવંત છે. ધર્મને ક્રિયાકાંડોથી મુકત કરી ખુદા-ઈશ્વરને માનવીના હૃદયમાં પામવાની મેકણદાદાની નેમ તેમની તમામ સાખીઓની આન, બાન અને શાન છે

No comments:

Post a Comment