Tuesday, June 30, 2009

કાબા શરીફ અને તવાફ : ડો. મહેબૂબ દેસાઈ

કાબા શરીફ અને તવાફ

ડો. મહેબૂબ દેસાઈ

હજયાત્રાએ જનાર હાજીઓએ ‘ખાન-એ-કઅબહ’થી પરિચિત થવું જોઈએ. ખાન-એ-કઅબહનો તવાફ (પરિક્રમા) એ હજની મુખ્ય ક્રિયાઓમાંની એક ક્રિયા છે. ઇસ્લામી ગ્રંથોમાં ‘ખાન-એ-કઅબહ’ અર્થાત્ ‘બયતુલ્લાહ’ના સર્જનનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. એ ઇતિહાસ દરેક હજયાત્રાએ જતા મુસ્લિમે જાણવા જેવો છે. હજરત ઇબ્રાહીમ (અ.સ.) તેમનાં પત્ની હજરત હાજરા (રદિ) અને પુત્ર હજરત ઇસ્માઇલને મળવા મક્કા આવ્યા. આ એ જ હજરત ઇબ્રાહીમ છે કે જેની કસોટી ખુદાએ લીધી હતી અને પોતાના જાનથી પ્યારા પુત્રની કુરબાની કરવા આદેશ આપ્યો હતો. એ કસોટીમાંથી હજરત ઇબ્રાહીમ પાર તર્યા હતા અને તેમને ‘ખલિલ્લુલાહ’ ખુદાના મિત્રનો ખિતાબ એનાયત થયો હતો. આ હજરત ઇબ્રાહીમ પત્ની અને પુત્રને મળવા મક્કા આવ્યા. પુત્રે પિતાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પછી હજરત ઇબ્રાહીમે પુત્ર ઇસ્માઇલને કહ્યું, ‘બેટા, અલ્લાહે મને એક હુકમ આપ્યો છે.’

‘અબ્બાજાન, આપ અલ્લાહના હુકમનું પાલન કરો.’

‘બેટા, એ હુકમનું પાલન કરવા મારે તારી મદદની જરૂર છે.’

‘અબ્બાજાન, આપ જે કહેશો તે કરવા હું તૈયાર છું.’

‘બેટા, અલ્લાહે પોતાની ઇબાદત માટે મને મક્કામાં એક ઘર બાંધવાનો હુકમ ફરમાવ્યો છે. એ ઘર માટેની જગ્યા પણ હજરત જિબ્રાઇલે મને બતાવી છે.’ આ પછી હજરત ઇબ્રાહીમ (અ.સ.) અને પુત્ર હજરત ઇસ્માઇલે હજરત જિબ્રાઇલે બતાવેલી જગ્યા પર બાંધકામ શરૂ કર્યું. હજરત ઇસ્માઇલ પથ્થરો લાવતા અને હજરત ઇબ્રાહીમ ચણતર કરતા જયારે દીવાલો થોડી ચી થઈ ગઈ ત્યારે હજરત જિબ્રાઇલે એક કાળો પથ્થર હજરત ઇબ્રાહીમને આપતા કહ્યું, ‘આ પથ્થરને કાબાની દીવાલમાં મઢી દો.’ આ એ જ પથ્થર છે જેને આપણે ‘હજરે અસ્વદ’ કહીએ છીએ. કાબા શરીફની દીવાલો માનવીની ચાઈ જેટલી થઈ ત્યારે હજરત ઇબ્રાહીમને ચણતર કરવામાં તકલીફ પડવા લાગી એટલે હજરત ઇબ્રાહીમે એક પથ્થર પર ભા રહી ચણતર કર્યું. આ પથ્થરને ‘મકામે ઇબ્રાહીમ’ કહે છે આજે પણ એ પથ્થર કાબા શરીફ પાસે છે. જેના પર હજરત ઇબ્રાહીમનાં કદમોનાં નિશાન છે. કુરાને શરીફમાં તેના વિશે કહ્યું છે, ‘મકામે ઇબ્રાહીમને નમાઝ પઢવાની જગ્યા બનાવો.’ કાબા શરીફની પરિક્રમા (તવાફ) પછી હાજીઓ મકામે ઇબ્રાહીમ પાછળ નમાઝ પઢવાનું ચૂકતા નથી.

કાબા શરીફના ‘તવાફ’ પરિક્રમાની ક્રિયા પણ હજયાત્રાની મુખ્ય ક્રિયા છે. ઉર્દૂ ભાષામાં શબ્દ ‘તવાફ’નો અર્થ થાય છે, કોઈ વસ્તુની ચારે બાજુ ફરવું પરિક્રમા કરવી. ઇસ્લામમાં તવાફ સાત પ્રકારના છે. ૧. તવાફ-એ-હજજ, ૨. તવાફ-એ-ઉમરાહ, ૩. તવાફ-એ-વિદા, ૪. તવાફ-એ-ઝિયારત, ૫. તવાફ-એ-નજર, ૬. તવાફ-એ-નફિલ, ૭. તવાફ-એ-તહિય્યતુલ મસ્જિદ. તવાફ પૂર્વે સૌપ્રથમ પાક (પવિત્ર) થવું જરૂરી છે. એ માટે ગુસલ (સ્નાન) કે વજૂ કરવું જરૂરી છે. એ પછી હજર-એ-અસ્વદ સામેની ગહેરી કથ્થાઈ પટ્ટી પર એવી રીતે ભા રહો કે તમારા ડાબા હાથનો ખભો હજર-એ-અસ્વદ તરફ રહે. જૉ આપે અહેરામ ધારણ કર્યોહોય તો અહેરામની ચાદરને જમણા હાથની નીચેથી કાઢીને ડાબા હાથનો ખભો ખુલ્લો કરો.

હજ કે ઉમરાહના તવાફમાં અહેરામ ફરજિયાત છે. જયારે તવાફ-એ- નફિલ જેવો તવાફ સાદાં વસ્ત્રોમાં પણ થઈ શકે છે. આ પછી મનોમન તવાફની નિયત (નિર્ધાર) કરો. ‘અય અલ્લાહ, હું કાબા શરીફના સાત ચક્કર ફરવાનો ઇરાદો કરું છું. મારા માટે આસાન ફરમાવ અને કબૂલ ફરમાવ. બિસ્મિલ્લાહ, અલ્લાહુ અકબર’ મનોમન કરેલી આ નિયત સાથે કાબા શરીફની પરિક્રમા આરંભો. અહેરામ ધારણ કર્યોહોય તો પ્રથમ ચક્કર ઝડપથી સીનો કાઢીને પૂર્ણ કરો. બાકીના ચાર ચક્કર સામાન્ય ચાલે પૂર્ણ કરો.

તવાફ દરમિયાન હજર-એ-અસ્વદની પટ્ટીથી શરૂ કરી આપ રૂકને યમની પર પહોંચો ત્યારે ‘બિસ્મિલ્લાહ અલ્લાહો અકબર’ અવશ્ય બોલો. પ્રથમ ચક્કર પૂર્ણ કરી આપ જયારે પુન: હજર-એ-અસ્વદની પટ્ટી પર પાછા ફરો ત્યારે જાણે હજર-એ-અસ્વદને સ્પર્શતા હોય તેમ બંને હાથ ચા કરો. પછી બંને હાથની હથેળી અવાજ ન થાય તેમ ચૂમી બીજું ચક્કર આરંભો.

આવા સાત ચક્કર પૂર્ણ થાય ત્યારે મકામે ઇબ્રાહીમ પાછળ અથવા હરમ શરીફમાં ગમે ત્યાં બે રકાત નમાઝ ‘વાજિબ-એ-તવાફ’ પઢો અને ખુદા પાસે આજીજીભર્યા સ્વરમાં દુવા માંગો.’ આટલી પ્રક્રિયા પૂર્ણ થયે એક તવાફ થયો ગણાશે. હજ જનાર રાજીસાહેબોના દરેક તવાફ ખુદા કબૂલ ફરમાવે એ જ દુવા-આમીન.

No comments:

Post a Comment